marti vakhate - 1 books and stories free download online pdf in Gujarati

મરતી વખતે... - 1

જીવન ખુબ અટપટું છે.જીવન ની ખુબ વ્યાખ્યા થઈ છે.જીવન ને બધા એ અલગ અલગ રીતે મુલવી છે.અલગ રિતે જોઈ છે.આપણે હિન્દુ પુર્વ અને પુન: જન્મ માં માનીએ છીએ. પણ આપણે માનીયે છીએ જાણતા નથી. માનવા અને જાણવા માં જમીન આસમાન નો ફરક છે.ભગવાન નું પણ તેવું જ. સમજો, ભગવાન ને આપણે જાણતા નથી. ખાલી માનીએ છે. આપણાં બાપ દાાદા એ કહયુ અને તેેેઓ માનતા એટલે આપણે માનીયે છે. આપણે ક્યારેય પુછયુ છે આપણી જાત ને કે ભગવાન શુ છે. હું શોધીશ ભગવાન...જ્યાં સુુધી ભગવાન ને જાણીશ નહિ ત્યાં સુધી માનીશ નહીં.એવું થોડુ છે કે મારા મા બાપ જે માને તે મારે માની જ લેવાનું
ભગવાન ને શોધવા માટે ક્યાંય ભાગવાની જરૂર નથિ. દરેક કર્મ કરતા, વિચાર કરીને પણ ગોતી શકો છો,બુક વાંચી ને, કોઈ ને સાંભળીને ઘણા સાથે ચર્ચા કરી ને.પણ સૌથી સારી વાત છે તમારી જોડે મન જોડે સતત મનન વિચાર કરી ને સત્ય ને જાણી શકો છો. બુધ્ધ એ સત્ય પામ્યુ તે રીતે તમારે પણ તમારી રિતે તમાંરી મહેનત થી સત્ય કહો ભગવાન કહો તેને ગોતવા પડશે . અને બુદ્ધ પણ કહીં ગયાં છે,અપો દીપ ભવ:તો ભગવાન ને ગોતો તમારી રિતે પછી જ માનજો. જાણ્યાં વગર માનવાની ભુલ નહીં કરતાં.

માણસ નો મરવાનો સમય આવે છે, ત્યારે લોકો ના અફસોસ નો પાર નથી હોતો . મોટા ભાગના લોકો મરતી વખતે અફસોસ કરતા હોય છે,એક વાતનો નહીં ઘણી બાબતો નો.જીવન જીવવાની પહેલી શરત એ કે આવતા જનમ માં શુ થશે તેની જરાપણ ફિકર નહીં કરવાની , આ પહેલી શરત છે .કારણ આ એક વાતે જ કેટલાયે ના જીવન ખરાબ કર્યા છે....

જોતા નથી તમે સ્વર્ગ ની આશા મા આજ નું જીવન બગાડતા સાધુડાઓ, જંગલ માં ભટકતા લોકો , સંસાર છોડનારા લોકો, બ્રશ ના કરીને ગંધાતા લોકો , દિવસો ના દિવસ નાહ્યા વગર રહેતા લોકો, દિવસો ના દિવસો ભૂખ્યા રહેતા લોકો આવતા જન્મ ના સ્વર્ગ ની આશા મા પોતાનું આજનું જીવન વેડફી નાંખે છે. ઉપવાસ કરવાથી કે ચાલતા તકલીફ કરીને પણ દર્શન કરવા જતા લોકો નું ભગવાન વીશેષ ફાયદો કરે છે તેવું માનવા વાળા ની કમી નથી. મૃત્યુ પહેલા અનંદ થી, અવેરનેસ થી, હિંમત થી, કર્મ થી જીવવાનું નામ છે.

માણસ નું બચપન તો લગભગ સુતા સુતા જ પાસાર થતું હોય છે. લગભગ લગભગ પરતંત્ર, મા બાપ કહે તેમ જ કરવાનું હોય છે. પણ s.s. c.પાસ થયા પછી કોઈ પણ વ્યક્તિ ચાહે છોકરો હોય કે છોકરી, તેણે પોતાની રીતે પોતાની લાઈફ નક્કી કરી લેવી જોઇએ.પોતાનો એક ગોલ નકકી કરી તેની પાછળ મંડી જ પડવું જોઈએ. સલાહ બધાની લેવેની, મા બાપ જોડે મિત્રતા થી ડિસક્સન કરવા જોઇએ. ફ્રેન્ડ જોડે , સર જોડે , જેની સાથે પણ શક્ય હોય તેની જોડે વધુ ને વધુ ડીસ્કસન કરી ડીસીસન લેવાનું હોય. બને તેટલી વાતો લખી ને ક્લીયર કરી નાખવાની. યાદ રાખ જો બને ત્યાં સુધી અને વ્યવહારિક તમારો ગોલ હોય તો ચાહે ગમે તે થાય પૂરો કરવાનો પ્રયત્ન કરજો.યાદ રાખ જો, આ દુનિયા મા તામારા થી વિષેશ કોઈ જ નથી કોઈ જ નહીં.ખોટા લાગણીવેળા માં કયારેય વહી નહીં જતા.તમારો પ્રોફેશન તમે જ ફક્ત તમે જ નકકી કરેલો હોવો જ જોઇયે.
જીવન મા સંબંધો નું ખુબ મહત્વ છે, પણ સૌથી મહત્વ તમારું છે ફક્ત તમારું . તમારી પોતાની
જાત ને જેટલા વફાદાર રહેશો એટલાં સુખી થઈ જીવશો.
ભણતર પૂરું થયા પછી જે ગોલ પૂરો કરવાનો
હોય તેને પૂરા વફાદાર રહીને કામે લાગી જાઓ . જે ગમે તે કરવાનો આનંદ અનેરો છે.
જે ગમે તે કામ મલી જાય પછી પણ ઘણુંધ્યાન રાખવુ પડે છે.......


To be cotinued..........