Vatoma tari yaad - 7 books and stories free download online pdf in Gujarati

વાતોમાં તારી યાદ... - ૭


પ્રેમ,લવ આ એક એવો કીડો છે,ધીમે ધીમે જીદંગીને મસ્ત બનાવી છે,પણ જ્યારે આ કીડાના લીધે ક્યારેક એવું કરી બેસીએ કે જે ન કરવું જોઈએ,પછી તો જીદંગીની પત્તર ફાડી નાખે.
મિત્રો હુ તો આ મારા વિચારો કહુું છુ.


હવે પાછા જાનકીની યાદોમાં ખોવાયેલા લવની વાતો પર આવી જઇએ.


સવાર પડી ગય હતી,સુરજદાદા પણ પોતાના ફીક્સ ટાઇમે જાગી ગયા હતા, પણ લવ હજી જાનકીની યાાદોના સપના માં ખોવાયેલો હતો.
લવના મમ્મી લવને જગાડી કહે - ચલ જલ્દી ઊઠી જા અને આજે કોલેેેજથી સીધો મામાને ઘરે આવતો રેજે અને જાનકીને પણ લેતો આવજે,અને હુ અત્યારે જાવ છુું.
લવ - પણ મમ્મી કયા આવું આવડા મોટા સુુરતસિટીમાં,એડ્રેસ તો આપ.
લવના મમ્મી એડ્રેસ આપે છે એટલે કહે - આ તો રવિના ઘર પાસે જ છે.
લવના મમ્મી - ઓકે તેને પણ લેતો આવજે.
લવ - ઓકે મમ્મી.
લવના મમ્મી - અને તુ અત્યારે ઘરે એકલો છો,એટલે કોલેજ જા તો બધું સરખું બંધ કરીને જા જે,ચાલ હુ નીકળું છું.
લવ - ઓકે જાવ જલ્દી તમારા ભાઈ રાહ જોતા જોતા અડધા થઇ ગયા હશે.
આટલું સાંભળતા લવના મમ્મી લવને ખીજાતા ખીજાતા નીકળી જાય છે.
પછી લવ બ્રશ કરતા કરતા ફોનમાં જોવે છે,જાનકીનો ગુડ મોર્નિંગ નો મેસેજ હતો અને રવિનો પણ મેસેજ હતો કે,
"કુંભકર્ણ ઊભો થયો કે નઈ તો આવુ તારા ઘરે."
લવ રીપ્લાય આપે છે કે - આવી જા જલ્દી કુંભકર્ણના ભાઈ
લવ તૈયાર થતો હતો એટલામાં રવિ આવી જાય છે.
રવિ - ભાઈ છોકરી જોવા નથી જવાનું આપણે (લવને ચીડવતા કહે છે.)
લવ - તુ ચુપ થઇ જા,મને તૈયાર થવા દે.
રવિ - હા જાનકીના લવ તૈયાર થા જલ્દી,મારે નાસ્તો કરવો છો.
લવ - તુ નય સુધરે કેટલીવાર કીધું છે કે થોડોક નાસ્તો કરીને આવ,ક્યારેય ઢોળાઈ જશ,રસ્તા પર(રવિ પર ગુસ્સે થતા)
બંને નાસ્તો કરી,કોલેજ જવા નીકળે છે.
આજે તો કોલેજમાં જાનકી લવને કંઇક અલગ જ લાગતી હતી.
(આ શરૂઆત માં જે કીડાની વાત કીધી હતી,તેની અસર હતી.)
આજે પણ લેક્ચર નહોતા,એટલે લવ પોતાની ટોળીને લાઇબ્રેરીમાં લઈ જાય છે.
લવ અને જાનકી ચુપચાપ વાંચી રહ્યા હતા અને રવિ અને સ્નેહા પોતાના નખરા કરવામાં વ્યસ્ત હતા,એટલે લવે રવિ અને સ્નેહાને કીધું,
"એકઝામ માં આ બધું નય આવે એટલે થોડુક વાંચવાનું કષ્ટ લેશે તો તમે બંને"
રવિ - એક્ઝામ ક્યાં એક વખત આવે,જીદંગી તો એક વખત જીવવા મળે,મોજ કરને,
લવ - તારા લીધે જાનકી મારાથી આગળ થઇ જાશે,તારે વાંચવું હોય તો વાંચ નહી તો ચુપચાપ બેસ.
જાનકી - હા રવિ લવ મારાથી પાછળ આવશે એ મને બોઉં જ ગમશે તુ લવને હેરાન કર.(જાનકી લવની ખેંચતા રવિ કહે છે.)
સ્નેહા - લવ સાવ એવું,જો જે આ વાંદરો પણ આગળ થય જશે તો આપણે બંને સ્કોલર સ્ટુડન્ટસ નય રહેવી.
લવ - કાંઇ વાંધો નય,આપણી સાથે જે હોય,તે આગળ વધતા હોય તો તેમાં શું ખોટું,તેનો પણ હક છે,હું તો ઈચ્છું છું કે જાનકી ફસ્ટ આવે.
સ્નેહા - શું વાત છે,લવ પોતાના લવ માટે આટલી બધી કુરબાની પણ આપી શકે.
રવિ - દોસ્ત કોનો? ( રવિ હસતા હસતા કહે છે.)
સ્નેહા - તુ ચુપ જ રે,તારા લીધે ડીસ્ટર્બ થાય છે,અમને ત્રણેયને વાંચવામાં(સ્નેહા ગુસ્સે હોય તેવું નાટક કરતા રવિને ખખડાવે છે.)
રવિ - લ્યો મેડમ હમણાં મારી સાથે બડબડ કરતા હતા અને વાંચવામાં ડીસ્ટર્બ થાય છે.જા નથી બોલવું તારી સાથે,(આટલું બોલી રવિ બીજી બાજુ મોઢું ફેરવી લે છે.)
લવ - લ્યો જીજુ રિસાય ગયા,મનાવી લે સ્નેહા,(સ્નેહાની ઉડાડતા કહે છે.)
જાનકી - લવ તુ પણ આ લોકો સાથે ચાલુ થઇ ગયો,
લવ - સોરી,ચાલો વાંચવા લાગીએ,અને રવિ તારે મારી સાથે મારા મામાના ઘરે આવવાનું છે,તારુ ઘર છે,તે જ એરીયામાં રહેવા આવ્યા છે.સ્નેહા તુ પણ આવીશ.મારી મમ્મીએ જાનકીને પણ લેતો આવવાનું કીધું છે,ત્યા જાનકી એકલી પડી જશે,તો તારી કંપની મળી રહેશે તેને,
સ્નેહા - પણ લવ તારા મામાના ઘરે,મને થોડુક ઓકવર્ડ ફીલ થશે,
લવ - પણ જાનકી આવે જ છે,પછી શું પ્રોબ્લેમ છે?,આમ પણ તારા સસુરાલમાં જવાનો મોકો પણ મળશે,કેમ રવિ,
રવિ - ચુપ થા ને તારી જેમ નથી કે મારા ઘરે મને આ બાબતે કંઇ કહે નહી,મારા બાપા ઉપાડી લેશે,હજી કાલે સાત વાગ્યે ઘરે ગયો હતો તો પણ ખીજાણા હતા,તારૂ નામ લીધું ત્યારે શાંત થયા.
સ્નેહા - તો તો આવવું જ પડશે લવ,રવિ આજે તારી વાટ લગાડી દઈશ.
જાનકી - સ્નેહા રવિના ઘરે જેવી તો કાંઈ આડુંઅવળું ન બોલતી,પછી તમારે બંનેને તફલીક થશે.
રવિ - હા મારી મા ધ્યાન રાખજે.
લવ - ઓકે કંઇ નહી કરે સ્નેહા બસ.
સ્નેહા - ઓકે લવ,પણ રવિના પપ્પાને રવિએ શું કર્યું એ કહી દેશે,બસ(સ્નેહા હસતા હસતા કહે છે.)
જાનકી - સ્નેહા,
જાનકી સ્નેહાને ખીજાવા જતી ત્યારે લવ શાંત કરવા
લવ - હવે બાર વાગી ગયા છે,બસ એક કલાક પછી નીકળ્યા,ચાલો શાંતિથી વાંચવા લાગો.
લવની વાત સાંભળ્યા પછી બધા બુકમાં માથું નાખી છે.
વાંચતા વાંચતા રવિ ઘડીયાળમાં જોવા છે,એક વાગવામાં હજી થોડીકવાર હતી,એટલે તે બુક બંધ કરીને બેસી જાય છે.
લવનું ધ્યાન રવિ તરફ જતા તે ઈશારાથી પુછે,
" કેમ બુક બંધ કરીને બેઠો છો?"
રવિ - બસ આજનું થય ગયું,ચાલે જઇએ.
લવ પણ વાંચવાનું બંધ કરી દે છે,લવને જોતા જાનકી બોલે છે.
જાનકી - કેમ મામાના ઘરે જવાની ઉતાવળ લાગે છે?,તારે
લવ - ના જાનુ,રવિ કંટાળી ગયો છે,અને એક વાગવા આવ્યો એટલે હવે નીકળ્યે મને પણ કંટાળો આવે છે હવે.
જાનકી - ઓકે ચાલો નીકળ્યે.
જાનકીને લવનું આમ બધાની વચ્ચે જાનુ કહેવાથી રવિ લવની મશ્કરી કરતા કહે છે,
રવિ - શું વાત છે લવ,આટલો ફાસ્ટ ક્યારે થઈ ગયો?
સ્નેહા - તારી જેમ ન હોય બધા,
લવ અને જાનકી એકસાથે કહે છે,
"તમારૂ બંનેનું પત્યું હોય તો નીકળ્યે."
રવિ જવાબ આપતા કહે છે,
" હા હાલો,"
ચારેય કોલેજથી નીકળી જાય છે.
ચારેય એક ઘર આગળ આવી ઊભા રહે છે,પછી લવ પાછુ ચેક કરે છે,અહીં જ આવવાનું હતુને.
ઘર કોઈક રાજમહેલ જેવું લાગતુ હતુ,ક્યારેય જોયું ન હોય એમ બાઘાની જેમ જોયા કરે છે.
એટલા માં જીગર(લવનો મામાનો છોકરો) રોહિત અને કાવ્યાને લેવા ગયો હતો,એટલે તે બહારથી આવતો હતો,તેણે લવને જોયો અને પાસે જઇને કીધું,
"ભાઈ અંદર આવવાનો વિચાર છે કે નય કે અહી બાધાની જેમ ઊભા રહેવાનું છે."
લવ - ના એવું નથી,જીગરભાઈ હુ તો એડ્રેસ જોતો હતો,બીજાના ઘરે નથી આવી ગયોને.
જીગર - હા ભાઈ સાચા ઠેકાણે જ આવ્યો છો,ચાલ જલ્દી શ્રૈયા(લવના મામાની છોકરી) ક્યારની રાહ જોવે છે.
કાવ્યા - લવભાઈ અને રવિભાઈ તમે અહી તડકામાં ઊભા રહો અને જીગરભાઈ ચાલો આપણે અંદર જઈએ.(કાવ્યા હસતા હસતા કહે છે.)
સ્નેહા - અમે પણ અહીં ઊભા રહેવી કાવ્યાદીદી કે અંદર આવીએ.
જાનકી - હા કાવ્યા બોલ અમે શું કરીએ?
કાવ્યા - તમે બંને ચાલો અંદર,આ બંને ભલે અહીં તડકામાં કાળા કાગડો જેવા થય જાય.
લવ - તુ ઊભી રે કાવ્યા તારો વારો પાડી દઉં.
રવિ - હા આજે બરોબર મેથીપાક દેવાનો છે.
કાવ્યા અને રોહિત ઘરમાં જવા દોડવા લાગે છે,પાછળ લવ અને રવિ દોડે છે.
ઘરમાં જઈ લવ તેના મામા પાસે જાય છે,અને ખબરઅંતર પુછે છે,થોડીક વાતો કરે છે.
જાનકી અને સ્નેહા બંનેને જોતા લવના મામા તેને ધીમેકથી પુછે છે,
"આ છોકરીઓ સાથે ફરવાનું ક્યારે ચાલુ કરી દીધું ભાણા?"
લવ - શું મામા તમે પણ,
એટલામાં લવના મમ્મી આવે છે.
લવના મમ્મી - આવી ગયા તમે બધા,જીગર રોહિત અને કાવ્યા ક્યાં છે?,તુ લેવા ગયો નથી કે શું?
જીગર - ફોઈ તે શ્રૈયાદીદી પાસે ગયા હશે,હુ લઇ આવ્યો છું,એ બંને ફાટલી નોટુને.
બધા હસવા લાગે છે.
લવ તેની મમ્મીને મળી શ્રૈયાની પાસે જાય છે.
લવ - કેમ છો?,શ્રૈયાદીદી
શ્રૈયા - આવી ગયો,કેટલી રાહ જોવડાવી,વહેલા આવવાની ખબર નથી પડતી.
એટલા રવિ લવની પાસે આવે છે.
રવિ - હુ તો ક્યારનો કહેતો હતો,ચાલ જઈએ,પણ ભાઈને બુકમાં જ પડી રહેવું ગમે છે.
શ્રૈયા - આવ રવિ,આને થોડીક બુકની બહારની દુનિયા દેખાડ,નહીં તો કીતાબી કીડો થઇ જશે.
રવિ - ચિંતા ન કરો જાનકી છે ને એ જ આનો ઈલાજ કરશે.
રવિ ભુલથી જાનકીનું નામ બોલી ગયો અને વાત બદલવાની કરે છે પણ મોડું થઈ ગયું હતુ અને શ્રૈયા સમજી ગઈ હતી.
શ્રૈયા - ઓહ એવું છે,વાંધો નય લવ હુ કોઈને નહી કહું,પણ ક્યારે મળાવીશ જાનકીભાભી સાથે મને,
રવિ - ક્યારે શું અત્યારે જ મળાવી દેશે,કેમ લવ.
લવ - સડેલા આખા ગામને કહી દે જા હુ અને જાનકી એકબીજાને લવ કરીએ છીએ,પછી જ તને શાંતિ થશે.
શ્રૈયા - લવ શાંત થય જા,રવિ અત્યારે એટલે તુ શુ કહે છે?
રવિ - કાંઇ નહી જાનકી પણ અમારી સાથે આવી છે,તે નીચે માસી પાસે બેઠી છે.
શ્રૈયા - ઓકે તો ચાલો,જોઈએ લવભાઈની ચોઈસ.
ત્રણેય નીચે આવે છે,એટલે જાનકી અને સ્નેહા લવના મમ્મી પાસે પાસે બેઠી હતી,ત્યાં જાય છે,અને તે લવની મમ્મીને પુછે છે,
"ફોઈ આ બંને કોણ છે?"
શ્રૈયા તો કાંઈ ખબર ન હોય તેમ પુછી રહી.
રવિ અને લવ એકબીજાની સામે જોઈ રહ્યા હતા અને રવિને ચિંતા થતી હતી કે જો શ્રૈયાને તેની અને સ્નેહા વિશે ખબર પડશે તો તે તેની બહેન વિશે શું વિચારશે,જેનો ભાઈ કોઈ છોકરીના ચકકર માં છે અને હજી કોલેજ કરે છે,તો તેની બહેન કેવી હશે.
લવના મમ્મી - શ્રૈયા આ બંને લવ અને રવિ સાથે ભણે છે.
લવના મમ્મી હજી જાનકી અને સ્નેહાનો પરીચય આપતા હતા એ પહેલા,
રવિ - શ્રૈયાદીદી આ જાનકી છે અને આ સ્નેહા,
રવિને બોલતા લવ પણ વિચારવા લાગ્યો કે આ કેમ આમ પરિચય આપવા લાગ્યો.
શ્રૈયા જાનકી પાસે બેસી જાય છે,અને લવને ઈશારાથી કહે છે,
" શુ વાત છે લવ?"
શ્રૈયા ને જાનકી સાથે વાત કરતા જોઈ રવિને શાંતિ થાય છે.
શ્રૈયા - તો તુ છો જાનકી,
પછી ધીમેકથી બોલે છે, "કેમ છો જાનકીભાભી અને આ ફટ્ટુએ તને પટાવી પણ લીધી.
જાનકી જોતી જ રહી ગય,કંઇ ન બોલવું તેને યોગ્ય લાગ્યું એટલે તે ચુપ રહી.
થોડીકવાર પછી જાનકી અને સ્નેહા ઘરે જવાનું કહે છે,એટલે લવ અને રવિ તેને મુકવા નીકળે છે.
બહાર નીકળતા જ
જાનકી - લવ તે શ્રૈયાદીદીને પણ કહી દીધું તને સમજવો અઘરો છે.
સ્નેહા - શું,એટલે તુ અંદર કંઇ નહોતી બોલતી.
લવ - અરે મે નહોતું કહયું,આ રવલાના મોઢેથી તારૂ નામ નીકળી ગયું હતુ અને શ્રૈયાદીદી નાની પણ નથી કે તેને ન સમજાય,અને તેણે મને પુછ્યુ એટલે નાછુટકે તારા વિશે કહેવું પડ્યું,કેમ શું પુછ્યુ શ્રૈયાદીદીએ તને,
જાનકી - કંઈ ખાસ નહી એ પુછતા હતા કે આ ફટટુ એ કઈ રીતે તને પટાવી,
રવિ - જો બધાને ખબર છે તુ ફટટુ છે,એટલે જ મને પણ અત્યાર સુધી સ્નેહાને પ્રપોઝ કરવાની ના પાડતો હતો.
લવ - ભાઈ મારી ફાટતી નથી પણ જો જાનકીને હુ ન ગમતો હોત તો આપણી મિત્રતા તુટી જાત એટલે
સ્નેહા - હા વાંધો નહીં,એ વાંદરા તુ તારા ઘરે લઈ જવાનો હતો,જવાનું છે કે પછી
રવિ - હા ચાલો,મારા પપ્પા નય હોય ઘરે,કૃતિદીદી એકલી જ હશે.
બધા લવના મામાના ઘરેથી રવિના ઘરે જવા નીકળે છે.
કૃતિ જમવાનું બનાવી રહી હતી, ત્યારે ડોરબેલ વાગ્યો એટલે તે દરવાજો ખોલવા જાય છે.
રવિ અને લવ સાથે આજે પહેલીવાર કોઈક છોકરી જોઈ કૃતિને આશ્ચર્ય થઈ જાય છે કે સુરજદાદા આજે કઈ દિશામાંથી ઉગ્યા.
જે ક્યારેય કોઈ છોકરી સાથે વાત પણ નય કરતા અને આજે છોકરી સાથે.
કૃતિ - આવી ગયો રવિ,લવ કેમ આજે આ બાજુ?
લવ - કૃતિદીદી કાંઇ નહી,એ તો મારા મામા આ બાજુ રહેવા આવ્યા છે,તેના ઘરે ગયા હતા,રવિ પણ સાથે હતો,એટલે તેની સાથે અહી આવ્યો હતો.
કૃતિ - ઓકે આ બંને કોણ છે,રવિ
રવિ - આ બંને અમારી સાથે કોલેજમાં છે,અમારી ફ્રેન્ડ છે,સ્નેહા અને જાનકી,અને આ મારી બહેન કૃતિ છે.(રવિ પરિચય આપતા કહે છે.)
કૃતિ - ભાઈ તારી આ વાત તળેથી નીચે નથી ઉતરતી,છોકરીઓ એ પણ તમારી ફ્રેન્ડ,આજ સુધી સ્કુલમાં કોઈ છોકરીને ફ્રેન્ડ તો શુ તેની સાથે વાત નથી કરીને કોલેજ માં જઇને ક્યારે સુધરી ગયા આટલા.
રવિ - તુ પૂછવાનું પછી રાખીશ તો સારુ રહેશે.(રવિ કૃતિ પર ગુસ્સે થતા બોલ્યો.
લવ - એય ટોપા શાંતિથી વાત કર કૃતિદીદી સાથે નહીતર વારો પાડી દશ.
રવિ - પણ જો ને ક્યારના સવાલ પર સવાલ,
લવ - ઈ જે હોય,તારી હેડકી કાઢી નાંખીશ હવા મને ખબર પડી કે બહેન ને કાંઈ કીધું તો,
રવિ - ઓકે ભાઈ,સોરી
લવ - મને નય કૃતિદીદીને કે,
રવિ - સોરી મારી મા બસ લવ.
કૃતિ - તમે બધા જમીને આવ્યા કે બાકી છે?
લવ - બાકી જ છીએ અને આ રવિ તો રોજ સવારે મારા ઘરે આવી નાસ્તો કરે એટલે મને અડધું જ મળે.
કૃતિ - એ તો રહેવાનું,કંઈ વાંધો નય,જાનકી અને સ્નેહા,તમે મને રસોઈમાં હેલ્પ કરો અને તમે આરામ કરો,પછી તમને જમવા બોલાવી લેશું.
પછી બધા સાથે મળી જમે છે,અને વાતો કરી રહ્યા હતા એટલા માં રવિના પપ્પા પણ ઘરે આવી ગયા હતા.
પોતાની પત્નીના સ્વર્ગવાસ પછી તે તેના છોકરાંવ સાથે સમય વીતાવતા હતા,કેમ કે કૃતિ અને રવિને ઘરે એકલું ન લાગે.
રવિના પપ્પા - ઓહ લવભાઈ આજે અહી,
કૃતિ તેના પપ્પાને જણાવે છે,કે લવ શુ કામ અત્યારે અહીં આવ્યો હતો.
રવિના પપ્પા પણ જમવા બેસી જાય છે,ત્યારે તે પોતાના ઘરમાં બે અજાણયી છોકરીને જોવે છે,એટલે તે કૃતિને પુછે,
"આ બંને તારી બહેનપણી છે?"
કૃતિ - ના મારી નહી પણ આ બંનેની,
રવિના પપ્પા - શુ
કૃતિ - આ બંને સાથે કોલેજમાં ભણે છે.
રવિના પપ્પા - શુ નામ છે,તમારુ બંનેનું
જાનકી - મારુ નામ જાનકી ત્રિવેદી અને આ સ્નેહા શાહ.
રવિના પપ્પા - તમારા બંનેના પપ્પાનું નામ શું છે?
લવ અને રવિને લાગતું હતુ,કે આજે આ બંનેની આખી કુડળી જાણી લેશે.
જાનકી - મારા પપ્પાનું નામ દશરથભાઈ ત્રિવેદી છે.
સ્નેહા - મારા પપ્પાનું નામ મનસુખભાઈ શાહ
રવિના પપ્પા - તમારા બંનેના પપ્પા શુ કામ કરે છે?
કૃતિ - પપ્પા શુ તમે સવાલ પર સવાલ કરો છો?
જાનકી - વાંધો નય કૃતિદીદી, આપણાથી મોટા હોય તેમનો હક છે,આપણને કંઈ ભી પૂછવાનો અને કાકા મારા પપ્પા જાનકી ફાર્મસીના માલિક છે.
સ્નેહા - મારા પપ્પા આદિત્ય કન્ટ્રકશન નામની કન્ટ્રકશન કંપની ચલાવે છે.
રવિના પપ્પા - ઓહ તમે તમે બંનેના પપ્પાને સારી રીતે જાણું છુ,અમે ત્રણેય પાકા મિત્રો છીએ.અમારી કંપનીની મીટીંગો માં મુલાકાત થતી જ હોય અને આમ જ અમારી સારી એવી ઓળખાણ પણ થઈ ગયો છે.
રવિના પપ્પાની આ વાત સાંભળી રવિ અને લવને શાંતિ થઈ હવે કાંઈ વાંધો નય આવે.
લવ અને રવિ જાનકી અને સ્નેહાને ઘરે મુકી આવે છે.
લવ પાછો પોતાના મામાના ઘરે જાય છે,સાત વાગી ગયા હતા,એટલે લવના પપ્પા પણ ત્યાં જ આવી ગયા હતા.
લવના પપ્પા અને મામા ગાર્ડન માં બેઠા હતા.
લવ ઘરની અંદર ગયો,રોહિત અને કાવ્યાની કંઇક મસ્તી કરવાના મૂડમાં હતો.
લવ - તમે બંને કુતરાની પૂંછડી જેવા છો ક્યારેય સીધા નહી થાવ.
ત્યાં શ્રૈયા આવે છે.
શ્રૈયા - હા લવની ભવાઈના સાગર એ તો નય સુધરે તુ તારી અંતરાને મુકી આવ્યો.
લવને યાદ આવ્યું કે તેણે જાનકીને પ્રપોઝ કરવા આ નામો લીધા હતા.તે વાત માત્ર રવિ,જાનકી,સ્નેહા અને તેની મમ્મી અને રોહિત અને કાવ્યાને ખબર હતી.
લવ - બીજુ શું કીધું આ ફાટલી નોટોએ(રોહિત અને કાવ્યા સામે જોઈ લવ કહે છે.)
શ્રૈયા -બધું જ કહી દીધું છે,આ બંનેએ જે તે મને પણ નહોતું કીધું,જા મારા પપ્પા અને ફુઆને જમવા બોલાવી આવ.
લવ - ઓકે(આટલું કહી ચાલ્યો જાય છે.)
તે ગાર્ડનમાં જાય છે,પણ તેના મામા અને પપ્પાને ખબર નહોતી કે તે આવે છે,બંને પોતાની વાતમાં મશગુલ હતા.
નયનભાઈ - તો બાલાસાહેબ તૈયાર છે ને જીગર,કાલે રવિવાર છે અને આપણે છોકરી જોવા જવાની છે.
લવના મામા - પટેલ સારૂ થયુ,તમે મને યાદ દેવડાવ્યુ,હુ હમણા જ જીગરને પણ યાદ કરાવી દઇશ.
ત્યાં લવ પાછળથી બોલે છે,
"શુ જીગરભાઈ માટે કાલે છોકરી જોવા જવાની છે,અને પપ્પા તમને પેલેથી ખબર હતી અને મને કીધુ પણ નય,કાંઈ વાંધો નહી,છોકરી કોણ છે? એ તો કહો."
નયનભાઈ - એટલે તુ અહી ચોરીછુપેથી અમારી વાતો સાંભળતો હતો એમને તો તારી થનારી ભાભીને પણ કાલે જ જોઈ લેજે.
લવ - પપ્પા છોકરી મારા માટે નથી જોવાની જીગરભાઈ માટે જોવાની,મામા તમે તો કહો.
લવના મામા - બેટા તારા પપ્પા એ કીધુંને કાલે જોઈ લેજે,એ જ તારી સજા છે, આમ ચોરછુપેથી વાત સાંભળીને તેની,
લવ - ઓકે મામા,તમે બંને ચાલો જમવા,હુ જીગરભાઈને પુછી લેશે.
લવના મામા - તેને પણ ખબર નથી,અને મે પણ નથી જોય,ખાલી તારા પપ્પા અને મમ્મી જ જોયેલ છે,અને હવે તારી મમ્મી પણ નહી કહે.
લવ પગ પછાડતા પછાડતા અંદર જાય છે.
તેને જોઈ તેના પપ્પા અને મામા પણ હસતા હસતા અંદર આવે છે.
બધા સાથે જ જમવા બેસયા હતા.
લવના પપ્પા અને મામા બંને લવની નાદાનીથી હજી હસતા હતા.
એટલે લવના મામી તે બંનેને પુછે છે કે,
"કેમ હસી રહ્યા છો?"
એટલે લવના મામીની વાત સાંભળી લવના મામા તેને બધી કહે છે.
ત્યારે લવ જીગરને કહે છે,
"ભાઈ તમે હજી છોકરીને જોઈ નથી,તેનું નામ પણ ખબર નથી,અને કાલે ડાયરેક્ટ જોવા જશો.
જીગર - લવ તારી વાત સાચી અને હુ તેના રૂપ અને નામથી નહી તેની સાથે સંબંધ બાંધવો છે એટલે મે પણ તેના વિશે નથી જાણયુ અને તે સંબંધ તારા પપ્પાએ ગોત્યો છે અને હુ તો આંખો બંધ કરીને પણ તેની સાથે લગ્ન કરી લઈશ.મને ફુઆ પર પુરો વિશ્વાસ છે.
લવ - ઓકે ભાઈ તો કાલે જ ખબર પડશે,અમારી થનારી ભાભી કોણ છે?
એટલા બધા હા માં જવાબ આપે છે.
બધા શાંતિથી જમી લે છે.
પછી લવ રવિને કોલ કરી તાપીના પુલે જવાનું કહે છે,પણ રવિને કામ હતુ એટલે રવિ ના પાડે છે.
લવ સોફા પર લાંબો થાય છે,અને જાનકીને મેસેજ કરે છે.
લવ - હાય જાનુ ડાર્લિંગ.
થોડીકવાર પછી જાનકીનો રીપ્લાય આવે છે.
જાનકી - શુ વાત છે,આજે પહેલા જ મેસેજ આવી ગયો,કાલે તો મારૂ દીકુ ફ્રી નહોતો,આજે ટાઇમ મળી ગયો.
લવ - કેમ તને રાહ જોવડાવુ તે ગમતુ નથી,રોજ કોલેજ જવાનું હોય ત્યારે તો મને અડધી અડધી કલાક રાહ જોવડાવ્યા કરે છો એનું કાંઈ નહી.
જાનકી - એ તો તારા માટે તૈયાર થતી હોઉં એટલે, અને એમાં પણ તારો જ ફાયદો છે.
લવ - ઓહ એવુ છે,કિલો કિલો પાઉડર અને મેકઅપ કરીને આવેને પાછી મારા માટે તૈયાર થતી હોઉં એટલે મોડું થાય એમ કહે છે.
જાનકી - એય હુ પાઉડર કે મેકઅપ કઇ નથી કરતી સમજ્યો,આ મારી નેચરલી બ્યુટી છે.
લવ - ઓકે ઓકે પણ તુ મેકઅપ કરે તો હજી સુંદર લાગે.
જાનકી - તને બોઉ ખબર લાગે,કેટલીને આ લાઈન ચોંકાવી છે.
લવ - બસ એક ને જ,પણ એ પણ નથી માનતી મારી વાત.
જાનકી - એક જ એટલે હુ એમને અને હુ તારી વાત નથી માનતી,જા બીજી ગોતી લેજે.
લવ - આ લવની લવ-લાઈફ માં એકને એન્ટ્રી છે અને એ તુ બીજી કોઈને નય આવવા દઉં,અને હુ તને પ્રેમ કરૂ છુ.
જાનકી - ઓકે,પણ
લવ - પણ શુ
જાનકી - જો હુ તને છોડીને ચાલી ગય તો તુ સાચે જ કોઈ બીજીને તારા દિલમાં નય આવવા દે.
લવ - હા સાચુ,પણ તુ મને કયારેય છોડીને નય જા,મને તારા પર પૂરો વિશ્વાસ છે,મારી જાનુડી.
જાનકી - થેન્કસ મારા પર વિશ્વાસ કરવા માટે
લવ - શુ તુ પણ મને મારા મહાદેવ પર પુરો વિશ્વાસ છે,તુ ક્યારેય આપણને જુદા નહી થવા દેય.
જાનકી - તારી વાત સાચી જ પડે તો સારૂ.
લવ - તુ કેમ અત્યારે આવી વાત કરે છે કંઈ થયું છે?
જાનકી - નહી બસ એમ જ
લવ - ઓકે,તેના એક વાત કહુ
જાનકી - ના પાડીશ તો નય કહે.
લવ - હા જો તુ ના પાડીશ તો નહી કહુ
જાનકી - ઓકે તો જે વાત હોય તે દિલ ખોલીને કહી દે.
લવ - કાલે અમે બધા જીગરભાઈ માટે છોકરી જોવા જવાના છીએ,તેમણે છોકરી જોય પણ નથી તો પણ તેમની હા છે.
જાનકી - કેમ એવુ?
લવ - મે પણ તેમનુ એ જ પુછ્યુ,તમે કેમ પહેલા જ હા પાડી દયો છો,જો કાલે છોકરી ગમશે નહી,કંઇક ખોડખાંપણ હશે તો,
જાનકી - તો જીગરભાઈ એ શુ કહ્યું?
લવ - તેમણે કીધું કે લવ હુ છોકરીના શરીર સાથે નહી પણ તેની આત્મા સાથે બંધાવા માંગું છુ,અને પોતાનુ ફેમીલી મુકી,આપણી સાથે આવતી રહે,એટલે તેની બધી ખુશીઓ આપવી જ પડે,
એટલે જ મે એ છોકરીનું જેઓ પણ નથી અને તેની રીટેઈલ પણ નથી માંગી,સમજયો લવ,ત્યારે મને ખબર પડી કે આજ સુધી મે ઘણી છોકરીઓ જોય પણ તને પહેલીવાર જોઈ અને તારા માટે મારા દિલમાં ફીલીંગ આવી હતી,એવી બીજી કોઈ છોકરી માટે નથી આવી.
જાનકી - સો સ્વીર્ટ માય હાર્ટ.
લવ - ત્યારે મને ખરેખર તારા માટે જે પ્રેમ હતો કેટલાય ગણો વધી ગયો.
જાનકી - આજે તો નથીને પ્રોબ્લેમ,મોડો સુધી વાત કરવા માં
લવ - ના પણ માત્ર દોઢ વાગયા સુધી જ પછી સુઈ જવાનું છે.
જાનકી - ઓકે,હજી તો દસ જ વાગ્યા છે,ઘણો ટાઇમ છે.
લવ - હા,હુ વિડીયો-કોલ કરુ,ઊભી રે.
જાનકી - કેમ મેસેજ માં શુ પ્રોબ્લેમ છે?
લવ - મેસેજ માં તુ નથી દેખાતી,હુ ઈયરફોન લઈ આવુ.
જાનકી - શુ વાત છે બે દિવસ માં ફ્લર્ટ કરતા પણ શીખી ગયો.
લવ જવાબ નથી આપતો તે શ્રૈયા પાસે ઈયરફોન લેવા જાય છે.
લવ - શ્રૈયાદીદી ઈયરફોન આપોને ઘડીક,
શ્રૈયા - કેમ અંતરાને વિડિયોકોલ કરવો છે?
ત્યાં જીગર પણ બેઠો હતો.
જીગર - ભાઈ કોણ છે અંતરા?( શ્રૈયાના મોઢેથી અંતરા નામ સાંભળતા જ લવને પુછે છે.)
લવ - કોઈ નથી,અને મારે સોન્ગ સાંભળવા છે.
કાવ્યા ત્યા આવે છે અને તે બધી વાતો સાંભળી જાય છે.અને કહે છે.
કાવ્યા - કેમ લવભાઈ ખોટુ બોલો છો,સાચુ કહી દયોને તમારે જાનકી ભાભીને કોલ કરવો છે.
કાવ્યા ની વાત સાંભળી તે લવને પાછું પુછે છે.
જીગર - લવ આ કાવ્યા પેલી બપોરે આવી હતી તે જાનકીની વાત કરે છે.
શ્રૈયા - હા ભાઈ તે જ જાનકી.
જીગર -તો આ અંતરાનુ શુ ચક્કર છે?
જીગરને જવાબ આપતા કાવ્યા અને શ્રૈયા લવ અને જાનકીની બધી વાતો કહી દે છે.
બધી વાતો સાંભળ્યા પછી,
જીગર - તો આ લે મારા ઈયરફોન જા તારી અંતરા રહ્યો જોતી હશે.અને ભાઈ આ બાબતો માં તુ ક્યારે ફાસ્ટ થઈ ગયો.
લવ કાંઈ બોલતો નથી ઈયરફોન લઈ ટેરેસ જાય છે.
તે ફોન માં જોવે છે કે જાનકીના બે-ત્રણ મેસેજ આવી ગયા હતા.
એટલે તેણે તરત જ વિડિયોકોલ કર્યો અને
જાનકી -ઈયરફોન લેવા ગયો હતો કે બનાવવા?
લવ - અરે ઈયરફોન લેવા ગયો હતો,શ્રૈયાદીદી પાસેથી ત્યારે ત્યા જીગરભાઈ આવી ગયા અને શ્રૈયાદીદી મને તારા નામથી ચીડવતી હતી,એટલે વાર લાગી અને જીગરભાઈને પણ આપણા બંનેની ખબર પડી.
જાનકી - એક કામ કરને તારા પપ્પાને પણ કહી દે એટલે મજા આવે.
લવ - અરે પણ આવુ કેમ કે છો?
જાનકી - તો શુ કહુ બધાને ખબર પડી ગય,એક તારા પપ્પાને નથી ખબર અને પણ કહી દે એટલે શાંતિ થય જાય.
લવ - પણ મે નથી કીધુ,શ્રૈયાદીદી અને કાવ્યા એ કહ્યું હતુ,એમાં મારો વાંક ક્યાં છે?
જાનકી - તો કે ને આમ ગધેડાની જેમ શુ ચુપ હતો?
લવ તુ બોલવા દે તો કહુને, ક્યારની બડબડ કરે છો,પાછી હોશીયારી દેખાડે છે.
જાનકી - ઓકે ભુલ થઈ ગય મારાથી,સોરી દીકુ
લવ - તારૂ સોરી તારી પાસે રાખ અને મારે વાત નથી કરવી,તુ બીજો ગોતી લેજે બાય
જાનકી- લવ યાર નહી ગુસ્સે થાઉં તારા પર માની જા ને.
લવ - દર વખતે મારા પર બધુ ઢોળી દે અને પછી
જાનકી - પછી છુ બોલ
લવ - કાંઈ નય
જાનકી - ના બોલી દે તને મારા સમ
લવ - શુ તુ પણ,તારાથી થોડીકવાર પણ વાત કર્યા વગર રહી નથી શકતો,અને તને તારી ભુલ સમજાય એટલે તુ તારી ભુલ માની પણ જા એ આદત મને બહુ ગમે નહીતર આજની છોકરી તો કોઈના બાપનું પણ ના માને,અને પોતાની ભુલ સ્વીકારવાનું તો દુરની વાત છે.
જાનકી - તને જોવા નથી,માંગતી અને તુ જ દર વખતે લેટ-ગો કરે તો પછી તને મારા માં તો રસ રહે જ નહી.
લવ - શુ વાત છે,તુ તો બોઉ મોટી ફીલોસોફર બનીશ.
જાનકી - ફીલોસોફર તો ખબર નહી તને મનાવતા મને સારી રીતે આવડે છે,મારા દીકા.
લવ - ધ્યાન રાખજે,ક્યારેક એવું નય કરી બેસતી કે મને મનાવવો તારા માટે મુશ્કેલ પડી જાય.
જાનકી - હવે આ વાતને મુકને જ્યારે ત્યારે છોડવાની વાત કરે,
લવ - ઓકે કંઇક બીજી વાત કરીએ ચાલ,આજે કંઈ તારીખ છે?
જાનકી - ૦૩ તારીખ છે,કેમ
લવ - ખોટું, આજે ૦૪ તારીખ છે,જો ફોનમાં,એક વાગવા આવ્યો
જાનકી - તો હુ શુ કરૂ.
લવ - કાંઈ નહી જવા દે,મુડ જ બગાડી નાંખ્યો તે.
જાનકી - આવતી ત્રણ તારીખે રવિનો જન્મ દવસ
છે,અને સેલિબ્રેટ કરવાનો શું પ્લાન છે કે હજી કંઈ નક્કી નથી કર્યું.
લવ - તેનું જ કે તો હતો,કાલે કૃતિદીદીને મળી કંઇક નક્કી કરૂ.
જાનકી - તો બધી વાત સીધી રીતે કઈ દેવાનું,આમ વાત ગોળ ગોળ ફેરવે પછી કેય તુ ગુસ્સે થા છો.
લવ - ઓકે મારી મા
જાનકી - મા નય જાનુ ડફોળ,અને મા તારા છોકરાવની બનીશ.
લવ - ઓકે,જાનુજી
જાનકી - બસ હો,અને સુઈ જા મને પણ નીંદર આવે છે.
લવ - કેમ કાલે નહોતી આવતી.
જાનકી - કાલે તારા લીધે નહોતી આવતી,તુ સુઈ જા કાલે જીગરભાઈને સાથે છોકરી જોવા જવાનું છે,તારા લીધે ના નો પાડી દે,એટલે કહુ છુ.
લવ - ઓકે,તુ સુઈ જા,હુ સુઈ જઈશ.
ત્યાં જીગર લવને સુવા માટે બોલાવા આવે છે,તેની પાસે જઈને.
જીગર - કેમ ભાઈ આખી રાત જાગવાનો વિચાર છે.
લવ ફટાફટ ફોન બંધ કરી છે.
લવ - હા ભાઈ સુવુ જ છે,બસ હવે ચાલો.
જીગર - લવ ધ્યાન રાખજે,આ પ્રેમ જેટલો ખુશી આપે તેના કરતા વધારે દુખ પણ આપે છે.હુ તને ના નથી પાડતો,પણ ક્યારેક તમે બંને જુદા થાવ તો મુવઓન કરવામાં તફલીક થાય છે.
લવ - ભાઈ તમે કોઈને પ્રેમ કરતા હતા કે શું?
જીગર - ના બસ એક ક્રશ હતી,એ પણ કોલેજમાં હતી,પણ તેને દિલની વાત ન કરી શક્યો,કેમ કે એ શુ વિચારશે એ ડરના લીધે.
લવ - ભાઈ તેનું નામ શું હતુ?
જીગર - જાણીને શુ કરીશ હવે તો તેના લગ્ન પણ થઇ ગયા હશે.
લવ -કહો ને ભાઈ,અને તમે જેવું વિચારતા હોઉ એ પણ ન હોય.
જીગર - રેવા દે,નહીતર કાલે મને પ્રોબ્લેમ થશે,જો તેના વિચારોથી હુ નથી ઇચ્છતો કે મારી આવનારી લાઈફમાં કંઈક થાય,અને તેનુ નામ




કોણ હશે જીગરને ક્રશ અને જ્યારે લવને ખબર પડશે કે જીગરભાઈ માટે જે છોકરી જોવા જવાનું છે તે બીજુ કોઈ નહી રવિની બહેન કૃતિ છે તો લવ કેવી હાલત થશે અને લવ રવિની કેવી હાલત કરશે?




ક્રમાંશ...