Self-identity and the way to conquer the five karmic senses books and stories free download online pdf in Gujarati

સ્વની ઓળખ અને પાંચ કર્મ ઈન્દ્રીયો જીતવાની રીત

ૐ શાંતિ
ૐ એટલેે શુક્ષ્મ આત્મા ,શીવથી છુટો પડી શરીર ધારણ કરી જીવ આત્મા બને છે.
આપણે બધાજ જીવ આત્મા છીએ , આ વાત આપણી આગળની બુક વાંચવાથી ભલી ભાતી સમજી ગયા હશો ? છતા એક નજર એ બાબતો પર નાખી દઈએ..
આપણે પોતે ત્રણ શરીર બની એક માણસ તરીકે ઓળખાઈએ છીએ.
૧) આપણું સ્થુળ શરીર જે પાંચ તત્ત્વો અગ્ની આકાશ ધરતી જળ અને વાયું નું બનેલું છે..જે બે હાથ પગ આંખો નાક કાન હોઠ માથું છાતી પેટ વીગેરે છે .
૨)શુંક્ષ્મ શરીર જે આપણા કપાળે બે આંખોની મધ્યે ઉપર ત્રીકુટીમાં શુક્ષ્મ આત્મા (પ્રાણ)રૂપે આપણા સ્થુળ શરીરને‌ ધારણ કરે છે.
૩) ત્રીજું આ જન્મમાં કે ગયા જન્મમાં કે હવે પછીના જન્મમાં આપણે જે કર્મ આપણી પાંચ કર્મ ઈન્દ્રીયો ,
૧) સ્પર્ષ - ત્વચા દ્વારા
૨)ગંધ- નાક દ્વારા
૩) દ્રષ્ટી- આંખો દ્વારા
૪)સ્વાદ- જીભ દ્વારા
૫)શ્રવણ- કર્ણ( કાન) દ્વારા
આમ ઉપરોક્ત પાંચ જ્ઞાન ઈન્દ્રીયો દ્વારા કર્મ કરીએ છીએ જે કર્મ ઈન્દ્રીયો બની જાય છે ,અને આ જ્ઞાન ઈન્દ્રીયો દ્વારા આપણે જે કર્મ કરીએ છીએ ,તે તમારા કર્મ ફળ નું કારણ એટલે કે તમારૂ ત્રીજું શરીર કારક શરીર (કર્મ નુ ફળ ,કે કર્મ નું ભાથું જે હંમેશા તમારી સાથે રહે છે અને તે મુજબ તમને શુંખ કે દુખ આપે છે..
એટલે કે કારક (તમારા કર્મ) તમારૂ આપણું બધાનું પોત પોતાનું ત્રીજું શરીર છે..
જીવ આત્મા નાશવંત શરીર છોડે એટલે સ્થુળ શરીર મૃત નીષ્ક્રીય અને ઠંડું પડી જાય છે ,જેને આપણે મુત્યું કહીએ છીએ, આમ જીવન મરણની યાત્રા નો એક અધ્યાય અનંત યાત્રાનો સમાપ્ત થાય છે..શુક્ષ્મ આત્મા તે શરીર છોડી નવા શરીર ધારણ તરફ તેના કર્મ (કારક શરીર) સાથે આગળ યાત્રા શરૂ કરે છે..
આમ અસલમાં સ્થુળ શરીર નાશ પામે છે, આત્મા મરતો નથી તે અજર અમર અવીનાશી છે, જે ૐ કાર (પરમ પ્રકાસ નો એક માત્ર ભાગ છે) એક શરીર છોડી તેના કર્મ ફળ મુજબ નવો દેહ(શરીર) ધારણ કરશે ..કા મૃક્તી ..
તેની કોઈ આશા અભીલાશા અધુરી હશે અર્ધકાળે મુત્યુ પામશે તો શરીર છોડયા પછી પણ આ મૃત્યું લોક માં તેના જીવનકાળના વીસ્તાર ઘર પરીવાર કે દેહ છોડ્યો હોય ત્યા ભટક્યા કરે છે, જયા સુધી તેની મનો કામના પુર્ણ ન થાય કે આત્મજ્ઞાન થકી જીવ શાંત ન થાય ત્યા સુધી મૃક્તી નથી પામતો,
ભુત પ્રેત પીસાચ યોની મા નકારાત્મક ઉર્જા બની ભટક્યા કરે છે..
પરંતું ઓમકારનું સકારાત્મકતા નું જ્ઞાન થતા એ યોની માંથી મુક્તી મેળવી આગળની યાત્રા શરૂ કરે છે..
આપણે આગળની બુકમાં ચર્ચા કરી તે મુજબ ગયા જન્મના પાપ પુન્યના કર્મ મુજબ કારક શરીર આ જન્મ માં આત્મા, જીવ આત્મા શરીર ધારણ કરે છે અને શુંખ દુખ ભોગવે છે,
ગીતાજીમાં શ્રી કૃષ્ણે અર્જુન જીને ઉપદેશ આપતા કહેલ કે તુ માત્ર કર્મ કર ફળ ની આશ મત રાખ , તારા કર્મ મુજબ તને ફળતો મળશેજ અને તારે તે ઈચ્છા અન ઈચ્છાએ ભોગવવુજ પડશે.
આમ ગયો જન્મ તમારા આ જન્મનું આયોજન હતું ,અને આ જન્મ તમારા આવતા જન્મનું પ્લાનીંગ છે.
આપણો જીવ આત્મા પણ ત્રણ પ્રકારના આવરણોમાંથી એક આવરણથી ઢંકાયેલો કે ભરેલો હોય છે.
૧)તમો ગુણ- જે કામ ક્રોધ અભીમાન લાલચ લોભ ઈર્ષ્યા હીંસા રૂપી વીકારો આસુરી વૃતી થી ભરેલો ..
૨)રજો ગુણ- મમતા માયા લાગણી અનુકંપા રુપી મનુષ્ય પ્રવૃત્તિ થી ભરેલો.
૩)સતો ગુણ- બ્રહમ‌જ્ઞાન, દયા કરૂણા ક્ષમા જપ તપ દાન પુન્ય પરોપકાર રુપી શુધ્ધ દેવીય પ્રવૃતી ધરાવતો..
આમ મનુષ્ય આ ત્રણ પ્રકારની પ્રવૃતી ધરાવે છે, અને કર્મ ઈન્દ્રીયો દ્વારા કર્મના ભાથા બાધે છે, અને નવા જન્મમાટે માળખું રચે છે..
૧)તમો ગુણ સર્વનાસનું દુઃખોનું કારક બને છે..તે પ્રમાણે શરીર ધારણ કરી દુખ તકલીફ ભોગવશે.
૨) રજોગુણ- મનુષ્ય પ્રવૃતી કરી લિગણી પ્રેમ માયા મમતા રુપી મનુષ્ય કારક શરીર નું કારણ બની શુખ દુઃખ ની અનુભુતી કરશે, હશી ખુશી મોજ શોખ માયાના આવરણમાં બંધાશે.
૩)સતો ગુણ-આત્મજ્ઞાન થકી આ મનુષ્ય દેહ ધારણ કરવાનું સાચું કારણ જાણી, પરોપકાર ક્ષમા જપ તપ જ્ઞાન વૈરાગ્ય, સેવા પુજા ,ના સત્વ ગુણો ધારણ કરશે.
આ બધી ચર્ચા તો આપણે આગળ પણ કરી ..
હવે મુળવાત પર આવીએ...

આજે જે વાત કરવી છે તે છે...તે મહત્વની છે..
આ માનસીક( મનુષ્ય) પ્રવૃતી, આસુરી પ્રવૃતી, અને દેવી પ્રવૃતી ઉદભવે છે ક્યાંથી ...? તેનું ઉદગમ બીન્દું કયા આવેલું છે...
તો સમજીલો...
ત્રણ ઉદગમ સ્થાનો
૧) દીમાાંગ- જેની ઉપજ સ્વાર્થ ..તમો ગુણ છે, હંમેશા પોતાનું જ વીચારશે, ધાર્યા પ્રમાણે નહી થાય તો ક્રોધ ઉત્પન્ન કરશે, લાલચ લોભ અભીમાન આ બધી મગજ (દીમાગ)ની ઉપજ છે..માટે હંમેશા કહેવાય તારૂ દીમાગ ઠેકાણે રાખ.
૨)રદય - લાગણી ભાવનામાં વહી જાય છે પરીણામ જાણ્યા વીના આવેગો માં વહી જાય છે, પીગળી જાય છે, મનુષ્ય પ્રવૃતી મા ખુદનો વીચાર કરતું નથી,
૩) મધ્યમાં છે આત્મા જે જજીજ નું કામ કરે છે, તમને શું સારુ ન સારુ તેની સમજ આપે છે, તમને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે,

આમ દીમાગ એ હંમેશાં તમારો સ્વાર્થ તરફ દોરે છે, બીજાનું હીત જોતું નથી ,શારુ ન શારુ જોતું નથી, લાલચ લોભ મોહ અહંકાર ઉપજાવે છે. શરીરને આસુરી પ્રવૃતી કરવા પ્રેરે છે,
રદય નરમ દયાળું છે તે ભાવના લાગણી મા વહી જાય છે કરૂણા મમતા જગાડે છે..માયા મા ફસાય છે.પોતાના દેહ (શરીર) નું હીત પણ જોઈ શક્તું નથી, બસ ભાવનામાં વહી જાય છે.
જયારે તમારો આત્મા જજીજ બની તમને સંતુલીત કરે છે , તમને બ્રહમ જ્ઞાન આપે છે તમને મોહ માયા લાગણી કાળ ક્રોધ અહંકાર અભીમાન કશાય બાજું તણાવવા દેતું નથી'
જાગૃતરાખવાનો ધીર ગંભીર બની જીવવા પ્રેરે છે.
ઈશ્વર પ્રાપ્તિ જીવનનું કડવું સત્ય ..હંમેશા ખુશ રહી કર્મ ફળની આશ રાખ્યા વીના ધીર ગંભીર બની પરોપકારી કર્મ (કાર્ય) કરવા તમને પ્રેરે છે..
પણ જેની પાનસેરી ભારી..મતલબ તમારો આ દેહ પાંચ ઈન્દ્રીયોને જે વશમાં કરશે તેવા કાર્ય કરાવશે.
જો દીમાગે ઈન્દ્રીયોને વશમાં કરી લીધી તો તમો ગુણ પાપ કર્મ કરાવશે,
જો મને ઇન્દ્રીયો ને કાબુમાં કરી તો લાગણી પ્રેમ ભાવનામાં વહી રજોગુણ માનસીક પ્રવૃત્તિઓ કરાવશે.
અને જો પાંચ કર્મ ઈન્દ્રીયો આત્માએ વશમાં કરી તો બેડો પાર ..
ન કામમ ના ક્રોધમ ,ના શુખમ ના દુખમ, ચીદા નંદ રૂપમ શીવોહમ શીવોહમ..
સમજી જશો બ્રહમ જ્ઞાન શરીરને પ્રાપ્ત થશે, દીલ અને દીમાગ કંટ્રોલમાં રહેશે..
સમજાશે હું એક આત્મા શું આ શરીર ભાડાનું મકાન છે..આ મારૂ ઘર નથી , હું અહીંય સ્થાયી નથી'..આ તો એક પડાવ છે..
હું પરમ શક્તી એક પ્રકાસ દીવ્ય તેજ ૐ માથી પ્રકાસ માંથી કાળક્રમે છુટો પડયો છું અને શીવની શોધમાં અહીંયા શુંધી આવ્યો છું, અંતે ૐ પરમ પ્રકાશમાં ભળી જવાનું છે.
બધા આજ યાત્રામાં છે, કોઈ રજું ગુણ ,તમો ગુણ માં ફસાયેલા છે દુઃખી છે, તેમનું માર્ગદર્શન કરી તેમને શહી રાહ બતાવું,
માયાના જાળમાં ફસાઈ આત્મા દુઃખ પીડા તકલીફ માં હોય તો તેને મદદ કરી કમજોર આત્માને મદદ કરી તેનો આત્મ વિશ્વાસ વધારૂ, તો કોઈ ધન દોલત સંપતી કામ વાસનામાં અભીમાન લાલચ લોભ માં ભાન ભુલ્યુ હોય તો તેને જ્ઞાન આપી માર્ગ ભુલ્યાને સહી રાહ બતાવું જેવા કાર્ય કરી શીવને પ્રીય બનીએ, ઈશ્વરના કાર્ય સ્વીકારી ઈશ્વરને પ્રીય બનીયે તો ઈશ્વરની કૃપા થકી આપણી આ યાત્રા સરળ બનશે, ઈશ્વરની કૃપા ઉતરશે..શુખીયા થશો અને અંતે શીવને પામશો
ૐ શાંતિ
આમ દીલ કે દીમાગ ઈન્દ્રીયો ને વસમાં ના કરે, માટે જાગૃત અંને ધીર ગંભીર બનો, આત્માએ તેનીશક્તી ઓળખી દીલ દીમાગ અને પાંચ કર્મ ઈન્દ્રીયો આ તમામને વસમાં રાખી શક્યું તો જીવન સુધરી જશે,
જો દીમાગ હાવી થયું તો સર્વનાસ...
અને દીલ જો તણાઈ ગયું ભાવનામાં તો માયા મમતા લાડણી સભર બની જશો...ધણા તણાયા તો નુકસાન થશે ..પણ મન ક્રમ વચન બધ્ધ બની આત્મા ધીર ગંભીર રહ્યા તો શુખીયા થશો..
જય શીવ ૐ કારા
ઓમ શાંતિ