dasta a bulding - 10 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 10

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 10

આગળના ભાગમાં જોયું કે વિઘા પોતાના સવાલ
માટે બોધ્ધ મઠ આવે છે. ત્યાં બોધ્ધ મઠ માથી બહાર નીકળતી જ હતી કે પાછળથી આનંદ નામના બોધ્ધ સાધુ તેને બોલાવે છે. હવે આગળ

" નમસ્તે " વિધા બોધ્ધ સાધુને જોઈ પ્રણામ કરે છે.

" તું જે જાણવા આવી તે જાણવા વગર જ જતી રહેશે " બોધ્ધ સાધુએ પોતાની સામે પડેલા આસન પર વિઝાને બેસવાનું કહે છે.

" શું તમે મારા પપ્પા સોમભાઈને જાણો છો? "

" હા "

" તેઓ અહીં શું કામ આવ્યા હતા? "

" એ જાણવું અત્યારે જરૂરી નથી પણ
પુનર્જન્મ એટલે ગયા જન્મમાં રહી ગયેલા કામ માટે બીજો જન્મ લેવો પડે છે.
કંઈ અધુરું રહી ગયેલું કામ
બસ તારો પણ .... "

" શું મારો પુનર્જન્મ થયો છે "

" હા
તારી સોસાયટીમાં તારી કોઈ રાહ જોયા છે "

" કોણ "

" એ તો તને ત્યાં જ ખબર પડશે "

વિધા કંઈ વધારે સવાલ કરે એ પેહલાં જ બોધ્ધ સાધુ આંખો બંધ કરી ધ્યાનમાં જતાં રહે છે.
વિધા બોધ્ધ સાધુ ને પ્રણામ કરી પોતાની સોસાયટી આવા નીકળી પડે છે.

આ બાજુ સોસાયટીમાં સરસ્વતી ની એન્ટ્રી થઈ ગયેલી હતી. એનો સામાન પણ સિફટ થઈ ગયેલો હતો. અત્યારે તે સોસાયટીના ગાર્ડનમાં ફરી રહી હતી. ફરતી ફરતી અચાનક સરસ્વતી ગીત ગાયું છે. એ એક કોલેજમાં મ્યુઝિકની ટીચર હતી.

"

सूना सूना लम्हा लम्हा
मेरी राहें तन्हा तन्हा
आकर मुझे तुम थाम लो
मंजिल तेरी देखे रस्ता
मुड़के जरा अब देख लो
ऐसा मिलन फिर हो ना हो
सब कुछ मेरा तुम ही तो हो


( સરસ્વતી ગીત ગાતી હોય ત્યારે જ સાગર સરસ્વતી સોસાયટીમાં આવે છે. એ વિચારે મળવા આવ્યો હોય છે પણ એ ગીતના અવાજ તરફ આગળ વધે છે. વિધા પણ બોધ્ધ મનથી નીકળી સોસાયટી તરફ આવી જ રહી હતી. )


बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
ओ बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
सूना सूना लम्हा लम्हा
मेरी राहें तन्हा तन्हा..

.......
.......

मुड़के जरा अब देख लो
ऐसा मिलन फिर हो ना हो
सब कुछ मेरा तुम ही तो हो
बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
ओ बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
सूना सूना लम्हा लम्हा
मेरी राहें तन्हा तन्हा.. "

( ગીત પતી જાય છે વિધા સરસ્વતી સોસાયટીમાં આવી જાય છે. એ સરસ્વતીની પાછળ ઊભેલો સાગરને જોય છે. અને ગાર્ડન તરફ આગળ વધે છે.)

" હેલો " સાગર આગળ ઊભેલી સરસ્વતી ને કહે છે.

સરસ્વતી જવાબ નથી આપતી. સાગર ફરી વાર હેલો કહે છે. સરસ્વતી પાછળ ફરતી જ હોય કે વિધા સાગરને બોલાવે છે.

" સાગર " સાગર પાછળ ફરે છે.
સરસ્વતી પણ પાછળ ફરે છે. એક બે મિનિટ માટે ત્રણેય જણ વચ્ચે શાંતિ હોય છે.
વિધા અને સાગર સરસ્વતી ને જોય છે. સરસ્વતી હતી જ દેખાવળી, આજે તેને વાદળી અને સફેદ કલરનો ડે્સ પહેર્યા હતો. કાનમાં નાની વાદળી કલરની બુટ્ટી હતી. માથાના વાળ ને મસ્ત વાદળી કલરની મોટા ફુલ વાળા બકલથી બાંધેલા હતા. હાથમાં નાનું ઘડિયાળ હતું. પગમાં કાળા કલર વાળી મોજડી હતી. મુખ પર શાંતિ છવાઈ હતી. ત્રણેય માંથી કોઈ કશું બોલતું ન હતું તેથી વિધા એ જ વિચાર્યુ કે તે જ વાત શરુ કરે.

હવે આગળ શું થશે?

જાણવા માટે વાંચતા રહો દસ્તાને " બી " બિલ્ડિંગ નો આગળનો ભાગ