dasta a bulding - 11 books and stories free download online pdf in Gujarati

દાસ્તાને બી બિલ્ડિંગ - 11

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 11


આગળના ભાગમાં જોયું કે વિદ્યા, સાગરની ભેટ પેહલી વાર સરસ્વતી સાથે થાય છે. વિદ્યા કંઈ વાતની શરૂઆત કરતી જ હતી કે
હવે આગળ


સોમાભઈ પણ સોસાયટી ના કામ માટે નીકળ્તા હતાં તે ત્રણેય ને જોયને ગાર્ડન તરફ આવે છે.

સોમાભઈ આવીને સરસ્વતી નો પરિચય વિધા અને સાગર સાથે કરાવે છે અને વિધા અને સાગર નો પરિચય સરસ્વતી સાથે કરાવે છે. થોડી વાત કરી સરસ્વતી ત્યાથી નીકળી જાય છે. સોમાભાઈ પણ સોસાયટી ના કામ માટે સોસાયટી ની ઓફિસમાં જાય છે.

" વિધા તું મારા ઘરે આવી હતી!

કંઈ કામ હતું કે? "

" ના "

" કેટલી વાર તને ફોન કરયો પણ તારો ફન લાગતો જ ન હતો "

" હા ( વિધા મનમાં બોધ્ધ મઠ તરફ નેટવર્ક ની હતું)

( વિધા ને કંઈ યાદ આવતા

પોતાના બેગમાંથી લોકેટ કાઢતા)

આ તારું લોકેટ છે? "

" હા ( લોકેટ જોતા )

તને કંઈ રીતે મળ્યું? "

" આ બી બિલ્ડિંગ પરથી "

" અરે! અહીં કંઈ રીતે? કદાચ પેલા દિવસે તને સર્ટિફિકેટ આપવા આવ્યો હશે ત્યારે પડી ગયું હશે "


" એવું જ હશે

એ પછી તો તું કયારે જ નથી આવ્યો ને?"


" હા વળી ( મનમાં સોમાભઈ સાથે પેલા દિવસે લોકો પડી ગયું હશે) "


" હા એજ ( મનમાં કેટલું જુઠું બોલે છે મને પણ ખબર જ છે) "


થોડી વાત કરી વિદ્યા સાગરને પોતાનું ઘર બતાવે છે. પેલા દિવસે તો એ પાર્ટીમાંથી વહેલો જતો રહેલો એટલે ઘર બતાવવાનું રહી જ ગયેલું. થોડી વાતો કરી પછી સાગર સોસાયટીમાંથી નીકળી જાય છે. વિદ્યા પોતાના રુમમાં જાય છે અને વિચારે છે કે પપ્પા સાથે કાળાં કોટ વાળો આ વ્યક્તિ બીજો કોઈ ની પણ સાગર છે પણ આ બધું થઈ શું રહયું છે!? પપ્પા અને સાગર કંઈ વાત છુપાવી રહયાં છે. બોધ્ધ સાધુએ પણ કંઈ વધારે કહયું નહીં આમ વિચાર કરતી કરતી વિદ્યા ઊંધી જાય છે.


બપોરના બે વાગી ગયા હતાં. ચારેબાજુ અંધારું જ હતું ખાલી એક આગળ જવાનો જ રસ્તો હતો. વિદ્યા આ રસ્તા પર એકલી હતી. આ રસ્તો જમીનની અંદર બનાવેલ હતો તેમ લાગતું હતું. તુટેલી અને સુધી ડાળીઓ ગુફાની દિવાલો પર પથરાયેલી હતી. નીચે સુકા પાંદડાં અને તુટેલા પથ્થરો પડેલા હતાં. વિદ્યા ધીમે ધીમે આ રસ્તા પર આગળ વધે છે. થોડી વાર ચાલ્યા પછી ગુફામા છેલ્લા ખુણા પર આવી જાય છે પણ એ દરવાજો બંધ હતો. વિદ્યા આમતેમ જોઈ છે કે કંઈ રીતે દરવાજો ખુલ્લે એમ કરતા એનો હાથ દરવાજાની બાજુમાં નાના એવા લોખંડના દંડા પર જાય છે. વિદ્યા ભુલથી એને લોખંડના દંડાનો નીચે કરે છે કે તરત જ દરવાજો ખુલી જાય છે. વિદ્યા ધીરેથી દરવાજો પાર કરી આગળ વધે છે. થોડા આગળ જતાં વિદ્યા એક સમુદ્ર કિનારે આવી જાય છે. આજુબાજુ મસ્ત પ્રકૃતિથી વીટંળાયેલું વાતાવરણ હતું. દરિયા કિનારાના નજારો વિદ્યા ને શાંતિ આપતો હતો. ઠંડો પવન વાતો હતો. અચાનક જોરદાર પવન વાતા થોડે દૂર મંદિર હતું તેની ઘંટડી નો અવાજ વિદ્યાના કાનમાં આવ્યો. વિદ્યા એ અવાજ તરફ ગઈ આગળ જતાં ત્યાં એક નાનું કાળિકા માતાનું મંદિર હતું. વિદ્યા મંદિરમાં આવી માતાજીના દર્શન કરી મંદિરમાંથી બહાર નીકળે છે. દરિયા કિનારે પર આમ તેમ આટા મારે છે. અચાનક તેને કાને દરિયામાં ઊછળતાં મોજાનો અવાજ સંભળાય છે. વિદ્યા દરિયા બાજુ જોયે છે એ મોજા વિદ્યા બાજુ આવી રહયાં હતાં. વિદ્યાના વિચાર એકદમ શુન્ય થઈ ગયા હતાં. એના પગ ફેરિકોલથી ચિપકાવેલા હોય તેમ થોડાં પણ હલતા ન હતાં. વિદ્યા ને કશું સમજાતું ન હતું શું કરવું જોઈએ. વિદ્યા સુનમુન બની બસ એકજ જગ્યે મુર્તિ બની ઊભી હતી.

શું થશે હવે ?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને " બી " બિલ્ડિંગનો આગળનો ભાગ