Betaal web series review books and stories free download online pdf in Gujarati

બેતાલ વેબસિરીઝ રિવ્યૂ - બેતાલ (વેબસેરીઝ રિવ્યૂ)

સિરીઝ નું નામ - બેતાલ

ભાષા - હિન્દી

પ્લેટફોર્મ - નેટફ્લિક્સ

સમય - ટોટલ ચાર એપિસોડ (1 એપિસોડ 1 કલાક 15 મિનિટ આશરે)

ડાયરેક્ટર - પેટ્રિક ગ્રહામ અને નિખિલ મહાજન

imdb --૫.૬/૧૦

ક્યારે રિલીઝ થઈ થઈ ? - 24 may 2020

કલાકાર - વિનીત કુમાર (વિક્રમ સિરોહી), આહાના કુમરા (ડીસી 'આહું' આહલુવાલિયા), જીતેન્દ્ર જોશી (અજય મૂદલવન), સાયના આનંદ (સાનવી મુદલવન), સુચિત્રા પિલ્લઈ (કમાન્ડન્ટ ત્યાગી), જતીન ગોસ્વામી (આસાદ અકબર), સિદ્ધાર્થ મેનન (નાદિર હક), મંજરી પુપાલા (પુનિયા).

પ્લોટ - બેતાલ એક ડાર્ક સસ્પેન્સ થ્રીલર છે. લાગે છે કે બેતાલ ના ડાયરેક્ટર અને તેની ટીમે પહેલાં તુમ્બાડ જોઈ હશે. તમે જોઈ છે ? નથી જોઈ તો એક વાર જરૂર જોજો ખરેખર અદ્ભુત કલાકૃતિ છે. તેમને એ પ્લોટ પર આધારિત આ વેબસિરીઝ બનાવવાનો વિચાર આવ્યો હશે.

સ્ટોરીની વાત કરીએ તો, સ્ટોરીની શરૂઆત એક જંગલમાં ટનલ માં રહેતા બેતાલ ના ભૂત ને શાંત કરવાથી થાય છે. જંગલમાંથી પહેલાના સમયમાં એટલે કે અંગ્રેજો વખતે ત્યાંથી પહાડ તોડી ટનલ બનાવી રસ્તો કાઢવાનો હોય છે. જે હાલ બંધ હતી. ત્યાં રહેતા લોકોને ટનલમાં રહેલા બેતાલ વિશે જાણકારી હોય છે કે તેને કઈ રીતે શાંત કરવો પરંતુ સૂર્યા કન્ટ્રક્ટશન દ્વારા ત્યાં ડેવલોપમેન્ટ ના ઇરાદાથી ટનલ ખોલવા માટે ત્યાં રહેતા લોકોને ત્યાંથી હટાવવા પડે એમ હોય છે. માટે મુદલવન (સૂર્ય કન્સ્ટ્રકશનના હેડ) સાથે મુદલવનની ફેમિલી પણ હોય છે. મુદલવન દ્વારા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના બાઝ સ્કવોડને બોલાવવામાં આવે છે.જેમાં કમાન્ડન્ટ ત્યાગી (હેડ, સૂચિત્રા પિલ્લાઈ), વિક્રમ સિરોહી (વિનીત કુમાર), dc અહલુવાલિયા (આહાના કુમરા), અને બીજા સાથીઓ હોય છે.

ત્યાં રહેતા લોકો તે ટનલ ને ખોલવાની ના પાડે છે કારણ કે તેઓ જાણતા હોય છે કે જો ટનલ ખુલી જશે તો બેતાલ બહાર આવી જશે અને બેતાલ ને કાબુમાં કરવો મુશ્કેલ પડી જશે પરંતુ મુદલવનના લોકોએ તેઓ નક્સલીઓ છે એ કહી તેઓને ત્યાંથી હટાવવા બાઝ સ્કવોડને ખોટી માહિતી આપે છે. બાઝ સ્કવોડ ત્યાંથી મોટાભાગના લોકોને ત્યાંથી બીજે લઈ જાય છે પરંતુ અમુક લોકો ત્યાં ટનલ આગળ જઈને ઊભા રહી જાય છે. તેમાં તે બેતાલને શાંત કરવાની શક્તિ ધરાવનાર વ્યક્તિ પણ હોય છે અને બાઝ સ્કવોડ દ્વારા તેઓ માર્યો જાય છે પરંતુ તેમાંથી બે વ્યક્તિઓ ભાગી જાય છે. બાદ કમાન્ડર ત્યાગી અને બીજા તેના સાથીઓ અંદર જાય છે. તેઓના બાર ના આવતા ત્યારબાદ બાઝ સ્કવોડના બે મેમ્બર સિરોહી અને હક અંદર જાય છે ત્યાં જુએ છે તો કોઈ દેખાતા નથી હોતા અને ફક્ત બાઝ સ્કવોડની હેડ ત્યાગી જ જીવિત હોય છે. કારણ કે તે પોતાને આગળ લાવવા માટે કોઈ ને પણ હાનિ પહોંચાડવાથી ગભરાતી નથી. ટનલમાંથી ત્રણે બહાર આવે છે તેમાં હક ઘાયલ થઈ ગયો હોય છે. ટનલ ખૂલી જતાં તે ટનલમાં રહેલા કરનલના સિપાહીઓ જે તેના જેવા થઈ ગયા હતા તે બહારના લોકોને મારવા નીકળી પડે છે. બીજી તરફ રાત થઈ ગઈ હોય છે. ત્યારબાદનો આખો સીન અંધારામાં શૂટ થયેલો છે માટે સ્ટોરીમાં ઔર રોમાન્ચ ઉદ્દભવે છે. એક વસ્તુ એ હોય છે કે જે પણ લોકો કરનલના સૈનિકોથી ઘાયલ થયા હોય છે તેઓના ઘાવ સડવા લાગે છે અને તે કરનલની ફોજ માં સામેલ થઈ જાય છે. જે પણ લોકો બચ્યા હોય છે તેઓ ત્યાં નજીકમાં આવેલી અંગ્રેજો વખતની હવેલીમાં જતા રહે છે પણ તે ટનલ ખૂલી ગઈ હોવાથી અંદરના સૈનિકો બહાર નીકળી ગયા હોય છે અને હવે બાઝ સ્કવોડ અને મુદલવનના લોકો બચવા માટે શું કરે છે તે જોવા જેવું છે. અને આ કરનલનું શુ રહસ્ય છે ?

સસ્પેન્સ અને થ્રીલર થી ભરપુર બેતાલ એક એવી સ્ટોરી છે, જે તુમ્બાડ ની યાદ અપાવે છે. આ સીરીઝમાં ટોટકાઓ પણ બતાવવામાં આવ્યા હોય છે. જેમ કે હળદર, મીઠું અને ભભૂતના મિશ્રણ થી ઘાયલ થયેલ વ્યક્તિ કર્નલની જેમ આતંક મચાવે છે તેને શાંત કરવા માં કામ લાગે છે.

આ સીરીઝ પ્રોપર સમયમાં બતાવી છે. કોઈ સીન લાંબો ખેંચયો નથી કે કોઈ સસ્પેન્સ લાંબુ ખેંચાયું નથી. જે પણ હોય તે બને તેટલું જલ્દી બતાવી દીધું છે. બાકી સિરીઝની સરખામણીમાં આ સીરીઝ નો સમયગાળો ત્રણ કલાક છે એટલે કોઈ એક્સટ્રા સીન નથી બતાવ્યા. જે રિલેટેડ છે એ જ બતાવ્યું છે. બેતાલ એક વાર જરૂર જોજો હોશ ઉડાવી દે એવી છે.

આભાર