Vatoma tari yaad - 4 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - ૪

હવે આગળ,

આજની સવાર લવ માટે કંઇક અલગ જ હતી.
સવારના સાત વાગ્યા હતા લવ હજીપણ સુતો હતો,એટલે લવના મમ્મી પોતાના કામ મુકી લવને જગાડવા જાય છે.
ક્ષમાબેન લવના રૂમમાં જઇ તેને જગાડવા જતા ત્યારે તેને લવના મુખ પર સ્મિત જોઈ તેના માથા પર ફેરવે છે.
થોડીકવાર લવની પાસે બેસી રહે છે પણ લવતો હજીપણ જાનકીની યાદોના સ્વપ્નોમાં ખોવાયેલો હતો.
લવના પપ્પા પોતાના કામ પર જતા હતા,ત્યારે તેણે પોતાની પત્નીને પોતાના પુત્ર પર માતૃત્વના પ્રેમની વર્ષા જોવા ઊભા રહી જાય છે.
પપ્પા એક એવી વ્યકિત છે,જે ક્યારેય પોતાનો પ્રેમ કે દુખ પોતાના છોકરાંવ સામે વ્યકત નહી કરે,કારણકે ભગવાને તેના દિલની રચના જ એવી કરી છે કે જે જોવામાં કઠોર લાગે પણ છે નરમ અને આ જગતમાં તેનાથી વધારે પ્રેમ કોઈ નય કરી શકે,કેમકે જ્યારે તેના છોકરાંવ મુશ્કેલીમાં હશે ત્યારે તેની સાથે અડીખમ ઊભો રહેવાવાળો એ બાપ જ હશે.
નયનભાઈ ને મોડું થતું હોવાથી તે પણ લવના રૂમમાં આવીને લવના મમ્મીને "હુ જાવ છુ અને આ નોટને હવે જલ્દી ઉઠાડ પછી કોલેજ જવામાં મોડું થાશે તો પાછો કેસે મમ્મી મે તને કેટલીવાર કીધું છે મને વહેલા ઉઠાડી દેવા."
આટલું સાંભળતા જ લવ પોતાની આંખો ખોલી તેના પપ્પાની તરફ જોઈ કહે છે"હે પપ્પા એવુ છે,કેટલી મજા આવતી હતી, મમ્મી માથામાં ક્યારની હાથ ફેરવતી હતી ત્યારે"
"એટલે તુ સુવાનું નાટક કરી રહ્યો હતો જા આજે તારી સાથે હુ નથી બોલવાની"ક્ષમાબેન લવ પર ખોટું ખોટું ગુસ્સે કરતા બોલ્યા.
પોતાની મમ્મીના મુખેથી નીકળેલા શબ્દો સાંભળી લવ તેને મનાવતા "મમ્મી 🥺 આટલી મોટી સજા એ પણ નાનકડી ભુલ માટે પણ મને ખબર છે મારી મમ્મી એક મિનિટ પણ નહીં રહી શકે મારી સાથે વાત કર્યા વગર"
નયનભાઈ આ બંનેની વાત સાંભળી કામે જવા નીકળી જાય છે.
"ચાલ જલ્દી તૈયાર થઈ નાસ્તો કરવા આવી જા આજે સરપ્રાઈઝ છે નાસ્તા મા"આટલુ કહી ક્ષમાબેન ફરીથી કામ કરવા લાગી જાય છે.
લવ તૈયાર થઇ નાસ્તો કરવા આવે છે અને જોવે છે,નાસ્તામાં આજે તેના મનપસંદ બટૈટાપૌવા જોઈ બોલી ઉઠ્યો "મમ્મી જલ્દી કર હવે વાટ નો જોવડાવ 😊😊😊"
લવ નાસ્તો કરતો ત્યારે તેની મમ્મી તેને યાદ કરાવે છે કે જાનકીને કોલેજ સાથે લઇ જવાની છે અને પુછે છે "હે બેટા આ ઓલી જાનકી તો નથીને કે ઈ જ છે."
મમ્મીની વાત સાંભળી લવ બોલવા જ જતો હતો,ત્યાં રવિ આવી જાય છે.
રવિને પણ લવની આ આરતીની ખબર હતી એટલે લવની મસ્તી કરતા "લવ હજી ઓલી ને મળ્યા ને એક દિવસ થયો ને તે માસીને કહી પણ દીધું કે તારા દિલમાં ઓલી વિશેની લાગણી"
લવ કાંઇક બોલે તે પહેલા જ ક્ષમાબેન પણ લવની ખેંચતા રવિને કહે છે " શું ક્યારેનો ઓલી ઓલી કરે છે,મારી વહુનું નામ જાનકી છે ઓલી નઇ સમજ્યો અને ચાલ તુ પણ લવની સાથે નાસ્તો કરવા બેસી જા"
લવ કાંઇપણ બોલતો નથી,ત્યા રવિ લવ સાથે નાસ્તો કરતા કરતા લવની મમ્મીને કહે છે "માસી મને ખબર જ હતી તમે મને પણ નાસ્તો કરવાનુ કહેશો એટલે હુ ઘરેથી નાસ્તો કર્યા વગર જ આવ્યો છુ"
ક્ષમાબેન પોતાનું કામ કરવા જતા જતા બોલ્યા "ઠીક છે બેટા તમે બંને શાંતિથી નાસ્તો કરી લ્યો હુ ત્યા સુધીમાં કામ પતાવી નાખુ"
રવિ આવ્યો ત્યારે લવના મમ્મીએ લવને જાનકી વિશે પુછ્યુ હતુ એટલે એ લવને પુછે છે "કેમ ભાઇ માસી એમ પુછતા હતા કે આ ઓલી જાનકી છે કે નહી તે હજી કીધું નથી."
લવ રવિની વાતો ધ્યાનમાં લીધા વગર જ નાસ્તો કરી સોફા પર બેસી જાય છે તેની પાછળ રવિ પણ નાસ્તો કરી લવની બાજુમાં બેસે છે.
ત્યાં લવના મમ્મી આવે છે અને રવિ પોતાના પ્રરશ્રનોના જવાબ લવ પાસે નહી મળતા હોવાથી લવની મમ્મીને પુછે છે " હે માસી હુ આવ્યો ત્યારે તમે લવને કેમ એમ પુછતા હતા કે આ ઓલી જાનકી છે કે નહી"
રવિને જવાબ આપતા ક્ષમાબેન કહે છે "કાલે લવના પપ્પાના એક જુના મિત્ર આવ્યા હતા અને તેની છોકરી પણ તમે જે કોલેજમાં ભણો છો ત્યાં જ ભણે છે અને તેનું નામ જાનકી જ છે એટલે પૂછતી હતી."
ત્યાં જ રવિ પોતાની મોજમસ્તીભર્યા સ્વભાવે કહે છે " હા માસી તે જ જાનકી છે હુ પણ આ ડફોળને એ જ પૂછતો હતો કે તે તારી મમ્મીને કીધું કે નઇ આ એજ જાનકી છે જે મારા સ્વપ્નોની રાણી છે.
રવિની આવી વાતો સાંભળી ક્ષમાબેન હસવા લાગ્યા.
લવ ખોટો ખોટો ગુસ્સો કરતા બોલ્યો " પત્યું હે તમારા બંનેનું તો રવિશેઠ કોલેજ જવા નીકળયે"
લવ અને રવિ કોલેજ જવા નીકળે છે ત્યારે લવના મમ્મી લવને હેરાન કરવા કહે છે "બેટા જાનકીને સાથે લઇ જવાનું ન ભુલાઈ અને તારા પપ્પાએ તેના ઘરનું એડ્રેસ તને મેસેજ કરી દીધું છે.ધ્યાન રાખીને તેને સાથે લઇ જજે"
રવિને તો લવને હેરાન કરવા કંઈક ત જોવે જ અને તેને મળી પણ જાય.
લવની મશ્કરી કરતા કહે છે " શું વાત છે ભાઇ આજે ભાભી સાથે કોલેજ જશે 😅"
રવિની વાતોનો જવાબ આપતા કહે છે "કાંઇ નહી તુ પણ ચાલ મારી સાથે આપણે સાથે જ જશું કોલેજ"
લવના આવા જવાબ સાંભળતા રવિ કહે " ભાઈ મારે કબાબમાં હડ્ડી બનવાની જરા પણ ઈચ્છા નથી."
લવ અને રવિ પોત-પોતાની બાઈક પર જવા નીકળતા જ હતા કે લવના ફોનની ઘંટડી વાગે છે અને લવ ફોનમાં જોવે છે કે અજાણયા નંબર માંથી કોલ હતો.
લવ કોલ રીસીવ કરી કહે છે "હેલ્લો કોણ બોલો છે"
સામેથી જવાબ આવે છે " હેલ્લો લવ બેટા હુ દશરથભાઈ બોલું છુ,તારા પપ્પાનો મિત્ર"
લવ ઓળખી જતા બોલે છે " હા બોલો કાકા હુ હમણા જ નીકળું છું તમારા ઘરે આવવા"
લવની વાત સાંભળીને દશરથભાઈ કહે છે "બેટા તુ બાઈક લઇને આવે છે કે કાર કેમકે જાનકી સાથે તેની ફ્રેન્ડ સ્નેહા પણ આવની છે."
દશરથભાઈના મુખેથી ચિંતાભરી વાત સાંભળી લવ કહે છે "કાકા તમે ચિંતા ન કરો હુ અને મારો મિત્ર બંને ત્યા પોત-પોતાની બાઈક લઈને આવીએ છીએ"
"ઠીક છે બેટા" આટલુ કહી કોલ કાપી નાખે છે.
હવે લવ રવિને મનાવતા કહે "અરે મારો ભાઈ રિસાઈ ગયો,ચાલ જલ્દી મારી સાથે તારી માટે સરપ્રાઈઝ છે."
રવિ થોડીકવાર સાથે આવવાની ના જ પાડતો રહ્યો,ત્યાર પછી લવ આટલું બોલ્યો "અરે ભાઈ મારી વાત સાંભળ પછી ના પાડજે ત્યાં જાનકી સાથે તેની કોઈક ફ્રેન્ડ પણ આવવાની છે એટલે કહુ,તારા ભાઈની આટલી મદદ નઇ કરે?"
લવની મદદની વાત સાંભળી રવિ કહે છે "તારી માટે તો જાન પણ દેવા તૈયાર છુ અને તારા માટે તો માન છે પણ તને ક્યાં ભાન છે.
ચાલ આવુ છુ તારી સાથે"
બંને મિત્રો જે એડ્રેસ હતુ ત્યાં પહોંચી મકાન નીહાળી રહ્યા હતા,અને વિચારી રહ્યા હતા કે સ્વર્ગ નથી આવી ગયાને આટલુ આલીશાન હતુ.
દશરથભાઈ બહાર આવે છે અને જોવે છે લવ અને તેની મિત્ર પોતાના ઘરની સુંદરતા નીહાળી રહ્યા છે.
દશરથભાઈ તે બંનેની પાસે જાય છે અને હસતા હસતા કહે છે "બહાર જ ઊભા રહેવાનો વિચાર છે તમારા બંનેનો?"
દશરથભાઈની વાત સાંભળી બંને એકીસાથે હસતા હસતા કહે છે " ના કાકા અમે તો આ ઘરની સુંદરતા ન નીહાળી રહ્યા હતા એટલે અહી ઊભા છીએ ચાલો જલ્દી જાનકીને બોલાવો પછી કોલેજ જવામાં મોડું થશે."
ત્યાં જ જાનકી આવે તેની ફ્રેન્ડ સ્નેહા સાથે અને લવને તો ખબર હતી કે આ સમયે રવિની હાલત જોવા જેવી હશે.
એટલે જ તેણે રવિને સ્નેહા વિશે નહોતું કહ્યું કે તે પણ સાથે જ આવવાની છે.
આ બાજુ રવિ કાંઇપણ બોલવાની હાલતમાં નહતો,એટલે તે ચુપચાપ જ હતો.
જાનકી સિમ્પલ જ તૈયાર થઇને આવી હતી પણ લવના મનમાં ઉઠેલા વમળોને લીધે તેને જાનકી એક અપ્સરાથી પણ વધારે સુંદર લાગી રહી હતી.
લવની બાઇકમાં જાનકી અને રવિની સાથે સ્નેહા કોલેજ જવા નીકળી જાય છે.
લવ અને જાનકી હજીપણ ચુપ જ હતા કેમકે બંનેને શું બોલવું ખબર નહોતી પણ રવિ અને સ્નેહા તો બિન્દાસપણે વાત કરવા લાગે છે.
સ્નેહા રવિની મશ્કરી કરતા કહે છે " વાંદરા તુ આવવાનો છો એ ખબર હોત તો હુ ક્યારેય રાહ નો જોવેત 😂"
સ્નેહાની વાતો સાંભળી રવિ કહે છે "એવું હોય તો હુ લવને કહી દઉ તને એની સાથે લઇ જાય તેની ફાઇલમાં અને જાનકીને મારી બાઇક પર બેસાડી દઉં"
"ના જાનકીને લવ સાથે જ રહેવા દે આમપણ લવની જવાબદારી છે જાનકીને સહીસલામત જાનકીને કોલેજ લઈ જવાની"
"ઓકે"રવિ આટલુ કહે અને મનોમન લવનો આભાર માને છે.
ચારેય કોલેજ પહોંચી જાય છે.
પહેલા દિવસે લવ અને રવિ જ હતા જે એકપણ ગ્રુપમાં નહોતા, અને જાનકી અને સ્નેહાની પણ હાલત આવી હતી પણ આજે તો આ ચારેયનું ગ્રુપ બની ગયું હતુ.
હવે કોલેજના દિવસો જેમ જેમ વિતતા જાય છે તેમ ચારેય વચ્ચે સારી મિત્રતા થઇ જાય છે.
આજે રવિ સ્નેહા ને પ્રપોઝ કરશે એવુ નકકી કરી ઘરેથી નીકળ્યો હતો,કેમકે કોલેજમાં ત્રણ મહિના વીતી ગયા હતા પણ લવે હજીપણ જાનકીને પ્રપોઝ નહોતું કર્યું અને રવિ હવે વાટ જોવા નહોતો માંગ્તો.
ફસ્ટ સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામની એક મહીનાની વાર હતી.
ત્યારે લવ,જાનકી,રવિ અને સ્નેહા બધા સાથે અનેલાઈબ્રેરીમાં વાંચી રહ્યા હતા અને લવ ત્રણેયને જે સમજાતું નહોતું તેમાં મદદ કરી રહ્યો હતો.
બે-ત્રણ કલાક રીડીંગ કર્યા પછી રવિને કંટાળો આવતો હોવાથી તે કેન્ટીનમાં જવાનું કહે છે.
રવિની વાત સાંભળી બધા ફ્રેશ થવા કેન્ટીનમાં જાય છે.
રવિ અને સ્નેહા ક્યારેય નાસ્તાનો ઓર્ડર દેવા જતા નહી એટલે તે બંને એક ટેબલ પકડી બેસી જાય છે,અને લવ જાનકી સાથે નાસ્તો લેવા જાય છે. લવ અને જાનકીને તે બંનેની ખબર હતી કે તે શુ મંગવાનુ કહેશે એટલે ક્યારેય પુછતા જ નહોતા.
રવિ અને સ્નેહા એકલા હતા,અને લવ અને જાનકીને આવતા થોડીકવાર લાગ્વાની હતી ત્યારે રવિને આ સમયે સ્નેહા ને પ્રપોઝ કરવાનુ યોગ્ય લાગ્તા તેણે અચાનક જ સ્નેહાની હાથ પોતાના હાથોમાં મેળવ્યો પણ ત્યારે સ્નેહા ને કાંઈ સમજાયું નહી એટલે તેણે આંખોના ઈશારાથી રવિને પુછ્યું "આ શું કરી રહ્યો છો?"
ત્યારે રવિ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા સ્નેહાને કહે છે " સ્નેહા આજે તને મારા દિલમાં તારા માટે જે લાગ્ણી છે તે કહેવા જઇ રહ્યો છુ અને ખોટું તો પહેલાથી સોરી,સ્નેહા મે તને જ્યારે પહેલી વખત જોઈ હતી ત્યારે જ ગમી ગઇ હતી પણ તને કહેવાની મારી નહોતી થઇ પણ આજે હુ મારી જાતને રોકી ન શક્યો,
આઈ લવ યુ સ્નેહા,શું તુ મારી સાથે આ ઝીદંગી વિતાવાનું પસંદ કરીશ?"
રવિના મોઢેથી આવી વાત સાંભળી પહેલા ચુપ રહી પછી તાડુકીને બોલી "તારી હિંમત કેમ થઇ મને પ્રપોઝ કરવાની હુ તો તને મારો સારો મિત્ર માનતી હતી પણ મને તારા પાસેથી આવી અપેક્ષા નહોતી,તુ તો બોઉ મોટો ખેલાડી નીકળ્યો."
ત્યાર પછી બંને કાંઇ બોલતા નથી પણ સ્નેહા હજીપણ ગુસ્સે હતી.
ત્યાં લવ અને જાનકી નાસ્તો લઇને આવ્યા અને સ્નેહાની ગુસ્સેભર્યો ચહેરો જોયો અને લવ સમજી ગયો,રવિભાઈએ પ્રપોઝ કર્યું હશે.
સ્નેહાના આવા હાવભાવ જોઈ જાનકી સ્નેહાને પુછે " સ્નેહા શું થયું કેમ આટલો ગુસ્સો કરે છે?"
સ્નેહા પોતાની જાતને સ્વસ્થ કરી જાનકીને જવાબ આપતા કહ્યું " આ નફફટને પુછને મને પ્રપોઝ કરવા નીકળ્યો છો.
જાનકી તો થોડીકવાર લવ તરફ જ જોઈ રહેતો છે.
વાતાવરણ હજી શાંત ન થતા લવ સ્નેહાને કોલેજના ગાર્ડન માં લઇને જતો રહે છે.
કેન્ટીનમાં રવિ અને જાનકી જ હતા.
જાનકી રવિને હળવેથી કહે છે "હે રવિભાઈ તમે પ્રપોઝ કર્યું એ પણ સ્નેહાને,કે જેની સાથે તુ દરેક પલ ઝઘડતો રહ્યો તેને તે પ્રપોઝ કર્યું,હવે એ તો કે આ પ્રેમનું બિજ ક્યારે રોપાય ગયું એતો કે?"
જાનકી વાતોને ધ્યાન માં લઇ રવિ તેને કહે છે "જ્યારે કોલેજનો પહેલો દિવસ હતો ત્યારે જ સ્નેહા મને ગમી ગઇ હતી હુ તેના આવા સ્વભાવથી વાકેફ જ હતો પણ મને નહોતી ખબર કે આવું થશે."
"ઓકે કાંઇ વાંધો નહી મારો લવ તેને સમજાવી લેશે"જાનકી આટલુ બોલી આંખ મીંચી ગઇ.
તેને થોડીકવાર પછી ભાન આવી કે તે શું બોલી પણ ત્યા તો રવિએ જાનકી વાત સાંભળતા જાનકીને પ્રશ્નો કરવા લાગ્યો "શુ કીધું મારો લવ,એટલે તુ પણ લવને પસંદ કરે છે એ ટોપાને ખબર પડશે તો એને બે-ત્રણ દિવસ ઉંઘ પણ નઇ આવે,કેમકે એને તુ પહેલા દિવસેથી જ પસંદ આવી ગઇ હતી પણ ખબર નહી તને અત્યાર સુધીમાં કેમ પોતાના દિલની વાત કહી એના લીધે મે પણ આજસુધી સ્નેહાને પ્રપોઝ નહોતું કર્યું અને આજે કર્યું ત્યા મોટો કાંડ થઇ ગયો."
રવિની વાતો સાંભળી જાનકી તેને પુછવા લાગી "શું હુ લવને ગમતી,મને એમ કે તેની લાઇફ માં બીજું કોઈ હશેને એટલે મે પણ આજસુધીમાં તેને પ્રપોઝ નહોતું કર્યું પણ તુ ચિંતા નઇ કરતો લવ બધું જ હેન્ડલ કરી લેશે."
રવિ વાત કરતા કરતા જાનકીને કહે છે " જો જાનકી લવનું કાંઇપણ સિક્રેટ જાણવું હોય તો તેના મમ્મીને જ પૂછવાનું,તે તેના મમ્મીથી કાંઇપણ નથી છુપાવતો અને તેણે તને જોઈ અને તુ ગમી પણ ગઇ તે પણ તેના મમ્મીને કહી દીધું છે,અને આજે અહી કોલેજમાં આપણી ચારેય વચ્ચે શુ થયુ તે પણ ઘરે જાશે એટલે તેના મમ્મીને બધું જ કહી દેશે,અને સ્નેહા માની ગઇ તો સારું નહીંતર લવના ઘરે જઇશ એટલે માસી મને લઇ નાખવાના છે."
આ બાજુ લવ અને સ્નેહા કોલેજના ગાર્ડનમાં આવી,શાંતિપૂર્ણ વાતાવરણ જ્યા કોઈ નહોતુ ત્યાં જઇને બેસે છે,પણ સ્નેહાનો ગુસ્સો હજીપણ શાંત નહોતો થયો.




રવિ અને જાનકીને લાગે છે કે લવ સ્નેહાને મનાવી લેશે.
પણ મારા વાંચકમિત્રો તે જાણવા તમે રાહ જોવી પડશે.
આવજો પાછા જાણવા કે લવ રવિની ડુબતી નૈયા પાર કરાવી શકશે.





ક્રમાંક.