aadarsh shikshak books and stories free download online pdf in Gujarati

આદર્શ શિક્ષક

વર્ગખંડમાં શાંતિનું વાતાવરણ છવાયેલું હતું, બહાર લોબીમાં વિદ્યાર્થીઓ આવન-જાવન કરતાં હતા. કોઈ સ્ટાફરૂમ તરફ જતું હતુ, તો વળી કોઈક પોતાના વર્ગખંડમાં પરત ફરી રહ્યયું હતુ.
શિક્ષક વર્ગખંડમાં ભણાવી રહ્યયા હતા, તે પોતાના વિષય અને વિષયવસ્તુમાં એટલા ગળાડૂબ હતા કે તેમને આજુબાજુની આવન-જાવનથી કંઈ જ ફરક ન પડતો હતો!! એક શિક્ષકને પોતાના કાર્ય પ્રત્યે નિસ્બત હોય છે કે તેમને આસપાસના વાતાવરણ સાથે કંઈ લેવા દેવા જ નથી. વિદ્યાર્થીઓ પણ એ જ નિસ્બતથી ભણી રહ્યયા હતા.
શિક્ષક અધ્યાપન કાર્ય કરવાતા હોય છે, ત્યાં તો એક બાળકની નજર તેના હાથ પર જાય છે, તેનો હાથ જોઈને તે બાળક દંગ જ રહી જાય છે.

અરે મારી ઘડિયાળ ક્યાં ગઈ?

ક્યાંક ખોવાઈ ગઈ કે શું?

તે બાળક વિચારોનાં વમળોમાં સરી પડે છે. પરંતુ ત્યાં તો તેને યાદ આવે છે કે હમણાં આ સરનો વર્ગ ચાલુ થયો ત્યારે તો મારા હાથમાં ઘડિયાળ હતી તો ખોવાઈ ક્યાંથી જાય, જરુરથી મારી ઘડિયાળ ચોરી થઈ ગઈ છે અને તેનો ચોર આ વર્ગખંડમાં જ છે..
તે બાળક શિક્ષક તરફ આગળ વધે છે અને સમગ્ર વાત માંડીને કહે છે, પહેલાં તો શિક્ષક કહે છે જેને ઘડિયાળ લીધી હોય તે સ્વેચ્છાએ મને આપી જાય. હું કોઈપણ પ્રકારનો દંડ તેને નહીં આપું, પરંતુ એકપણ વિદ્યાર્થી પોતાની ભૂલ સ્વીકારતો નથી. તે માટે શિક્ષક ગહન ચિંતન કરે છે અને એક યુક્તિ શોધી કાઢે છે અને કહે છે કે-

" બધા વિદ્યાર્થી પોતાની આંખો પર પટ્ટી બાંધી લે.."

"જેને ઘડિયાળ લીધી હોય, તે મારા ટેબલ પર મૂકી જાય."
જે બાળકે ઘડિયાળ લીધી હોય છે, તે બાળક આવીને સાહેબના ટેબલ પર મૂકી જાય છે. ત્યારબાદ શિક્ષક બધા વિદ્યાર્થીની પટ્ટી ખોલાવે છે અને તે બાળકને તેની ઘડિયાળ આપી દે છે.
જે બાળકે ઘડિયાળ લીધી હોય છે તેને હવે ભય લાગવા લાગે છે:

"હવે મને શિક્ષક ખૂબ જ ફટકારશે.."

" મને દંડ આપશે.."

"મને આચાર્ય પાસે લઈ જશે.."

"મારા માતા-પિતાને ફરિયાદ કરશે.."

"મને શાળામાંથી બેદખલ કરશે..."
વગેરે વગેરે વિચાર કરવા લાગે છે...
તે બાળક પર ચિંતાના ઘેરા વાદળ છવાય જાય છે, હવે શું થશે મારું? આજે તો હું ગયો જ. બરાબરનો વારો ચડશે. પરંતુ પેલું બાળક જેવું વિચારે છે, જેવું ધારે છે; તેવું કંઈ જ થતું નથી. શિક્ષક તેને કંઈ કહેતા નથી!! અને શિક્ષક વર્ગખંડમાંથી જતા રહે છે.

"પેલા બાળકને ખૂબ જ આશ્ચર્ય થાય છે!!"

શિક્ષક તો મને દંડ આપવાના બદલે તેમને તો કંઈ જ ના કિધું. બીજા દિવસે તે શિક્ષક, તે બાળકને શાળાના મેદાનમાં મળે છે. સાહેબ હું તમને એક પ્રશ્ન પૂછી શકુ?
હા બેટા જરૂરથી પૂછ, શું પૂછવા માંગે છે.
કાલે વર્ગખંડમાં જે ઘડિયાળની ચોરીની ઘટના બની, તો તમે જેને ઘડિયાળની ચોરી કરી તેને દંડ કેમ ના આપ્યો? શિ શિક્ષક જે ઉત્તર આપે છે તે સાંભળીને તો તે બાળકના હોંશ જ ઊડી જાય છે. જ્યારે મેં બધા વિદ્યાર્થીઓના આંખે પટ્ટી બંધાવી હતી, ત્યારે મેં પણ મારી આંખે પટ્ટી બાંધી લીધી હતી. જેથી હું તે બાળકનો ચહેરો ના જોઈ શકુ. જો હું તે બાળકનો ચહેરો જોઈ લેત, તો તે બાળક પ્રત્યે મને હંમેશા એક પ્રકારનો અહોભાવ રહી જાત. તે બાળક પ્રત્યે હંમેશાં મનમાં શંકા જ રહેત. કદાચ તેન હું ન્યાય ન કરી શકત તે માટે મેં મારી આંખો પર પટ્ટી બાંધી દિધી જેથી, હું એ બાળકનો ચહેરો જ ના જોઈ શકુ.....