Pratibimb - 14 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 14

પ્રતિબિંબ

પ્રકરણ - ૧૪

આરવે ઈશારો કરતાં પ્રથમ ચૂપ થઇ બેસી ગયો પણ અચાનક આખા બંગલામાં લાઈટો બંધ થઈ ગઈ. વળી રાતનો સમય એટલે કંઇ જ દેખાય નહીં.

આરવનાં પપ્પા બોલ્યાં, " આ શું અચાનક લાઈટ્સ ઓફ કેમ થઈ હશે ?? કોઈ વરસાદની કોઈ સિઝન ક્યારેય આવું નથી થતું તો પછી ?? કંઈ પ્રોબ્લેમ થયો હશે કે શું ??"

શિવાની : " અરે થયું હશે કંઈક. આવી જશે. સિક્યુરિટીને ફોન કરી જુઓ એ ચેક કરશે. "

વિશ્વાસ : " અરે મારો ફોન કદાચ રૂમમાં જ રહી ગયો છે..વિરાટ તું લગાવ તો.."

વિરાટ : " હા ભાઈ " કહીને ફોન લગાડવા જાય છે કે તરત જ એક અવાજ સંભળાયો.

" શું થયું કેમ બધાં ગભરાઈ ગયાં ?? સરપ્રાઈઝ શું છે એ તો મને કહો ?? "

કોઈ અલગ ઘેરાં અવાજને કોઈ ઓળખી ન શક્યાં. પણ અવાજ નક્કી અહીં ક્યાંકથી આવી રહ્યો છે. વિરાટ મોબાઈલની ટોર્ચ ચાલું કરવા ગયો ત્યાં જ અચાનક કોઈ હાથ અડ્યો ને ફોન નીચે પડી ગયો.

વિશ્વાસ : " બહાર લાઈટ ચાલું હશે, નહીં તો સિક્યુરિટી તરત જ અંદર ચેક કરીને આપણને કહે.

અંધકારમાં કંઈ ધીમો ધીમો અવાજ આવવાં લાગ્યો. ને પછી થોડી જ વારમાં બધું શાંત થઈ ગયું. ને લાઈટો શરૂં થઈ ગઈ. બધાંએ આંખો ખોલી તો દરેકની સામે એક ગિફ્ટ પેકિંગ કરેલાં નાના નાનાં બોક્સ હોય છે. બધાં આશ્ચર્યથી જોવાં લાગ્યાં.

અક્ષી : "આ શું છે ?? આ કોને મુક્યું ?? કંઈ સમજાતું નથી. "

બધાં આજુબાજુ જોવાં લાગ્યાં પણ કોઈ દેખાયું નહીં...એ સાથે જ એક છોકરીનો સુંદર મોહક અવાજ સંભળાયો... "પ્લીઝ ઓપન ઓલ ગિફ્ટસ"

બધાંને થોડી મૂંઝવણ થઈ. અવાજની દિશા પારખવા લાગ્યાં. પણ આ કોઈ રેકોર્ડિંગ હોય એવું લાગી રહ્યું છે પણ અવાજ કોઈ જાણીતો નથી હોય એવું નથી લાગતું. પણ એ સાથે જ ચારે દિશામાં જાણે પડઘાં પડે એવું મ્યુઝિક શરું થઈ જતાં કોઈને કંઇ ખબર ન પડી..

બધાં એકબીજાંની સામે હજું જોઈ રહ્યાં છે કે શું કરવું ?? ત્યાં જ ફરી અવાજ આવ્યો, " ડોન્ટ અફ્રેઈડ..પ્લીઝ ઓપન..આઈ વોન્ટ ટુ સી યોર રિએક્શન.. પ્લીઝ.. પ્લીઝ.. પ્લીઝ.." ને અવાજ બંધ થઈ ગયો ને આખું વાતાવરણ શાંત થઈ ગયું.

બધાંએ ધીમેધીમે એક પછી એક ગિફ્ટ ખોલી. દરેકની મનગમતી વસ્તુઓ એક પછી એક નીકળી રહી છે...શિવાનીની મનગમતી બનારસી સિલ્કની સાડી, વિશ્વાસ માટે એક બ્રાન્ડેડ વોચ અને ટાઈ, અક્ષીની ફેવરિટ જ્વેલરી એન્ડ જેકેટ્સ, વિરાટ માટે બ્લેઝર, વિરતી માટે યુનિક એન્ટિક જ્વેલરી સેટ, ને પ્રથમ માટે વોચ, ગેમ્સ, ક્લોથસ્, બધું જ...ને છેલ્લે એક સુંદર ફેમિલી ફોટો.. દરેકનાં ચહેરા પર એક અજીબ ખુશી છે. આ બધી વસ્તુઓ એમનાં માટે ખરીદવી કોઈ નવાઈની વાત નથી છતાં બધાં ખુશ છે.

શિવાની : " આ તો બધી આપણાં બધાંની કદાચ સૌથી ફેવરિટ વસ્તુઓ છે આ બધું જ આપણી પાસે છે છતાંય કદાચ આ બધી જ વસ્તુઓ એવી છે કે જે દરેકને એટલી ગમે છે કે એનાં માટે કોઈ ના પાડતું નથી."

વિરાટ : " કોણ હોઈ શકે આ બધું આપનાર ?? "

વિશ્વાસ : " આપણી વચ્ચે હાજર ના હોય એવો આરવ જ છે પણ એને તો ટિકિટ પણ મોકલાવી છે ફોટોમાં પણ એ તો ત્રણ દિવસ પછીની છે..."

બધાં ચર્ચા કરી રહ્યાં છે ત્યાં ફરી લાઈટ બંધ થઈ. ને થોડી જ વારમાં બધાં ફ્રી ગભરાયા. બસ થોડી વારમાં લાઈટ ચાલું બંધ થવાં લાગી ને એકદમ જ આખાં ઘરમાં અજવાળું થઈ ગયું...એ સાથે જ બધાંને સામે ઉભેલો આરવ દેખાયો.. બધાં તો આશ્ચર્ય સાથે જગ્યા પરથી ઊભા થઈ ગયાં...ને એક સાથે બોલ્યાં, "આરવ તું ?? તું તો ત્રણ દિવસ પછી આવવાનો હતો ને ?? તારી ટિકીટ પણ પરમદિવસે હતી ને ?? "

આરવ હસીને બોલ્યો, " કેવી લાગી સરપ્રાઈઝ ?? "

અક્ષી : " પણ ભઈલુ ?? તે આ બધું ક્યારે કર્યું ?? "

શિવાની : " બસ હવે કોઈ મારાં દીકરાને બેસવા તો દો..પછી બધી વાતો કરજો."

આરવ : " સોરી તમને સરપ્રાઈઝ આપ આપવાનાં ચક્કરમાં તમારી સરપ્રાઈઝ વેસ્ટ થઈ ને ?? તમારો પ્લાન ફ્લોપ થઈ ગયો ને ?? સોરી વન્સ અગેઈન..."

શિવાની : " મારો દીકરો બે દિવસ અમારાં વિચાર્યા પહેલાં આવી ગયો એનાંથી વધુ સરપ્રાઈઝ શું હોય ?? એ તો બધાં સાથે મળીને જલસો કરીશું એ પાર્ટી જ છે ને. "

અક્ષી : " ભઈલુ આ બધું કરવાની સૌથી વધુ ઈચ્છા અને પ્લાન બધું જ મમ્માનું જ હતું પણ તને જોઈને બધું બદલાઈ ગયું. "

આરવ : " મને બધી ખબર છે ચુલબુલી. " કહીને આરવ ઘરનાં બધાંને વારાફરતી આવીને મળ્યો. બધાંનાં ખબર અંતર પુછ્યાં. "

શિવાની : " ચાલ ફટાફટ ફ્રેશ થઈ જા પછી બધાં સાથે ડીનર કરીએ.. કહ્યું હોત તો ગાડી લઈને અમે આવી ન જાત."

આરવ : "તો સરપ્રાઈઝ કેવી રીતે આપત ?? અને મને એટલી ભુખ નથી બહુ પણ બધાંની સાથે થોડું જમીશ બસ.."

વિરાટ : " આજ તો આરવની ખૂબી છે કે તે કદાચ ભરપેટ જમીને ઉભો થયો હોય તો કોઈ કહે તો ક્યારેય ના ન કહે. માન રાખવાં થોડું તો ખાઈ જ લે..."

આરવ : " ના ચાચુ.. એવું કંઈ નથી. તમે લોકો બેસો હું હમણાં જ આવ્યો.."

થોડીવાર પછી બધાંએ આજે ઘણાં સમય પછી પ્રેમથી આરવ સાથે ડીનર લીધું. આરવને પણ આજે ફરી એકવાર પરિવારની નિકટ આવવાનો મોકો મળતાં એ બહું ખુશ છે..

જમીને ઊભા થતાં આરવ બોલ્યો, " આ એક ચેર નવાં ડાયનિગ ટેબલમાં એક્સ્ટ્રા કેમ છે ?? "

વિરતિ : " એ તો ભાઈ તને ખબર. ભાભીએ હમણાં પંદરેક દિવસ પહેલાં જ આ નવું ટેબલ મંગાવીને પછી એમાં એક ચેર પણ એક્સ્ટ્રા મંગાવી.."

આરવે શિવાની સામે જોયું ને મા દીકરાની નજર એક થઈ ને જાણે આંખો આંખોમાં વાત થઈ ગઈ અને ઘણું બધું કહેવાઈ ગયું...

આરવ : " સારૂં ચાલો જે હોય તે..પણ બધાંને ગિફ્ટ ગમી કે નહીં ?? "

પ્રથમ :" ભાઈ કોને ન ગમે ?? જે ના પાડશે એનાં માટે હું રેડી જ છું.." કહીને આંખ મિચકારીને પ્રથમ બોલ્યો," હવે જોઈએ કોણ ના પાડવાની હિંમત કરે છે‌.‌.."

આ સાંભળીને બધાં હસવા લાગ્યાં. પછી થોડી ઘણી વાતો કરીને બધાં સુવા માટે પોતપોતાના રૂમમાં ગયાં. આરવ પણ ઘણાં સમય પછી પોતાના રૂમમાં આવ્યો‌. ઘણાં સમય પછી રૂમમાં આવીને ડોર ખોલતાં જ ચોંકી ગયો...ને અનિમેષ નજરે જોવા લાગ્યો...!!

******

ઈતિ અને હેયા બંને રૂમમાં આવ્યાં. ઈતિ હેયા કરતાં લગભગ ત્રણેક વર્ષ નાની. અત્યારે એ કોલેજનાં ફર્સ્ટ યરમાં છે...ઈતિ બોલી, " હેયુ..બોલ કેવું ચાલે છે તારે સ્ટડી ?? "

હેયા : " હા દી...પણ અમારે તમારાં જેવું તો ન જ હોય ને.. અહીં ઈન્ડિયામાં.."

ઈતિ : " અમારાં જેવું એટલે ?? મને સમજ ન પડી.."

હેયા : " બિંદાસ..મસ્ત જિંદગી. કોઈ રોકટોક નહીં... આટલાં સમયે આવવાનું એટલે કેટલું માન..અમારે તો ઘરે ને ઘરે એટલે શું એમાં તો કોઈને કંઈ કિંમત પણ ન હોય. "

ઈતિ : " ઓ ઢીંગલી એવું ન હોય કંઈ. આંખો પરિવાર બધાંને સરખો જ પ્રેમ કરે છે‌...હવે એ તો કહે તને કોઈ પસંદ પડ્યું કે નહીં કોલેજમાં ?? "

હેયા : " થોડું કન્ફયુઝન છે દી પણ હવે તમે આવી ગયાં તો સોલ્વ થઈ જશે.."

ઈતિ : " એમાં શેનું કન્ફયુઝન ?? "

" મને બેય છોકરા ગમે છે તો શું કરવું ?? " કહીને હેયા હસવા લાગી. "

ઈતિ : " તારું મજાક કરવાનું બંધ ના થયું હેયુ એમને ?? "

હેયા : " હમમમ..દી એક વાત પૂછું??"

ઈતિ : " હા પૂછ.."

" પેલો એરપોર્ટ પર તમારો ફ્રેન્ડ હતો ને તમારી સામે જ જોઈ રહ્યો હતો..એમને તમે ગમો છો કે શું ?? બાકી હતો બહું મસ્ત..આપણને તો આવો કોઈ ગમી જાય તો જવાં ન દઈએ.."

ઇતિને થોડું હસવું આવી ગયું. પણ ઉતાવળમાં હાલ કંઈ કહેવું બરાબર ન લાગ્યું. એ બોલી, " એવું કંઈ નથી. બહું સારો છોકરો છે. આપણે એનાં ઘરે જવું છે ?? એ અહીં જ બોમ્બેમાં રહે છે એનાં ફેમિલી સાથે..."

હેયા : " સવારે કઈશ બધાંને કે તમારે એનાં ઘરે જવું છે..પછી આપણે જઈશું.. બરાબરને ?? "

ઈતિ : " ચાલ હવે સુઈ જા..ગુડ નાઈટ.."

હેયા : " દી ફસાઈ ગયાં એટલે સુવાડી દે છે બધાંને.. ગુડ નાઈટ. બાય ધ વે હું આ વાત જાણીને તો રહીશ જ દી.."

ઈતિ : " સારું મારી મા.."

હેયા થોડીવારમાં સૂઈ ગઈ. ઇતિને કોણ જાણે ઉંઘ જ નથી આવી રહી. એને આરવની બહું યાદ આવી રહી છે. જાણે એક એકલતા કોરી ખાય છે. આટલાં મોટાં પરિવાર અને પોતીકાઓ વચ્ચે પણ કંઈ અધૂરું હોય એવું લાગી રહ્યું છે. ફરી એની સમક્ષ સંવેગનો ચહેરો તરવરી ઊઠ્યો. એક દોસ્ત તરીકે બરાબર છે પણ હવે એને આરવ જેવી કોઈ પણ લાગણી સંવેગ માટે નથી આવતી. એને કોણ જાણે સંવેગની નિકટતા એને પસંદ નથી આવી રહી. સંવેગ એની નજીક આવતાં એ પોતાની જાતને અસલામત અનુભવે છે...

એ વિચારવા લાગી, " શું કરતો હશે આરવ ?? એને પણ મારાં જેવું કંઈ થતું હશે ?? એને મારી યાદ આવતી હશે ?? " એણે ફોન લઈને ધીરેધીરે આરવનો એક ફોટો કાઢીને એને એકીટશે જોઈ રહી. હવે અહીંનું સીમકાર્ડ ના આવે ત્યાં સુધી એ આરવને ફોન પણ કરી શકે એમ નથી. એ ફોટાને જોતી જોતી પોતાનાં હાથમાં જ ફોન લઈને એને છાતી સરસો ચાંપીને સૂઈ ગઈ....!!

*******

ઘણું મોડું થયું છતાં આરાધ્યા સુવાને બદલે રૂમમાં આંટા મારી રહી છે. એને બેચેન જોઈને અપૂર્વ બોલ્યો, "આરાધ્યા એની પ્રોબ્લેમ ?? તને ઉંઘ નથી આવતી ??"

આરાધ્યા : " કંઈ નહીં અપૂર્વ. આપણે .સંવેગને જે માટે બોલાવ્યો છે એ સફળ થશે ખરો ?? "

અપૂર્વ : " હા, કેમ શું થયું ?? "

આરાધ્યા : " મને લાગે છે સંવેગ અને આરાધ્યાની ફ્રેન્ડશીપ પહેલાં જેવી લાગે છે હવે ?? "

અપૂર્વ : " કેમ આટલાં વર્ષે બંને મળ્યાં છે અને યુવાન થઈને પછી. કેટલું બદલાઈ ગયું આટલાં વર્ષોમાં .તો એકબીજાંની નજીક આવતાં થોડો સમય તો લાગે જ ને ?? તું બહું આગળ વિચારે છે."

આરાધ્યા: " નહીં મારી નજરો ક્યારેય થાપ નથી ખાતી. પણ જો એ ના કહેશે તો હું દીદીને શું કહીશ‌.મને તો એમ જ હતું કે જે પ્રમાણે ઈતિ અને સંવેગની નાનપણથી દોસ્તી છે એ જોઈને મને નક્કી લાગતું હતું કે ઈતિ ક્યારેય આ સંબંધ માટે ના નહીં પાડે..પણ..."

અપૂર્વ : " એક કામ કરજે ને ઇતિને ડાયરેક્ટ પૂછવાનું એ બધી જ વાત તને કરે છે‌ . કદાચ એ તને આન્ટી કરતાં એની ફ્રેન્ડ વધારે માને છે..જે હોય એ સ્વીકારી લેવાનું.."

" આરાધ્યા મેં પણ એ જ વિચાર્યું..કાલે જ પૂછી લઉં.. એટલે બધું સમજાઈ જશે..."

આરવ કેમ પોતાનાં રૂમમાં પ્રવેશતાં સ્તબ્ધ થઈ ગયો ?? શું હશે ત્યાં ?? શું ઈતિ એની અને આરવની વાત આરાધ્યા કે બીજાં કોઈને કરશે ?? ઈતિ અને આરવ ફરી એકવાર મળશે ખરાં ?? તેમનાં સંબંધોને કંઈ નામ મળશે ખરાં ?? જાણવા માટે વાંચતા રહો પ્રતિબિંબ - ૧૫

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે