Shayri ane vichaar - 2 books and stories free download online pdf in Gujarati

શાયરી અને વિચાર (ભાગ - ૨)

સમય મળ્યો છે જોવા દુનિયામાં સગપણ,
લોકો વ્યસ્ત છે આ onlineની દુનિયામાં.

સૂર્ય ઉદય થાય છે ક્યારે એ કોને ખબર છે!
સૂર્ય આથમી જાય ક્યારે એ કોને ખબર છે!

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

વિરોધ ની છે આ જબરજસ્ત રીત.....,

વૃક્ષો હતા એટલે જ,
કાપો ત્યાં કુંપણો ફુટશે.

લાગણી હોત વ્યક્તિની,
કાપો ત્યાં સદૈવ તૂટશે...

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

મારી સાથે આ જીંદગીની મહેફિલ અધૂરી,
મારી રાહ જોવે તું રાધા જન્મો જન્મથી જ.

ક્યાંય ખોવાયો નથી મુજ પ્રિયે ઓ રાધા,
હું તો છું માત્ર ને માત્ર તુજ કાળિયો કાન.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

પ્રીતિની પીડા લઈને શું કરશો?
જે મળશે નહિં સપના જોઈ શું કરશો?

આવશે નહીં ખબર છે,
છતાં મનને અધીર તમે હવે કેમ કરશો?

દુનિયા છે કળિયુગની સખી,
અહી કલ્પનાના સપના જોઈને શું કરશો?

લી. રુદ્ર રાજ સિંહ
*********************************************

કળિયુગ છે...
અહી સંસ્કાર શિખવાય છે...
શિખવાય છે વાતચીતની રીત...
દલીલો માટે વકીલ રખાય છે આજે...
ને નજર છુપાવવા આજે ચશ્મા પહેરાય છે...

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

મારે કંઇક કહેવું છે,
દીકરી લક્ષ્મીનો અવતાર,
જ્યાં જાય ત્યાં અવતાર.

મારે કંઇક કહેવું છે,
સંસ્કૃતિ છે એક આધાર,
લગ્ન થાય માટે સમાજમાં.

મારે કંઇક કહેવું છે,
દીકરી છે ઘરનો આધાર,
છે બીજાની એ થાપણ.

મારે કંઇક કહેવું છે,
પશ્ચિમની છે અસર તુજમાં,
એટલે છે આ ખોટા વિચાર.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

આપ્યો ભલેને તેં આકાર સખી,
કળા પહોંચી ભલેને હદય સુધી.

વાહવાહી કરી ચોતરફ શું કરશો?
ના પહોંચે કદી પ્રણય તુજ સુધી?

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

બસ આપના જેવા મિત્રો ની ફોજ હોય,
પછી મને ક્યાં કોઈ ભય હોય?

બસ વિશ્વાસ છે મારા કર્મ ને ફોજ પર
પછી મને હારવાની ક્યાં બીક હોય?

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

દિલ ક્યાં કોઈ જુએ છે,
આજે ચહેરો છે દર્પણ.

દિલમાં ડાઘ હશે તે ચાલશે,
ચહેરો બેદાગ હોવો જરૂરી.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

અમે સંભાળીને જ બોલીશું,
જયારે બોલીશુ.
કોઇની જિંદગીના ઊંડા ધા દવા થઈ ભરીશુ..

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

થાકી પણ જવાય છે,
હારી પણ જવાય છે.
બસ આશા અમર છે,
તો જીવી જવાય છે.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

ના આપના વહેમનો વાંક છે,
ના વાવાઝોડાના બગીચાનો.

સમય છે અતિ બળવાન સખી,
નહિં એમાં કોઈ દુજાનો કોઈ વાંક.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

આપના વિશ્વમાં આવી ગયું, કોઈ આપનું વિશ્વ બનીને.
એજ વિશ્વ બનાવશે હવે, એક અનેરું અદ્ભુત વિશ્વ.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

હા, મને ગમે એ મારું.
ને તને ગમે એ તારું જ..
આ છે સઘળું સહિયારું..

હું હારું ને તું ખુશ થાય તો,
હું શું કામ હવે, હવે જીતું?
અમે સઘળાં હથિયાર મૂકી.
ન્યોછાવર તુજ પર અહીં.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

રૂંવે રૂંવે ફૂટી નીકળે છે,
યાદો કોઈ જંગલી છોડની જેમ..
આપ ધરતી છો એવી ફળદ્રુપ,
કણ‌કણ મહીં શક્તિ અપાર આપમાં..

તોય તમે કરો છો હિફાઝત,
જાણે હોય આપ માશૂકા એક સ્નેહની..
રાણી છો આપ ઉદાર દિલના,
માશૂકા બની ઉપકાર કરો છો એક જીવ પર ..

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

ભેદ તું હર તકલીફ,હૈયું ભલે હેલે ચડ્યું.
સ્તબ્ધ થવા દે અધર તારા,ને ખરવા દે હાસ્ય.

ટકાવી જો રાખવું હોય, અસ્તિત્વ તારું સખી,
આંસુને દફન કર, જેમ ઉદધિમાં વર્ષાની બુંદ.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

ઝુકાવી નજર એની આંખોની પલકોને જોઈ લીધી,

સર્વસ્વ ભૂલાવી અમે એમની રાહમાં રહ્યા હંમેશા,

પણ જાણી ના શકી એ મારી કોઈ લાગણીને,

જેને વિશ્વમાં અમે સૌથી વધુ, અનહદ પ્રેમ કર્યો.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

હા, મેં શમણાં જગાડ્યા છે તારા મનમાં,
તું જરા જોઈ તો લે એક ક્ષણ થંભીને.

દિલમાં ન રાખ પ્રિયે તારીને મારી વાતોને,
મીઠો સાથને મીઠી છે બહુ વાતો આપણી.

કહી દે આજે કાલ કોને જોઈ ઓ સખી,
તું છે મારી ને હું તારો સદૈવ છું ઓ સખી.

લી. રુદ્ર રાજ સિંહ
********************************************

આપનો મૂલ્યવાન સમય આપીને મારી શાયરી અને વિચારોનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિં એવા સહકારની અપેક્ષા સહ.....

THANK U SO MUCH......

...... RUDRARAJSINH

********************************************