ey, sambhad ne..! - 5 books and stories free download online pdf in Gujarati

એય, સાંભળ ને..! - ભાગ 5

ભાગ 5 : આ તો લોચો થઈ ગયો.

ગયા વખતે મેં એટલે કે મનને અનુભવ્યો દિપાલીનો એક વિચિત્ર સ્વભાવ. જોકે, વર્ષો બાદ મળ્યા હતા, એટલે હું તો એવો દાવો ન જ કરી શકું કે હું આજની દિપાલીને સારી રીતે જાણતો હોવ, પણ મારી થોડી તેના પ્રત્યેની લાગણી અથવા ઇનસિક્યોરિટી પણ કહી શકો.

હવે આગળ..

દિપાલી ફરી એની દુનિયામાં ખોવાઈ ગઈ. તેની એ મોબાઈલમાં નીચી નજરો અને આંગળીઓની કીબોર્ડ પરની ટપટપ સાથે એના ચહેરા પર બ્લશ આબતી હતું, તે જોઈને મનમાં ઘડીભર વિચાર તો આવ્યો જ હતો કે,

"જેના માટે વર્ષોથી વણ-સરનામેં પત્રો લખતો હતો અને આજે એ સામે છે તો વર્ષો પછી મળ્યાનો મને એ આનંદ છે , હરખ છે , પણ કદાચ એને નથી. એ તો પડી છે પોતાનામાં જ..! કદાચ હું જ વધારે આશા રાખીને બેઠો હોઈશ..! 🤦🏻‍♂️ આટલા વર્ષોમાં લોકોના જીવનમાં નવા લોકો તો આવે જ છે ને..! ને અમે તો મળ્યા ત્યારે ય નાના હતા ને છુટા પડ્યા ત્યારે પણ બાળક જ હતા..! "

બસ, તેની તરફ જોઈને જોઈને આટલું જ વિચારતા વિચારતા ચેહરા પરના એક પોતાના જ પરના નાના એવા હાસ્ય સાથે મેં મારા ધ્યાનને બીજી તરફ વાળવા પ્રયત્ન કર્યો.


"મનન...!" પાછળથી અવાજ સંભળાયો, પણ હું હજુ મારી જ દુનિયામાં થોડો ગૂંચવાયેલો હતો.

"ઓઈ મનન...!" આ વખતે કોઈએ કાન ખેંચીને પાછળથી સાદ પાડ્યો, ને આ વખતે હું મારી એ "વિચારોની દુનિયા" માંથી બહાર આવ્યો. પાછળ જોયું તું દીપલી હતી.

"ક્યાં ખોવાઈ ગયો રે.. ક્યારની. બોલાવું છું..!" દિપાલી બોલી પડી.

"કોઈને યાદ કરતો હશે.!" નિધિ હસતા હસતા બોલી પડી.

"અરે ના રે..! બોલો મેડમ..! કેમ 'સાદ' પાડ્યો..?" મેં પૂછ્યું.


"હા..! ચાર્જર લાવ ફોનનું. મારુ ચારજિંગ પુરૂ થાય છે..!"


"ઉમમમ...! કયું જોઈએ ? C પોર્ટ છે કે રેગ્યુલર..!"


"ના રે..બાબા આદમના જમાનાનો જ છે ..! તું લાવ જલ્દી..!"


"ત્યાં ખૂણામાં કાળી બેગ છે, તેના બહારના ખાનામાં પડ્યું છે. કાઢી લે..!"


"ઓકે 'શાસ્ત્રીજી' 😂..!"


"ઓ મનનભાઈ.. ! કોઈ ગેમ બેમ છે કે ?" નિખિલ મોબાઇલમાંથી બહાર આવતો બોલ્યો.


"છે ને ..! કઈ જોઈએ..? જોઈ લો આ ફોનમાં..!" હું મારો ફોન આપતા બોલ્યો.


"બે પંડિતજી..! મોબાઇલમાંથી કંટાળ્યો એટલે જ તો કહ્યું યાર..!" ફોન મને હાથમાં પકડાવતો બોલ્યો.


"નિખિલભાઈ, નવો વ્યાપાર ?" મીનું વચ્ચે બોલી ઉઠી.


"અરે હા...હોય તો મજા મજા આવશે..!" નિધીએ પણ સુરમાં સુર પુરાવ્યો.


"હું પણ ઇન..!" નિખિલ પણ આવી ગયો. કિન્તુ મારા મેડમ હજુ પણ ત્યાં જ હતા. મોબાઈલ ને એની ચેટ ને એનું બ્લશ. હવે ચીડ ચડતી હતી યાર. ને કેમ ન ચડે ? 🙄🙄🙄 મોબાઈલને ચાર્જમાં નાખીને એક પગે ઉભા ઉભા જ મેડમના તકટક ચાલુ હતા.


આ વખતે હું પાછળથી તેની તરફ ગયો અને ઝપાકથી તેનો ફોન ઝુંટવી લીધો (ચાર્જર સૂતો) 🤷🏻‍♂️. આય, એણે જે નજરે મારી સામે જોયુ, હમણાં જ ગળું દબાવીને મારી નાખશે એવો ગુસ્સો એની આગ ઓકતી આંખોમાં દેખાતો હતો.


"નિધિ કેચ..!" મેં તરત જ એક હલકી રાડ પાડી ને ફોન નિધીને આપ્યો ને નિધીએ પણ વિકેટકીપરની જેમ ઝપટી લીધો. દીપલી હજુ મારી જ સામે એ જ નજરે જોઈ રહી હતી ને હું તરત ત્યાંથી ભાગ્યો રૂમની બીજી તરફ..!


"મન્યાઆઆઆઆઆ......! તું તો ગયો..!" દીપલી બોલી પડી.


"ફોન નિધિ પાસે છે, મારી પાસે નહિ..!"


"નિધિ, ફોન લાવ..!"


"નિખિલ પાસેથી લઈ લે..!" ને નિધીએ ફોન પાસ કર્યો નિખિલને. બસ, શરૂ થઈ ગઈ દીપલીના ફોનથી 'પાસિંગ ધ ફોન ' ગેમ.


"આલેલેલેલે...! પકડ મીનું..!" નિખિલે પણ મશ્કરી કરતા ફોન આપ્યો મીનુને.


"દિપાલી..! આલે તારો ફોન..!" ને મીનુએ ડિપાલિને ફોન આપવા હાથ લંબાવ્યો, પરંતુ જેવો લેવા આવી, ફોન ફરી મને પકડાવી દીધો.


"મનન પાસેથી લઈ લે..!" ને ફરી આવી ગયો ફોન મારા હાથમાં.


"યાર મનન, ફોન આપ તું ..!" આ વખતે દિપાલી ખરેખર ચિડાઈ હતી.


"યાર તું ક્યારની ફોનમાં પડેલી છે. અમે અહીં ક્યારની તારી રમવા માટે રાહ જોઈ રહ્યા છીએ ને તું...! આટલા વર્ષો પછી મળ્યા ને આજે ય ફોનમાં..!"


મેં મારું ફ્રેશટ્રેશન કાઢ્યું, ને નિધિ, નિખિલ, મીનું સહિત બધાની નજર મારા તરફ એકીટકે પડી.


"યાર પછી કરજે ને ચેટ જેની સાથે કરતી હોય..! હુહ..! આલે તારો ફોન. જે કરવું હોય કર..!" મેં મારું ફ્રેશટ્રેશન ચાલુ રાખ્યું ને એને એના હાથમાં ફોન પકડાવી મારુ વક્તવ્ય પૂરું કર્યું.


વક્તવ્ય તો મેં પૂરું કર્યું, પણ આ કોઈ નવી દુર્ઘટનાની શરૂઆત હતું, એ મને ખબર નહોતી.


"હા લાવ ફોન..! ને વોટ યુ મીન બાય 'જેની સાથે વાત કરતી હોય ' It's actually none of your business. નથી રમવું હાલ મારે, મૂડ નથી મારો હાલ રમવાનો." ને આટલું બોલીને એ ફોન લઇને નીચે ચાલી ગઈ.


મારી નજર દિપાલી તરફ હતી, અને નિધિ, મીનું ને નિખિલની મારા તરફ..!


વધુ આવતા અંકે..!


લોચો થઈ ગયો ને ? અબ આગે ક્યાં ? એ જાણવા માટે આવતા અંક સુધી થોડી રાહ જોઈ લો અને આ લોચો થયો એનો ઈલાજ કે રસ્તો મગજમાં આવતો હોય કે હવે શું કરવું મનન સાહેબે...? જો જરૂરથી વિચારીને મોકલજો. હા, માથાકૂટ વધે નહિ, એવો રસ્તો ન મોકલતા વળી.