ey, sambhad ne..! - 11 books and stories free download online pdf in Gujarati

એય, સાંભળ ને..! - ભાગ 11 - થોડા ઇમોશનલ હો લિયા રે..

ભાગ 11 : થોડા ઇમોશનલ હો લિયા રે..🤦🏻‍♂️


વેલ કેમ છો ? તો આજે વાર્તાનો 11મો ભાગ. ગયા ભાગમાં અડધો સમય તો આપણા તારક મહેતા કાર્યક્રમની પંચાતે જ ખાઈ લીધો, નહિ ? ગયા ભાગમાં તારક મહેતા સિવાય, આપે દિપુને મારી કરેલી ફર્સ્ટ એઇડ અને અમને આ રીતે જોઈને આંટીજી અર્થાત દિપુના મમ્મીજીની, સોરી આઈ મીન મમ્મીની અમારી તરફ જોઈને એમની વિચારોના વૃંદાવનમાં થતી લટારની શરૂઆત જોઈ.

હવે આગળ..

મમમ...! દિવસ ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. હા, સમય થોડો મહેરબાન હતો એ વાતની ખુશી તો ગયા ભાગમાં જાહેર કરી જ દીધી હતી ને.

"હવે કેવું લાગે છે બેટા ?" મમ્મીજીએ પૂછ્યું. (ઉપ્સ સોરી, મમ્મીએ પૂછ્યું)

(ps : આશા રાખું છું, આપને મારી G-ફેમિલી વાળી કટાક્ષમાં ખબર પડી રહી હશે 😁)

"બસ આંટી, કશું વધુ હતું નહીં. નાની અમથી કાચની કણી...!" દિપાલી બોલી રહી હતી, ત્યાં એની વાત અડધેથી કાપતા હું બોલી પડ્યો, " હા હો બહુ ખબર છે નાની અમથી વાળી..! 🤦🏻‍♂️ આટલું થયું એમાં ય રોવા જ મંડી હતી તું હો..!"

"હું કઈ નહોતી રોઈ..! એ તો ખાલી બળતુ હતું બહુ જ યાર..!" એ સમજાવતા બોલી.

"બસ રે હવે, ખોટા એક્સ્પ્લેનેશન ન આપ..! થોડી વાર આમ જ બેઠી રે..! નખરા ન કર ખોટા..!" થોડો ચિડાતા હું બોલી પડ્યો.

(રે આ 'એક્સ્પ્લેમેશન આપવું' એને ગુજરાતીમાં શુ કહેવાય..? હારુ ભૂલી ગયો. તમને યાદ આવે તો તમે કહી દેજો. )

"કયું રે મનયે, મેરે નખરે નહિ જેલ પા રહા ક્યાં ?" એ આંખ મારતા બોલી.

"હુહ...! ચલ હવે ઉભી થા માતાજી. મારો હાથ દુઃખે છે.!" હું એનો પગ મારા ખોળેથી હળવેકથી હટાડી પહેલા હું ઉઠ્યો ને પછી એને હાથ લંબાવી એને ઉઠાડ્યો.

દિપાલીના મમ્મી તીરછી નજરે કઈ બોલ્યા વગર એકી ટકે જોઈ રહ્યા હતા આ બધો સો કોલ્ડ તમાશો. પણ, હારુ આ વખતે જ્યારે દિપાલીનો હાથ લંબાવીને મારી તરફ ખેંચી, ત્યારે એમની તીરછી નજરોમાં એક હળવું હાસ્ય આવ્યું. હળવું હાસ્ય ? ના, ભેદી અને રહસ્યમય હાસ્ય શબ્દ વધુ યોગ્ય રહેશે મારા પ્રમાણે તો.

(વેઇટ, આ ઘડી ઘડી વપરાતા સો કોલ્ડ ને ય ગુજરાતીમાં શુ કહેવાય, કહેજો જરા..!કઈ નહિ, હશે જે હોય, બીજું શું ?)

(સોરી, વચ્ચે વચ્ચે આવા ફાલતુ પ્રશ્નો કરવા માટે 🤦🏻‍♂️🤦🏻‍♂️😒 )

"અરે બેટા, આ બધું શું છે ? આ ફર્સ્ટ એઇડ બોક્સ ને મલમ ને ઉપરથી આખી મંડળી અહીં જમાવીને બેઠા છો." અચનકથી પપ્પા અને અંકલ આવ્યા ને આ બધો મસાલો જોઈ સીધા બોલી ઉઠ્યા.

અમે બધાએ એક સાથે એમની સામે જોયું અને એકી સુરમાં બધા બોલી પડ્યા,
"લંબી કહાની હૈ, ફિર કભી..!"
અને ફરી બધા ખડખડાટ હસવા લાગ્યા.

"અરે કહાની ભહાની ગઈ માય..! એ કયો બહારથી કોઈ દવા લખાવી નથી ને ? આજે રવિવાર છે. ને કોઈ ડોક્ટરની જરૂર લાગે તો કહેજો બાજુવાળા રમેશ અંકલને બોલાવી લાવીએ." પપ્પા બોલી પડ્યા.

"ના પપ્પા ના, આ દીપલી તો બહુ મજબૂત છે. બધું ખમી જાય. ખાલી ક્યારેક ક્યારેક રાડું બવ પાડે..!" હું દિપુની પોની ખેંચતા બોલ્યો.

"આઆઆય..! યાર વાળની મસ્તી નહિ..!" એ બોલી પડી.

"ચલો હવે, જવું નથી ?" પપ્પા બોલ્યા.

"ક્યાં જવું છે પણ, એ તો કહો..!" મમ્મીએ પૂછ્યું.

"અરે, સાંજે ઘરે થોડીના બેસીશું ..! તો ચલો અહીં તળાવ પાળ જ જતા આવીએ , બીજું શું. થોડી વોક ને થોડી વાતો." સમજાવતા સમજાવતા પપ્પા બોલ્યા.

"હા એ બરોબર છે, ચક્કર મારતા આવીએ..!" અંકલ બોલ્યા.

"હા પણ નીકળવું કેટલા વાગે છે ?" મમ્મીએ પૂછ્યું.

"અરે મારી મા, તમે તૈયાર થાવો એટલે 10 મિનિટમાં નીકળીએ..!" પપ્પાએ ઉતાવળ કરવાનું કહેતા કહતા કહ્યું.

"પણ આ મેડમ ચાલી શકશે ?" નિખિલે મારી અને દિપાલીની સામે ઈશારો કરતા કહ્યું.

"લે , યાર તમેં બધા રાઈનો પહાડ ન બનાવો. આટલું જ થયું ક્ષહહે એમાં તો એવું કરો છો જાણે ફેક્ચર થઈ ગયું હોય..!"દિપાલી બરાબરની ચિડાઈ હતી.

"તો ચલો..! બીજું શું. થાવ જલ્દી તૈયાર..!" નિધિ બોલી.

"ચલો, બધા પાસે કુલ 20 મિનિટનો સમય છે, તૈયાર થઈ જાઓ એટલે 7 વાગ્યા પહેલા નીકળી જઈએ..!" નિખિલ બોલ્યો.

"હા બેટા, સાચું કહ્યું..!" મમ્મી બોલ્યા.

ત્યાં દિપાલી વચ્ચે બોલી ઉઠી, "આપકા સમય શુરું હોતા હૈ અબ..!"

"પેલા તું તૈયાર થા ડોબી, તને કલાક થશે..!" હું ફરી દિપુની ચોટી ખેંચતા બોલ્યો.

"તું મુક ને પણ હવે યાર..ને જા તૈયાર થા..!" દિપાલી હકવેકથી પીઠ ઓર ધક્કો મારતા બોલી.

મારી નજર ફરી આંટી તેફ ગઈ, ફરી તેઓ અમારી તરફ લગ નજરથી જોઈ રહ્યા હતા, ને વચ્ચે વચ્ચે હળવું એવું રહસ્યમય હાસ્ય પણ લાવતા, ની હાસ્ય પણ અમુક ક્ષણોમાં વિખરાઈ જઈ ગંભીર બની જતું.

હવે મારાથી ન રહેવાયું, મેં આંટીને પૂછી લીધું, સીધુ જ..! હી બોલ્યો, "શુ વિચારો છો આંટી ? ક્યારના કોઈ વિચારમાં ખોવાયેલા લાગો છો."

વો કહેતે હૈ ના, હિંમતે મર્દા તો મદદે ખુદા. જો, પૂછી લીધું ને ?

તેઓ અમુક ક્ષણ એકીટકે મારી આંખોમાં જોઈ રહ્યાં, પછી એમણે બોલવાનું શરૂ કર્યુ.

"કશું નહીં બેટા. હું તો બસ, તમને જોઈ રહી હતી. તમારા બાળપણને જોઈ રહી હતી, જે આજે જાણે કદાચ બીજી વાર જીવતું થઈ રહ્યું હોય, એવું લાગતું હતું. તમને પંચેયને આમ યાદોમાં વાગોળતા જોઈ ઘણી યાદો તાજી થતી ને મન મલકાઈ જતું. પણ બીજી જ ક્ષણે જોતી કે કેટલા જલ્દી મોટા થઈ ગયા તમે,અને કદાચ અમે પણ..! ખબર જ ન પડી, નહિ ? મોટી નિધીને તો કાલે જલ ની વિધિ પણ આવી ગઈ. બસ, થોડા સમયમાં તો એ...."

આટલું બોલતા એમના અવાજમાં હલકો ડૂમો ભરાઈ ગયો, અને આ ડૂમો ક્યારે આંસુમાં પરિવર્તિત થયો, ખબર જ ન પડી.

હા, બોલતી વખતે ડૂમો તેમના ગળે ભરાયો હતો, પણ આંખો તો અમારા બધાની ભીની થઇ રહી હતી. સૌથી વધુ નિધિની.

મમ્મીએ મારી તરફ આંટી માટે પાણી ભરવાનો કઈ પણ બોલ્યા વગર આંખોથી જ ઈશારો કર્યો. મેં પણ આંખો વડે જ એમની આજ્ઞા પાળવા ઈશારો કર્યો.આંખો તો તેમની પણ ભીની થઇ ગઈ હતી.

હવે ડર લાગતો તો, ક્શે રોવા ન માંડે બધા. આ જ વિચારમાં હું પાણી ભરવા રસોડા તરફ ગયો, ત્યાં પાછળથી દિપાલીનો અવાજ સંભળાયો.

પાછળ ફરીને જોયું તો, દિપાલી હાથમાં ફર્સ્ટ એઇડ નો ડબ્બાને પાસે પડેલી ચમચી વડે વગાડતી હતી.

"અટેનશન, અટેનશન, અટેનશન...! તમને તૈયાર થવા માટે 20 મિનિટનો સમય આપેલો હતો, એમાંથી 10 મિનિટ તમે મારી માતાશ્રીની સ્પીચ સાંભળી. હવે જલ્દીથી તૈયાર થઈ જાઓ, બાકી મોડું થઈ જશે મેં અમને જ સાંભળવું પડશે અમે મોડું કર્યું..! સો આપકા સમય શુરું હોતા હૈ, અબ..!"


વધુ આવતા અંકે.


ઉપ્સ, કુછ જ્યાદા હી ઇમોશમલ હો ગયા, નહિ ? હારુ લખતી વખતે મારી ય આંખો ભીની થઇ ગઇ. પણ યાર ..

અજીબ છે નહિ ? કાલે આ એક દિવસ કેવો મસ્ત ધીમો ધીમો માણી રહ્યા છીએ, એની વાત કરી હતી, ને આ એક દિવસના હિસાબમાં આટલા વર્ષો વીતી ગયા, ખબર જ ન પડી સાલી ?

હાહ...! હવે બધું તો આપણા હાથમાં નથી ને ! કઈ નહિ, એ વિશે હવે આવતા વખતે ચર્ચા કરશું, બાકી આયા લાંબુ થઈ શકે.

હા, તમને કોઈ વાર આવો સમય પ્રત્યે વિચાર આવ્યો છે ? જરૂર જણાવજો..!


હા, જો જૂની દિપાલી મળી હોય તો ય કહેજો હો..!
બાકી તો શું, આવતા શનિવારે ફરી મુલાકાત કરીએ.
હજુ તો તળાવ પાળ જવાનું છે, કાલે જલની વિધિ કરવાની છે, ને કેટલુંય બધું..!

વિચાર તો આ વાર્તાની સિઝન 1 એ 10 ભાગમાં જ પુરી કરવાની ઈચ્છા હતી, પણ હારી લંબાઈ ગઈ. કઈ નહિ, જે થયું, બીજું શું.

હા, છેલ્લા થોડા એપિસોડ લાઈવ માંથી નીકળી ગયા હતા, એટલે ઘણાએ વાંચ્યા નહિ હોય કેમ કે દેખાયા જ નહીં હોય, તો વાંચીને કહેજો જરા, કેવાક હતા, બીજું શું..!

તો ચલો , હમ ચલે અપની ગલી..! તબ તક કે લિયે મુસ્કુરાતે રહીએ.