Manjit - 3 books and stories free download online pdf in Gujarati

મંજીત - 3

મંજીત

ભાગ : ૩

ભાગતાં જ અજીબ ડોળા કાઢતી એ માનુની મોન્ટીને જોઈ રહી હતી. પહેલા તો એણે સમજ જ પડી નહીં કે એ ક્યાં આવી પહોંચી હતી. પરંતુ પળવારમાં જ સ્થિતિથી વાકેફ થતાં હાથમાં રહેલું બેગ એણે ભાગતાં જ છુટું મોન્ટી પર ફેંક્યું અને ફરી ભાગી.

“ઓહ્હ એહ મેડમ..!! ગીર જાઓગે. કહા ભાગ રહે હો..” ઝડપથી મોન્ટીએ એ છોકરીનો હાથ પકડી લીધો પરંતુ એ છોકરી પોતાનાં હાથ છોડાવવાનો ભરસક પ્રયત્ન કરતી રહી.

“અરે કયું છટપટા રહે હો? હમ કોઈ ભૂત થોડી હૈ. સૂનો હમારી બાતે..!!” એટલું કહીને મોન્ટીએ પૂરા તાકતથી એ છોકરીને ધક્કો માર્યો એટલે એ છોકરી ખાટલા પર પડતા જ ઉછળી. એના છુટા બધા જ વાળોથી એનો ચહેરો ઢંકાઈ ગયો.

“અરે અબ્દુલ ઊભો શું છે પૂતળાની જેમ..? પીવાની બોટલ ધર એને..!!” એ છોકરીનો બધો ગુસ્સો અબ્દુલ પર રેડતા મોન્ટીએ કહ્યું.

છોકરી માંડ શાંત થઈને પોતાનાં વાળ સરખા કરતી મોન્ટી તરફ નજર કરી. અબ્દુલે પાણીની બોટલ સામે ધરતાં કહ્યું, “ શાંત થઈ જાઓ બહેન. અમે તમારા દુશ્મન નથી. આ તો તું અહિયાંથી નીચે પડી નાં જાય એટલે મોન્ટી ભાઈએ તને પકડી પાડી હતી. જુઓને હજું તો કેટલું કાચું કામ છે.” અબ્દુલે શાંતિથી પૂરી માહિતી આપતા કહ્યું. પણ એનું ધ્યાન અબ્દુલની વાતોમાં જરા પણ ન હતું એણે બોટલ ઝડપથી લઈને પોતાનાં મોઢામાં મૂકી દીધી. ફ્રીઝ તો ઘરમાં હતું નહીં પ્લાસ્ટિકની બોટલમાં રહેલું ગરમીના કારણે ગરમ થયેલું પાણી એ એવી રીતે ગટગટાવી ગઈ જાણે સાત જન્મોની તરસ આજે છીપાવતી હોય...!!

“અરે અબ્દુલ નીચેથી પાણીની બીજી બોટલ લઈને આવ.” મોન્ટીએ કહ્યું. પરંતુ એ છોકરીએ નાં માં હાથ હલાવ્યો અને મોઢામાંથી નીકળી ગયું, “ થેંક્સ..!!”

થોડી મિનિટો તો મૌનમાં જ પસાર થઈ. ઉપર આગાસીમાં ગરમ પવન આવતો હતો. બસ એનો જ સુસવાટો થતો હતો. પાણી પીય ને એ છોકરીએ ખાલી બોટલ નીચે મૂકતા જ હવાના વેગથી ઊડીને નીચે પડી. ત્યારે જ એણે અંદાજો આવ્યો કે એ જ્યાં બેઠી હતી ફક્ત કાચો સ્લેબ હતો. એના ફરતે કોઈ દીવાલ સિક્યુરિટી માટે બાંધી ન હતી. એની ભૂલ અત્યારે એને સમજાઈ કે એવી નાસમજ થઈને હોશિયારી બતાવી ભાગી હોત તો સીધી નીચે જઈને પડતે..!!

મોન્ટીએ ખોખારો ખાતા કહ્યું, “મેડમ યહા હી ડેરા જમાના હૈ યા અપને ઘર વાપસ જાના ચાહોંગે. કહો તો છોડ દે હમ?”

એને ટ્રસ્ટ જ ન આવતો હતો આ ટપોરી જેવા છોકરાઓને જોઈને...!! બોલવું તો પણ શું બોલું...!! એવી અસમંજસ સ્થિતિ ક્રિએટ થઈ હતી. એને કશુંક વિચાર્યું પછી કહ્યું, “ જી. થેંન્ક્સ ફોર ઓલ. પણ અત્યારે હું ક્યાં છું એ કહેશો? હું મારા ડ્રાઈવર જુબેર ચાચાને બોલાવી લઉં..!!”

એટલું સાંભળતા જ મોન્ટી ખબા ઊલાડી ઉલાડીને હસવા લાગ્યો. તાળી લેવા માટે મોન્ટીએ સામો હાથ કર્યો અને અબ્દુલે હાથ તાળી આપી. પછી બંને પાગલની જેમ જોરજોરથી હસ્યાં.

ભયાનક રીતે હસતાં આ ટપોરી છોકરાઓને એ જોતી જ રહી. એને સખત ગુસ્સો આવતો હતો. એનું બેગ નજદીક લીધું. એક નજર અબ્દુલ મોન્ટી પર નાંખીને બેગમાં હાથ નાંખીને મોબાઈલ શોધવા લાગી.

“અરે એડ્રેસ બોલો. હું ગાડી મગાવું છું.” ગુસ્સાને કાબુમાં રાખી એ બોલી.

મોન્ટીએ માંડ હસવું બંધ કરીને કહ્યું, “ મેડમ આપ પ્રેમનગરની ઝૂંપડપટ્ટીમાં પધાર્યા છો. ચાર પૈડાની વાત ક્યાં કરો છો? જેનેટ આંટી આરામથી આ ગલીમાંથી પસાર થાય એટલો રસ્તો મળશે. બાકી તો વૉ મેદાન મેં હેલિકોપ્ટર ઍરોપ્લેન આયેગા ઇતની જગા હૈ.”

છોકરીનો ગુસ્સો વધતો જતો હતો પણ એ ફક્ત ધીરજ રાખી રહી હતી એને કેવી પણ રીતે અત્યારે અહીંયાથી નીકળવું હતું.

“પર મેડમ આપકા નામ તો બતાને કા કષ્ટ કરો.” મોન્ટીએ કહ્યું.

એ છોકરીએ ગુસ્સાથી અકળાતા કહ્યું, “સા..રા.” એને ઊભી થઈને આખું બેગ ખાલી કરી દીધું. બેગમાંથી બે જેટલી બુક્સ પડી. એક નાનકડું પર્સ પડ્યું. એને મોબાઈલ ન દેખાતાં એ રડમસ જેવી થઈ ગઈ. એનું નાક લાલ થઈ ગયું. એ માંડ પોતાનાં આંસુઓને કન્ટ્રોલ કરી રહી હતી.

મોન્ટી અને અબ્દુલ બંને બધું જ જોઈ રહ્યાં હતાં. મોન્ટીએ સાર મેળવી લીધો હોય તેમ તરત જ કીધું, “ મેડમ સારા હું તમને ફૂલ સ્પીડમાં અત્યારે જ છોડીને આવું છું. ચાલો આવો મારી સાથે.”

“ગોડ...!! ઘીન આવી રહી છે મને.. મોબાઈલ ક્યાં ગયો??” એ રડવા લાગી.

(વધુ આવતાં અંકે)