Darek khetrama safdata - 10 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 10

હવે બીજી બાજુ એક પૈસાદાર ઘરની સ્ત્રી હતી જેની સેવા માટે કેટલાય નોકરો ખડે પગે રહેતા. તેણે એક નાનુ અમથુય કામ કરવાનુ ન’તુ તેમ છતાય તે પોતાના બાળકો શું કરે છે, કોની સાથે રમે છે, તેઓને કેવા સંસ્કાર મળે છે તેની કશી કાળજી રાખતી નહી. તેણેતો એમજ માની લીધુ હતુ કે ઘરના કામતો નોકરોએજ કરવાના હોય, જો નોકર એક દિવસ ન આવે તો આખો દિવસ ઘરમા ગંદકી ફેલાયેલી રહેતી પણ તે એક તણખલુ પણ ઉપાળવાનો પ્રયત્ન કરતી નહી. શું મોટા ઘરની માલકિન હોવાને નાતે તેના ઘર પરીવારની સાર સંભાળ રાખવાની તેની જવાબદારી નથી બનતી ? ઘરના આવા વાતાવરણને કારણે તેના છોકરાઓ પણ બેજવાબદાર બની ગયા, તેઓ મન પડે તેમ પૈસા ઉડાળવા લાગ્યા, મન પડે તેમ એક બીજા સાથે વર્તવા લાગ્યા અને આ રીતે ઘરમા ચારેય તરફ કજીયાઓ ફેલાઇ ગયા. અહી જો પેલી સ્ત્રીએ બીજુ કંઈ નહી તો માત્ર બાળકોને સારા સંસ્કાર આપવાની પણ જવાબદારી ઉઠાવી લીધી હોત તો આજે તેણે આવા દિવસો જોવા પડ્યા ન હોત.

આમ કહેવાનો મતલબ એટલોજ છે કે પોત પોતાની જવાબદારીઓ નિભાવ્યે જવાથી દુ:ખના સમયને પણ સુખમા ફેરવી શકાતો હોય છે, સમાજમા સમ્માનભેર જીવી શકાતુ હોય છે. પણ જો પોતાની જવાબદારીઓ વ્યવસ્થીત રીતે નિભાવવામા ન આવે તો સુખમાથી દુ:ખનો સમય આવતા વાર લાગતો હોતો નથી.

જીવનમા ગમે તેટલી સમસ્યાઓ આવે, નિષ્ફળતાઓ મળે તો પણ આપણે આપણા ભાગની જવાબદારીઓ નિભાવ્યે જવી જોઇએ, તેનાથી કદી વિમુખ થવુ જોઇએ નહી. જે વ્યક્તી સતત પોતાની જવાબદારીઓ નિભાવ્યે જાય છે તેઓને વહેલા મોડા સફળતા મળતીજ હોય છે. જવાબદારીઓથી ભાગી જવુ ખુબ સરળ હોય છે પણ તેના પરીણામો સહન કરવા ખુબ અઘરા પડતા હોય છે જ્યારે જવાબદારીઓ નિભાવવી ભલે થોડી કઠીન હોય પણ તેના પરીણામો ખુબજ મીઠા હોય છે. આવા મીઠા પરીણામો ચાખ્યા પછી જીંદગી પ્રત્યે કોઇ ફર્યાદ રહેતી હોતી નથી. દુર દ્રષ્ટી ધરાવતા વ્યક્તી આવુ ગણીત ખુબજ જડપથી સમજી જતા હોય છે એટલા માટેજ તેઓ દરેક પરીસ્થીતિમા કામ કરતા રહી સફળતા મેળવી બતાવતા હોય છે. આવા લોકો જ્યારે સફળ થતા હોય છે ત્યારે પેલા જવાબદારીથી ભાગી જનારા લોકોને સમજાતુ હોય છે કે સાચુ સુખ અને સફળતા હંમેશા જવાબદારીઓ નિભાવવાથીજ પ્રાપ્ત થતા હોય છે.

જો પોતાની જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ થઈ જાય, એક સાથે અનેક પ્રકારના કામ કરવાના આવી પડે તો આવા સમયે હિંમત હારી જવાને બદલે બધાજ કામ પાર પડી જશે તેવો આશાવાદ વિકસાવવો જોઇએ, તમારે એમ વિચારવુ જોઇએ કે મારા જેવા અનેક લોકોએ આવા કામ પાર પાડ્યા છે તો એનો અર્થ એ થયો કે આવી પરીસ્થીતિમાથી પણ બહાર આવી શકાય તેમ છે. જો તેમજ હોય તો લોકોએ આવા કામ કઈ રીતે પાર પાડ્યા છે, કઈ કઈ ટેક્નીકો વાપરી છે તેની સમજ મેળવી મારે પણ તેનો અમલ કરવા લાગી જવુ જોઇએ. આમ જો તમે આવી ટેકનીકો, રીતો સમજવાનો કે નવા નવા રસ્તાઓ શોધવાનો પ્રયત્ન કરો તો જવાબદારી ગમે તેવી જટીલ કે ગંભીર હોય, તેને સંપુર્ણ સ્વસ્થતાથી નિભાવી શકાતી હોય છે.

ઘણા લોકો પોતાના અગત્યના કામ પડતા મુકીને આખો દિવસ રમતો રમવામા, ટીવી જોવામા કે આમ તેમ આંટા ફેરા મારવામા સમય વેડફી નાખતા હોય છે, તેઓ પોતાના ઘર પરીવાર, સમાજ કે પોતાનાજ જીવન વિશેની જવાબદારીઓ સમજતા હોતા નથી. વળી જો તેઓને રોકવા ટોકવામા આવે તો તેઓ અમુક કારણોને લીધે કોઇ કામ કરી શકે તેમ નથી તેવુ બહાનુ કાઢીને જાણેકે પોતાનીજ જીંદગી સુધારવી એ તેમની જવાબદારી ન હોય તેમ માનીને છટકી જતા હોય છે. છટકી જવાની આવી વૃત્તીને પલાયન વૃત્તી કહે છે. પલાયન વૃત્તી એટલે હકીકતોથી દુર ભાગી પોતાની જવાબદારીઓને અવગણવાની વૃત્તી. એટલેકે જ્યારે વ્યક્તી વાસ્તવિક પરીસ્થીતિઓનો સ્વીકાર કરી તેને સુધારવાના પ્રયત્ન કરવાને બદલે તેમાથી બહાના કાઢી છટકી જવાનો પ્રયત્ન કરે તો તેને રણમેદાન છોળીને ભાગી ગયા કે પોતાની જવાબદારી ચુકી ગયા તેમ કહી શકાય. હવે જરા વિચારો જોઇએ કે જે વ્યક્તી યુદ્ધમેદાનમા લડાઇ લડ્યા વગરજ શસ્ત્રો મુકીને ભાગી જાય છે તે જીત કેવી રીતે મેળવી શકે ? માટે જીવનમા ગમે તે થઈ જાય ગમે તેટલી નિષ્ફળતા મળે તો પણ પોતાના જીવનને સુધારવા માટે કટીબદ્ધ રહેવુ જોઇએ. આપણા જીવનને સુધારવુ એ આપણાજ હાથની વાત છે, તેમા બીજા કોઇ કંઇ કરી શકે તેમ નથી. જો આપણુ જીવન સુધારવુ એ આપણાજ હાથની વાત હોય તો પછી બીજાઓ પર આધાર રાખવાને બદલે કે બહાનાઓ કાઢવાને બદલે સંઘર્ષ કરીને પણ ટકી રહેવુ જોઇએ. ગમે તેવી પરીસ્થીતિમા પોતાનુ કે પોતાના પરીવારના લોકોનુ જીવન સુધારતા રહેવુ જોઇએ એજ સાચી જવાબદારીપણાની નિશાની છે.