aekant books and stories free download online pdf in Gujarati

એકાંત

એકાંત
12:22 AM

सोया हुआ हूं छत पर,
करके नजर सितारों की तरफ ।
दीदार ये तेरी जिंदगी का,
मेरी जिंदगी से कर रहा हु ।


અત્યારે રાત ના 12.22 થયા છે. સનાટો, હા ખૂબ સનાટો છે અત્યારે, ને કાળી ઘનઘોર રાતલડી. તમરા ની ગણગણાટ ને પવન નો ધીરો ધીરો સુસવાટ સંભળાય છે અને તેનો સ્પર્શ એની ઠંડકતા ની અનુભુતી કરાવે છે. સનાટા ની ચાદર ઓઢી રાત સુતી છે ને હું જાગુ છુ.બસ વધેલો ને ઘટેલો એક ને એક મિત્ર મારો - "એકાંત" રોજ ની જેમ મારી સાથે બેઠો છે. ને ચૂપચાપ મારી વાતો સાંભળે છે. હા તે બધુ જાણે છે મારી જિંદગી વિશે છતા મને મારી વાતો તેની સામે વાગોળવી બોજ ગમે છે.પણ ખરો મિત્ર મળ્યો છે હો , 100% શુદ્ધ ભાઈબંધી મા. અત્યારે ચૂપચાપ મારી વાતો સાંભળે છે, નથી કોઈ પ્રશ્ન પૂછતો કે નથી જવાબ આપતો. હા પણ એક વાત ખરી હો, મારી જિંદગી ની સચ્ચાઈ થી રૂબરૂ જરૂર કરાવે હો , કે એના શિવાય કોઈ નથી મારુ.

અમારી વચ્ચે ઘણી લાંબી વાતો ચાલી. વાતો મા ને વાતો માં 2.30 વાગી ગયા, ને છેલ્લે આ શરીરે પણ સાથ છોડ્યો . એક મદિરા ની માફક, ગાઢ નિંદ્રા નો નશો મારા પર ચડવા લાગ્યો, ને છેલ્લે નિદ્રા ને આધીન આ મારું શરીર ઊંઘી ગયુ. સપના રૂપી જિંદગી ની જાણે સવાર થઈ હોય તેમ એક સુંદર સપનુ મારી જિંદગી ને લાગતુવળગતુ શરૂ થયુ.

એક રંગે રૂપાળી , જેના કાનમાં સ્વૈત જુમકા, ગળા માં મોતીઓ ની માળા, સુંદર સાડી પહેરી તે સ્ત્રી મારી આખો સામે થી પસાર થઈ. જિંદગી મા એકલા હોવાના લીધે પ્રેમ ની શોધ મા, તેને પામવા હું તેની પાછળ ગયો. પણ એક જ ક્ષણ મા નજાણે તે કયા ખોવાય ગઈ એ ખબર જ ના પડી. તેને શોધવા ને હું પાગલ ની જેમ ઘેલો થઇ ગયો. શોધી શોધી ને થાક્યો ને છેવટે એક એકાંત જગ્યા એ બેઠો. ફરી એક વાર તેજ દ્રશ્ય મારી આંખ સમુ આવ્યુ. આ વખતે ભૂલ ન કરતા તેની પાછળ પાછળ ચાલ્યો ગયો.

આ સપના ની કંઈક અજીબ ઝલક હતી, જાણે ભૂતકાળ ફરી એક વાર મારી આંખો સામે આવી ગયુ હોય , તેવી અનુભૂતિ થતી હતી.
આ સપના ની કંઈક અજીબ ઝલક હતી, જાણે ભૂતકાળ ફરી એક વાર મારી આંખો સામે આવી ગયુ હોય , તેવી અનુભૂતિ થતી હતી. અજાણ પાત્રો જાણીતા બની આખો સામે આવતા રહ્યા, ને હું અજાણ પેલી અજાણ પાછળ જતો રહ્યો. ધીમે ધીમે જતા એક ઠેકાણે તે સ્ત્રી ઉભી રહી ગઈ. તે મશગુલ તેની વાતો મા મારી સામુ પણ ના જોતી. નજાણે શાને એને પણ એકાંત જોડે વાતો ગમતી હતી. એની વાતો થઈ નજર હટાવી આજુ બાજુ નો નજારો નિહાળ્યો તો જાણીતી જગ્યા નો અનુભવ થયો. ભૂતકાળ કેરી યાદો એક ચલચિત્ર બની મારી આંખો સમી ચાલતી હતી, ને હું પાગલ તેમાં મારી યાદો ને બદલે કોઈ અંજાન ની યાદો ગોતવા લાગ્યો.પણ ઘણા પ્રયત્નો પછી પણ તે ના મળી, ઉદાસ થઈ ને મેં એક ખૂણો પકડ્યો ત્યાં એક વ્યક્તિ કોઈક ની યાદો લઈ ને રડતો હતો. દિલ થી દુઃખી હું કોઈને કેમ રડતો નિહાળી શકુ, કરવા પ્રયત્ન તેને ખુશ કરવાના પેલા તેનું કારણ જાણવા તેની પાસે બેઠો. ને જોતા, ને જોતા તેને જોઈ હું પણ રડવા લાગ્યો. તે બેઠો હતો મારા દિલ કેરી યાદો લય ને . તે કોઈ બીજું નહીં પણ હું પોતે રડતો કોઈક ની યાદો માં બેઠો હતો. ને તેને સ્પર્શ કરતા રુજાયેલા ઘાવ મારા પાછા તાજા થય ગયા ને અચાનક નશો ગાઢ નિદ્રા નો એક પળ વાર મા ઉતરી ગયો.
કેવો રહ્યો હશે મારો ભૂતકાળ, તેની સાબિતી આપતો પરસેવે થી રેબઝેબ મારો ચહેરો હતો. સપના કેરી રાત પુરી થતા પાછી કાળી ઘેલી રાત અને એકાંત ને મેં મારી સામે નિહાળ્યા. હવે તો બસ એકાંત જોડે મારા ભૂતકાળ ની વાતો ચાલશે.

લી. એકાંત કવિ