Pratibimb - 12 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 12

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૨

આરવ અને ઈતિ એ કેલી હાઉસનાં ઓનરનાં ઘરે ગયાં ને એ વોલ પર લગાવેલો ફોટો જોતાં જ બંનેની આંખો પહોળી થઈ ગઈ.

આરવ બોલ્યો," પ્રયાગ ?? આ તો પ્રયાગ છે ?? એ અહીં ??"

ઈતિ કંઈક બોલવાં જાય છે ત્યાં જ એ લેડી બહાર આવી ટી લઈને...ને ફરી વાત કરવા લાગી. આરવે એમને મની એન્ડ પેપર્સ આપ્યાં. ને વાતવાતમાં પુછ્યું , " ઈફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ આસ્ક યુ વન ક્વેશચ્ન ?? "

આન્ટી : " યા શ્યોર ?? "

ઈતિ : " હુઝ ફોટો હેન્ગીન્ગ ધેર ઓન વોલ ?? "

આન્ટી : " ઓહ ધેટ્સ માય સન...પ્રશમ... યુ નો હિમ ?? "

ઈતિ : " નો નો આઈ થીન્ક ધેટ વી સો હીમ સમવેર..."

આન્ટી :" ઓહ..હી ઈઝ વેરી હેન્ડસમ એન્ડ ફેમસ ઈન હીઝ કોલેજ..પર્હેપ્સ યુ સો હિમ એટ પેન્સિલવેનિયા બિઝનેસ સ્કૂલ..."

આરવ : " મેય બી..ઓકે વી હેવ ટુ ગો...વી હેવ ટુ રીચ એરપોર્ટ.." કહીને બંને ઉભાં થઈ ગયાં.

આન્ટી : " વેર યુ ગોઈગ બાય ફ્લાઈટ ?? "

આરવ : " ઈન્ડિયા...અવર કન્ટ્રી.."

એ લેડી તો ખુશ થઈને બોલી, " ઓહ ઈન્ડિયા...આઈ લવ માય ઈન્ડિયા.."

આરવ : " આર યુ ફ્રોમ ઈન્ડિયા ?? "

એ કંઈ બોલવા જતી હતી ત્યાં જ એનાં મોબાઈલમાં ફોન આવ્યો. કંઈ વાત કરીને બોલી, " ઓહ નો...આઈ મસ્ટ હેવ ટુ કમ.." કહીને ફોન મુકીને એણે આરવ અને ઇતિને કહ્યું, " સોરી આઈ હેવ ટુ ગો અરજન્ટ.. ઈટ્સ અરજન્ટ " કહીને એ લેડી મેઈનડોર પાસે પહોંચી. ન ચાહતાં ઈતિ અને આરવ પણ બહાર નીકળી ગયાં એની સાથે અને એક અધુરી વાત મુકીને નીકળી જવું પડ્યું....

હવે કોઈ ઓપ્શન ન હોવાથી બંને ફટાફટ કેલીહાઉસ પહોંચ્યાં અને સામાન લઈને નીકળી ગયાં. ને એરપોર્ટ જવાં માટે નીકળી ગયાં....!!

******

હજું ફ્લાઈટની વાર હોવાથી એરપોર્ટ પર ઈતિ અને આરવ ચેકીંગ વગેરે ફોર્માલિટીઝ પતાવીને વેઈટીગ એરિયામાં બેઠાં.

ઈતિ : " આવું કેમ થાય છે આરવ ઘરે જવાની આટલી ખુશી છે છતાંય આ ધરતી છોડવામાં દિલ જાણે ભારખમ એમ બની રહ્યું છે...આમ થોડું દિલમાં દુઃખ થઈ રહ્યું છે..ખબર નહીં મને જ થાય છે કે બધાંને આવું થતું હશે ?? "

આરવ : " માણસનો સ્વભાવ જ ભગવાને એવો બનાવ્યો છે કે એ જ્યાં રહે ત્યાનો બની જાય...ને જેની સાથે રહે એનો બની જાય...આપણે ચાર વર્ષ અહીં રહ્યાં.. અહીં આપણી સાથે ઘણી સારી નરસી યાદો જોડાઈ છે અને જીવનભર રહેશે...વળી આ ધરતી પર ફરી કદાચ આવશું કે નહીં એ પણ બહું મોટો સવાલ છે તો પછી દુઃખ થાય એ સ્વાભાવિક છે...મને પણ એવું જ ફીલ થાય છે."

ઈતિ : " હું તો એક ઘરકુકડી જેવી કહી શકાય એવી હતી ક્યારેય મેં મારાં ડિસીઝન જાતે લીધાં નહોતાં. કદાચ અહીં આવવાનું ડિસીઝન પણ પૂર્ણ રીતે મારું નહોતું...પણ અહીં હું ઘણું શીખી , ઘણું ઘડાઈ છું...અને મને એક એ બધું જ આરવ તારાં કારણે જ શક્ય બન્યું છે.."

આરવ : " હમમમ... આપણાં પ્રેમનું ઉદગમ સ્થાન આ ભૂમિ છે એને આપણે ક્યારેય નહીં ભુલી શકીએ..બસ હવે અહીંની ખરાબ યાદો અને અનુભવો કાયમ માટે અહીં જ છૂટી જાય.."

વાતોચીતોનાં દોરમાં સમય નીકળી ગયો અને ફ્લાઈટનો સમય થઈ ગયો‌. ને અંદર રવાનાં થયાં..આખરે બંને જણાં ફ્લાઈટમાં બેસી ગયાં.

ઈતિ : " આરવ આટલો બધો લગેજ સાથે બોમ્બેથી અમદાવાદ કેમ જઈશ હું ??"

" શોપિંગ તો ભરી ભરીને કર્યું છે બધાં માટે તો શું થાય...મારે શું હું તો ઘરે જતો રહીશ.." કહીને આરવ હસવા લાગ્યો.

ઈતિ : " આઈ એમ સિરીયસ.. આટલાં સમયે હવે ઘરે જાઉં તો બધાં માટે લેવું તો પડે જ ને કંઈ ને કંઈ...ને થોડી બધાંની સ્પેશિયલ ફર્માઈશ હોય તો.."

આરવ : " તો પછી સાસરીવાળા માટે પણ લેવું જ પડે ને ?? "

ઈતિ : " મને તું એક વાર ઉઠાવીને ઘરે તો લઈ જા...પછી જો જે... તારૂં ઘર અને આપણો બેડરુમ નાનો પડી જશે.."

આરવ ( હસતાં હસતાં )" એ તો મેડમ ચાર વર્ષથી તમને જોવું જ છું...પણ પછી નહીં ચલાવી લઉં જરાં પણ.."

ઈતિ : "બહું સારું.."

થોડીવારમાં પાણીને થોડું ફૂડ સર્વ થયું.‌..બંને થોડું ખાઈને સુવાની તૈયારી કરવા લાગ્યાં...

આરવ : "વચ્ચે એક સ્ટોપ આવશે ત્યાં સુધી સુઈ જઈએ.." બંને વાતો કરતા કરતા એકબીજાનાં ખભા પર માથું ઢાળીને સુઈ ગયાં.

ના કોઈ કોલાહોલ કે ના હલચલ એવાં શાંત વાતાવરણમાં બધાં સુઈ ગયાં છે. એકાએક આરવની આંખ ખુલી તો વાતાવરણમાં ઉજાશ લાગી રહ્યો છે‌ . ત્યાં અનાઉન્સમેન્ટ થયું એ મુજબ ફ્લાઈટ થોડીવારમાં લેન્ડ થશે અને લગભગ બે કલાક પછી ત્યાંથી બીજી ફ્લાઈટ ચેન્જ કરવાની જશે. ને સ્ટોપ આવતાં જ લગેજ સાથે બધાં ઉતરી ગયાં...

બે કલાકનો સમય પસાર કરીને આરવ અને ઈતિ બીજાં પેસેન્જરની સાથે ફરી બીજી ફ્લાઈટમાં આવી ગયાં...ફરી બધાં એકવાર ગોઠવાઈ ગયા. ઘણાં નવાં પેસેન્જર પણ દેખાયાં.. આરવ અને ઈતિ હવે બધાં ઈન્ડિયન દેખાશે એવી આશાએ આજુબાજુ જોવાં લાગ્યાં...ઇતિએ છેલ્લે એક ખુણામાં સીટ પર બેઠેલી વ્યક્તિ પર ગયું કે ચહેરા પર કંઈ માસ્ક જેવું છે..ને કદાચ એને ઢાંકવા ન્યુઝપેપર આગળ રાખીને વાંચવાનો ડોળ કરી રહ્યો છે.

ઈતિ : " આરૂ પ્લેનમાં કોઈ ચહેરાં પર માસ્ક રાખી શકે ??એ તો શંકાસ્પદ ન કહેવાય ?? "

આરવ : " હા, કેમ શું થયું ?? "

ઇતિએ એ તરફ ઈશારો કરી બતાવ્યું...આરવ ધ્યાનથી જોવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યાં જ એ વ્યક્તિએ એક બુરખો પહેરીને ઢાંકી દીધો.

ઈતિ : " એ મને નક્કી જેન્ટ્સ હોય એવું લાગી રહ્યું છે...તો એક બુરખો કેમ પહેર્યો હશે ?? "

આરવ : " કોઈ ઠોસ સબૂત વિના આપણે કંઈ ન કરી શકીએ. જોઈએ થોડીવાર..."

ઘણીવાર બંનેએ ચાંપતી નજર રાખી પણ એ બુરખો જ રહ્યો. આખરે બંને કંટાળીને પાછાં સુઈ ગયાં...

આખરે વીસ કલાકની લાંબી સફર પુરી કરીને પ્લેન સાંજે સાત વાગ્યાનાં સમયે મુંબઈનાં એરપોર્ટ પર લેન્ડ થયું . બંનેની ખુશી સમાતી નથી આખરે પોતાના દેશની ધરતી પર બે વર્ષ બાદ ફરી પગ મુક્યો છે એ પણ ઘણાં સપનાંઓ અને અરમાનોની ઝોળી લઈને...

બંને ઉતરી ગયાં ને એકદમ જ આરવને યાદ આવ્યું પેલી વ્યક્તિને જોવાનું..એ સાઈડમાં ઉભો રહી ગયો ઈતિ સાથે... બધાં જ ઉતરી ગયાં પણ કોઈ બુરખાધારી વ્યક્તિ જ ન ઊતરી...એ વ્યક્તિ એક રહસ્ય બની ગયું...બંને જણાં બહાર આવવા માટે રેડી થઈ ગયાં..

આરવ : " હું અમદાવાદ તને મુકીને જઈશ ઘરે ?? ચાલશે ને ?? "

ઈતિ : " એ તો બરાબર પણ તારાં ઘરે પણ બધાં રાહ જોતાં હશે ને અને તને લેટ થશે તો ખોટી ચિંતા કરશે ને ?? "

આરવ : " અત્યારથી જ અમદાવાદ આવવાની ના કહી દીધી.. કંઈ નહીં તો.. મારાં ઘરે તો ખબર જ નથી કે હું આજે આવી ગયો છું.."

ઈતિ : " શું ?? ઘરે કેમ નથી કહ્યું ?? "

આરવ : " સરપ્રાઈઝ..‌."

ઈતિ : " હમમમ..."

બંને બહાર આવી ગયાં ત્યાં જ એક ઈતિનાં નામનું એક બોર્ડ દેખાયું.. એમાં લખ્યું છે" વેલકમ ટુ ઈન્ડિયા.."

આરવ : " ઈતિ આ બધા તારાં ફેમિલી મેમ્બર્સ છે ?? જો કંઈ બોર્ડ દેખાયુ સામે ?? "

ઇતિએ બરાબર જોયું તો ખુશ થઈને ઉછળીને બોલી, " યસ આરૂ મોમ, ડેડ, ભઈલુ, અંકલ, આરાધ્યાને બધાં જ છે...વાઉ કહીને એ ભાગતી એ તરફ પહોંચી. આરવ થોડો દૂર ઉભો રહ્યો છે ને ઈતિનું એનાં પરિવારજનો સાથેનું મિલન જોઈ રહ્યો છે... ઘણાં સમય પછી મળતાં ઇતિની મમ્મી તો જાણે ખુશીથી રડી જ પડી... બધાંને મળ્યાં બાદ ઈતિનાં પપ્પા બોલ્યાં, " ચાલ હવે ઈતિ બહાર ગાડી તૈયાર જ છે.."

ઇતિને યાદ આવ્યું કે આરવ તો સામે દૂર ઉભો છે એની રાહ જોતો‌. એને તો કોઈને કહ્યું નથી તો કોઈ એને લેવા પણ નથી આવ્યું. હું એને બધાં સાથે મળાવુ કે નહીં ગડમથલ કરવા લાગી. આખરે એ આરવ પાસે પહોંચી અને આરવને બધાં પાસે લઈ આવી અને આ એનો ફ્રેન્ડ છે એવી ઓળખાણ આપી. અને ઇતિએ બધાની ઓળખ આપી.

ઈતિ : " આપણે ઘરે કેવી રીતે જવાનાં ?? આઈ મીન અત્યારે જ ને ?? "

ઇતિનાં અંકલ : " વી હેવ અનધર મોર સરપ્રાઈઝ ફોર યુ..આપણે બધાં જ ત્રણ દિવસ અહીં જ છીએ..પછી જ અમદાવાદ જઈશું... અત્યારે તો બહાર ડીનર લઈને હોટલ પર જઈશું...પછી બધાં પ્લાનની તને સરપ્રાઈઝ મળશે‌.": આરવ મનમાં ખુશ થયો કે હવે ઈતિ એટલીસ્ટ ત્રણ દિવસ તો બોમ્બેમાં જ છે..

આરવને હવે ઇતિને ક્યાંય મુકવા જવાની જરૂર નથી આથી ત્યાં વધારે સમય ઉભું રહેવું યોગ્ય ન લાગ્યું એટલે એ બોલ્યો, " ઈતિ હું જાઉં છું હવે ઘરે. "

જાણે આંખો આંખોમાં ઘણી વાત થઈ ગઈ. અત્યારે અલગ થવું કદાચ ઈતિ અને આરવ બંનેને એ યુએસએની ધરતી કરતાં વધારે અઘરું લાગી રહ્યું છે.

ઈતિની આંખો ભરાઈ આવી આરવ માત્ર તેનાંથી દૂર ઘરે જઈ રહ્યો છે એવું વિચારીને પણ... છેલ્લા એક મહિનાનાં આરવનાં હાથને કારણે બંને એકબીજાંની એટલાં નજીક આવી ગયાં છે કે હવે એકબીજાંની દૂર રહેવું એ બહું જ તફલીફ આપી રહ્યું છે...ઇતિએ માંડમાંડ પોતાની જાતને સંભાળી. આરવને થયું કે બધાનું ધ્યાન એમની તરફ ખેંચાઈ રહ્યું છે આથી કંઈ પણ બાજી બગડે એ પહેલાં આરવ બધાંને " આવજો. અને સેટ થાય તો ઘરે બધાં આવજો " કહીને ફટાફટ ત્યાંથી નીકળી જ ગયો.

ઈતિનાં પપ્પા બોલ્યાં, " ચાલો ઈતુ હવે ફટાફટ બધાં ડીનર માટે તારી રાહ જોઈ રહ્યાં છે.." એ સાથે ઈતિ એકદમ ઝબકીને વર્તમાનમાં અને બધાં સાથે ગાડીમાં બેસી ગઈને બધાં પ્લાનિંગ મુજબ હોટેલ પર પહોંચી ગયાં.

ઇતિની મમ્મી બોલી ," ચાલ તું ફ્રેશ થઈ જા રૂમમાં જઈને હેયા સાથે જઈને. પછી બંને જણાં ઝડપથી નીચે આવી જાઓ. અન્વય ચાલો આપણે બધાં અંદર પહોંચીએ.."

થોડીવારમાં ફ્રેશ થઈને ઈતિ બહાર આવી. હેયાએ એક કપડાં કાઢીને આપ્યાં," દી આ તમારે અત્યારે પહેરવાનાં છે.. સ્પેશિયલ છે." પણ ઇતિને કપડાં થયાં જ નહીં. આખરે ઇતિએ આરવે ગિફ્ટ કરેલ પીન્ક ટોપને નીચે બ્લુ કેપરી પહેરીને તૈયાર થઈ ગઈ. ને ફટાફટ બંને નીચે આવીને ડીનર માટે એ હોલમાં પહોંચ્યા. ત્યાં ડોર પાસે પગ મુકતાં જ ઈતિને એક જબરદસ્ત સરપ્રાઇઝ જોતાં જ ખુશ થઈ ગઈ...!!

ઈતિને શું સરપ્રાઈઝ મળી હશે ?? આરવ અને ઈતિ હવે ફરી મળી શકશે ?? ઇતિના પરિવારજનો આ સંબંધને સ્વીકારશે ?? યુએસએની બુરી ઘટનાઓ હવે ઈન્ડિયામાં ફરી થશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૧૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે