lakshman rekha books and stories free download online pdf in Gujarati

લક્ષમણ રેખા

મિત્રો, આજે હું મારી લખેલી આ સ્ટોરી "લક્ષમણ રેખા" ....પોસ્ટ કરવા જઈ રહ્યો છું...આશા રાખું આપ સૌ ને પસંદ આવશે...સાથે આપના કિંમતી અભિપ્રાયો ની અપેક્ષા પણ ખરી જ....

લગ્નેત્તર સંબંધ ના વર્તુળ થી ઘેરાયેલા બે ભૂતકાળ ના પ્રેમીઓ ના મનની મુંજવણ ની વાત...એટલે
"લક્ષમણ રેખા"......

આદિત્ય... એકાદ અઠવાડિયા પહેલાં ડિમ્પી એ તમને મેસેજ કરી ને જ્યારે એમ કહ્યું કે આવતી ચોવિસમી એ તમારાં જ શહેર માં રહેતી એની કઝીન સિસ્તર ને ત્યાં એકાદ બે દિવસ માટે રોકાવા માટે આવવાની છે,અને ત્યારે એ તમને મળવાની છે...ત્યારથી જ જાણે કે તમારા રોમ રોમ માં વીજળી ની કરંટ દોડતો હોય એવું લાગવા લાગ્યું.હતું તમને આદિત્ય...
ડિમ્પી ના આ મેસેજ થી તો આદિત્ય જાણે કે,
તમારું મગજ બહેર મારી ગયું.. ડિમ્પી ક્યારે આવશે...!!!
તમે ક્યારે ડિમ્પી ને મળશો..!!,
અત્યારે ડિમ્પી કેવી લાગતી હશે..!!!
એ તમને મળશે ત્યારે એનો.પ્રતિભાવ કેવો હશે...!!!
આવા કેટલાય સવાલો એ તો.રીતસર ના તમને ઘેરી લીધા હોય એવું લાગ્યું આદિત્ય....

જ્યારથી ડિમ્પી નો તમારી પર આ રીત નો મેસેજ.આવ્યો છે ત્યારથી જ ડિમ્પી ને મળવાના વિચારે તમે રાત્રે સરખી રીતે ઊંઘી પણ નથી શકતા...આદિત્ય

આમ તો.હમણાં કેટલાય સમય થી રોજ ડિમ્પી સાથે તમારે મેસેજો ની આપ લે થાય છે,પણ,
હવે તો તમે ડિમ્પી ક્યારે તમારા શહેર માં આવે અને ક્યારે તમે એને મળો...એની જ રાહ જોઈ રહ્યા છો...આદિત્ય
અને કેમ ન હોય.. !!!
આટલા વર્ષો.પછી તમારી જિંદગી નો પહેલા પ્રેમ એવી ડિમ્પી સાથે તમારી મુલાકાત થવાની છે ...આદિત્ય..

જોગાનું જોગ, જે દિવસે ડિમ્પી તમારા શહેર માં એની કઝીન ને ત્યાં આવી ને તમને મળવાની છે
એ જ દિવસે તમારી પત્ની અદિતિ પણ કદાચ એકાદ બે દિવસ એના પિયર જવાની છે એવું એ કેહતી હતી...

જોકે તમારા બંને બાળકો.તો છેલ્લા દસ બાર દિવસ થી વેકેશન કરવા માટે એમના મોસાળ માં જ છે.

એટલે હાલ માં તો તમે અને તમારી પત્ની અદિતિ બંને ઘરમાં એકલા જ છો..

જોગાનું જોગ, ડિમ્પી જે દિવસે તમને મળવાની છે...બનવા જોગ છે કે,
એ જ દિવસે તમારી પત્ની અદિતિ પણ કદાચ ઘર મા હાજર ના હોય એવું પણ બને આદિત્ય..

અને આ બધો જ ,ડિમ્પી સાથે ની તમારી એકાંત મુલાકાત નો જાણે કે યોગાનુયોગ જ ઉભો થયો હોય એમ તમને લાગતું હતું..
હવે જે દિવસે ડિમ્પી.તમને મળવાની છે, એ દિવસે જો તમારા કોઈ ઘરમાં હાજર ન હોય તો.પછી... ડિમ્પી ને કોઈ હોટેલ કે રેસ્ટોરંટ માં મળવા કરતા ઘેર જ બોલવાનું મુનાસિફ માન્યુ હતું ..આદિત્ય

અને તમે ઘરે એકલા જ હોવાની વાત તમે ડિમ્પી ને કરી હોવાથી એણે પણ તમને તમારા ઘેર જ મળવાની વાત માં સંમતિ આપી દીધી હતી..

તમે એકલા જ ઘેર હોવા ની વાત થી એ પણ એટલી જ એકસાઈટેડ હોય એવું.તમને એની વાત પરથી લાગતું હતું...આદિત્ય

અને હવે , જો આદિત્ય
આ ડિમ્પી ની વાત કરું તો...
ડિમ્પી એ બીજુ કોઈ નહિ પણ, તમારા જીવન નો પહેલો પ્રેમ...
તમે ફર્સ્ટ યર માં હતા ત્યારે ડિમ્પી માંડ સતર વર્ષ ની હતી એક રીતે કહીએ તો શૈક્ષણિક કારકિર્દી ઘડવાની ઉંમરે તમે ડિમ્પી ના પ્રેમ માં પડ્યા હતા..
જો કે.
નખશિખ રુપાળી ડિમ્પી ની સામે,આદિત્ય તમે પણ એટલા જ દેખાવડા અને સ્કોલર હતા...
એટલે જ તો મજાક માં ઘણીવાર ડિમ્પી તમને ચોકલેટી કહી ને જ બોલાવતી...
આદિત્ય, તમારી અને ડિમ્પી ની જોડી પણ એટલી સુંદર હતી કે, તમારા બીજા મિત્રો ને તો તમારી ઈર્ષા આવતી...અને એટલે જ તેઓ હંમેશા કહેતા કે,

"આદિત્ય , યાર તું તો, નસીબદાર છે કે આવી રાધા જેવી રૂપાળી ડિમ્પી તારા નસીબ માં આવી છે...

પરંતુ જે રીતે એકબીજા ને અખૂટ ચાહવા છતા પણ ભગવાન ક્રિષ્ના જેમ પોતાની પ્રિયતમા રાધા ને પત્ની સ્વરૂપે મેળવી શક્યા નહોતા...
બરાબર એવું જ કઈક બન્યું હતું તમારી સાથે પણ આદિત્ય....
એકાદ બે વર્ષ નો ખૂબ જ ટૂંકા ગાળા નું આયુષ્ય ધરાવતો ડિમ્પી સાથે નો તમારો અગાઢ પ્રેમ એની મંઝિલ સુધી ન પહોંચી શક્યો..આદિત્ય

કોઈ કારણસર,તમે અને ડિમ્પી એક ન થઈ શક્યા.

જો કે , આદિત્ય,
એની પાછળ નું કારણ,તમારી કાયરતા અથવા તો ડિમ્પી નો પ્રેમ પામવાની તમારી તલપની ઉણપ નહિ પરંતુ ડિમ્પી ના ગર્ભ શ્રીમંત, અને તમારાથી ચડિયાતી જ્ઞાતિ ના ચુસ્ત રૂઢિચુસ્ત વિચારો ધરાવતા એના પપ્પા હતા...

જોકે ક્યારેક તમને એવું પણ લાગતું હતું, આદિત્ય,કે,તમારી અને ડિમ્પી ના પ્રેમ ની વચ્ચે કદાચ એના પાપા તો હતા જ પણ સાથે સાથે ડિમ્પી એ એના પાપા સામે સેવેલું અકળ મૌન પણ એટલું જ કારણભૂત હતું...

જો કે ,તમારી વાત કરીએ, આદિત્ય, તો,
એવું ય નહોતું કે વિતેલા વર્ષો માં તમે ક્યારેય ડિમ્પી ને મળવાનો કે એનો સંપર્ક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો.પરંતુ તમારા તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા..
તે પણ એટલું જ સત્ય છે....આદિત્ય

ખેર, જે કંઈ હોય આદિત્ય...ડિમ્પી ના તમારા જીવન માંથી ચાલ્યા ગયા પછી કેટલોક સમય તમે ડિપ્રેશન માં રહ્યા હતા પણ પછી તો તમે સાહજિકતા થી એ વાત નો સ્વીકાર પણ કરી દીધી હતો,કે
કદાચ
તમારાં નસીબ માં ડિમ્પી નહોતી...

છતાંય,આદિત્ય વિતેલા એટલા વર્ષો માં ક્યારેય તમે ડિમ્પી ને તમારા હદય થી અળગી કરી શક્યા નથી...
એ વાત ચોક્કસ છે...આજે પણ તમારા જીવન ના પહેલા પ્રેમ એવી ડિમ્પી સાથે સંકળાયેલી દરેક બાબતો ને તમે યાદ સ્વરૂપે તમારા હદય માં એટલી જ સાચવી રાખી છે..

ડિમ્પી સાથે વિતાવેલી એક એક ક્ષણ હજુ પણ તમને એટલા જ રોમાંચિત કરી મૂકે છે .

એ વાત કદાચ ડિમ્પી પણ તમારો એકાદ વર્ષ પહેલાં સોશીયલ મીડિયા ના માધ્યમ થી એનો સંપર્ક નહોતો.થયો ત્યાં સુધી એ પણ જાણતી નહોતી,

એક રીતે કહું,આદિત્ય,
તો ડિમ્પી એ વાત માની જ નહોતી. શકતી કે,તમે એટલા વર્ષો પછી.પણ એને સહેજેય ભૂલી શક્યા નથી..
જોકે એવું પણ નથી કે ડિમ્પી તમને ભૂલી હોય,પરંતુ,એવું કહેવાય છે કે,સ્ત્રી પોતાના મન ની વાત પુરુષ કરતાં પણ વધારે સારી રીતે હદય માં સાચવી જાણે છે...

બરાબર એ રીતે જ ડિમ્પી એ, વિતેલા વર્ષો માં તમને પણ એટલા જ યાદ રાખ્યા હતા.. એ વાત પણ છેલ્લા એકાદ વર્ષ થી એની સાથેના તમારા મેસેજો ની આપ લે પર થી તમે નક્કી કરી શક્યા હતા..આદિત્ય

ખેર,હવે, તો એ વાત ને પણ ઘણા વર્ષો થઈ ગયા... સમય વીતતાં,હવે તો
આદિત્ય,તમે પણ લગ્ન કરી ને ઠરી ઠામ થઈ ગયા છો...અને પત્ની અદિતિ અને બાળકો સાથે સુખી દામ્પત્ય જીવન માણી રહ્યા છો...

છતાંય એક વાત તો કહેવી.પડે કે,
હજુ પણ,હદય ના એક ખૂણા માં તમે ડિમ્પી સાથે વિતાવેલ તમારો એ સોનેરી ભૂતકાળ સાચવી ને બેઠા છો. એ વાત તમારા સિવાય બીજું કોણ જાણી શકે...આદિત્ય

પણ હવે આદિત્ય,આમ સાવ અચાનક સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ડિમ્પી અને તમારો અચાનક સંપર્ક થવો, એ
એક રીતે તો તમારા માટે,તો દીવા સ્વપ્ન જેવી બાબત હતી....
કેટલાય વર્ષો.પછી આદિત્ય...
તમે ડિમ્પી ને એના સોશીયલ મીડિયા માં મૂકેલા પ્રોફાઈલ ફોટા માં જોઈ,
હજુ પણ એ એટલી જ રૂપાળી લાગતી હતી
ઉંમર ભલે ને આંકડા ની રમત રમી ગઈ પરંતુ,
ડિમ્પી ના ચેહરા ની એ નિર્દોષતા હજુય અકબંધ હતી એવુ તમને લાગ્યું હતું....આદિત્ય...

બસ પછી તો શું, આદિત્ય...
તમે સોશ્યલ.મીડિયા ના.માધ્યમ દ્વારા, વર્ષો થી તમારા હદય માં સંગ્રહેલી ડિમ્પી પરત્વે ની લાગણીઓ ને એની સમક્ષ પ્રદર્શિત કરતા રહ્યા હતા...સામે પક્ષે ડિમ્પી પણ પોતાની મર્યાદા માં રહી મુકઉત્તર આપતી હતી . જે તમે ઈશારા માં સમજી શકતાં હતા...આદિત્ય

કોણ જાણે કેમ,આદિત્ય પરંતુ,
ફરી એક વાર તમે પરિણીત સુખી દામ્પત્ય જીવન હોવા છતાં ડિમ્પી તરફ નું તમારું આકર્ષણ વધવા લાગ્યું હતું..એવું તમને લાગતું હતું...આદિત્ય..

જોકે, અહી એક વાત નોંધવા જેવી હતી.

કે,સોશીયલ મીડીયા પર આડકતરી રીતે ડિમ્પી ને સંબોધી ને કે એની સાથે વિતાવેલા.ભૂતકાળ ને યાદ કરીને મુકેલી.તમારી એક એક પોસ્ટ ને ડિમ્પી સારી રીતે સમજતી હોય એ રીતે..
પ્રત્યુતર ના ભાગ રૂપે,હમણાં એકાદ મહિના પહેલા જ તમારા સેલફોન પર ડિમ્પી નો કોલ આવ્યો હતો ... આદિત્ય

ઘણા વર્ષો પછી ડિમ્પી નો અવાજ તમે સાંભળ્યો..તમારા માટે તો લગભગ સોનેરી સ્વપ્ન જેવી બાબત હતી એ, .... આદિત્ય...

પછી, તો.શું, નિયમિત અંતરાલે ડિમ્પી, તમારી સાથે ફોન અને મેસેજ દ્વારા વાત કરવા લાગી હતી....
એને પણ તમારી સાથે વાત કરવી જાણે કે એટલી જ ગમતી હતી...

આદિત્ય,જો કે,તમે બન્ને પરિણીત હોવા ને કારણે શરૂઆત માં તમે અને ડિમ્પી અમુક મર્યાદા માં રહી ને જ વાત કરતા હતા..

પરંતુ છેલ્લા એકાદ મહિનાથી અહી નોંધવા જેવી એક બાબત એ હતી આદિત્ય કે,

ડિમ્પી સાથે ની શરૂઆત ના ઔપચારિક મેસેજો ની આપ લે પછી હવે તો તમારા બન્ને ના ચેટ મેસેજો કે ટેલીફોનીક વાતચીત માં તમે અને ડિમ્પી સાહજિક રીતે એક બીજા સાથે થોડું ઘણું ફ્લર્ટિંગ પણ કરી લેતા હતા...
જેમ,કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન ના પહેલા પ્રેમ ને આસાની થી ભૂલી શક્તો નથી અને એટલે જ,
જીવન ના કોઈ.પણ તબક્કે જ્યારે પ્રેમી પાત્રો ની આવી ફરી મુલાકાત કે સંપર્ક ની સ્થિતિ સર્જાય છે ત્યારે મોટે ભાગે ભૂતકાળ નો પ્રેમ સુસુપ્ત અવસ્થા છોડી આળસ મરડી ને જાગૃત થતો અનુભવાય છે..

એટલે જ,
ભવિષ્ય માં થનારી તમારી અને ડિમ્પી ની મુલાકાત અને ફરી એક વાર તમારા બન્ને વચ્ચે,આવી જ કોઈ પરિસ્થિતિ ઊભા થવાના એંધાણ નો એક આડકતરો સંકેત હતો...આદિત્ય

જે,આગળ જતાં,
તમારા બંને ના દાંપત્ય જીવન માટે ખતરા રૂપ અને ગંભીર ગણી શકાય એવી બાબત તો હતી જ ....

કારણ કે મોટા ભાગે કોઈ પણ વ્યક્તિ પોતાના પહેલા પ્રેમ ને આસાની થી ભૂલી શક્તો નથી...

જો કે, આદિત્ય એવું નથી કે તમે પુરુષ હતા, એટલે ફ્લર્ટિંગ કરતા હતા..સામે પક્ષે ડીમ્પીને પણ આટલા વર્ષો પછી પોતાના જીવન ના પ્રથમ પ્રેમ એવા તમારી સાથે ની મુલાકાત ને એટલી જ એકસાઇટેડ હતી..

અને,
હવે આજે એ, દિવસ આવી પહોચ્યો છે... તારીખ ૨૪ મી રવિવાર નો દિવસ ...

ઘર માં તમારી પત્ની અદિતિની ગેરહાજરી તથા ઓફિસ માં આજે વિકેન્ડ હોવાને કારણે તમે એકલા જ ઘરે છો...આદિત્ય

ડિમ્પી એ તો આગળ ના દિવસે જ મેસેજ કરી ને તમને જણાવી દીધું હતું કે એ તમારા શહેર માં એની કઝીન ને ત્યાં આવી પહોંચી છે..
અને સન્ડે ના દિવસે તમે એને પિક અપ કરીને તમારા ઘેર લઈ જશો આદિત્ય..

બધું જ ગણત્રી મુજબ થઈ રહ્યું હતું..એવું તમને લાગતું હતું..આદિત્ય

રજા ઓ માં મોટે ભાગે મોડે સુધી સૂઇ રહેતા તમે આજે લગભગ ઓફિસ જવાના સમય પર જ તૈયાર થઈ ગયા હતા...આદિત્ય
ઘડિયાળ માં સવાર ના પોણા અગિયાર થવા આવ્યા હતા...
ફટાફટ તમે ડિમ્પી ના કહેવા મુજબ તમારી કાર લઇ ને નિયત સ્થળે એને પિક અપ કરવા આવી પહોંચ્યા. આદિત્ય.

નિયત કરેલા સ્થળે તમારી કાર આવી ને ઉભી રહી આદિત્ય.
તમે કાર નું એન્જિન બંધ કર્યું..
ડિમ્પી અગાઉ થી જ ત્યાં તમારી રાહ જોતી ઉભી હતી..
પિંક ટોપ અને બ્લુ ડેનિમ માં જોતા વેંત જ તમે એને ઓળખી ગયા...
આ ઉંમરે પણ ડિમ્પી એટલી જ ખૂબસૂરત લગતી હતી..આદિત્ય..
તમે તો જાણે કે એને જોવામાં એટલા બધા મશગુલ થઇ જાય કે, એમાં ને એમાં તો કાર નો દરવાજો પણ અનલોક કરવાનું પણ ભૂલી ગયા...

તમારી કાર નો સાઈડ નો
વિન્ડો ગ્લાસ અડધો ખુલેલો હતો.એટલે
ડિમ્પી એ હસતા ચેહરે વિન્ડો ગ્લાસ ઉપર નોક કરીને હળવી ટકોર કરતા કહ્યું..

"અરે,આદિત્ય.
એક વાર અંદર તો આવી જવા દે...!!!
પછી જેટલી જોવી હોય એટલી જો જે મને..
યાર,કાર નો દરવાજો ખોલીશ તો,
હું અંદર બેસીશ ને..!!
આમ અચાનક તંદ્રા માંથી જગાડતી ડિમ્પી એ કરેલી એ ટકોર થી આખુંય વાતાવરણ હળવાશ ભર્યું બની ગયું...આદિત્ય

તમે ડ્રાઈવર શીટ પર બેઠા બેઠા જ બાજુ નો દરવાજો ખોલી નાખ્યો...આદિત્ય

કાર નો દરવાજો ખુલતો જ એ ઝડપ થી તમારી બાજુની ફ્રન્ટ શીટ માં ગોઠવાઈ ગઈ..

કાર સ્ટાર્ટ થતાં ની સાથે જ
હજુ તો તમે સુધબુધ માં આવો એ પહેલાં તો ડિમ્પી એ તમારી સામે આંખ મિચકરતા કહ્યું...

"આદિત્ય,જો,ફરી વાર
હવે,પાછું મારી સામે જોયા ન કરતો અને ડ્રાઇવિંગ પર ધ્યાન આપજે...નહિતર ક્યાંક એક્સીડન્ટ થઈ જશે...સમજ્યો...!!!

ડિમ્પી ની આ મજાકે તમને ઉત્તેજિત કરી મુક્યા હતા , આદિત્ય

રવિવાર નો રજા નો દિવસ હોવાથી શહેરના કંઇક અંશે સૂમસામ ગણી શકાય એવા માર્ગ પર
તમારી કાર હવે સડસડાટ દોડી રહી હતી...

ચાલુ કાર માં ડિમ્પી ની દરેક વાતો તમને વધુ મદહોશ બનાવતી હતી....આદિત્ય

એવામાં તો ડિમ્પી એ પૂછેલા એ સવાલે તો તમારા હોશ જ ઉડવી દીધા...આદિત્ય
ડિમ્પી એ તમને શરમાય વિના પૂછી જ લીધું કે,
આદિત્ય, હવે ક્યાં લઇ જઇશ...મને..!!!
હોટેલ કે પછી તારા ઘરે . !! 😜😜

હવે સાચું કહું ,આદિત્ય તો,
શરમાવાનો વારો તમારો હતો..કારણ કે ડિમ્પી એ ગોળ ગોળ વાત કરવાની જગ્યા એ સીધો આ સવાલ પૂછી નાખ્યો હતો,આદિત્ય

અને આમેય તમે તો ,છેલ્લા કેટલાય સમય થી ડિમ્પી સાથે થતી મેસેજો ની આપ લે પરથી એટલું તો જાણી જ ગયા હતા, કે ,

ડિમ્પી તમારા કરતાં પણ વધારે રોમેન્ટિક હતી...

તમને યાદ છે એક વાર તો ફોન દ્વારા વાત વાત માં એણે બિન્દાસ્ત થઈને તમને કાતિલ અદા માં પૂછી જ લીધેલું,

"સાચું કહેજે આદિત્ય,કે
આપણે લક્ષમણ રેખા ઓળંગવાની નહિ....!!

અને આદિત્ય, સામે તમે પણ ડિમ્પી ને એક મર્દ ને છાજે એવો જવાબ આપેલો..
તમને બરાબર યાદ છે કે,તમે ડિમ્પી ને એટલા જ રોમેન્ટિક અને મદહોશ થઈ ને કહેલું...
"As you like..!!
"તું ઇચ્છે તો એ પણ થઈ શકે...ડિમ્પી

અને એટલે જ આજે તમે શરમાયા વિના ચાલુ કારે ડિમ્પી ને સીધે સીધું કહી જ દીધું કે,
કાર તમારા ઘર તરફ જઈ રહી છે..કારણ કે, તમારા ઘરે અત્યારે તમારી પત્ની અદિતિ હાજર નથી...

સાચું કહું ને આદિત્ય...તો ડિમ્પી ને આટલા વર્ષો માં પહેલી જ તમે વાર મળતા હોવાથી તમે ખાસ્સા એવા નર્વસ લાગતા હતા....

જોકે સામે પક્ષે ડિમ્પી બિલકુલ બેફિકરાઈ થી તમારી સાથે ચાલુ કાર માં હળવી મજાક કરી લેતી હતી..
જો કે, યુવા કાળ માં તમારી સાથે એ પ્રેમ માં પડી ત્યારથી જ એ વાત તમે સારી રીતે જાણતા હતા આદિત્ય, કે,
આ ડિમ્પી ના રોમેન્ટિક સ્વભાવ ની ખાસિયત હતી..

ઈવન,
છેલ્લા એકાદ મહિના થી રેગ્યુલર તમારી સાથે ના ચેટ માં પણ એ થોડું ઘણું ફ્લર્ટિંગ તો કરી જ લેતી હતી...જે તમને પણ ગમતું હતું...આદિત્ય

લગભગ અડધો કલાક ના ડ્રાઇવ પછી તમારી કાર તમારા એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં આવી પહોંચી..

હવે ડિમ્પી થોડીક નર્વસ થઈ હોય એવું તમને એના પરસેવો બાઝેલા ચહેરા ને જોઈ ને લાગ્યું....આદિત્ય
તમે પણ એની મજાક કરતા કહ્યું...

"કેમ.ડિમ્પી, તને તો, અત્યાર થી જ પરસેવો વાળી ગયો..!!
આ સાંભળીને રતુંબડા થઈ ગયેલા ડિમ્પી ના ચેહરા ને જોઇને તમે સમજી ગયા આદિત્ય,કે ડિમ્પી ખરેખર શરમાઈ ગઈ હતી....

ગુલાબી થઇ ગયેલા ચહેરા એ ડિમ્પી ને ઓર ખૂબસૂરત બનાવી દીધી ...આદિત્ય

ચાવીથી મેઈન ડોર ખોલી ને એપાર્ટમેન્ટ માં પાંચમે માળે આવેલા તમારા ઘર માં તમે ડિમ્પી ને લઈને પ્રવેશ્યા...આદિત્ય

ઘરમાં પ્રવેશ તા ની સાથે જ હવે ડિમ્પી હળવાશ અનુભવવા લાગી..પરંતુ આદિત્ય તમારા દિલ ની ધડકનો તેજ થતી જતી હતી..

ડિમ્પી સોફા પર બેસી,અને તે કિચન માં જઈને એના માટે ટ્રે માં પાણી લઈને એને ધરતા ફિલ્મી અદામાં કહ્યું....
"મેડમ ડિમ્પી નું સ્વાગત છે.....

પાણી નો ગ્લાસ ધરતા ની સાથે જ ડિમ્પી એ તમારો હાથ પકડી લીધો...કદાચ હવે એ થોડી નર્વસ થતી હોય એવું લાગ્યું..

એના હાથ પકડતા ની સાથે જ તમારા ફોલાદી બદન માં જાણે કે વીજળી નો.કરંટ લાગ્યો હોય એવું લાગ્યું...આખરે તો.તમે એક પુરુષ જ હતા ને આદિત્ય...

એક તરફ એકાંત અને બીજી તરફ મનગમતો સહેવાસ..

ડિમ્પી ના હાથ પકડતા ની સાથે જ તમે પાણી ની ટ્રે ટીપોઇ પર મૂકી ને એની બિલકુલ અડોઅડ સોફા પર બેસી ગયા...

સોફા પર એની બાજુ માં બેસતા ની સાથે ડિમ્પી તમને વળગી પડી...આદિત્ય

હવે પછી ની ક્ષણો ઘણી નાજુક હતી....
આદિત્ય, તમે પણ એટલા વર્ષો પછી ડિમ્પી નો સ્પર્શ થતાં ની સાથે જ બરાબર ઉત્તેજિત થઈ ગયા હતા..

અને એજ અવસ્થા માં તમે ડિમ્પી ના હોઠ પર એક તસ તસતું ચુંબન ચોડી દીધું..
બસ,પછી તો,ડિમ્પી એ.પણ પોતાના ની જાત પર કાબૂ ન રાખી શકી હોય એ રીતે તમારા ગાલ હોઠ અને ગરદન પર ચુંબનો નો વરસાદ કરી દીધો..અને ભાવુક થઈ ને બોલી ઉઠી....

"આદિત્ય ,
" Now I can't contol myself...
"તું મારા જીવન માંથી શા માટે ચાલ્યો ગયો હતો...!!! આદિત્ય
"તારી આ ડિમ્પી,અત્યાર સુધી તારા વગર સાવ અધૂરી હતી.. આદિત્ય.

તમે જોયું તો ડિમ્પી ની આંખ માંથી આંસુ વહી રહ્યાં હતાં...અને ચોક્કસ એ આંસુ આટલા વર્ષો પછી તમે એને મળ્યા એ ખુશી નાં જ હતા... એ સમજતા તમને વાર ન લાગી...આદિત્ય..

ડિમ્પી ની આંખો માં ઉમટી આવેલા લાગણી ના પુર માં તનાવાનો વારો હવે પછી તમારો હતો આદિત્ય...

અને એટલે જ હવે જેની બીક હતી કદાચ એ થવા જઈ રહ્યું હતું...

કારણ કે, આજ ના યુગ માં ઘણીવાર લાગણી ની આડ માં પલતા કેટલાય અનૈતિક સંબંધો ને તમે જોયા છે... આદિત્ય

સોફા પર જ ડિમ્પી ને તમારી આગોશ માં લેતા ની સાથે જ એણે તમારી આંખો માં આંખો પરોવતા જ માદક અવાજ માં કહ્યું..

"આદિત્ય...
"આપણે પરિણીત છીએ એટલે જ પૂછું છું...
Is it fair..!!
આપણે કશું ખોટું તો નથી કરી રહ્યાં ને...!!!
અને હા, આદિત્ય
"તારે જે જોઈતું હોય એ લઈ લે..તારી આ ડિમ્પી પાસેથી...!!?
"આજે આ ડિમ્પી, આખે આખી તારી છે..આદિત્ય

કોઈ પણ સ્ત્રી ની આ પ્રકાર ની વાતો આમ તો પુરુષ ની અંદર પડી રહેલી સુસુપ્ત ઈચ્છાઓ ને જાગૃત કરવા માટે પૂરતી હોય છે..આદિત્ય

પોતાની પત્ની સાથે ના સુખી દામ્પત્ય જીવન માણતા અને હર હમેશ આદર્શો ને સાથે લઈને ચાલનારા તમારા જેવા કેટલાય પતિ ઓ માટે આ ઘડી કે ક્ષણ સાચવવી ઘણી.કપરી થઈ પડતી હોય છે..આદિત્ય

ખરેખર તો જો દરેક વિપરીત પરિસ્થિતિ માટે આપણે વિધાતા ને દોષ દેતા હોય તો,પછી દામ્પત્ય જીવન માં કેટલાક અસંતોષ ને લઈને સર્જાતા આવા અનૈતિક સંબંધો ને લઇ ને ઉભી થતી
અસમંજસતા માટે જેટલો દોષ પુરુષ કે સ્ત્રી નો હોય છે.. એટલો જ દોષ કદાચ પરિસ્થિતિ નો પણ હોવો.જોઈએ, એ વાત આપણે હંમેશા ભૂલી જતા હોઈએ છીએ આદિત્ય...

આ સાથે જ ઊભી થતી આ પ્રકાર ની લગ્નેત્તર સંબંધો ની પરિસ્થિતિ માં
આપણા સમાજ અને લગ્ન વ્યવસ્થા માં લવ મેરેજ પરનું એરેંગજ મેરેજ નું દેખીતું પ્રભુત્વ,

દામ્પત્ય માં એક બીજા પર ના વિશ્વાસ અને પ્રેમ અભાવ,અને

કંઇક અંશે શારીરિક અસંતોષ, અને વધુ પડતી અપેક્ષાઓ ..
આ બધા જ કારણો એટલો જ મહત્વ નો ફાળો ભજવે છે..
એ વાત એટલી જ યાદ રાખવા જેવી છે...આદિત્ય

સોફા પર કેટલીય વાર સુધી આ રીતે ડિમ્પી અને તમે એક બીજા ને હગ કરી ને બેસી રહ્યા..આદિત્ય

પરંતુ આદિત્ય,
હવે પછી ની એક એક ક્ષણ તમારાં દામ્પત્ય જીવન ની નીવ ને અને તમારી પત્ની અદિતિ એ તમારી ઉપર મુકેલા વિશ્વાસ ને મજબૂત બનાવે છે કે પછી એને ચૂર ચૂર કરી નાખે છે.... !!
એ, નક્કી કરવાની હતી...આદિત્ય

પરંતુ ડિમ્પી ના હદય માં ઊઠેલું એ તોફાન આજે તમને કદાચ કંઇક અલગ જ સંકેત આપતું હતું....

ડિમ્પી ના મન અને તન માં ઊઠેલું એક એવું તોફાન કે જે તમે ડિમ્પી ની આંખો માં સ્પસ્ટ જોઈ શકતા હતા...આદિત્ય

હજુ તો તમે કે ડિમ્પી આગળ વધો એ પહેલાં જ,

તમારા ઘર ની ડોર બેલ રણકી ઉઠી....

સાવ અનપેક્ષિત રીતે ડોર બેલ સાંભળતા ની.સાથે જ ડિમ્પી એ તરત જ પોતાની જાત ને તમારા થી અળગી.કરી લીધી...

ઊભા થઈ ને,તમે ડોર આઈ માંથી જોયું તો
દરવાજા બહાર તમારી પત્ની અદિતિ ઉભી હતી....

'હવે શું થશે..આદિત્ય.!!

ડિમ્પી પોતાનું આ વાક્ય પૂરું કરે એ,પહેલા તો તમે પુરે પૂરા સ્વસ્થ થઈ ને મેઈન ડોર ઓપન કર્યો...આદિત્ય

ઘર માં પ્રવેશતા ની સાથે જ અદિતિ એ ડિમ્પી ને સોફા પર બેઠેલા જોઈ ને સહજ રીતે એને આવકારતા કહ્યું...

"તમે જ ડિમ્પી ને... !!
"તમને એફ.બી.પર આદિત્ય ના ફ્રેન્ડ લીસ્ટ માં જોયા છે ...

"આદિત્ય એ કહ્યું, હતું કે તમે આવવાના છો .

"કેટલીક વાર થઈ, આવ્યા ને...!!

"સરનામું શોધવામાં તકલીફ તો ન પડી ને...!!!

"ફેમિલી બાળકો ને લઈને અવાય ને....!!! ...

"કેમ આમ,સાવ એકલા જ આવ્યા..!!!

એક જ સમયે અચાનક આ રીતે થયેલું અદિતિ.નું આગમન અને એના દ્વારા પૂછાયેલા સંખ્યાબંધ સવાલો થી ડિમ્પી તો જાણે કે અવાચક જ થઈ ગઈ હતી..

છતાંય મોઢા પર ના ભાવ છુપાવી ને હસતા મોં એ ડિમ્પી એ અદિતિ ને દરેક સવાલો ના ઔપચારિક જવાબો આપ્યા..

એટલા માં તો અદિતિ એ તમારી સામે જોઈ ને કહ્યું
આદિત્ય...
"લાગે છે, તમારી.ફ્રેન્ડને તમે પાણી સિવાય કંઈ આપ્યું નથી...લાગતું.

"અને હા, આદિત્ય
"આજે તો મોલ માં બહુ ભીડ હતી એટલે થોડી વાર લાગી"..

એમ કહી ને પોતાની સાથે લાવેલ ગ્રોસરી બેગ ને બાજુ પર રાખી ને,
અદિતિ ફ્રીઝ ખોલી ને ડિમ્પી અને તમારા માટે બે બાઉલ માં આઈસ ક્રીમ લઈ ને આવી...

વાતાવરણ હવે થોડું હળવું થયું હોય એવું તમારા અને ડિમ્પી મ્હોં પરથી જોઈ ને જ લાગતું હતું..

છતાંય, ડિમ્પી ના મનમાં તો વિચારો નું ઘમાસાણ ચાલતું.હતી કે....આમ અચાનક....

અદિતિ ઘેર પાછી કેવી રીતે આવી ગઈ..!!

આદિત્ય તો કહેતો હતો.કે એ ઘેર નહોતી..!!

અને અદિતિ ના કહેવા મુજબ,
એને કેવી રીતે ખબર પડી કે હું,આવવાની છું...!!

પરંતુ, ડિમ્પી એ વાત સારી રીતે જાણતી હતી કે,
આ બધા સવાલો ના જવાબ ફક્ત અને ફક્ત આદિત્ય જ આપી શકે એમ હતો...

અને હાલ ની પરિસ્થિતિ માં આદિત્ય ને કઈ પણ પૂછવું કે, એના દ્વારા કોઈ પણ જાત ની ચોખવટ કરવી એ, શક્ય નહોતું...

હવે આઈસ ક્રીમ પણ ખવાઈ ગયો...

એટલે થોડી વાર પછી ડિમ્પી એ ઔપચારિક રીતે જવાની વાત કરી...

તરત જ અદિતિ એ તમારી સામે જોતા કહ્યું...

"આદિત્ય,
ડિમ્પી એકલા જ આવ્યા છે. એટલે કહું છું...
"જાવ તમે એમને ઘેર મૂકી આવો...

"અને આમેય આજે રવિવાર છે...
"કદાચ ઓટો રિક્ષા વહેલી મોડી મળે તો..!!

વળી એ તો, આ શહેર થી અજાણ્યા હશે...
ખરું ને..!!!

અદિતિ અને ડિમ્પી વચ્ચે ની " આવજો" ની ઔપચારિકતા પૂરી કરતા ની સાથે ,

જેવા તમે ડિમ્પી ને લઇ ને જેવા એપાર્ટમેન્ટ ની નીચે પાર્ક કરેલી કાર ના દરવાજા પાસે આવ્યા...આદિત્ય
ને તરત જ,
કાર માં બેસતા ની સાથે જ ડિમ્પી એ તમારી ઉપર સવાલો ની ઝડી વરસાવતા કહ્યું..

"મને સાચું કહેજે...આદિત્ય.

"રસ્તા માં તો તું, એમ કહેતો હતો કે, અદિતિ ઘરે નથી..તો.પછી,
"આમ અચાનક અદિતિ ક્યાંથી આવી ગઈ.!!

"અને અદિતિ તો એમ કહેતી હતી કે,
એ મોલ માંથી સીધી આવી..છે"..

"શું અદિતિ ને ખબર હતી કે,
તું મને કાર લઈને લેવા આવ્યો હતો..!!

ક્યાંય, આપણે પકડાઈ ગયા હોત તો..!!

કેટલો મોટો પ્રોબ્લેમ થઈ જાત ખબર છે...તને..!!

પ્લીઝ,આદિત્ય...સાચું કહે...

"તું મારી સાથે જૂઠું બોલ્યો હતો ને...!!!

હવે તમારા થી ન રહેવાયું આદિત્ય....તમે ડિમ્પી ને કહ્યું...
"એકવાર કાર મા તો,બેસી જા...બધું જ કહું છું..

ડિમ્પી ના બેસતા ની સાથે જ તમે કાર દોડાવી મૂકી
અને ચાલુ કાર માં ડિમ્પી ની સામે.જોઇને કહ્યું...

"ડિમ્પી, હું તારી સામે જૂઠું નથી બોલ્યો..હા, અર્ધસત્ય જરૂર બોલ્યો છું...
તારી વાત સો ટકા સાચી છે.કે મને ખબર જ હતી કે,
અદિતિ પિયર નહિ.પણ ગ્રોસરી લેવા માટે જ ગઈ હતી..
અને મે જ અદિતિ ને કહેલું..કે તું આવવાની છે...

અહી સુધી બધી જ વાતો તદ્દન સાચી છે..

પરંતુ..હા.એક જ વાત મે અદિતિ થી છુપાવી છે,
કે,તને કાર લઈ ને, લેવા માટે આવેલો...

બસ, ડિમ્પી,
અદિતિ ની સામે હું એનાથી વધારે જૂઠું બોલી શકું એમ નહતો...

"અને હા,ડિમ્પી,તને
એક વાત કરું, પરંતુ ખોટું ન લગાડતી, કે
આપણે બંને પરિણીત છીએ...અને આજ ના યુગ માં તો લક્ષમણ રેખા ઓળંગવી સાવ સહેલી બાબત છે..પરંતુ,
"કદાચ એક વાર એ રેખા ઓળંગવા પછી પાછા વળવું બહુ મુશ્કેલ હોય છે....ડિમ્પી

"યુવાનીમાં આપણે એક બીજા ને પ્રેમ કરતા હતા ત્યારે પણ આ વિચાર આપણ ને નહોતો આવ્યો...તો.પછી હવે કેમ...!!!

"અને હવે આ પાછલી ઉંમરે પોત પોતાના પાર્ટનર ને દ્રોહ કર્યા નો ભાર લઈ ને કેવી રીતે જીવી શકાય"...ડિમ્પી

"અને ડિમ્પી,એવુંય નથી કે મને ઈચ્છાઓ કે સંવેદના નથી...!!

હકીકત માં તો લાગણી ના પુર માં ખેચાઇ ને એક વાર જો આપણે આવી ભૂલ કરી લઈશું તો પછી, આપણી જાત ને ક્યારેય માફ નહિ કરી શકીએ.

"ડિમ્પી,તું સમજે છે ને...!!!
"હું શું કહેવા માંગુ છું..!!

" અને શું આ અનૈતિક શારીરિક સંબંધ વિના આપણો પ્રેમ અધુરો રહી જાય એવું તો નથી જ ને..!!!

"અને મારી વાત કરું ડિમ્પી, તો,
ભલે, આપણે એક બીજા ના ન થઈ શક્યા... આપણા લગ્ન ન થઈ શક્યા...
પરંતુ મારો તારા પ્રત્યે નો પ્રેમ આજીવન રહેશે...ક્યારેય ઓછો નહિ થાય.એમાં કોઈ શંકા નથી.ડિમ્પી

"પછી ભલે તને મારી વાત ગમે કે ન ગમે,તું મારી વાત ને સ્વીકારે કે ન સ્વીકારે..!!

ચાલુ કારે તમે ડિમ્પી ને એક જ શ્વાસે આટલી બધી વાત કરી નાખી, આદિત્ય કે,
ડિમ્પી ને ડ્રોપ કરવાનું સ્થળ ક્યારે આવી ગયું,એની ખબર જ ન પડી...

નિયત સ્થળે તમે કાર ઊભી રાખી ને તમે બાજુ માં બેઠેલી ડિમ્પી ના ચેહરા સામે જોયું...

તો એની આંખ માંથી આંસુ વહી રહ્યાં હતાં...
એની સુજેલી આંખો એ વાત ની ગવાહી આપતી હતી કે,આખાય રસ્તે એ રડી હશે...

આદિત્ય, કાર માં બેઠા બેઠા જ તમે ડિમ્પી નો હાથ તમારા હાથ માં લઇ ને એને કહ્યું ..

"સોરી,ડિમ્પી કદાચ મે તમે વધારે પડતું ભાષણ આપી દીધું હોય તો...મને માફ કરજે"..

"પણ, આપણા સંબંધો ની તંદુરસ્તી માટે આ વાત ખૂબ જ અગત્ય ની હતી...ડિમ્પી"

તમારા હાથ પકડતા ની સાથે જ ડિમ્પી હવે થોડી હળવી થઈ... અને સ્વસ્થતા કેળવી ને તમારી સામે એકી ટશે જોઈ રહેતા બોલી....

"આદિત્ય, કેટલી બધી સરસ વાતો કરે છે તું..!!

"મને તો એમ થાય છે કે,તને સાંભળ્યા જ કરું...
"અને કદાચ હું તારા કરતાં ઉંમર માં નાની છું ને, એટલે જ આ બધું સમજવામાં વાર થઈ...
આદિત્ય
"અને,હા, તારી વાત નું તો મને જરાય ખોટું નથી લાગ્યું... બલ્કિ બીજો કોઈ પુરુષ હોત તો એણે આવી નાજુક પરિસ્થિતિ નો લાભ ઉઠાવી લીધો હોત..સાચું કહું ને
આદિત્ય, તો ,આજે તે આપણા બન્ને ના આત્મ સન્માન નું રક્ષણ કર્યું છે....

I am proud of you..મારા જીવન ના પહેલા પ્રેમ તરીકે તને પસંદ કરવાંમાં હું ક્યાય ખોટી નહોતી

અને હા, એક બીજી વાત કે,
I still love you..❤️.કદાચ પહેલા કરતા પણ વધારે...
એટલું કહી ને ડિમ્પી એ તમારા હાથ ની હથેળી.પર એક હળવું ચુંબન કરી દીધું..

ડિમ્પી એ ઉમેર્યું..કે

"આદિત્ય,તારી બધી વાતો સાચી, પણ હા હજુ પણ હું ક્યારેક તારી સાથે ફોન પર અથવા તો મેસેજ દ્વારા થોડું ઘણું ફ્લર્ટિંગ તો.કરી જ લઈશ...એમાં તો તું મને નહિ રોકી શકે. એ મારો અધિકાર છે, ખરું ને...!!!!

ડિમ્પી ની આ નિર્દોષ કબૂલાત થી તમે પણ ખડખડાટ હસી પડ્યા....આદિત્ય

હવે આ હળવા વાતાવરણે તમારા અને ડિમ્પી વચ્ચે ના સબંધ ને પણ હળવો ફૂલ કરી નાખ્યો...

કાર માંથી ઉતરતી ડિમ્પી ને,
જ્યાં સુધી એ તમારી નજર સામે થી ઓઝલ ન થઈ ત્યાં સુધી તમે એકીટશે નિહાળતા રહ્યા ...આદિત્ય

નરેશ ગજ્જર