Samay kevo majbur kare books and stories free download online pdf in Gujarati

સમય કેવો મજબુર કરે

કોઈ મનધડીત કહાની નથી ...મારા જીવનની એક સત્ય ધટના છે..નામ કે સ્થળ છુપાવું છું.. ગોપનીયતા માટે..
લગભગ પંદરેક વર્ષ પહેલાની આ વાત છે..હું એક શીક્ષણ પર કામ કરતી ઈન્ટરનેશનલ સંસ્થામાં કામ કરુ આ સંસ્થા ગુજરાતના લગભગ 20 એક જીલ્લામા કામ કરે , તે સમયે હું આણંદમા લગભગ ચાર તાલુકા સંભાળતો ,
મહીનામા બે ત્રણ વાર અમદાવાદ આવવાનું થાય , અમદાવાદ પાલડીમાં અમારી સટેટ ઓફીસ અને વેજલપુર જતા અમુલ કોમપ્લેક્ષ પાસે અમારુ ટ્રેનીગ સેન્ટર ..
મહીને બે મહીને બધા રાજ્યોની ટીમ ત્યા ભેગી થાય બહારથી મોડે આવતા લોકો ને ત્યા ટ્રેનીગ સેન્ટરના ઉપરના માળે ગેસ્ટ હાઉસ જ્યા સંસ્થાના મોડે રાત્રે આવતા લોકૉ તેમજ ટ્રેનીગ દરમીયાન લોકો ત્યા રોકાઈ શકે..
તે ગેષ્ટ હાઉસ મા એક સ્ટોર રુમ જયા એક બાજુ ગાદલા રજાઈ પડયા રહેતા લોકો મોડે આવે તો પથારી લઈ શુઈ શકે..અને તેની બાજુ એક સેટી પલંગ જે પર મે ધામા નાખેલ,
આ સીવાય બાજુમા એક રુમ જયા સૌરાષ્ટ્ર થી એક ટીમ જેમા બે બહેનો અને એક ભાઈ રોકાયેલ , જે રુમ સંડાસ બાથરુમ એચેટ હતો...
આ સીવાય એક મોટો હોલ જેને દરવાજા ન હતા ઓપન હતો બાજુમા જનરલ સંડાસ બાથરુમ તેમજ બીજી બાજુ રસોડુ જયા ચા પાણી કરી સકાય તેવી વ્યવસ્થા હતી ...આ જનરલ રુમમા મોડે આવતા લોકો હુ જે રુમમા રોકાયેલ તે રુમ માથી પથારી લઈ જઈ આજુ બાજુ બધા ઉધી જતા ..બહેનો અને ભાઈઓ બધા ...
આ સમયે મોડી રાત્રે એક બીજા જીલ્લાની ટીમ આવેલ જેમા બે બહેનો અને બે ભાઈ ...બે ભાઈ એક બહેન તો પથારી લઈ જનરલ રુમમા જતા રહેલ ..પણ પેલી બહેન પેલા સૌરાપ્ટ્ર વાળા સુતેલ તે રુમમા સુવા માગતી હતી પણ તે લોકો તેને અંદર આવવા ના દે એવામા તે બહેન હુ સુતેલ તે રુમમા આવી રડવા લાગી , હું નીદર માથી જાગેલ ..અને બહેનની રડતી જોઈ ..મે પુછયું બેન કેમ રડે છે..? તો કહેવા લાગી મારે બાજુના રુમમા સુવુ છે પણ તે લોકો મને અંદર આવવા દેતા નથી ...તો મે કહેલ પેલા જનરલ રુમમા બધા સુતા છે ત્યા જઈ સુઈ જાવોને...ત્યા ભાઈઓ બહેનો બધા સુતા છે...
અને ન ફાવે તો અહીયા સુઈ જાઓ સેટી પર હુ ત્યા જતો રહુ, પણ બહેને ના પાડી અને કહેલ , મારે બાજું વાળા રુમમાજ સુવુ છે..
મે સમજાવી કે ત્યા એકજ જીલ્લાની ટીમ છે સેફટી માટે તમે અજાણ્યા છો તો ના પાડી હશે..તમે જીદ શું કામ કરો..
તો બહેને તેની તકલીફ કહી...
બહેન માસીક ધર્મમા હતી ..વારે વારે બાથરુમ જવુ પડે છે, અને બાજુના રુમમા એકજ ભાઈ છે અને બે બહેનો તો એ ભાઈષબહાર સુવે તો અમે બહેનો એકલી તેમા સેફ રહીએ ..અને બાથરુમ એટેચ આ રુમ છે...તો તમે તેમને સમજાવો ને...
મને બહેનની વાત વ્યાજબી લાગી...
મે તે રુમનો દરવાજો ખટખટાવી પેલા ભાઈ બહેનોને આ બેનને ત્યા સુવા દેવા તેમજ ભાઈ ને જનરલ રુમમા જવા કહેલ પણ, પેલા લોકો બધા એક એ મારી વાત માનવા તૈયારજ ન હતા..
મારે ગરમ થઈ કહેવું પડયુ તો પણ ના માન્યા..જનરલ રુમમા રોકાયેલ લોકો ભેગા થયા ..હોબાળો થયો..ત્યારે એ લોકો આ બેનને અંદર સુવાડવા હા પાડી પણ પેલો ભાઈ રુમમાજ ઉઘ્યો..
મને હાશ થઈ અને હું મારી જગ્યાએ જઈ સુઈ ગયેલ ..
સવાર પડી લગભગ 9:30 કલાકે બધા બહાર ચા પાણી નાસ્તો કરી ટ્રેનીગ સેન્ટરમા ભેગા થયા...ટ્રનીગ શરુ થાય તે પહેલા ..સૌરાપ્ટ્ર વાળી ટીમે મારી ફરીયાદ અમારા સીનીયર લોકોને કરી દીધી અને કહેલ રાત્રે હીમત ભાઈએ અમારી સાથે જગડો કરેલ.
એક બાજુ આખી ટીમના બધાજ લોકો અને એક બાજુ હું એકલો..કોઈ મારા પક્ષમા નહી કારણકે રાત્રે રોકાયેલ બધા લોકોએ મને બોલતા સાભ્ળેલ પણ હકીકતથી કોઈ વાકેફ નહી કે હું શુકામ પેલા લોકોને બોલેલ..
આ વખતે મને નવાઈ એ વાતની લાગેલ કે રાત્રે પેલી બેન માટે મે આ લોકોને બોલેલ તે બહેન પેલા લોકો ભેગી ભળી ગયેલ..હવે મારે કરવું શું..
મે સફાઈ મા કહેલ કે આ બહેનને પેલા લોકો સુવા નતા દેતા માટે મે આલોકોને બોલેલ...પુછીલો આ બહેનને...તો પેલી બહેન પવનની જેમ ફરી ગઈ અને પેલા લોકોનો પક્ષ લઈ એમની ફેવરમા બોલી મારે કોઈ જગડો નતો...મે કશુ નહોતું કહેલ..
બોલો મારી શુહાલત થઈ હશે...
બધા કહેવા લાગ્યા હીમતભાઈ માફી માગે...સીનીયર લોકો પણ કેહવા લાગ્યા આપ માફી માગો ઓર દુબારા એસા નહી કરોગે લેખીત દો ; વરના નોકરી સે તુમહે છુટ્ટા કર દેગે...
પણ મે હાર ના માની..હું એક દમ અડીખમ ઉભો રહેલ અને મે કહેલ મુજે છૃટ્ટા કરના હે તો કરદો મેમ મગર મે સહી હુ મે માફી નહી માગુગા...
વાતાવરણ ગર્મ થઈ ગયો એક કલાક આ બાબતો ચાલી , બધા સીનીયર લોકો ભેગા થઈ એક ચર્ચા કરી મને બોલાવેલ બાજુ મા , અને મને કહેલ તુમ માફી કયો નહી માગતે..હમે તુમહે છુટા કરના પડેગા...
તો મે મેઈન મેડમ અમારા સીનીયર ને બાજુમા બોલાવી આખી ધટના કહી ..તો મેડમે કહ્યું તો વો લડકી આપકા પક્ષ કયો નહી લેરહી...
મે કહ્યું બહેન એની જગ્યાએ ગમે તે હોય અને આવી પરીસ્થીતી માસીક ધર્મ ની જાહેરમા આવે તો કોઈ પણ છોકરી સરમાય અને પાછી , પડે ના કહે, બધા લોકો શરખા નથી હોતા...એ અત્યારે મારા ઉપકાર કરતા તેની હસી ન થાય તે બાબત વધારે વીચારે છે...આપે જે નીર્ણય લેવો હોય તે લો...
મેડમે કહ્યું એક તરફ સભી લોગ આપકા કસુર નીકાલ રહે હૈ, ઓર એક તરફ સીર્ફ તુમ અકેલે ફીરભી અપની બાતપે અડે હો, તુમહારી આખોમે સચ્ચાઈ દીખ રહી હૈ , ઈસલીયે ઈસબાર કુછ નહી કરતે તુમહે, અગલી બાર કીસીકે લીયે ભી જગડા મત કરના..
મને પણ શીખામણ મળી , પણ લોકો ને સમય કેવો મજબુર બનાવે બચાવવા વાળાને પણ બચાવી નથી શકતા..
પણ સત્રીની મર્યાદા જળવાઈ તે મારા માટે પલ્સ પોઈન્ટ હતો, અને કદાચ તે માટે મારી જીત થઈ...
સત્ય મેવ જયતે