Bus Cha Sudhi – Web Series Part – 1 2 books and stories free download online pdf in Gujarati

બસ ચા સુધી – Web Series - Part 1, 2

“ બસ ચા સુધી ” – Web Series - એક એવી ચા ની અંદર રહેતા વ્યક્તિ ની તરબોળ વાર્તા , આમ તો ચા ની ચુસ્કી ઘણા બધા લોકો માટે અમૃત સમાન જ હોય છે પણ આ Web Series માં એક વ્યક્તિ એટલે કે RJ Ruhan માટે અલૌકિક બે જ વિરામ સ્ટેશન બતાવ્યા છે.

“એક ચા અને બીજી ચાહ”

ચા અને પ્રેમ ના શોખીન એવા દરેક વ્યક્તિ માટે RJ Ruhan ના અદભૂત અવાજ અને ડાયલોગ સાથે શરૂ થતી દરેક મુલાકાત અને Jhinal Belani ના ડિમ્પલ (ગાલ ના ખંજન) ની સાથે અંત આવતા મર્મ ભાગો એક મેક ને એક બીજામાં તરબોળ થવાની વાત રંગ- તરંગ ના રૂપ માં અદભૂત રીતે સમજાવે.

કહેવાય છે ને આ યંગસ્ટર્સ ની પ્રકૃતિ જ સવેન્દનશીલ હોય છે કારણ આજનો યુવાન હજુ એ મેઘધનુષ પર ચાલવાના ખ્યાલ ને હકીકત માની ને લોક પતંગિયા નો પીછો કરતો હોય છે.

Web Series ના પ્રત્યેક પંચ પોઇન્ટ ઉપરના વાક્યો ને સાર્થક કરતા અને દરેક યુવા ના હૈયા ને છંછેડી નાખી ચા અને પ્રેમ તરફ વધુ આકર્ષિત કરનારા છે.

એક તરફ ફક્ત વાતો કરવાથી શરૂઆત થતો સંબધ જયારે ધીમે ધીમે પ્રેમ માં પાંગરતો જણાય ત્યારે થોડોઘણો ડર પણ સતાવે કે હું આ સંબધ(પ્રેમ સંબધ) નહિ નિભાવી શકું તો ?

આવું તો લગભગ દરેક વ્યક્તિ સાથે રોજબરોજ ના જીવન માં ક્યારેક બનતું જ હોય છે કે દોસ્તી તૂટવા ના ડર માં પ્રેમ ના ઘણા એકરાર બાકી રહી જતા હોય છે અને અધુરી પ્રેમ કહાની રહી જતી હોય છે બસ આ બધી વાતો સાથે રમતી અને વાત ને સમજાવતી વાર્તા એટલે “બસ ચા સુધી “.

પ્રથમ ભાગ માં પ્રિયતમા ને ગુમાવવાનું દુખ અને વ્યક્તિ(RJ Ruhan) ની ગંભીર (Mature) બનવાની સ્થિતિ(ગુમાવ્યા પછી વ્યક્તિ ની કદર અને અહેસાસ) ની સાથે જ બીજા ભાગ ની શરૂઆત આખી વાત ને એકબીજા સાથે જકડી રાખે છે .

હા નામ બતાવ્યા વગર વ્યક્તિ ને મળવું અને આગળ વધવું, દોસ્તી વધારવી, કાફે માં ચા – કોફી પીવા માટે મળવું અને સાતમી- આઠમી મુલાકાત માં નામ કહેવું , આ digital યુગ માં થોડું અજુગતું લાગશે છતાં મજા ચોક્કસ પણે આવશે.

વગર નામ થી એક અજાણ્યા વ્યક્તિ સાથે lift લેવાથી શરૂ થતો સંબધ , જ્યારે નામ ની ખબર પડે અને નામ માં પણ એકબીજા સાથેનો અદ્રિતીય સંબધ નીકળે એટલે કે “ ધરતી ” અને “ આકાશ ” Web Series ની script ને કંઇક અલગ જ ધારદાર મજબુત બનાવે છે.

Web Series ના અતિ સુંદર વાક્યો

“ શુદ્ધ શાસ્વત અને બેદાગ મળવાની લાગણી ”

“ હસતા આવડી ગયું ? – ના શીખી લીધું ”

“ તું મને અસ્તવ્યસ્ત મુકીને ગઈ તી એવું નહિ કહું – એમ કહીશ તો તું બદનામ થઈશ ”

“ જેને આકાશમાં ઉડતા ના આવડે અને સાગર માં ડૂબી જવું જોઈએ “

જે દરેક યુવાન અને યુવતી ના હૃદય સોંસરવા નીકળી જતા ઉપરાંત દરેક ને પોતાની પ્રિયતમા ની યાદ અપાવનારા અને એમની સાથે સમય વીતાવેલા દિવસો ની પાછી યાદ અપાવી દે એવા છે.

દરેક યુવાન અને યુવતી ને પોતાની સાથે ક્ષણભેર માં જોડી દેનાર આ Web Series વ્હાલ્સોયું હાસ્ય,અદ્રિતીય જીવનશૈલી,બેદાગ પ્રેમ અને આફતાબ લાગણી નું એક અભૂતપૂર્વ રચનાત્મક વર્ણન દર્શાવે છે.

એક ચા ની મુલાકાત થી શરૂ થતી દોસ્તી એક પ્રેમ નો અભિગમ બતાવે અને એમાં પણ artless પ્રપોઝલ લાગણી web series ને વધુ ધબકતી બનાવે.

અને અંતે પણ ચા અને પ્રિયતમા ની પસંદગી માં ચા ની પસંદગી અને બીજા part માં એ જ ભૂલ અને એને સુધારવાની તત્પરતા બધા ને એની સાથે અચૂક જોડી રાખે.

એક નાનકડો ગમતો વિચાર

“કોફી પરતો માત્ર પ્રોફેશનલ મુલાકાત થાય છે

દિલ ની લાગણી ઓ સમજવી હોઈ તો ક્યારેક ચા પર મળીયે”

આ ઉપરની પંક્તિ ને સાર્થક કરતા એક એક ડાયલોગ અને એક એક એપિસોડ દિલ ની અંદર લાગણી ઓ ની કોતરણી કરતા જણાય .એક અજાણતા વ્યક્તિ સાથે ની મુલાકાત અને પછી વાતચીત અને પછી એ વ્યક્તિ ના રંગ માં રંગાઈ જવું અને સમયની સાથે પસંદગી બદલવી અને કોફી માંથી ચા ની આદત નું એ દ્રશ્ય હર એક એપિસોડ બીજી વાર જોવાની પ્રેરણા આપે.

RJ Ruhan અને Jhinal Belani ના અવાજો પ્રત્યેક ડાયલોગ માં અભીરશ પૂરતા હોય એવું લાગે અને એમનો વાર્તાલાપ જીવન ના એ યુવા હૈયા ના phase ને છંછેડે અને ધડકાવે.

“બસ ચા સુધી” Web Series માંથી એક વસ્તુ તો ચોક્કસ શીખવા જેવી છે કે પર્શનલ અને પ્રોફેસનલ ક્યારેય ભેગી ના કરવી જોઈએ.

જયારે તમે કોઈ અંગત વ્યક્તિ ને મળો છો અથવા તો કોઈ વ્યક્તિ ને અંગત બનવવા માંગો છો ત્યારે તમારી profesonal life ને ક્યારેય પણ વચમાં ના લાવવી જોઈએ.

કોઈ પણ વ્યક્તિ નું ચારિત્રય એની વાતો માં reflect થતું હોય છે એ વાત ને RJ Ruhan ના સંવાદો ભલીભાતી સાર્થક કરે.

RJ Ruhan ના સફેદ શર્ટ તરફનો બેદાગ પ્રેમ અને Jhinal Belani નો western લૂક કોઈ હિન્દી મૂવી કરતા ઓછો નથી લાગતો અને એ પણ ૧૦૦% હિટ મૂવી.

“બસ ચા સુધી “ web series ની દરેક વાતો ચાની ભીની શાકાર ની જેમ મીઠી, ઈચ્છાસભેર ઉભરા ની જેમ લાગણીશીલ અને ચાની પત્તી ની જેમ કડક અને તંદુરસ્ત લાગતી જણાય.

ચા ની દરેક મુલાકાત સાથે વધતો જતો પ્રેમ અને પ્રેરણા સભર dialaughs ની વાત જ કંઈક અલગ છે .

આમ તો “ ચા ” એક નાનો ટોપીક છે વાત કરવા માટે પણ બસ ચા સુધી Web Series એ ચા ના ચાહકો વાધરી કા તો ચા પીતા અથવા તો ચા વિશે લખતા વાચતા કરી દીધા છે.

આ એક એવી Web Series છે કે જેની સાથે દરેક વ્યક્તિ જાણતા અજાણતાં પોતાની life ને connect કરી દે છે એ પછી અજાણ મુલાકાત હોય , ચા હોય કે કોફી કે એની સાથે ની વાતો .

જયારે astha production એ આ Web Series બનાવી ત્યારે તેમને પણ નહિ વીચાર્યું હોય કે આ Web Series ને આટલો બધો પ્રેમ મળશે !

દરેક ચા પીનારા કે ચા માં રસ ધરાવનાર યંગસ્ટરશ ની હૈયાની વાત એટલે “બસ ચા સુધી”

બસ ચા સુધી ના દરેક એપિસોડ સાથે ચા ની સાકરની જેમ મીઠા લાગ્યા છે

જે જીવન ના black એન્ડ white પળો ને રંગીન બનાવી દે છે અને જીવન ના હાસ્ય અને ગંભીર પળો ની યાદો માં પાછા જીવતા શીખવાડે છે.

આ બધા થી ઉપર આ Web Series ની એક ખાસ વાત છે એની ભાષા.

ગુજરાતી જેવી રસદાર ભાષા માં લખાયેલા દરેક વાતો અને સંવાદો direct હૃદયને વીંધી ને પોતાની છાપ તેમાં પ્રસરાવતા જાય છે અને જીવન કેટલું સરળ અને સજ્જ હોય છે તે સમજાવતા જાય છે

આમ પણ આપણે બધા જાણીએ જ ચી એ ક ગુજરાતી ભાષા છે જ મધુર.

અચૂક જોવા જેવી series એટલે "બસ ચા સુધી"