dasta a bulding - 2 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડીંગ - 2

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 2

છ વાગી ગયા હતા. બધા બી બિલ્ડીંગ ના ઘાબા પર આવી રહયાં હતા.સફેદ અને વાદળી કલરના કાપડથી બસ ડેકોરેશન કરયું હતું. નદી કીનારે થી બસ શીતળ હવા આવી રહી હતી.આકાશમા બસ તારા ચમકતા હતા અને એ તારાની વચ્ચે ચાંદ ચમકી રહયો હતો. આવા ખુલા આકાશમાં ધાબા પર પાર્ટી કરવી કેટલું સરસ કહેવાય પણ આ પાર્ટી બી બિલ્ડીંગ ન થવી જોઇતી હતી. મહેન્દ્ર અને જનક તો પાર્ટીમાં જ હતા. સોમભાઇ અને વિદ્યા પણ આવી ગઇ હતી. નયન એના મમ્મી પપ્પા સાથે પાર્ટીમાં આવ્યો. જીયા પણ એના મોટા ભાઇ હેમંત સાથે આવી ગઇ હતી. પાર્ટી શરુ થઇ આ પાર્ટી તો મિત્રોને મળવા માટે હતી એટલે ઔપચારિક શરૂઆત કરી સોમભાઇ અને પછી બધાં લોકો ભોજન તરફ જ ગયા. પાર્ટી પુણે જ થવાની હતી ત્યાં કોઈ વ્યકિત આવે છે. એને સફેદ કલરનું શટ અને કાળા કલરનો પેટ પેહરયો હતો. નંબર વાળા ચશ્માં અને હાથમાં ઘડિયાળ હતી. મુખ પર એક હાસ્ય હતું છતાં નંબર વાળા ચશ્માંથી ગંભીર વ્યકિત હતો. કાલા કલર વાળા એણે બુંટ પહેર્યા હતા. એ વિદ્યા નો મિત્ર સાગર હતો ન જાણે કેમ અહીં આવ્યો હશે ? એ વિદ્યા પાસે જાય છે. સાગર પણ સુરત શહેરમાં રહેતો હતો.

" હાય વિદ્યા "

" હાય
બટ સાગર તું અહીં "

" હા
જયેશ સર તારું સંગીત સ્પર્ધા નું certificate આપ્યું છે "
સાગર પોતાના બેગમાંથી certificate આપે છે.

" Thank You સાગર "

" વેલકમ વિદ્યા "

અચાનક આ બંનેની વાત ને ખલેલ પાડતો ખુબ જ જોરથી પવન ફુંકાય છે. એ પવન ખાલી બી બિલ્ડીંગ નાં ધાબા પર જ ફુંકાતો હતો. બધાં લોકો આ પવનની ગતિથી ગભરાઈ ને દાદર તરફ જવા લાગ્યો હતા પણ તે બધાં ત્યાં જ ઊભા રહી ગયાં કેમકે આખી સોસાયટી ની લાઇટ ઓન ઓફ થતી હતી એટલે બધા પાછા ધાબા પર જ ઉભાં રહી ગયા. થોડીક વાર ચારે તરફ સનાટો રહેતો અને તરત જ પાછો પવન ફુંકાતો હતો. પવન ની આવી ગતિ થી બધા ખુબ ગભરાઈ ગયા હતા. વિદ્યા એક નીડર છોકરી હતી તેને આ પવન ફુંકાતો સામાન્ય લાગ્યો જયારે જીયા તો ખુબ ડરી ગઇ હતી એણે વિદ્યા નો હાથ પકડી રાખ્યો હતો. મહેન્દ્ર અને જનક ને પણ સામાન્ય જ લાગ્યું પણ નયન તો લાઇટ ઓન ઓફ થવાથી ખુબ જ ડરી ગયો હતો. સોમભાઇ તો જાણે ખબર જ હતી તેમ એક જ જગ્યે બેસી રહયાં હતાં.

" અરે સાગર કયાં જતો રહયો " વિદ્યા આજુબાજુ જતી બોલી

" અરે વિદ્યા એ તો મને certificate આપી ને જતો રહયો " સોમભાઇ ઊભા થતા બોલ્યો

" મને તો ખબર જ ન પડી
જામ છું એમ તો કહીને જવું હતું "

" બેટા એને ઘરે જવાની ઊતાવળ હતી "

" ચાલો અહીંથી નીકળ્યે " જીયા ધીમેથી બોલી

" તું તો આજે પણ ડરપોક છે " જનક હસતાં બોલ્યો

" પાર્ટી એમ પણ પતી જ ગઇ છે " સોમભાઇ એકસાથે બધું જ બોલી ગઇ.

" હા સોમ અંકલ " જીયા એ પણ સોમભાઇ ની વાત માનતાં બોલી.

સોમભાઇ એ બધાં ને આ ધાબા પરથી દુર કરવું હતું ન જાણે કયો રાજ એના મનમાં હતો.

બધા લોકો પોત પોતાના ઘરે જતાં રહયાં.

સાગર અચાનક કેમ જતો રહયો ?

શું સોમ બી બિલ્ડીંગ નો રાજ જાણતો હતો ?

બી બિલ્ડીંગ નું શું રહસ્ય છે ?

રહસ્ય જાણવા માટે વાચતાં રહો દાસ્તાને બી બિલ્ડીંગ નો આગળ નો ભાગ.

તમારો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો.