Parasite books and stories free download online pdf in Gujarati

પેરસાઈટ રીવ્યુ

આજે 2 ઓસ્કાર એવોર્ડ જીતનાર સાઉથ કોરિયન ફિલ્મની વાત કરીએ. આ કોરિયાના લોકો ચીની જેવા જ લાગે છે, જેમ ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશીઓ લગભગ એક સરખા લાગે છે, પણ કહેવાય છે કે કોરિયન ફિલ્મો ખૂબ મજેદાર હોય છે, એટલે મને થયું ચાલો જોઈ કાઢીએ પ્રાઈમ પર છે જ તો.

છેલ્લા થોડાક વર્ષોથી કોરિયન ફિલ્મો ખૂબ ધૂમ મચાવી રહી છે, ખાસ કરીને અમેરિકન અને યુરોપ માર્કેટમાં આ ફિલ્મી બહુ પસંદ કરવામાં આવે છે. એનું મુખ્ય કરણ કદાચ એ ફિલ્મોમાં દેખાડવામાં આવતી સાદગી અને ગરીબી છે. અહીં ફેન્ટસી કે ફિક્શન કરતાં રિયાલસ્ટિક વાર્તાનું ચલણ છે. યુરોપ અને અમેરિકામાં ગરીબી એક કમોડિટી છે એટલે ફિલ્મો ચાલે છે જ્યારે ભારતમાં આ ફિલ્મો હજી બહુ પ્રખ્યાત થઈ નથી.

હવે વાત કરીએ પેરસાઈટની. આ શબ્દનો અર્થ છે એક જીવ જે જીવવા માટે બીજા પર નિર્ભર છે પણ બીજાને પોતે પાછું કશુંજ આપતું નથી. એજ આ વાર્તાનું બીજ છે.

આ વાર્તાા શરૂ થાય છે એક ગરીબ પરિવાર એટલે ચિન ફેમિલી નાં સભ્યો થી જેઓ ખૂબ જ પડકારરૂપ જીવન જીવી રહ્યા છે. તેઓ પાસે નોકરી નથી, ઘરનાં ઠેકાણા નથી, ઈન્ટરનેટ માટે બાજુવાળા ના વાઈફાઇ પર નિર્ભર છે. ધંધો મળે તો પણ લોકો એમનું શોષણ કરે છે. બે ટંકનું ખાવાનું મળે તોય તેઓ ઉત્સવ માનવતાં હોય છે.

ઘરમાં 4 સભ્યો છે, માતાપિતા, એક દીકરી અને એક દીકરો.
દીકરી 20-22 વર્ષની અને દીકરો 20 એક વર્ષનો હોય છે.

અચાનક એક દિવસ એક તક એમને મળે છે અને એમના દિવસો બદલાઇ જશે એવું એમને લાગે છે, ઘરનાં દીકરાને એક ટયુશન ટીચરની નોકરી મળે છે , એ પણ ખોટું સેર્ટિફિકેટ બતાવીને.

પછી શરૂ થાય છે કુટુંમ્બના બીજા સભ્યોને એ જ ઘરમાં નોકરી અપાવવા માટેનાં કાવાદાવા. એજ પછી એક બનાવો અને ઘટનાઓનું સર્જન કરીને એક એક સભ્યને તે નવા ઘરમાં નોકરી અપાવવામાં આવે છે, બેન ડ્રોઈંગ ટીચર બને છે, પિતા ડ્રાઇવર અને માતા બને છે કૂક. આ ડ્રામાં ને લખવામાં જોરદાર કોમેડી ઉભી કરી છે. ખબર પડી જાય કે હવે કયો મેમ્બર આ ઘરમાં નોકરીએ આવશે પણ સ્ક્રીનપ્લેય ખૂબ ઉમદા લખાયો છે એટલે મનોરંજન અકબંધ રહે છે.

આપણને લાગે સાલું આપણી જોડે પણ આપણી આજુ બાજુ માણસો ખેલ કરતા હશે, બનાવો ખરેખર બનવવામાં આવે છે, લોકો આપણને ઉલ્લુ બનાવતા હશે, પણ જ્યાં સુધી ખૂબ મોટી ભૂલ કે બનાવ સામે આવે નહીં ત્યાં સુધી આપણને ખબર હોતી નથી.

વાર્તા આગળ વધે છે, એક દિવસ આ નૌકરિયાત પરિવાર એટલે કિમ ફેમીલીને મળે છે એક મજાની તક જ્યારે મલિક પરિવાર બહાર ફરવા જાય છે. કિમ ફેમિલીને લાગે છે કે તેઓ આજે એક દિવસ તો એક દિવસ પણ મલિક જ છે, ખૂબ મજા કરે છે તેઓ, પણ ગરીબનું સુખ સપના જેવું ટૂંકું હોય છે, બહુ સમય ટકીને રહે નહીં. એટલે સપનું ભાંગે છે અને જંજાવત સર્જાય છે.

જૂની કૂક લેડી અચાનક માલિકના ઘરે ચડી આવે છે, ઘરમાં એક અજ્ઞાત ભોંયરું મળે છે, કે જ્યાં જૂની કુક નો પતિ રહેતો હોય છે, એ પણ વર્ષોથી ત્યાં જ છે, કોરિયામાં ઘણાં મકાનોમાં ભોંયરા છે કે જ્યાં લોકો ગુનો કરીને સંતાઇ જાય છે. કોઈ પરિવારના સભ્ય એમને ખવડાવી પીવડાવીને જીવતાં રાખે. પેરસાઈટ નામ એટલે પાડ્યું છે.

ખેર, આ બેઉ ગરીબ પરિવારો એટલે કિમ ફેમલી અને કુક ફેમલી વચ્ચે થતો યુદ્ધ છેવટે બેઉ માટે ખુવારી નોંતરે છે, એ કેવી રીતે, તે જોવા ફિલ્મ જુઓ.

મને બોલિવૂડ વાર્તાઓ વધુ ગમે છે, એટલે અહીં મને શરૂઆત ગોલમાલ કે હાઉસફુલ ફિલ્મ જેવી લાગી, ત્યાં પણ કોકને લૂંટવા ષડ્યંત્ર થતું હોય છે અને કિમ ફેમિલી પણ એવુંજ ષડયંત્ર કરે છે. પણ અંત થોડુંક અજુગતું લાગ્યું અને ડાર્ક લાગ્યું. મજાક ની ફિલ્મ મજાકમાં પતે એવું હું ઇચ્છુ પણ પછી મજાકને કદાચ એકેડમી એવોર્ડ મળતાં નથી ☺️

વાર્તાનું મજબૂત પાસું છે ફેમિલીની ટ્યુનીંગ અને કોમેડી ટાઇમિંગ. જબરદસ્ત કોમિક અને સ્ક્રીન પ્લેય નું કોમ્બિનેશન મજેદાર છે. કોરિયન એક્ટરો ખાસ કરીને મોટા કિમ મને બહુ ગમ્યાં. એક વખત જોજો પણ દિલ પે મત લે યાર.