Chinta books and stories free download online pdf in Gujarati

ચિંતા

હવે તો વેકેશન પડવાની તૈયારી જ હતી, આજે છેલ્લી પરીક્ષા હતી. ત્યારબાદ કેશવ અને અંશી બંન્ને પોતપોતાના ગામ જતા રહેવાના હતા, અંશીને બધી તૈયારી કરવાની હોવાથી અંશી પરીક્ષા બાદ તરત જ નીકળી જાય છે, કેશવને મળ્યાં વિના જ. અંશીને અંદર અંદર અફસોસ થતો હતો!! કે તે કેશવને મળી શકી નહીં. હવે તો વેકેશન અને વેકેશન તો બે મહિના બાદ જ પુરું થવાનું હતું.
બંન્ને બીજે જ દિવસે પોતપોતાના ગામ પહોંચી ગયા હતા, પરંતુ અંશીને કેશવની યાદ આવતી હતી અંશીને પણ નહોતી ખબર કે આવુ શા માટે થઈ રહ્યયું છે. ધીમેધીમે દિવસો વિતતા જતા હતા,
"સાથેસાથે હ્રદયના એક ખૂણે નવી જ લાગણીનો સંચાર થઈ રહ્યયો હતો"
હવે તો એકબીજા વગર ગમતું પણ ન હતું, હવે તો ધીમેધીમે બંન્નેની વાતોમાં પણ વધારો થતો હતો. હવે તો એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું પણ ન હતું, બંન્ને આ નવીન પરિસ્થિતિથી અજાણ હતા કે આ શું થઈ રહ્યયું છે. રોજ વાતો થતી રહે છે અને એકબીજાના હાલચાલ જાણ્યા કરે છે.
ત્યાં તો એક દિવસ ખૂબ જ ભયંકર ઘટના બને છે કે, કેશવ ગામ પોતાના ખેતરમાં ગયો હોય છે, ત્યાં જ આ ઘટના બને છે. ખબર નહીં કેશવ કયા વિચારોમાં ખોવાયેલો હોય છે!!
"ત્યાં તો તેનો હાથ કોઈ મશીનમાં આવી જાય છે અને કેશવનો હાથ લોહીથી લથબથ થઈ જાય છે."
અંશીને આ વાતની જાણસુદ્ધા પણ ન હતી કે કેશવ સાથે આટલી ભયંકર ઘટના બની છે. અંશીને બાદમાં જાણ થાય છે.
એમાં બને એવું છે કે એક દિવસ, કેશવનો મિત્ર અંગત કેશવના હાથમાં જે ઈજા થાય છે તેના ફોટા જે તેમના વોટ્સએપ ગ્રુપમાં મોકલે છે, આ ફોટા અંશી જોવે છે અને તે તો અવાક થઈ જાય છે. તે તરત જ કેશવને ફોન કરે છે, પરંતુ કેશવ ફોન ઉપાડતો નથી. અંશી કેશવને મેસેજ પણ કરે છે, પરંતુ કેશવ તરફથી કોઈ પ્રત્યુતર મળતો નથી.
"અંશી પર તો ચિંતાના ઘેરા વાદળ છવાય જાય છે."
અંશી સતત ચિંતામાં જ ડૂબેલી રહે છે. તેને સતત કેશવનો જ વિચાર આવ્યા કરે છે કે,
શું થયુ હશે કેશવને?
કેશવ ઠીક તો હશેને?
વારંવાર એ જ પ્રશ્નો અંશીને સતાવ્યા કરે છે. અંશીને એ પણ ખબર નથી પડતી કે કેશવની આટલી બધી ચિંતા કેમ થાય છે. અંશીના દિલના એક ખૂણે કેશવ પ્રત્યેના પ્રેમનો સંચાર થઈ ચૂક્યો હોય છે. આ પરિસ્થિતિથી અંશી સાવ અજાણ જ હોય છે. બે દિવસ વિત્યા બાદ કેશવનો સંદેશ આવે છે, ત્યારે

"અંશીનું હ્યદય ટાઢકનો હાશકારો અનુભવે છે."
ત્યારબાદ વારંવાર અંશી કેશવની ચિંતા કર્યાં કરે છે, બરાબર ધ્યાન રાખજો, સમયસર દવા લેજો, સમયસર જમી લેજો. આ ઘટનાથી જ અંશીની કેશવ પ્રત્યેની ચિંતા વ્યકત થાય છે અને અંશી હ્યદયમાં કેશવ પ્રત્યે પ્રેમ પણ છે તે તો અંશીને બહુ પાછળથી ખબર પડે છે. આ ચિંતાથી જ અંશીમાં પ્રેમનો સંચાર થાય છે. આજે પણ વાગેલાનું નિશાન કેશવના હાથમાં છે.
એક વખત એવું બને છે કે, અંશી સાથે કેશવ વાત કરતો હોય છે ને અચાનક ગાયબ જ થઈ જાય છે. રાત્રે છેક કેશવનો સંદેશો આવે , અંશીનો પૂરો દિવસ ચિંતામાં જ વિતે છે. ત્યારબાદ કેશવ બધી પરિસ્થિતિ જણાવે છે કે તેને શું થયું હતું? તે વાત માંડીને કરે છે કે, તેને સવારે કંઈક થઈ ગયું હતું તેના કારણે તેને દવાખાને જવું પડ્યુ હતું. આ વાત સાંભળીને અંશી ફરી પાછી ચિંતાના ઘેરા વાદળમાં ખોવાય જાય છે.
ધીમેધીમે અંશીને કેશવની ચિંતા વધતી જાય છે, હવે વેકેશન પૂરું થવાની તૈયારી હતી. અંશી ખૂબ ખુશ હતી,
"એક આહલાદક આનંદના વંટોળમાં ડૂબી જાય છે."