Friendship - 11 books and stories free download online pdf in Gujarati

ફેન્ડશીપ - 11

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ દસ ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે અગિયાર મો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું. તમારો દસ ભાગ સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.

(મિત્રો છેલ્લે દસમાં ભાગમાં જોયું હતું કે કિષ્ના દરરોજ જેમ વહેલી ઉઠતી હતી તેના મમ્મી રૂમમાં જોવા જાય છે.પણ સુતી જોઇને તે પણ ત્યાંથી ચાલ્યા જાય છે.હવે તે નાસ્તો બનાવવા જાય છે.પછી કિષ્ના ઉઠીને આવે છે બધા સાથે નાસ્તો કરે છે અને પોત - પોતાના કામમાં લાગી જાય છે.)

હવે આગળ....


કિષ્ના પછી રામને કોલ કરે છે.રામ પુછે છે નાસ્તો કરી લીધો , હા હમણા જ કર્યા અને કામ પુરુ કર્યુ .પછી સીધો તમને ફોન કર્યો.તમે શું કરો છો? હું તો ઓફિસે આવી ગયો.હવે મારે થોડુંક કામ છે તો તે પહેલા પુરૂ કરી નાખું પછી ફી થઇને વાત કરુ.

કિષ્ના પણ રસોઇના કામમાં લાગી ગઇ.પછી તેમ એમ થયું કે હમણા ફોન આવશે, તે ફોનની રાહ જોઇ રહી હતી.તેના ચહેરા પર ઉદાશી જોવા મળતી હતી.પછી જમવા બેઠા ત્યારે પણ તેનું ધ્યાન તો ફોન પર જ હતું.જમીને ઉભી થઇ પછી પોતાના રૂમમાં ગઇ.પછી ફોન હાથમાં લીધો.ફોન કર્યો પણ રામે ફોન રિસિવ ના કર્યો.કિષ્ના આરામ કરવા લાગી .જયારે તે ઉઠી ત્યારે લગભગ પાંચ વાગ્યા હશે.તેને ઉઠતા વેંત જ રામેને ફોન કર્યો.આ વખતે પણ તેમ જ થયું.

સાંજની રસોઇ બનાવવા લાગી.સાંજનું જમવા તેના પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હતા.જમીને ઉભા થયા.કામ કાજ પુરૂ કર્યો. તે તેના રૂમમાં જતી હતી ત્યાં તો તેના ફોન નો રણકાર વાગ્યો.રણકાર સાંભળતા તે સીધી ફોન તરફ ભાગી.ફોન ઉપાડયો.સીધે જ રામ હારે ઝગડવા લાગી.તમે તો દિવસ એક પણ વાર મારો ફોન ના ઉપાડયો.મારે હવે તમારી સાથે વાત નથી કરવી.પહેલા તો રામે બધું સાંભળ્યું.પછી ગુસ્સો શાંત કરવા માટે સામે થી સોરી કહી દીધું.કિષ્ના થોડીક શાંત પડી.

રામે કહયું કે ઓફિસમાં આજે બહુ કામ હતું.બપોરે જમ્યો પણ નથી.તે કામ આજે પુરૂ કરીને દેવાનું હતું.કિષ્ના સમજી ગઇ.પછી તેને મેરેજ વાળી વાત ઉચ્ચારી.રામેને હજી સુધી તેના મમ્મી તરફ થી કોઇ જવાબ નહોતો મળ્યો.તેના મમ્મીને આ બધી તેના પપ્પાને કહેવા કહયું હતું.

કિષ્નાએ કહયું કે તો તમે સામે ચાલીને વાત કરીને કહી દો ને.રામે ના પાડી એકાદ દિવસની રાહ જો.હું કાંઇક કવ છું.પછી બીજી બધી વાતો કરવા લાગ્યા.બંને એક બીજાને આઇ લ યુ કહયું અને મોબાઇલ કટ કરીને સુઇ ગયા.જયારે
બીજે દિવસે સવારે રામે ફોન કર્યો.સીધી તેને વાત શરૂ કરી કે મારા મમ્મીએ વાત કરી હતી.મારા પપ્પા પુછયું કે તે આપણી જ્ઞાતિ છે જો હોય તો હા અને ના હોય તો ના પાડી દેજે.

રામે આ વાત કરી એટલે કિષ્ના તો ચિંતામાં પડી ગઇ .હવે શું કરશું.રામે કહયું હવે લવ મેરેજ એક ઉપાય છે.જો તું તેના માટે હા પાડતી હોય તો.તેમા તારે ધણું બધું સહન કરવું પડશે.કિષ્નાએ કહયું કે હા હું કાંઇ પણ કરવા તૈયાર છું.રામે કહયું કે પહેલા નિરાંતે વિચારી લે.

પછી રામે ફોન મુકયો અને તે તેની ઓફિસ ગયો.તેના મનમાં પણ વિચાર આવતો કે એક તરફ પપ્પાની આબરુ છે અને બીજી તરફ મારો પ્રેમ.હવે મારુ શું કરવું જોઇએ ? તે વાત વિચાર કરે છે.કહે છે હજી વાર હું જ પપ્પા સાથે વાત કરીને મનાવી લવ તો . કદાચ અમારે અવળું પગલું નહી ભરવું પડે.

હવે આગળના ભાગમાં...