Reliancenu futurema rokan books and stories free download online pdf in Gujarati

રિલાયન્સનું ફ્યુચરમાં રોકાણ

મુકેશભાઈએ ભૂલ કરી છે?


રિલાયન્સ કંપનીએ રૂ 1000 નું રેશન 24 કરોડ ગ્રાહકોને બે કે ત્રણ હપ્તામાં મફત આપી દીધું હોત તો આજે 24 કરોડ ગ્રાહકો સાથે ભારતના સૌથી મોટા રિટેલ પ્લેયર બની જ ગયા હોત, તો આ 24 હજાર કરોડ આ ફ્યુચર રિટેલ (કિશોર બિયાની ગ્રૂપ) વાળા ને આપી કેમ લ્હાણી કરી છે?

પણ આ વખતે ધંધાની ખરીદી ફક્ત ગ્રાહકો મેળવવા માટે નથી, એવું તો તેઓ જીઓ મોબાઈલ સેવા શરૂ કરતી વખતે કરી ચૂકયા છે. જીઓ શરૂ કરતી વખતે નવા ગ્રાહક મેળવવાનો ઉદેશ્ય હતો, કારણ કે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રિલાયન્સ પોતે બનાવવા ઇચ્છતું હતું.

ફ્યુચર ગ્રૂપ ખરીદવા પાછળ નીચે મુજબનાં કારણો છે.

1. ફ્યુચર ગ્રુપનાં શહેરની મોકાની જગ્યાએ રિટેલ સ્ટોર હોવા. બિગ બજાર તમારી આજુ બાજુ હોય તો તમે એક વખત તો ત્યાં ગયા જ હશો. એ સિવાય સેન્ટ્રલ, એટ હોમ, FBB, હાઇપર માર્ટ જેવા સ્ટોર્સ શહેરનાં મોટા માર્કેટ કે મૌલમાં કાર્યરત છે. આ બધું ફ્યુચર ગ્રૂપ વાળાઓ એ છેલ્લાં 10-15 વર્ષોમાં ખોલીને વિકસાવ્યું છે.
ફ્યુચર ગ્રૂપનાં કહેવા પ્રમાણે કુલ 1500 સ્ટોર્સ એમની પાસે છે.

2. આ બધાજ સ્ટોર્સ પર સામાન પહોંચડવા માટે લોજિસ્ટિક પણ ફ્યુચર ગ્રૂપનું પોતાની માલિકીનું છે અને માલ સામાન રાખવા માટે ગોડાઉન લીઝ સાથે અથવા પોતાની માલિકીના છે.
ત્યાં સ્ટાફ રાખવા માટે એજન્સી પણ ફ્યુચર ગ્રૂપની છે.
તો એમની પાસે માલ પોતાનું, માલ રાખવા જગ્યા પોતાની, માલ ફેરવવા વાહનો પોતાના અને માણસ રાખવા એજન્સી પણ પોતાની છે.

3. ફ્યુચર ગ્રૂપ ખુબજ ઉત્તમ ધંધાધારી ગ્રૂપ ગણાતું એટલે એમના શેરનાં ભાવ આસમાને પહોંચી ગયેલાં. પણ સાથેજ કંપનીની પડકાર વધી ગઈ. એમનું ઇન્શ્યોરન્સ કંપનીમાં રોકાણ એળે ગયું. એ ધંધો બંદ કરવો પડ્યો , દેવું વધતું ગયું. દેવું ઓછું કરવા ઘણી એસેટ પણ વેચી દીધી પણ હજી બહુ ઉપજીને આવ્યું નહીં. સામે ડી માર્ટ જેવી રિટેલ ચેન કંપનીએ એમની પડકાર વધારી દીધી. એટલે ફ્યુચર રિટેલ વેચવા કાઢી.

4. રિલાયન્સ હમેંશા એક બારગેન બાયર એટલે કે સસ્તું અને સારું લેવામાં માને છે. ફ્યુચર ગ્રૂપ જો એમણે ગયા વર્ષે લીધું હોત તો બમણી કિંમતે મળત કારણ કે ત્યારે ફ્યુચર ગ્રુપના શેર આસમાને હતાં. શેરમાર્કેટમાં હવા હતી કે ફ્યુચર ગ્રૂપને જલ્દી ખરીદાર મળશે એટલે શેરનાં ભાવમાં ઉછાળો આવ્યો અને ત્યારે જ મુકેશભાઈએ શાંતિ રાખવાનું પસંદ કર્યું. જેવા શેરનાં ભાવ નીચે આવ્યા અને ફ્યુચર વાળાઓ પાસે લોન વસૂલવા બેંકના ફોલોઅપ વધ્યા એટલે મુકેશભાઈ ઘા કર્યો.

5. રિટેલ ક્ષેત્રમાં તેજી હવે દેખાઈ રહી છે, ડી માર્ટ ખૂબ ઝડપથી માર્કેટમાં વર્ચસ્વ વધારી રહ્યું છે અને એમનો વિકાસનો દર 100% થી પણ વધુ ગણાય છે. ત્યારે આ માર્કેટ 'અભી નહીં તો કભી નહીં' જેવું થયું છે. રિલાયન્સ કોઈપણ માર્કેટને પહેલાં વિકસવા દે છે અને પછી એન્ટ્રી કરે છે , જેમ એમણે છેક 2004 માં મોબાઈલ માર્કેટમાં એન્ટ્રી કરી જ્યારે બિરલા , એટી એન ટી અને હચ જેવી કંપનીઓ ખૂબ મોટી થઈ ગઈ હતી, આજે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે કોણ મોટું છે.

6. જીઓ માર્ટને ફ્યુચર ગ્રૂપની એસેટ મળે એટલે ધંધાને વિકસાવવું ખૂબ સહેલું બની જાય, ગ્રાહક પહેલેથીજ છે, બસ એમને માલ લેવા બોલાવો અથવા માલ ઘરે પહોંચાડો, બેઉ સરળ બની જશે. માલની હેરફેર માટે જગ્યા અને વાહન તૈયાર છે.

7. છેલ્લું અને મહત્વનું પાસું છે ધંધા માટે લોન મળવી, ફ્યુચર ગ્રૂપ ડિફોલ્ટ થયેલ છે એટલે એમને વધુ લોન મળે નહીં એટલે એમનો ધંધો વધે નહીં પણ સંકેલવો પડે જ્યારે રિલાયન્સને લોન આપવા બેંકો લાઈનમાં ઉભી છે. સાથે જ મુકેશભાઈ કંપની ખરીદે એટલે વેલ્યુએશન વધે એટલે કંપનીના થોડા ટકા વેચીને પણ સારી કેપિટલ ભેગી થાય.

'બોલો હૈ ના કમાલ કા સૌદા'

તમને કોઈ બીજા યોગ્ય કારણ જણાય તો ચોક્કસ જણાવજો.
પણ અહીં યુવાન એન્ટ્રોપરીનોર કે ઉદ્યોગ સાહસિકોને ઘણું શીખવા મળે છે જેમ કે..

1. ધંધો ફક્ત રોજના નફા નુકસાનની ગણતરી નથી, મોટું વિચારો અને મોટું બનાવો.

2. ધંધાને લગતા વળગતા વિભાગોને પણ ધંધા તરીકે જ વિકસાવો

3.ટકી રહો માર્કેટમાં, તમે કૈંક વિશાળ કરવા જઈ રહયા છો તો સમય લાગશે, નુકસાન થશે પણ એક દિવસ એની વેલ્યુ તમને ખૂબ આગળ લઈ જશે.

પ્રશ્ન : શું મુકેશભાઈને ' દ લાફિંગ બુદ્ધ કહી શકાય'?

અસ્તુ.

મહેન્દ્ર શર્મા..30.08.2020