Manjit - 9 books and stories free download online pdf in Gujarati

મંજીત - 9

મંજીત

પાર્ટ : 9

"કોણ છું હું ?? તારી ગર્લફ્રેન્ડ..!! સમજ્યો." ક્રિસ્ટીએ ફરી એ જ ધોહરાવ્યું.

"જો ક્રિસ્ટી મારી ખોપડી ગરમ થઈ રહેલી છે. તારે નીકળવું જોઈએ. 'આઈ' અત્યારે આવતી જ હશે અને આ તમાશો જોઈને એ પણ બગડી જશે. એમના આવવાના પહેલા આ વાસણ જગ્યા પર મૂકવા દે." મંજીતે જેટલું શાંતિથી સમજાવાનું હતું એટલું એ ધીરજ રાખીને બોલ્યો.

"મારો જવાબ આપ પહેલા." ક્રિસ્ટીએ પહેલા કરતાં પણ વધુ ચિડાઈને કહ્યું.

"એયય એય..!! તારી સાથે એક આજે ચોખવટ કરી દઉં છું. જે તું ગલફ્રેન્ડ ગલફ્રેન્ડ કરે છે ને?? બસ્તીમાં બધાને જ ખબર છે એ જ કહેવું છે ને ?? તો એના નગારા તું જ પીટી રહી છે. હું નહીં. જા હવે સમજી..ને..!!" મંજીતે એને હસડેલી દીધી. એ રડવા જેવી થઈ ગઈ. મંજીત ઝડપથી દરવાજાની બહાર જતો રહ્યો.

"મંજીત મંજીત !! હું તને પ્રેમ કરું છું તું કેમ સમજતો નથી." ક્રિસ્ટી દરવાજા બહાર કહેતાં આવી ગઈ પરંતુ ત્યાં સુધી મંજીત ખેતરની વાટે નીકળી પડ્યો હતો.

"મંજીત....!!" ક્રિસ્ટીએ સંભળાય એવી જોરથી બૂમ મારી. મંજીતને એ સંભળાયું. પણ એને પાછળ જોવાની તસ્દી લીધી નહિ અને એ ખેતરની અંદર સુધી જતો રહ્યો. ખેતરની અંદર જતા જ એને એ જ રસ્તો પકડ્યો જ્યાંથી સારાને ઊંચકીને લઈને આવ્યા હતાં. મંજીત ખેતરના ખૂણે ખૂણેથી વાકેફ હતો. ફક્ત દસ મિનિટની એક પાતળી લાકડીથી શોધખોળ બાદ એને મોબાઈલ મળી ગયો. એ ખૂશ થઈ ગયો એ વિચારથી કે સારા કેટલી ખૂશ થશે...!! મોબાઈલ સ્વીચ ઓફ જ હતો. અને ઝાડીમાં દેખાય નહીં એવી રીતે પડ્યો હતો. એ ઘરે આવી ગયો. ત્યાં સુધી આઈ આવી ગઈ હતી અને વાસણો ઊંચકી રહી હતી.

"કાય રે કુઠે ગેલાસ હોતાસ. હાની હે કાય. પૂર્ણ ઘરાચી વાટ લાવુંન ઠેવલી આહે??" મંજીતની આઈ આવતાની સાથે જ ઘરમાં પડેલા વાસણો જોઈને ત્રાટુંકી.

"અરે આઈ અબ્દુલ સાથે થોડી લડાઈ થઈ ગઈ. એટલે..." મંજીતે જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં જ ," તુજં બાપ આની તું..!! જ્યાં દિવસી માજી જિંદગી મદે દોગે આલે....."

"તે દિવસથી તારી જિંદગી હરામ કરી રાખી છે."મમ્મીનું વાક્ય પૂરું કરતાં મંજીતે કહ્યું.

"બસ. ઔર કુછ આઈ...?" મંજીતે કહ્યું. અને વાસણ ઊંચકવા લાગ્યો. એના પછી ઝાડું પણ કરવા લાગ્યો.

"કાય રે..!! આજ જેવણ પણ નાય બનવલસ..?" કિચન પરના ગેસ પર નજર કરતાં પૂછ્યું.

મંજીતના મમ્મી ઝાડુંપોતા કરવા બહાર જતાં તો ત્યાં સુધી એ રસોઈ કરી રાખતો. પણ આજે સારાને લીધે એ બધું જ કામ રહી ગયું.

મંજીતે જવાબ આપવાનું ટાળ્યું અને નીચું મોઢું કરું ઝાડું લગાવતો રહ્યો. મંજીતની મમ્મીએ બબડાટ કરતા રસોઈ બનાવામાં પરોવાઈ ગયા. ઝાડું કર્યા બાદ મંજીત નાહવા માટે જતો રહ્યો. એ ફ્રેશ થઈને સીધો સિડી ચડીને ઉપર જતો રહ્યો. ખાટલા પર પડયો અને સારાનાં મોબાઈલને તેમ જ એના પર લગાવેલું કવરને એ ધ્યાનથી જોતો રહ્યો અને પછી કહ્યું, "આય..લા. મોબાઇલ કો ભી ક્યાં સજા કર રખા હૈ..!"

એને ખાટલા પર જ પડખું ફેરવ્યું. પોતાના નાના ડબલુ જેવા ફોનમાંથી એને સારાએ આપેલો નંબર ડાયલ કર્યો.

" હેલ્લો..! નિત્યા..?" મંજીતે અચકાતા કહ્યું.

"હા બોલું છું. આપ..?" સામેથી નિત્યાએ પૂછ્યું.

"સારા મેડમે આપનો નંબર આપેલો. એમને ફક્ત મેસેજ આપવાનો છે કે મોબાઈલ મળી ગયો છે. કોન્ટેક્ટ આ જ નંબર પર કરજો." મંજીતે ટૂંકમાં પતાવ્યું.

નિત્યાએ વધારે પૂછ્યું નહિ "ઓકે" કહીને ફોન મુક્યો.

♦♦♦♦

બીજા દિવસે કોલેજમાંથી નિત્યાના મોબાઈલ પરથી સારાએ કોલ કર્યો," હાય, મંજીત કેમ છો? હું સારા બોલું.!!"

"સબ બઢીયા. મોબાઈલ તમારો મળ્યો છે. ક્યાં આવું આપવા? મંજીતે કામની વાત કરી.

"કોલેજનાં બહાર મળીયે?" સારાએ કહ્યું અને એડ્રેસ આપ્યું.

"ઓકે હું આવું."મંજીતે ઉત્સાહથી કહ્યું. ફોન મુકાઈ ગયો. એને ફોન કરીને અબ્દુલને બોલાવી લીધો સાથે જ પોતાનાં માટે કોઈ નવા ડ્રેસનું આયોજન કરે એ પણ કહી દીધું.

અબ્દુલ આવ્યો અને મંજીત માટે એક જોડી બીજા દોસ્ત પાસેથી નવા કપડા લેતો આવ્યો. મંજીતે એ પહેર્યા. અરીસામાં જોયું. એને યકીન આવ્યું નહીં કે એ જ મેલાઘેલા કપડાંવાળો મોન્ટી..!! કે પછી આ કપડા પહેરતાંની સાથે લાગતો હેન્ડસમ હીરો મંજીત...!!

"તું તો એકદમ હીરો કી માફીક દિખ રેલા હૈ ભાઈ..." અબ્દુલે કહ્યું અને મંજીતે ટપલી મારતાં કહ્યું," ભાઈ કો નજર લગાતા હૈ.."

સ્ટાઈલિશ કપડા પહેરતાં જ એની ચાલવાની રીતમાં અક્કડ આવી.

"ભાઈ પરફ્યુમ ભી મારેલાં હૈ. ગોગલ્સ ભી લગાયા હૈ. ક્યાં બાત હૈ..!!" અબ્દુલે ઉત્સાહ વધારતાં કહ્યું. અબ્દુલ પણ વ્યવસ્થિત તૈયાર થઈને આવ્યો હતો. મંજીતે બુલેટ કાઢ્યું ખટખટ કરતું," અબ્દુલ ચલ આ જા અપના જલવા દિખાના બાકી હૈ મેડમ કો.."

અબ્દુલ પાછળ ઝટથી બેસી ગયો. મંજીતે બસ્તીનાં ગલીમાંથી બુલેટ કાઢ્યું અને કોલેજનાં રસ્તે ભગાવ્યું.

(વધું આવતા અંકે)