extraction film review books and stories free download online pdf in Gujarati

એક્સટ્રેકશન ફિલ્મ રિવ્યૂ

ફિલ્મ નું નામ - એક્સટ્રેકશન
ભાષા - હિન્દી,તમિલ અને તેલુગુ
પ્લેટફોર્મ - netflix
ટાઈમ - 2 કલાક
ડાયરેક્ટર - સેમ હારગ્રેવ
imdb રેટ - 6.8/10
ક્યારે રિલીઝ થઈ ? - 24 એપ્રિલ 2020
કાસ્ટ - ક્રિશ હેમ્સવર્થ, રણદિપ હુડા, રુદ્રાક્ષ જયસ્વાલ, પ્રિયાંશુ પેન્યુલી, પંકજ ત્રિપાઠી, ગોલ્શિફ્તે ફરહાની.

પ્લોટ - મહાજન (પંકજ ત્રિપાઠી) જે ભારતનો ડ્રગ્સ માફિયા હોય છે પરંતુ તે હાલમાં જેલમાં હોય છે અને તેના છોકરા ને સંભાળવાની જવાબદારી તેનો ખાસ માણસ સાજુ (રણદિપ હુડા) ને સોંપવામાં આવી હોય છે પરંતુ થાય છે કંઈક એવું કે બાંગ્લાદેશનો ડ્રગ્સ માફિયા (આમીર આસીફ) મહાજન (પંકજ ત્રિપાઠી) ના છોકરા નું અપહરણ કરાવી લે છે અને તેને બાંગ્લાદેશ લઈ જાય છે ત્યારે સાજુ આવ મહાજન ને જઈને કરે છે ત્યારે સાજુ ને તે ખરીખોટી સંભળાવે છે પરંતુ હવે તો શું થઈ શકે ત્યારે મહાજન તેના છોકરા ઓવીને ગમે તે રીતે છોડાવી લાવવા કહે છે ત્યારે સાજુ એક એવી સંસ્થાને જાણતો હોય છે જે તેના છોકરા ને બાંગ્લાદેશના ડ્રગ્સ માફીયા ના સંકંજા માંથી છોડાવી શકે. જેમાં કામ કરતા હોય છે ટાયલર રેક(ક્રિશ હેમ્સવર્થ) તે આવા જ જીવતા પાછા આવવાની ગેરેન્ટી ના હોય તેવી સુપારી લેતા હોય છે અને તેના બદલામાં ઘણા વધુ પૈસા લે છે પરંતુ પૈસાની વાત એવી થઇ હોય છે કે છોકરો બાંગ્લાદેશના માફીયાના સકંજામાંથી છોડાવી લે અને તેને તે સકંજામાંથી છૂટી ગયો છે, તેની માહિતી પહોંચાડે પછી જ પૈસા તે લોકોને આપવા, પરંતુ થાય છે કંઈક એવું કે ટાયલર બાંગ્લાદેશ પહોંચી જાય છે અને છોકરાને છોડાવી પણ લે છે અને ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે પણ હજુ તે લોકોના ખાતામાં પૈસા આવતા નથી અને સાજુ ત્યાં પહોંચી જાય છે ઓવીને છોડાવવા માટે, કેમ કે તેણે પૈસા આપવા ન પડે માટે પરંતુ ઓવી સાજુ સાથે જતો નથી અને સાજુ અને ટાયલર વચ્ચે જોરદાર લડાઈ થાય છે તેથી તેની સંસ્થા ઓવી ને ત્યાં જ છોડીને પાછું આવી જવા કહે છે પરંતુ ટાયલર પોતાના છોકરો ખોઈ દીધો હોય છે તેથી તેનાથી બીજા કોઈ નો છોકરો ન ખોવાય તે માટે તેને ત્યાંથી તેની સાથે જ લઈ જાય છે. બાંગ્લાદેશમાં આમિર આસિફ નો એટલો દબદબો હોય છે કે આખો દેશ જ તેના કહ્યા મુજબ જ ચાલતો હોય છે. અંતે બાંગ્લાદેશના સૈનિકો અને સોપારી લેનાર સંસ્થા વચ્ચે જોરદાર લડાઈ થાય છે અને બંને બાજુના લોકો મરે છે અને ટાયલર ગંભીર રીતે ઘાયલ થાય છે અને તે પુલ પરથી પાણીમાં કૂદી જાય છે અને તે સંસ્થા તે છોકરાને છોડાવવામાં સફળ રહે છે અને તેને સહી-સલામત ઘરે પહોંચાડી દે છે અને તે સોપારી લેનાર સંસ્થાની એક સભ્ય (નિક ખાન) બાંગ્લાદેશમાં જઈ બાંગ્લાદેશના ડ્રગ્સ માફિયા ને મારી નાખે છે.

એક્ટીંગ ની વાત કરીએ તો બધા કલાકારો પોતાના પાત્રને સારી રીતે નિભાવે છે. પરંતુ ફિલ્મની સ્ટોરી ખુબજ નબળી છે ફિલ્મમાં કંઈ નવાપણુ જોવા નથી મળતુ.
ફિલ્મના કોઈ પાત્રને બરાબર રીતે દર્શાવવામાં આવ્યા નથી. કોઈ પાત્ર વિશે કંઈ વધારે માહિતી દર્શાવવામાં નથી આવી. ફક્ત એક્શન છે. અને એક્શન માં પણ કંઈ નવુ નથી જોવા મળતું. અંતે એટલુજ કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને કોઈ પણ રીતે સંતોષ નો અનુભવ નથી કરાવી શકતી.

આવાજ અન્ય ફિલ્મ રિવ્યુ જોવા માટે મને ફોલો કરો.
અને તમે જોવા માંગતા ફિલ્મના રિવ્યુ જાણવા કોમેન્ટ કરો.


વાંચવા બદલ આભાર.