Challenge books and stories free download online pdf in Gujarati

પડકાર(Challenge)



ઘણા બધા સમયથી મનમાં આ વિચાર મને સતાવ્યા કરે છે
તેને ઘણી વાર બધી જ રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે
છતાં પણ તે નીકળતો નથી,આજે આખો દહાડો બસ તેના
વિશે જ વિચાર મનમાં આવ્યા કર્યો અને છેવટે તે બહાર
નીકળી ગયો,આ એક હમદર્દી વાળી વાત છે અને આજના
પ્રેમીઓને માટે ખાસ મહત્વપૂર્ણ છે.અને પ્રેમીઓને આશ્વાસન
આપે તેવી વાત છે અને સરસ મજાની વાત છે.

આજના જમાનામાં પ્રેમ કરવો એ એક સ્વાભાવિક વાત છે
તે કરવું તે કોઈ ગુનો તો નથી,છતાં ઘણા લોકો એવું માનતા હોય
છે કે પ્રેમ એક ગુનો છે પ્રેમ કોઈ ગુનો નથી,પ્રેમ કોઈ અપરાધ નથી
પ્રેમથી તો માણસ ને પોતાની અંદરની શક્તિનો ખ્યાલ આવે છે,
છતાં આજના યુગને અનુસરીને વાત કરું તો આજના જમાનામાં

પ્રેમ કોઈ એવી વ્યક્તિ સાથે જ થતો હોય છે કે જે આપણને
ભવિષ્યમાં મળવાનું જ નથી હોતું,ખરી વાતને છતાં માણસ
આવું કેમ કરી બેસે છે એ વાતની તેને પણ ખબર હોતી નથી પણ
માણસનું મન જ એવું સંચળ છે કે તેને આવુ કરવા માટે મજબૂર
કરી દે છે અને તે વાસ્તવમાં ખોટું પણ નથી,જ્યાં સુધી કોઈ તે
વ્યક્તિને આ પ્રેમનો અનુભવ ના થાય ત્યાં સુધી તેને તે ખોટો જ
અને ગલત જ બતાવશે ,આપણે વાત હતી કે જેની સાથે પ્રેમ
થયો હોય તે ભવિષ્યમાં મળતું જ નથી અને આપણે તેને મેળવવા
ઇચ્છીએ તો આપણને સમાજ નડે છે અને તેને લીધે જ આ પ્રેમીઓ
પોતાનો પ્રેમ પૂરો નથી કરી શકતા,હવે તેના મનમાં અનેક પ્રશ્નો થતા
આ સમાજને પોતે ના અનુસરે તો પોતાના અને પોતાના માવતર
ઉપર કલંક લાગે છે,અને પોતાના પ્રેમીને પામે નહીં ત્યાં સુધી પોતે
શાંતિ અનુભવે નહીં અને સરખી રીતે પોતાનું જીવન પણ આરામથી
જીવી ના શકે.આ સમાજને કારણે આવા બધા પ્રશ્નો થતા હોય છે
જો આ વાત સાચી હોય તો આવી વાતનો લઈને કોઈ કાનૂની
કાયદો પણ નથી આવ્યો એનો સીધો અને સરળ અર્થ થયો
કે આ કોઈ ખોટું કાર્ય નથી.જો સમાજ આ વાતની છૂટ આપે તો
પ્રેમીઓના દિલમાં એકદમ હળવાશ અને કોઈ પણ પ્રકારના
ટેનસન વગર પોતાની સારી જિંદગી નીકળી જાય,પ્રેમીઓની વાતને
જ્યારે હું પોતાની આંખની સમક્ષ લાવું છું ત્યારે મને ખુદને હમદર્દી
થાય છે,આવું શુ કરવા થતું હશે કે તે સમાજને ખુશ રાખવા માટે
પોતાની ખુશીનો ત્યાગ કરે છે આજ મને હમદર્દી થાય છે અને હું
આ સમાજનો વિરોધ કરું છું આવી વસ્તુ ના હોવી જોઈએ જેના
કારણે પ્રેમીઓ દુઃખી થાય તેને છૂટ આપવી જોઈએ જેની સાથે તે
ભવિષ્યમાં રહેવા માંગે છે તેની સાથે તેને રહેવા દેવું જોઈએ,આ
સમાજની વર્ષોથી ચાલી આવતી રહેલી રૂઢીને બદલાવવી જોઈએ
કોઈ જ્ઞાતિ કે સમાજ ઉંચા કે નીચા નથી અને તેને તે દ્રષ્ટિથી જોવા
પણ ના જોઈએ,બધા માણસ જ છે બધાને લાલ રંગનું જ લોહી
હોય છે,છતાં પણ આવું શુ કરવા તેની આજે મને ખબર પડતી નથી
જ્યારે પણ માનવીને આ પ્રેમ શબ્દનો સાચો અર્થ નહિ સમજાય
ત્યાં સુધી આ બધી જ વસ્તુ તો ચાલતી જ રહેવાની છે તે માટે સૌ
પ્રથમ તો પ્રેમ નો સાચો અર્થ સમજાવવાની જરૂર છે,આ સમજ્યા
પછી મારા મત મુજબ બધી જ છૂટ આપવી જોઈએ અને પોતાનું
જીવન પોતે આનંદથી પસાર કરે તેમ કરવા દેવું જોઈએ.આ સમાજ
તો આજ છે કાલે બીજો આવશે પણ આ ખોટી માન્યતા ને હવે
સમાજમાંથી કાઢવી બહુ જ આવશ્યક છે,કોઈ જ્ઞાતિ કે ધર્મ ઉચ્ચ
નીચ ના હોવી જોઈએ બધાને સરખી દ્રષ્ટિએ જોવા જોઈએ અને
આજના જમાનામાં આ પ્રેમીને પોતાનું ભવિષ્ય જેની પણ સાથે
વિતાવવું હોય તેની સાથે રહેવા દેવું જોઈએ તેની તેના માવતરને
પણ સામેથી છૂટ આપવી જોઈએ.અથવા જે આવા અવળા વિચારો
ઉપર ચાલી રહ્યું છે તેને સુધારવું જોઈએ,જો આ વસ્તુને પ્રોત્સાહન
આપવામાં આવે તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પોતાની રીતે જ
થઈ જાય,
1.આપણે અત્યારે સમાજમાં ભાગી ગયા અને લગન કારી લીધા એવુ
બોલીએ છીએ એમા આબરૂ જતી હોય છે,તેના કરતાં પહેલેથી જ બધી
છૂટ આપવામાં આવે અને પોતાની ઈચ્છા મુજબ જ લગ્ન કરાવવામાં
આવે તો આવા પ્રશ્નો બનતા જ અટકી જાય છે.
2.આવી વાતોને લઈને ટેનશન અને તકલીફમાં રહેતા હોય છે અને
ભવિષ્યમાં શુ થશે તેને લઈને ચિંતા થતી હોય છે ,આવી વાત ની જો
પહેલેથી જ ખબર હોય તો આવા કિસ્સા બનતા નથી અને પોતાનું જીવન
એકદમ શાંતિથી કોઈ તકલીફ વગર જીવી શકે છે.અને આખી જિંદગી
આનંદથી જીવી શકતા હોય છે.

આવા તો કેટલા ફાયદાઓ થતા હોય છે જો એક વાર બાળકને એમ
કહેવામાં આવે કે જા તારે જેમ જીવવું હોય એમ પોતાની રીતે બિન્દાસથી
જીવિલે તો બાળક પોતાની રીતે સ્વતંત્ર સારી રીતે જીવી શકે છે.હું આ
સમાજની આ જ્ઞાતિ ને લઈને લગ્ન જે પહેલાની પરંપરા મુજબ જ ચાલ્યા
આવે છે તે વાત મને જરાખ મનમાં ખૂંચી એટલા માટે આ એક નાનકડી
પણ બહુ અઘરી વાત છે તેનો હું પડકાર કરું છું.આ વાત નાની એવી જ છે
પણ મહત્વની અને મુદ્દાની વાત છે.જો આ વાત તમને ગમી હોય તો
બીજા સુધી આ વાતને પહોંચાડો.આ બધી વાતો મેં આજના પ્રેમીઓની
વાતને ધ્યાનમાં લઈને લખેલી છે,બધાના વિચારો આ બાબતે અલગ
અલગ હોય શકે.


પ્રતીક ડાંગોદરા