khuni koun - 2 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - ભાગ 2


ખૂની કોણ? ભાગ 2

કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા પણ એને મચક નહીં આપેલી.
આમ સોમેશ કાંચી કળી જ મળેલી. સદભાગ્ય એ કાચી કળીને સોમેશે જ ખીલવીને પુષ્પ બનાવવાની હતી .
ક્રીમ રંગ ના શુટ અને સફેદ રંગની ગાડી માં જયારે સોમેશ જયા ને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના શુટ બુટ અને ગાડી ને જોઈ રહેલી .
એની આંખોમાં ઘૂઘવાતો દરિયો આ કાળમીંઢ પથ્થરની અથડાઈને પાછો ફર્યો. પણ જયાથી કઈ થઈ શકે એમ નહોતું. રમણિક ધનેશ્વર નું માંગુ પાછું ઠેલવુ એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એના બરાબર ગણાય.
એ પછી ધામધૂમથી સોમેશ અને જયાની સગાઈ રમણીકલાલ અને મનોરમાબેન પોતાની પુત્રવધૂને સોનાથી મઢી નાખીલી.
જયાની માં એ કહેલું' રાજકારણી થઈને રહીશ બેટા આ તો હજુ શરૂઆત જ છે' જયા ને એ બધું તો ગમેલું પણ શ્યામ રંગ સમીપે જવાની વાત 'એને રૂચતી ન હતી. સગાઇ માં હાજર રહેલા નાત ના બીજા જુવાનિયાઓએ લાંબા નિસાસા નાખેલા.
કાશ !અમે પણ રમણીક ધનેશ્વર ના છોકરા હોત.

એ પછી સોમેશ અને જોયા ના લગ્ન પણ ખૂબ જ શાનદાર રીતે થયેલા .કેમ ન હોય , વરપક્ષ અને કન્યા પક્ષ બન્ને બાજુ નો ખર્ચ રમણિક ધનેશ્વર ઉઠાવવાના હત અંતે સોમેશ જયાનો પતિ બની ગયેલો .કાગડો દહીંથરુ લઇ ગયો એમ કહેતા જુવાનિયાઓએ પોતાના માટે બીજું કોઈ પાત્ર શોધવાનું શરુ કરી દીધેલું
સુહાગરાતના દિવસે સોમેશે છે જયા ને મન ભરી ને માણી જયાએ પણ હવે એ જ એનું ભાગ્ય છે એમ માની સોમેશને બરાબર સાથ આપેલો.
બંને એકમેકની બાહોમાં સમાઈને એકાકાર થઇ ગયેલા.

કાળા અને ધોળા રંગને અદભુત સાયુજય રચાયેલું. મધુરજની ના દિવસે સંગેમરમરના શિલ્પને અનાવૃત અવસ્થા માં જોઈને સોમેશ દિવાનો થઈ ગયેલો.
સ્ત્રી પ્રેમ માટે સેક્સ કરે છે અને પુરુષ સેક્સ માટે પ્રેમ કરે છે એ હકીકત અહીં પણ સાચી પડેલી. મિલનની પ્રથમ રાત્રિએ જ જયા ની કમનીય કાયાનો જાદુ સોમેશ છવાઈ ગયેલો.
પછી તો સોમેશ અને જયા હનીમુન વખતે એકબીજાની વધુ નજીક આવેલા. દેખાવ સામે સ્વભાવ કામ કરી ગયેલો એનો જયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી ,એની કાળજી લેવાની રીત બધું જ ગમવા લાગેલું જયાં ને! જયાં તો રૂપની દેવી હતી .
રૂપ ની દેવી આગળ તો ભલભલા પૂજા કરવા લાગે છે એમ સોમેશ પણ એને પૂજવા લાગેલો. ને બંને નું દાંપત્યજીવનરૂપી ગુલાબના ફૂલ એ ખીલવાની શરૂઆત કરી દીધેલી.

મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલી જયા વૈભવશાળી પરિવારમાં યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલી. હવે તો એને પણ સમજાયું કે પૈસો સુખ આપે છે એટલું સુખ રંગ રૂપે સુંદર રાજકુમાર જેવો છોકરો આપી નથી શકતો. એ પિયર જતી ત્યારે પણ આસપાસના પડોશીઓ એના ઓવારણાં લેતા અને કહેતા છોકરી જેટલી સંસ્કારી અને સુંદર હતી તેટલી જ સમજદાર નીકળી.

સમયને વીતતા વાર નથી લાગતી.જયા અને લગ્નજીવન સુખરૂપ વ્યતિત થતું હતું.
બે વર્ષ જેટલો સમય વીતી ગયો. પાલનપુર ખાતે પ્રજાપતિ એસોસિએટસ નવી શાખા ખોલવામાં આવી.
જેની જવાબદારી સોમેશ પર આવી પડી. અમદાવાદ થી પાલનપુર શિફ્ટ થવાનું થયું. પાલનપુરના પોશ વિસ્તારમાં નવીન બંગલો ખરીદી એમાં જયા ના હાથે ઘડો મૂકવામાં આવ્યો.
બંગલાનું નામ રાખ્યું 'જયસોમ'અમદાવાદ નિવાસી જયા હવે પાલનપુરી થઈ ગઈ.
નવી જવાબદારી અને પાલનપુરમાં વકીલાતનો પગદંડો જમાવવા સોમેશ વ્યસ્ત થઈ ગયો. કામમાં વ્યસ્ત રહેતો અને શનિ-રવિ માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં આવેલા એના વિક- એન્ડ બંગલામાં જયા સાથે એન્જોય કરવા ઉપડી જતો.
બંને જણા ક્યારેક અમદાવાદ પણ જઈ આવતા.
વારસામાં મળેલા વકીલાતના વ્યવસાયમાં સોમેશ જામી ગયો‌ એને મળવા માટે અસીલોને એપોઈન્ટમેન્ટ લેવી પડે એવી સ્થિતિ આવી ગઈ.
ચાર મદદનીશ, વકીલ એક સેકન્ડરી ,ચાર કોમ્પ્યુટર ઓપરેટર, બે પટાવાળા સહિત પ્રજાપતિ એસોસીએટસના સ્ટાફમાં પણ વધારો થયો.
આ બાજુ જ્યાં એ પણ ઘરકામ તકલીફ ન પડે એ માટે સોમેશે એક રામા ની વ્યવસ્થા કરી.

માંગીલાલ મૂળ રાજસ્થાનનો વતની પણ ધંધાર્થે થી પાલનપુર આવેલો. એણે જયા અને સોમેશ ના ધર 'જયસોમ' ની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધેલી.
થોડા જ વખતમાં જયાઅને સોમેશ એમ બંનેનો એ વિશ્વાસુ બની ગયેલો .સોમેશને પણ રાહત થઈ ગયેલી.
ક્રમશ: