Friendship books and stories free download online pdf in Gujarati

ફેન્ડશીપ

( મિત્રો ફેન્ડશીપ સિરીઝ પૂર્ણ કરી નાખી , પણ ભાગ પ્રમાણે કદાચ કઇ ભાગ છુટી ગઇ હોય તેના કરતા બધું જ એક ભાગમાં મળી રહે તે માટે આખી સિરીઝ બધું ભેગું કરીને આખું એકમાં મળી રહે તે માટે હેતુ માટે લખી રહયો છું.)

એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.
છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ સાથે તે વાતચીતો કરતી હતી તે માત્ર ને માત્ર હું જોઇ રહયો હતો.

થોડીક વાર થઇ તો તે છોકરી ત્યાંથી નીકડી ગઇ.તેના પછી હું માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.મને એમ થયું હવે કાલે પાછો ત્યાં જઇશ, અને તેને જોયા જ કરીશ.બીજો દિવસ આવ્યો ,હું ત્યાં ગયો પણ થોડોક કામ હોવાથી થોડોક ત્યાં પહોંચવામાં મોડું થઇ ગયું.પછી ત્યાં જઇ બગીચા ના એક બાકડા પર બેઠો.મને એમ હતું હમણા આવશે ,પરંતુ મને આવ્યે કલાક થઇ પછી તે છોકરી ત્યાં દેખાણી નહિ.

હવે વિચાર કરતો હતો આજે થોડુંક મોડો થઇ ગયું તેમાં કદાચ તે આવીને ચાલી પણ ગઇ હોઇ શકે.હવે કાલે વહેલો આવી જઇશ.ત્રીજો દિવસ હતો આજે તો ત્યાં થોડોક વહેલો પહોંચી ગયો અને જઇને બાકડા પર બેઠો.દુર થી એક છોકરી આવતી હતી ,એટલે લાગ્યું કે તે છોકરી હશે પણ તે છોકરી નથી.પછી થોડીક વાર થઇ. પછી જેને જોવા માટે બે દિવસ સુધી રાહ જોઇ તે ક્ષણ આવી ગઇ.

તે છોકરી આવતી હતી તે આગળ ચાલી ગઇ.આજે તો નકકી કર્યુ જ હતું કે તેની સાથે ફેન્ડશીપ કરવી જ છે.પછી તે છોકરી આગળ ગયો.પહેલા થોડોક સંકોચ થતો હતો, પછી તે જઇને તેમનું નામ પુછયું . તો પહેલા તો તેને પુછયું કે મારા નામ નું તમારે શું કામ છે ? મેં જવાબ આપ્યો કે મારે તમારી સાથે ફેન્ડશીપ કરવી છે એટલા માટે પુછયું.

છોકરીએ કહયું કે હું તમને ઓળખતી પણ નથી તો હું તમારી સાથે કઈ રીતે ફેન્ડશીપ કરી શકું ? છોકરા એ ઉતર આપ્યો કે તમે ફેન્ડશીપ કરશો તો હું તમને અને તમે મને જાણી શકશો.
છોકરીએ પોતાનું નામ કિષ્ના કહયું, છોકરા કીધું કે તમારૂ નામ તો ખુબ સરસ છે.કિષ્નાએ પુંછયું તમારૂ નામ શું છે ?
છોકરા કહયું મારૂ નામ રામ છે.

રામ: તમે કઇ જગ્યાએ રહો છો ?
કિષ્ના : અહી થી 1 કિલો મીટર દુર જ રહું છું .
કિષ્ના : તમે કયાં રહો છો ?
રામ : હું અહી થી દુર રહું છું .
કિષ્ના : તમે દુર રહો છો ત્યાંથી અહી શું લેવા આવો છો ?
રામ : મને બગીચામાં બેસવાની ખુબ મજા આવે એટલા માટે.

આમ રામ અને કિષ્ના વચ્ચે સંવાદ થાય છે પછી બંને એક બીજા પોતાના નંબર આપ - લે કરીને અલગ પડે છે.પછી રામ પોતાના ઘેર પહોંચી ને કોલ કરે છે , કિષ્નાએ ફોન રિસિવ ના કર્યો એટલે રામ બીજી વાર કોલ કર્યુ, પણ ફોન રિસિવ ના થયો.રામને ચિંતા થઇ કે મારો ફોન કેમ રિસિવ નથી કરતી.

રાત્રે 10 વાગ્યા હશે ત્યારે મારા મોબાઇલ માં રિંગ નો રણકાર સાંભડયો.મેં ફોન રિસિવ કર્યો કિષ્નાનો ફોન હતો એટલે મારા માં નવી ચેતના આવી. પહેલા તો તેને પુછયું કે મારો ફોન કેમ રિસિવ ન હોતો કર્યો, ત્યારે કિષ્ના કહયું કે ઘરના કામમાં વ્યસ્ત હતી , અને ફોન હાથમાં નહોતો એટલે રિસિવ ના કરી શકી.

કિષ્ના તે માટે સોરી કીધું પછી બંને વાતો ચાલતી રહી આમ કરતા કરતા 1 કલાક જેટલો સમય થઇ ગયો એટલે કિષ્ના કહયું કે હવે મારે સુઇ જવું છે. કાલે વાત કરીશું.

જેમ છેલ્લે કિષ્ના કીધું કે કાલે વાત કરશું.બીજે દિવસે સવારે કિષ્નાએ ફોન કર્યુ.પણ કોઇ કારણોસર ફોન રિસિવ ના થયો.રામે પછી તેનો મોબાઇલ હાથમાં લીધો ત્યારે જોયું કે તરત જ તેને કિષ્નાને ફોન કર્યો.કિષ્નાએ ફોન રિસિવ કર્યો.

કિષ્ના અને રામ વચ્ચે શરુઆતમાં થોડી થોડી નાની સુની રકઝક થઇ,પછી બંને પોતાની વાતો આગળ ચાલું રાખી.
રામ તેને મળવાનું કીધું તો કિષ્નાએ પહેલા તો કીધું કે ઘેર થી બહાર નહી આવવા દે .રામે કીધું કે કોઇને કોઇ બહાનું કાઢીને આવવા માટે કહયું.કિષ્નાએ કીધું કે હું પ્રયત્ન કરૂ છું.કિષ્ના આવી ના શકી તેથી રામ તો ખુબ દુ : ખી થઇ ગયો.

પછી ફોન પર વાત કરી ત્યારે પહેલા તો બંને ખુબ જ ઝઘડયા પછી જેમ તેમ કરીને મામલો શાંત પડી ગયો.હવે બંને નકકી કર્યું આ વખતે તો ગમે તેમ થાય પણ આપણે ફરવા જઇને જ રહીશું.જે ક્ષણની વાત જોતા હતા તે સમય આવી ગયો. એક દિવસ કિષ્નાને ઘરના બધા મેમ્બરોને અચાનક કોઇ કારણોસર બહાર જવાનું થયું.કિષ્નાને પણ કીધું પણ કિષ્નાએ કોઇને કોઇ બહાનું કાઢીને ઘેર રહેવાનું પસંદ કર્યુ.પછી તો કિષ્નાએ ફોન કરી બધી વાત કરી ત્યારે તો રામ ના મનમાં જાણે લાડુ ફુટયા હોય તેવો આનંન્દિત થઇ ગયો.

રામે વિચાર કર્યુ હશે કે હવે તેની સાથે વાત ચીત કરવાનો , બેસવાનો નિરાંતે સમય મળ્યો છે, તો તેનો ઉપયોગ ભરપુર કરી લઇશ.જે દિવસોનો ઇંતજાર હતો તે દિવસ આવી ગયો હતો.રામ બ્લેક જીન્સ , રેડ શર્ટ , રેડ બુટ પહેર્યા અને પોતાના ઘરમાંથી બહાર નીકડયો. બાઇક સ્ટાર્ટ કરી અને કિષ્ના ઘર તરફ તેજ ગતિ થી રફતાર પકડી અને તેના ઘર પર પહોંચી ગયો.

રામે ઘર નો ડોર બેલ વગાડી ત્યારે અંદરથી ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે તેની નજર કિષ્ના પર પડી. કિષ્નાએ લાલ કલર નો શોર્ટ કપડા પહેરીયા હતા.તેના હોઠ પર લાલ કલરની લિપસ્ટિક આ જોઇને રામ તો જાણે પાગલ થઇ ગયો હોય તેવી ફિલિંગ આવવા લાગી.રામ અંદર ગયો .

કિષ્નાએ પુછયું કે
તમે ચા પીશો ને ?
રામે : હા પાડી.
કિષ્ના : હું પહેલા આપણે બંને માટે ચા બનાવી લાવું
રામે : ના પહેલા આપણે વાતો કરીએ પછી ચા
કિષ્ના : તમે બહાર થી આવ્યા પહેલા થોડીક વાર બેસો
રામે : હા તો તેમ કર

કિષ્ના પોતાના કિચનમાં ચા બનાવવા ગઇ . ત્યાંથી રામ બેઠો.કિષ્ના ચા બનાવી આવી એટલે બંને સાથે ચા પીધી .હવે બંને કિષ્નાના રૂમમાં ગયા અને બંને નિરાંતે વાતો કરવા લાગ્યા.વાતો કરતાં કરતાં તેનો કિષ્નાને પ્રપોઝ કરી દીધી .કિષ્નાએ પ્રપોઝ સ્વીકારી લીધું . આમ બંનેની મિત્રતા માંથી પ્રેમ તરફની સફરનો પ્રારંભ થઈ ચુકયો હતો.બંને મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.બંને એકમેક બનીને એક બીજા ને જોઇ રહયા હતા.

પછી કિષ્ના કહયું કે હું પણ તમને ખુબ જ પ્રેમ કરૂ છું અને કરતી રહીશ. રામે તેના પ્રયુત્યરમાં જવાબ આપ્યો કે હું પણ તને ખુબ જ પ્રેમ કરૂ છું.બંને એકબીજાને ચોતી ગયા , એક બીજામાં ખોવાઇ ગયા.થોડીક વાર થઇ એટલે કિષ્ના કહયું કે હાલો બહાર આપણે ફરવા જઇએ.રામે પુછયું કયાં જશું ત્યારે કિષ્ના એ કહયું કે આપણી જયાં પ્રથમ મુલાકાત થઇ હતી ત્યાં જઇને આપણે બેસીએ . ત્યાં મને પણ ખુબ મજા આવે છે અને તમને પણ.પછી બંને કિષ્ના ઘેર થી બાઇક પર બેસીને નીકળે છે.બંને ગાર્ડનમાં જઇને પોતાની પહેલી મુલાકાતની યાદો તાજી કરે છે.થોડા સમય પછી કિષ્ના કહે છે કે હવે ઘેર જવું પડશે ઘરના લોકો આવતા જ હશે.પછી રામે કિષ્નાને તેના ઘર પર ઉતારી ત્યાંથી પોતાના ઘર તરફ ગયો.

રામ અને કિષ્નાની મિત્રતા એ હવે પ્રેમમાં ફેરવાઇ ગઇ છે હવે પ્રેમના માર્ગ આગળ વધી રહયા છે.તેની વાત આ ભાગમાં કરવાની છે.

રામે કિષ્નાને તેના ઘર પાસે ઉતારી ત્યાંથી આગળ ચાલતો થઇ ગયો.પોતાના ઘેર ગયો.પોતાના ઘેર પહોંચીને પહેલા તો તે ફેશ થવા ગયો . ફેશ થઇને આવી ને તેને પોતાના હાથમાં મોબાઇલ લીધો અને સીધો જ કિષ્નાને ફોન કર્યો.ફોનમાં વાતો કરવા લાગ્યા થોડીક વાર થઇ તો કિષ્નાના ઘરની બેલ વાગી એટલે કિષ્નાએ કીધું કે ઘરની બેલ વાગી છે એટલે કદાચ ઘરના કોઇ આવ્યા હશે.પરંતુ જયારે તેને ઘરનો દરવાજો ખોલ્યો તો તેની મિત્ર પ્રિયા હતી.

કિષ્ના પ્રિયાને લઇ ને અંદર ગઇ. પછી બંને અંદર જઇને બેઠા.બંને ઘણા સમય પછી મળ્યા એટલે ઘણી બધી વાતો ભેગી થઇ ગઇ હતી.તે બધી વાતો આજે પુરી કરી નાખી તેમ પ્રિયા કહયું.વાતો વાતો એકબીજા પુછયું કે તારે કોઇ છે કે નહી ? પ્રિયા ના પાડી મારે તો કોઇ નથી . કિષ્ના કીધું કે આજે મને મારા મિત્ર પ્રપોઝ કરી મેં તેનો સ્વીકાર કર્યો.પ્રિયા પુછયું કે કોણ છે , હું તેને ઓળખો છું ? કિષ્ના કીધું ના .
પછી પ્રિયાને જાણવાની ઉત્સુકતા થઇ .કિષ્ના તેના વિશે હજી વધું જાણવવા ના માંગતી હતી.

કિષ્ના કહયું કે હું તેના વિશે થોડુંક જ કહીશ , પછી બીજું બધું આગળ જઇને કહીશ.કિષ્ના થોડી ઘણી વાત કરી , મુલાકાત થઇ , સારા મિત્ર બન્યા પછી તેને પ્રપોઝ કરી વગેરે.પછી બંને વાત પુરી કરી અને પ્રિયાએ કીધું કે હવે હું ઘેર જાવ.કિષ્નાએ પોતાની મિત્રને દરવાજા સુધી છોડવા ગઇ.પછી બાઇ બાઇ કર્યા,અને કિષ્ના અંદર ગઇ.

કિષ્નાએ રામને ફોન કર્યો , પાછા બંને વાતો કરવા લાગ્યા.પછી પાછા પ્રેમની વાતોમાં બંને એકમેક બની ગયા.જાણે કે બંને સ્વર્ગમાં હોય તેવી અનુભૂતિ કરવા લાગ્યા.થોડી વાર થઇ તો કિષ્ના ઘેરની બેલ વાગી ત્યારે તેનું ધ્યાન જ ના હતું.થોડી વાર સુધી રાહ જોઇ પછી કિષ્ના ધ્યાને આવતા તે દરવાજો ખોલવા માટે ગઇ.તરત જ તેમના મમ્મીએ પુછયું કે કેમ વાર લાગી ? ત્યારે તેને કોઇ બહાનું બનાવી દીધું કે હું ઘરનું કામ કરતી હતી.પછી તેના ઘરના લોકો આવ્યા અને ફેશ થવા ગયા , અને તે પછી આરામ કરવા લાગ્યા .સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.પછી કિષ્ના પણ આરામ કરવા લાગી.

જયારે વહેલી સવારે ઉઠી .તરત તેને પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને જોયો કે રામનો ફોન તો નથી આવ્યો ને ,
ના આવ્યો હતો એટલે તેને પછી તે ફેશ થઇ અને પછી નાહાવા માટે ગઇ.નાહીને આવી પછી તરત તે બધા માટે ગરમા ગરમ નાસ્તો બનાવવા માટે પોતાના કિચનમાં ગઇ.પછી બધા પરિવારના સભ્યોએ સાથે મળીને નાસ્તો કર્યો.બધા પોતપોતાના કામમાં લાગી ગયા.જયારે કિષ્નાએ પોતાનું કામ પુરૂ કરીને નવરી થઇ એટલે પોતાનો મોબાઇલ હાથમાં લીધો ત્યારે તેને રામને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો અને જોયું કે રામ તો ઓનલાઇન છે તે શું કરતો હશે ? થોડી વાર સુધી વેઇટ કર્યો પણ રિપ્લાઇ ના આવ્યો.કિષ્ના થોડીક ચિંતા થઇ એટલે તેને થોડી વાર પછી ફોન કર્યો અને પહેલા તો તેની સાથે ઝગડો કરવા લાગી.રામને બોલવવાનો કે રપષ્ટતા કરવાનો મોકો જ ના આપ્યો.

રામે પછી જોશ થી બોલી ઉઠયો કે મારી વાત સાંભળીશ કે નહી ? કિષ્ના પણ શાંતિ થી કહે છે , હા બોલો શું કરતા હતા ? કોની સાથે વાત કરતા હતા કે મને રિપ્લાઇ પણ ના આપી શકયા.મારા થી પણ વધુ ઇમ્પોર્ટન્ટ કોઇ છે ? રામે પહેલા તો બધા પ્રશ્ર સાંભળ્યા અને પછી તેના બધા પ્રશ્રના જવાબ આપ્યા.

રામે કહયું કે મેસેજમાં મારા પરમ મિત્ર સાથે વાત કરી રહયો હતો, અને તે પણ આપણા બંને વચ્ચે જ પ્રેમના સંબંધ છે . તેની વાત કરી રહયો હતો.કિષ્નાએ પુછયું કે તમે કેમ અત્યાર થી કહી દીધું ? રામે હયું તે મારૈો પરમ મિત્ર છે એટલે તેને તો બધી વાતો કરવી જ પડે.આપણે કોઇ મદદની જરૂર હશે તો તે આપણી મદદે આવશે.

કિષ્ના કીધું આટલો બધો વિશ્વાસ છે તમને તમારા પરમ મિત્ર પર ? રામે કીધું કે હા મને મારા પરમ મિત્ર પર પૂર્ણ ભરોસો છે, તેને કયારેય પર મારો વિશ્વાસ તુટવા નથી દીધો.તે હંમેશા મારી મદદે આવે છે.તું જયારે મળીશ ત્યારે તને થોડો અનુભવ થઇ જશે.

રામે ફરી એક વખત બહાર જવા માટે વાત કરી.કિષ્નાએ કહયું કે હવે કઇ જગ્યા જશું .રામે એક પાર્ક માં જશું તેમ કહયું.પાર્ક કઈ જગ્યા છે અને કયારે જશું અને કયારે પાછા આવશું , કારણ કે આ વખતે મારા પરિવારના લોકો ઘેર થી બહાર નીકળીશ એટલે પુછશે કયાં જાશ ? મારે તેમને જવાબ તો આપવો પડશે.

હું કોઇ બહાનું બનાવી નીકળીશ , તું મને મારા ઘેર થી થોડે દુર થી પીક અપ કરી લેજે.આ રીતે પ્લાન બનાવ્યો.તેમને બંને એમ હતું કે દર વખતેની જેમ પ્લાન મુજબ જ થશે, પરંતુ આ વખતે ભગવાન કાંઇક ઓર જ મંજુર હશે.

રામ પોતાના ઘેર થી કિષ્ના લેવા માટે નીકળીયો. કિષ્ના પણ પહોંચી ગઇ હતી.જયારે તે બાઇકમાં બેસવા ગઇ ત્યારે તેના પપ્પા જોઇ ગયા.તેના પપ્પા જોઇને તેને ડર લાગવા લાગ્યો કે હવે પુછશે તો જવાબ શું આપીશ ? ઘેર જઇને ડાટ પડશે તે પણ અલગ થી . રામને કહયું કે પપ્પા આપણે બંને જોઇ ગયા છે હવે શું કરવું . રામે કહયું કે જે સાચું છે તે કહી દેજે, પછી આગળનું જોઇ લેશું.હવે ચિંતા કરવાનું રેવા દે .હવે તે પાર્ક પાસે પહોંચી ગયા હતા.પાર્કમાં જવા માટે ટિકિટ લીધી.પાર્કની અંદર પ્રવેશ કર્યો , અને બંને જણા ફેશ થવા માટે ગયા.ફેશ થઇને બંને એક બીજા ના હાથમાં હાથ નાખી ચાલતા થયા.ઘણા બધા લોકો જોતા હતા , પણ તેમને તો કોઇનો ડર જ ના હતો તેઓ પોતાની પ્રેમની દુનિયામાં મશગુલ હતા.થોડા આગળ ગયા પછી બંને આગળ જઇને એક વૃક્ષ નીચે જઇને બેઠા. ત્યાં આસપાસમાં કોઇ ના હતું.બંને પહેલા તો નિરાંતે ખુબ જ વાતો કરી, પછી કિષ્ના અને રામ બંને એટલા નજીક આવી ગયા અને બંને હાથ એક બીજાના હાથ થી પકડેલા.રામે કિષ્નાને કપાળે એક કિસ કરી, પછી બંનેએ પોતાના હોઠને એક બીજાના હોઠ મિલન થી કિસો કરવા લાગ્યા.તેમાં તેમના ગાઢ પ્રેમની અનુભુતિ થતી હતી.

કિસ કરતા હતા ત્યારે તે બંને એટલા એકમેક હતા કે તેમને ખ્યાલ પણ નહોતો કે તેઓ અહીં પબ્લિક પ્લેસ પર બેઠા છે.જયારે કિષ્ના તેમાંથી બહાર આવી ત્યારે તરત જ પોતાના હોઠને બહાર કાઢી લીધો.પછી તો રામને પણ ખ્યાલ આવ્યો કે આપણે પાર્કમાં બેઠા છીએ.થોડી વાર વાતો કરી અને પછી પાર્કમાં નાસ્તાની શોપ હતી ત્યાં જઇને બંને પહેલા તો ફેશ થવા ગયા, અને પછી તે ત્યાં ટેબલ પર બેઠા.

ટેબલ પર બેઠા એટલે પહેલા રામે કીધું કે શું નાસ્તો કરવો છે.કિષ્ના કીધું તમને જે ભાવે છે તે જ મંગાવો.પછી સેન્ડવીચનો ઓર્ડર આપ્યો અને સાથે સાથે કોલ્ડીંકસ પણ મંગાવ્યું.નાસ્તો કરી પાર્કની બહાર આવ્યા.

પાર્કની બહાર નીકળી પોતાની પાર્ક કરેલી બાઇક તરફ ગયા.અને બાઇકમાં બંને બેસી ત્યાંથી ચાલતા થઇ ગયા.કિષ્ના તેના ઘેર ઉતારી ત્યારે કિષ્નાને ચિંતા થવા લાગી કે ઘેર જઇશ તો શું થશે ? પછી કિષ્ના ઘરની બેલ વગાડી એટલે તેના મમ્મી દરવાજો ખોલ્યો.અંદર એન્ટર થતા જ તેને જોયું કે તેના પપ્પા ટી.વી જોઇ રહયા હતા.તેમની નજરમાં આવે નહી તેમ પોતાના રૂમમાં ચાલી ગઇ.

રૂમમાં જઇને પહેલા તો રામેને ફોન કર્યો અને કીધું કે હજી સુધી તો બધું બરાબર છે.હું પહેલા ફેશ થઇ આવું પછી બહાર જઇશ.હવે પછી ફોન કરીશ.ફેશ થવા ગઇ અને પછી તરત જ રૂમની બહાર ગઇ.તેના પપ્પા આગળ ગઇ.તેના પપ્પા એ પુછયું બેટા મેં જોયું કે તો કોઇ છોકરા સાથે બાઇકમાં બેસીને તું જઇ રહી હતી , તે કોણ હતો .તું તેના વિશેની માહિતી મને આપીશ.

કિષ્ના કીધું કે તેની સાથે મારી મુલાકાત એક ગાર્ડનમાં થઇ હતી , પહેલા તેની સાથે ફેન્ડશીપ થઇ , અને પછી તેને મને પ્રેમની ઓફર કરી અને હું પણ પ્રેમ કરતી હતી.એટલે તેનો સ્વીકાર કરી લીધો.બેટા હું તને એક વાત કવ . કિષ્નાએ કીધું કે હા પપ્પા બોલો. તેના પપ્પા કહયું કે ધ્યાન રાખજે તે તને સાચો પ્રેમ કરે છે તે પહેલા જાણી લેજે અને એવું હોય તો તેની પરીક્ષા પણ કરજે , તેના પરથી કિષ્નાને કોઇ જવાબ ના આપ્યો.પછી તેના પપ્પા કહયું બેટા તું જઇ શકે છે કાંઇ પણ પ્રોબ્લેમ હોય તો અમને કેજે.

કિષ્ના પહેલા તો તેના રૂમમાં ગઇ , અને તરત જ તેને ફોન કર્યો કે મને પપ્પા ખારા નથી થયા.કિષ્નાએ બધી વાતો તેને કરી દીધી.પછી બંને પોતાની વાતોમાં ખોવાઇ ગયા.બંને એક કલાક થી વધુ સમય સુધી વાતો કરતા રહયા.પછી ફોન મુકીને જમવા માટે કિષ્ના પોતાના બહારના રૂમમાં ગઇ.જમવા માટે ઘરના બધા સાથે બેઠા .જમીને ઉભા થયા પછી તેના પપ્પા ફરી કીધં બેટા ધ્યાન રાખજે , અને મારી વાત યાદ રાખજે.

કિષ્નાને તે વાત બીજી વાર કહેતા હતા તેના મનમાં વિચાર આવ્યો કે વારંવાર કહે છે તો મારે એક વાર તો આ કરવું જોઇએ. જેથી મને પણ ખ્યાલ આવે.

કિષ્ના જયારે રાત્રે સુતી હતી.ત્યારે એકાએક તેની ઉંધ માંથી જાગી ઉઠી અને તે તેના બેડ પર બેઠી થઇ ગઇ.અને તેનો મગજ ચકરાવે ચડી ગયો.રામની પરિક્ષા કઇ રીતે કરવી.તેના માટે અલગ અલગ પ્રકારના વિચારો આવતા હતા.પહેલો વિચાર તે આવ્યો કે હું તેને ફોન કરીને કહીશ કે હું આપધાત કરવા જઇ રહી છું , જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો બચાવી લેજે ? પછી તરત બીજો વિચાર આવ્યો કે હું તેને સેકસ માટે લલચાવી , જો તે બહુ લાલચી બની તૈયાર થઇ જશે તો ખબર પડી જશે.

બીજે દિવસ સવારે વહેલી ઉઠી , પોતાનું કામકાજ કરવા લાગી.પછી તેને રામને ફોન કર્યો અને પુછયું કે ઉઠી ગયા કે હજી સુતા છો.રામે કહયું કે હું પણ વહેલો જ ઉઠી જાવ છું જયારે થી તારી સાથે પ્રેમ થયો છે ત્યારે થી.કિષ્નાએ કહયું કે નાસ્તો કરી લીધો કે નહી ?રામે કીધું પહેલા તું કે તે કર્યો છે કે નહી ? ત્યારે કિષ્નાએ કહયું હજી તો નાસ્તો બનાવવાનો પણ બાકી છે.હું નાસ્તો બનાવીશ પછી બધા સાથે મળીને નાસ્તો કરશું.

હું હવે નાસ્તો બનાવી લવ .પછી નાસ્તો કરી થોડું કામ કાજ કરીને પછી ફોન કરીશ .આજે એક એમ્પોર્ટન્ટ વાત કરવી છે.
નાસ્તો કરવા તેના પરિવારના બધા સભ્યો સાથે બેસીને કરતા .નાસ્તો કરવા લાગ્યા.તેના પપ્પા કહયું કે હવે આપણે કિષ્ના માટે છોકરા જોવા મંડવા જોઇએ.ત્યારે કિષ્ના કહયું હા પણ મને ગમશે તેની સાથે લગ્ન કરીશ.એટલે તેના પપ્પા સમજી ગયા કે તે કોની વાત કરે છે.તેના પપ્પા કહયું કે હા , પણ અમને પણ ગમશે તો હા પડશું.નાસ્તો કરી સૌ પોતપોતાના કામમાં લાગી ગયા.

હવે કિષ્નાનું કામ પુરૂ થઇ ગયું ,એટલે તે પોતાના રૂમમાં ગઇ.ત્યાં જઇને તેને રામને ફોન કર્યો.રામને કહયું કે આજે મારા પપ્પા મારા લગ્રની વાત કરતા હતા , હવે શું થશે . રામે કીધું , તું ચિંતા કર માં બધું સારૂ જ થશે.પછી કિષ્ના અને રામની વાતો નિરંતર ચાલતી રહી છેલ્લે કિષ્ના કહયું કે જયારે કોઇ મારા ઘેર નહી હોય ત્યારે તને ઘેર બોલાવીશ તું આવી જાજે.રામે કહયું હા.

કિષ્ના મન બનાવી લીધું, તે જ ક્ષણની રાહ જોઇ રહી હતી તે હવે આવવાની હતી.તેના પપ્પા ઓફિસે ગયા, તેના મમ્મી પણ તેના નાની ઘેર ગયા.એટલે હવે આમ જોઇએ તો રસ્તો સાફ થઇ ગયો હતો.રામને ફોન કરીને તેના ઘેર બોલાવ્યો. રામ તેના ઘેર આવ્યો એટલે પહેલા તો બંને સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા.પછી કિષ્નાએ કહયું હું આવું છું , તમે બેસજો.

કિષ્ના વોસરૂમમાં ગઇ.ત્યાંથી લાલ કલરની નાઇટી પહેરીને આવી, અને તેને રામને પોતાના રૂમમાં આવવા માટે કહયું.રામ અંદર ગયો એટલે પહેલા તો કિષ્નાને જોઇ તો તેના હોશ ઉડી ગયા.પછી પુછયું આ શું પહેર્યુ છે ? કિષ્ના કહયું કે કઇ નહી મને શોખ થયો એટલે પહેર્યુ , તમે મજા ના આવી ? કિષ્ના કહયું કે તમે સેકસ કરશો ને ? રામે પણ પહેલા તો વિચારમાં પડી ગયો કે આ મારી સાથે શું થઇ રહયું છે ? તેને સમજી વિચારી કહયું કે ના હજી નહી તેના વિશે આગળ જઇને વિચારશું.કિષ્ના થોડોક વિશ્વાસ આવ્યો કે જો સામે કહેતા હોય ના પાડે તો તેનો પ્રેમ સ્વાર્થ ખાતર તો નથી.

જયારે કિષ્ના રાત્રે સુતી હતી, ત્યારે ફરી થી તેના મનમાં એવું થવા લાગ્યું કે મેં જે પણ કર્યુ તે ખોટું કર્યુ.આવું મારે નહોતું કરવું જોતું.તે ક્ષણે બીજો પણ વિચાર આવતો હતો કે કર્યુ એ બરાબર જ કર્યુ છે, મને ખ્યાલ તો આવી ગયો કે રામે મને સાચો પ્રેમ કર્યો છે.હું કાલે જ રામને બધી સાચી વાત કરી દઇશ.પણ પછી વિચાર કર્યો કે હવે હું પપ્પા ને પણ કહી દઇશ કે , રામે મારી પરીક્ષા પાસ કરી લીધી છે.હવે હું તને સાથે જ મેરેજ કરીશ.પછી સુઇ ગઇ હવે સવારે વાત.

દરરોજની જેમ વહેલી ઉઠી ગઇ.પછી તેને રામને ફોન કર્યો , પણ રામે ફોન રીસિવ ના કરી શકયો.કિષ્ના પોતાના કામમાં લાગી ગઇ.જયારે તેમના પરિવારના સભ્યો સાથે બેઠા હતા , ત્યારે કિષ્નાએ તેના પપ્પાને કહયું કે , મેં તમે કીધું હતું તેનું ધ્યાન રાખીને બરાબર ચકાસી લીધું છે .પછી કહયું કે તે તેમાં સફળ થયો છે હવે હું તમને મળાવવા માંગું છું .જો તમે હા કહો તો તેને બોલાવું.

તેના પપ્પા કહયું અત્યારે તો થોડાક કામ થી હું એક વીક માટે બહાર જવાનો છું , તો તું તેને હું આવી જાવ પછી બોલાવજે.કિષ્નાએ હા કાંઇ વાંધો નહી તમે કેશો ત્યારે તેને બોલાવીશ લઇશ.પછી કિષ્ના પોતાના કામમાં લાગી ગઇ.

કિષ્નાએ પોતાનું કામ કરીને રામેને કોલ કર્યો.રામે કહયું કે તું વીડિયો કોલ કર તને મારે જોવી છે.કિષ્નાએ કીધું કે તમે મને જોઇ તો છે.અત્યારે તને જોવી છે.વીડિયોકોલ પર પહેલા તો બંને એકબીજાને જોવા લાગ્યા , જયારે એકબીજા પાસપાસ બેઠા હોય તેવી અનુભુતિ કરવા લાગ્યા.જયારે બંને હોશમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તે બંને વિડીયોકોલમાં વાત કરી રહયા છે.

વિડીયોકોલ કોટ કરીને રામે કિષ્નાને ફોન કર્યો.તે બંને વાતો કરવા લાગ્યા , પછી કિષ્નાએ વાતમાં વાત કહી દીધું કે મેં પપ્પાને તમારી વાત કરી છે. તેને મેં બધી વાતો કરી દીધી છે.અને મળવા માટેનું પણ કહયું છે કે , તે અત્યારે તો એક વીક માટે બહાર ગયા છે તે આવશે એટલે પછી તમને બોલાવીશ તમે આવી જજો.તમે પણ તમારા ઘરનાને વાત કરી દીજો.રામે કહયું કે , જયારે સમય આવશે ત્યારે કહીશ.અત્યારે નહી કહું.આમ બંનેની વાતો લાંબે સુધી ચાલી ત્યારે કિષ્નાના મમ્મી રૂમમાં આવ્યા .રૂમમાં આવ્યા એટલે કિષ્નાએ ફોન કટ કરી નાખ્યો.તેના મમ્મી કહયું કે બેટા તું કોની સાથ વાત કરતી હતી. કિષ્નાને લાગ્યું કે હવે મમ્મીને સાચું કહી દવ.

તેને પોતાની બધી વાત તેના મમ્મીને જણાવી દીધી.તેના મમ્મી કહયું તારો જે નિર્ણય હોય તે કેજે તે પ્રમાણે જ અમે કરશું .તું અમારી લાડકવાય દીકરી છો.તારુ સુ : ખ એ જ અમારૂ સુ : ખ.તેના મમ્મી તેને બોલાવવા માટે આવ્યા હતા કે હું બહાર શાક માર્કટ જવ છું . હું આવું ત્યાં સુધી તું ટી વી જોજે.તેના મમ્મી શાકમાર્કટ ગયા એટલે કિષ્ના રામેને ફોન કર્યો.બંને ફરીથી પોતાની અધુરી વાતો થી શરૂઆત કરી તે વાત પુરી કરી.


કિષ્નાના પપ્પા એક વિક પછી રીટર્ન થયા .મોડી રાત્રે આવ્યા એટલે આવી ટ્રાવેલિંગને કારણે થાકયા હતા.આવીને સુઇ ગયા.કિષ્ના તે દિવસે વહેલી સુઇ ગઇ હતી એટલે તેને ખબર ના પડી કે તેના પપ્પા મોડી રાત્રે આવ્યા.કિષ્ના જયારે સવારે વહેલી ઉઠી અને પોતાની દૈનિક કિયા મુજબનું કામ કરવા લાગી.પછી તેને રામને ફોન કર્યો.રામ સાથે થોડીક વાર વાતો કરી અને પછી ફરી થી પોતાના કામમાં લાગી ગઇ.આજે તો કિષ્નાએ તેના પપ્પાનો ફેવરિટ ગરમા ગરમ નાસ્તો બનાવ્યો.તેના પપ્પા પુછયું.આજે તો મારો ફેવરિટ નાસ્તો તૈયાર કરવાનું કોઈ કારણ , ત્યારે કિષ્ના કહયું તમે બહાર થી આવ્યા એટલે માટે તમને ત્યાં ઘર જેવો નાસ્તો નહી જ મળ્યો હોય.

નાસ્તો કરવા બેઠા , ત્યારે તેના પપ્પા અને મમ્મી ની હાજરીમાં કિષ્ના કહયું કે પપ્પા જો તમે હવે હા પાડતા હોવ તો રામેને તમારી મુલાકાત માટે બોલાવું. એટલે , તમને પણ ખ્યાલ આવી જશે.કિષ્નાના પપ્પા હા પાડી કાલે સવારે બોલાવી લેજે આપણે બધા સાથે બેસીને નાસ્તો કરશું.આ વાત થી કિષ્ના ખુબ ખુશ થઇ ગઇ.નાસ્તો થઇ ગયા પછી કિષ્ના સીધી જ તેના રૂમમાં ગઇ .અને રામને ફોન કર્યો.રામે ફોન રિસિવ કર્યો એટલે કિષ્નાએ કહયું કે કાલે સવારે તમારે મારા ઘેર પપ્પા સાથે મુલાકાત કરવા આવવાનું છે.આ વાત સાંભળીને રામના મનમાં થોડો સંકોચ થવા લાગ્યો કે , ત્યાં જઇને હું તેમના સવાલો ના જવાબ કઇ રીતે આપી શકીશ.

પહેલા તો બચવા માટે નો પ્રયત્ન કર્યો , કિષ્નાને કહયું કે મારે કાલે ઓફિસનું થોડુંક કામ છે તો ત્યાં વહેલું જવું પડશે.પણ કિષ્નાએ કહયું કે મેં પહેલા જ તમને કીધું હતું એટલે તમારે કાલે સવારે આવવું જ પડશે .તમારે જે કરવું હોય તે કરજો.

કિષ્નાએ ફોન કટ કરી નાખ્યો , અને તે પોતાના કામમાં લાગી ગઇ.તે મનમાં મન ખુશ પણ હતી , અને ચિંતા પણ હતી.જો તે નહી આવે તો હું પપ્પા ને શું જવાબ આપીશ.પપ્પા મને સાંભળવાશે તો ?

રામનો સામે થી ફોન આવ્યો કે , તું ચિંતા કર માં હું કાંઇક એડજેસ્ટમેન્ટ કરૂ છું.પછી બંને પોતાની વાતોમાં લીન થઇ ગયા.કિષ્નાની પણ ચિંતા હળવી થઇ ગઇ હતી.કિષ્ના નકકી કર્યુ કે કાલે સવારે તો ઉઠું છું તેના કરતાં પણ વહેલી ઉઠી જઇશ.અને બધી તૈયારી કરી લઇશ.

જયારે સાંજે જમવા માટે બેઠા હતા , ત્યારે કિષ્નાના પપ્પાએ પુછયું કે કાલે તારે મિત્ર આવે છે ને ? તું કહી દીધું છે ને ? કિષ્ના હા પપ્પા મેં કહી દીધું છે.કિષ્ના પોતાનું ઘરકામ કરીને રુમમાં ગઇ અને મોબાઇલ લઇને બેસી ગઇ.આજે તેને ફોન કરવા બદલે ચેટીંગ દ્રારા વાતો કરવા લાગી.

ચેટીંગ કરતા કરતાં વાત નીકળી કિષ્નાએ રામને પુછયું કે તમે મને કેટલો પ્રેમ કરો છો.રામે તને અનહદ પ્રેમ કરૂ છું .પછી રામે આઇ લવ યુ કહયું.તેના ઉતરમાં લવ યુ ટુ કહયું.વાતો કરવા લાગ્યા.કિષ્નાએ કહયું હવે મારે સુઇ જવું છે.તમે પણ સુઇ જાવ.


રામ સવારે વહેલો ઉઠી ગયો, પછી તેની દૈનિક કિયાઓ કરી. લાલ કલરનું ટી શર્ટ , બ્લેક જીન્સ , અને એડીડાસના શુઝ પહેરીને બહાર નીકળીયો.દુર થી જોઇએ તો જાણે બોલિવુડ નો કોઈ હીરો આવતો હોય તેવો દેખાતો હતો.સામા પક્ષે કિષ્નાના ઘેર પર મહેમાનના સ્વાગત ની જેમ તૈયારી થઇ ગઇ હતી.

રામે બાઇક સ્ટાર્ટ કરી અને ફુલ સ્પીડ થી ચલાવી ને તે કિષ્નાના ઘેર પાસે પહોંચ્યો.બાઇક પાર્ક કરી.પોતાના હેર સરખા કર્યા અને ધીમે ધીમે આગળ વધતો ગયો કિષ્નાના ઘેર ની ડોરબેલ વગાડી.કિષ્ના એ દરવાજો ખુલ્યો એટલે અંદર આવવા માટે કહયું.સોફા પર તેમના પપ્પા બેઠા હતા , તેમની સાથે હેન્ડ શેક કર્યા.પછી તેની બાજુ માં બેઠો.

કિષ્નાના પપ્પાએ પહેલા તો તેને માહિતી આપવા માટે કહયું.તારા પરિવાર ની માહિતી વિગેરે.રામે શરૂઆત કરી કે અમારા પરિવારમાં ત્રણ વ્યકિત છે , મારા પપ્પા , મારા મમ્મી અને હું.છેલ્લા 10 વર્ષ થી અહી રહીએ છીએ.હું એક ઓફિસ માં જોબ કરુ છું.તું મારી દીકરી કિષ્નાને કેટલા સમય થી ઓળખે છે.તેની સાથે ઓળખાણને થોડોક સમય થયો છે.

કિષ્ના નાસ્તો બનાવીને ટેબલ પર લઇ આવી.પછી નાસ્તો કરવા માટે સાથે બેઠા.નાસ્તો કરતાં કરતાં કિષ્નાના પપ્પા ઘણી બધી તેની પુછપરછ કરી લીધી.કિષ્નાના પપ્પા પુછયું કે તારા ઘેર ખબર છે કે તું અહી આવ્યો છો ? રામે ના પાડી હજી મેં મારા ઘેર વાત કરી નથી.

નાસ્તો થઇ ગયો હતો , હવે કિષ્નાના પપ્પા કહયું કે હું તારા પરિવારને મળવા માંગું છું ? રામે કહયું કે હું મારા ઘેર વાત કરી લવ પછી તમને કહીશ.રામને ઓફિસનું મોડું થતું હતું એટલે તેને કહયું કે હવે હું જાવ છું.મારે ઓફિસે પહોંચવાનું છે.કિષ્ના છેલ્લે બાઇ બાઇ કરવા માટે ગઇ.જયારે અંદર આવી એટલે તેના પપ્પા પુછયું કે તને શું લાગે છે ? તેને તેના ઘરના કેમ વાત નહી કરી હોય ? તે બધી વાતો અમને કરી દીધી છે તો તેને કેમ નથી કહયું.છતાં પણ કિષ્નાએ કહયું કે તે તો કહી જ દેશે ને અને વાત ટાળવા લાગી અદે રામનો બચાવ કરવા લાગી.

કિષ્નાના પપ્પા નકકી કર્યુ કે આની વિગતો સાચી છે કે ખોટી તે તો જાણવી જ પડશે.તેના વિશેની માહિતી ભેગી કરવા માટે નું નકકી કર્યુ.કિષ્નાના પપ્પા પણ તેના કામકાજમાં લાગી ગયા.કિષ્નાએ પણ પોતાનું જે કામકાજ કરવાનું હતું , તે પહેલા પુરૂ કરવા લાગી.તે કામકાજ પુરૂ થઇ ગયું એટલે તેને રામને ફોન કર્યો.રામ ને પુછવા લાગી કે મારા પપ્પાએ શું પુછયું અને શું કહયું.રામે કહયું કે મારી અને મારા ઘરની વિગતો પુછી.બીજું કાંઇ રામે કહયું ના બીજું કાંઇ નહી.

રામે કહયું કે તું મને કેટલો પ્રેમ કરશ તે મારા માટે અગત્યનું છે.કિષ્નાએ કહયું કે હું તને અનહદ પ્રેમ કરૂ છું અને હું લગ્ન પણ તારી સાથે જ કરીશ.રામે કહયું કે તારા અથવા મારા પરિવારમાંથી કોઇ ના પાડશે તો શું કરીશું ? પહેલા મનાવવા માટે પ્રયત્ન કરશું અને જો તેમ છતાં પણ નહી માને તો બીજા ધણા વિકલ્પ છે તે વિકલ્પ વિશે વિચારશું.



કિષ્ના અને રામે બંને વિચારી લીધું હતું કે આપણે બંને લગ્ન કરશું.જો ઘેર થી રાજી ખુશી કરી દેશે અથવા જો નહી કરી દે તો બીજો વિકલ્પ થી પણ કરશું.રામે કહયું કે લગ્ર માટે તો થોડોક સમય લાગશે.કિષ્નાએ કહયું ત્યાં સુધી આમને આમ ચલાવી લેશું.

રામને લાગતું હતું કે મારા ઘરના લોકો કઇ રીતે વાત કરૂ અને કરીશ તો તે મારી વાતને માનશે.જો નહી માને અને તે બીજી કોઇ જગ્યાએ મારા મેરેજ ની વાત ચલાવશે તો હું તેમને મનાઇ કઈ રીતે કરીશ.સરખી રીતની ગુંચવણમાં ભસાઇ ગયો હતો.

તે એક દિવસ ઉદાસ થઇને બેઠો હતો, ત્યારે તેનો પરમ મિત્રએ તેને પુછયું કે શું થયું છે કેમ ઉદાસ થઇને બેઠો છે?રામે કીધું કે હું એક છોકરીને પ્રેમ કરૂ છું અને તેની સાથે મેરેજ કરવા માંગું છું.પણ તેના માટેની ઘરના લોકો વાત કઇ રીતે કરૂ તે સમજમાં નથી આવતી.તેના મિત્રએ કહયું કે તું સીધી તારા મમ્મી સાથે વાત કર.તે તારા પપ્પાને વાત કરી દેશે.

રાત્રે ઘેર જઇને તેના મમ્મીને વાત કરી કે હું એક છોકરીને પ્રેમ કરૂ છું.અને તેની સાથે મેરેજ કરવા માંગું છું.હું તેના ઘેર પર જઇ આવ્યો છું.તે પણ મને ખુબ પ્રેમ કરે છે.તું પપ્પાને વાત કરજે.એટલે તેના ઘેર માંગું નાખવા જઇએ.

રામે કિષ્નાને ફોન કર્યો અને કહયું કે મેં બધી વાત મારા મમ્મીને કરી દીધી.મારા મમ્મી બધી વાત મારા પપ્પાને કરશે પછી તે કહેશે તેના પછી ખબર પડશે.જો હા પાડશે તો તારા ઘેર માંગું નાખવા માટે આવશું.જો તારા પપ્પા હા પાડશે તો આપણે બંને એક થઇ શકશું.ના પાડશે તો પણ થશું તો ખરી પણ તો તેના માટે આપણે કદાચ પરિવાર થી વિખુટું પણ પડવું .એટલા માટે પહેલા આપણે જોઇએ શું થાય છે.

રામ અને કિષ્ના બંને આ વાતો માંથી બહાર આવીને બીજી વાતો કરવા લાગ્યા.વાતો કરતાં તેમને ખ્યાલ પણ ના રહયો કે રાત્રે 1 વાગી ગયો છે.જયારે ખબર પડી ત્યારે બંને કહયું કે હવે સુઇ જઇ કાલે વાત કરશું.

તે દિવસે મોડે સુધી કિષ્ના જાગી એટલે તેને ઉઠવામાં મોડું થઇ ગયું.ત્યારે તેના મમ્મી રૂમમાં ગયા, અને જોયું કે કિષ્ના સુતી છે.તેમને પહેલા થયું કે લાવ ઉઠાડું.પછી વિચાર આવ્યો કે થાકી ગઇ હશે એટલે સુતી હશે.ભલે સુતી , ત્યાંથી તે રસોડામાં ચાલ્યા ગયા નાસ્તો બનાવવા લાગ્યા.કિષ્ના ઉઠીને આવી તો તેને જોયું કે મમ્મી નાસ્તો બનાવી નાખ્યો છે.તે ફેશ થઇને આવી .બધા સાથે નાસ્તો કરવા બેઠા , ત્યારે તેના મમ્મી પુછયું થાકી ગઇ હતી બેટા ? ના ના મમ્મી સુવામાં થોડું મોડું થઇ ગયું હતું એટલે ઉઠવામાં મોડું થયું.નાસ્તો થઇ ગયો એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા.



કિષ્ના પછી રામને કોલ કરે છે.રામ પુછે છે નાસ્તો કરી લીધો , હા હમણા જ કર્યા અને કામ પુરુ કર્યુ .પછી સીધો તમને ફોન કર્યો.તમે શું કરો છો? હું તો ઓફિસે આવી ગયો.હવે મારે થોડુંક કામ છે તો તે પહેલા પુરૂ કરી નાખું પછી ફી થઇને વાત કરુ.

કિષ્ના પણ રસોઇના કામમાં લાગી ગઇ.પછી તેમ એમ થયું કે હમણા ફોન આવશે, તે ફોનની રાહ જોઇ રહી હતી.તેના ચહેરા પર ઉદાશી જોવા મળતી હતી.પછી જમવા બેઠા ત્યારે પણ તેનું ધ્યાન તો ફોન પર જ હતું.જમીને ઉભી થઇ પછી પોતાના રૂમમાં ગઇ.પછી ફોન હાથમાં લીધો.ફોન કર્યો પણ રામે ફોન રિસિવ ના કર્યો.કિષ્ના આરામ કરવા લાગી .જયારે તે ઉઠી ત્યારે લગભગ પાંચ વાગ્યા હશે.તેને ઉઠતા વેંત જ રામેને ફોન કર્યો.આ વખતે પણ તેમ જ થયું.

સાંજની રસોઇ બનાવવા લાગી.સાંજનું જમવા તેના પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હતા.જમીને ઉભા થયા.કામ કાજ પુરૂ કર્યો. તે તેના રૂમમાં જતી હતી ત્યાં તો તેના ફોન નો રણકાર વાગ્યો.રણકાર સાંભળતા તે સીધી ફોન તરફ ભાગી.ફોન ઉપાડયો.સીધે જ રામ હારે ઝગડવા લાગી.તમે તો દિવસ એક પણ વાર મારો ફોન ના ઉપાડયો.મારે હવે તમારી સાથે વાત નથી કરવી.પહેલા તો રામે બધું સાંભળ્યું.પછી ગુસ્સો શાંત કરવા માટે સામે થી સોરી કહી દીધું.કિષ્ના થોડીક શાંત પડી.

રામે કહયું કે ઓફિસમાં આજે બહુ કામ હતું.બપોરે જમ્યો પણ નથી.તે કામ આજે પુરૂ કરીને દેવાનું હતું.કિષ્ના સમજી ગઇ.પછી તેને મેરેજ વાળી વાત ઉચ્ચારી.રામેને હજી સુધી તેના મમ્મી તરફ થી કોઇ જવાબ નહોતો મળ્યો.તેના મમ્મીને આ બધી તેના પપ્પાને કહેવા કહયું હતું.

કિષ્નાએ કહયું કે તો તમે સામે ચાલીને વાત કરીને કહી દો ને.રામે ના પાડી એકાદ દિવસની રાહ જો.હું કાંઇક કવ છું.પછી બીજી બધી વાતો કરવા લાગ્યા.બંને એક બીજાને આઇ લ યુ કહયું અને મોબાઇલ કટ કરીને સુઇ ગયા.જયારે
બીજે દિવસે સવારે રામે ફોન કર્યો.સીધી તેને વાત શરૂ કરી કે મારા મમ્મીએ વાત કરી હતી.મારા પપ્પા પુછયું કે તે આપણી જ્ઞાતિ છે જો હોય તો હા અને ના હોય તો ના પાડી દેજે.

રામે આ વાત કરી એટલે કિષ્ના તો ચિંતામાં પડી ગઇ .હવે શું કરશું.રામે કહયું હવે લવ મેરેજ એક ઉપાય છે.જો તું તેના માટે હા પાડતી હોય તો.તેમા તારે ધણું બધું સહન કરવું પડશે.કિષ્નાએ કહયું કે હા હું કાંઇ પણ કરવા તૈયાર છું.રામે કહયું કે પહેલા નિરાંતે વિચારી લે.

પછી રામે ફોન મુકયો અને તે તેની ઓફિસ ગયો.તેના મનમાં પણ વિચાર આવતો કે એક તરફ પપ્પાની આબરુ છે અને બીજી તરફ મારો પ્રેમ.હવે મારુ શું કરવું જોઇએ ? તે વાત વિચાર કરે છે.કહે છે હજી વાર હું જ પપ્પા સાથે વાત કરીને મનાવી લવ તો . કદાચ અમારે અવળું પગલું નહી ભરવું પડે.


રામે ઓફિસે થી ઘેર જાય.ત્યાં તેને એક તેનો જુનું મિત્રો મળે છે.બંને ઘણા સમય પછી મળ્યા એટલે ઘણી બધી વાતો કરે છે.વાતવાતમાં લગ્નની વાત આવે છે.ત્યારે રામ પુછે છે કે તારા લગ્ર થઇ ગયાં કે નહી ? ત્યારે તેનો મિત્ર હા પાડે છે અને કહે છે મેં લવ મેરેજ કર્યા હતા.એટલે કોઇને બોલાવી નહોતો શકયો.રામના મનમાં વિચાર આવ્યો કે હું આને મારી બધી વાત કરીશ તો આ મને કદાચ ઉપયોગી થઇ શકે તેમ છે.પછી તે બધી વાતો કરે છે.તેનો મિત્ર કહે છે કે , તારે શું કરવું છે ? તે વિચાર કરી લે .પછી જો તારે મારી કોઇ મદદની જરૂર પડે તો કહેજે.હું તને પુરતી મદદ કરીશ.


'રામ ઘેર પહોંચ્યો, ત્યારે તેના પપ્પા ટી.વી. જોઇ રહયા હતા'

રામ ફેશ થઇને બહાર આવ્યો.જમવા માટે બેસે છે.તેના પરિવારના લોકો પહેલે થી ભોજન કરી લીધું હતું.રામ જમી ઉભો થઇને તે તેના પપ્પા પાસે જઇને બેઠો.તેના પપ્પા કહયું કે મારે તમારી સાથે વાત કરવી છે.તેના પપ્પાએ ટી.વી. બંધ કરી દીધું.બોલ્યો કે મારા મમ્મી જે તેમને વાત કહી હતી, તે જ વાત કરવા આવ્યો છું.હું કિષ્ના નામની છોકરીને પ્રેમ કરૂ છું.અને તેની સાથે લગ્ન કરવા માંગું છું.

તેના પપ્પા બધી વાતો સાંભળી , અને કહયું કે તે આપણી જ્ઞાતિ નથી એટલે લગ્ન ની વાત તો તું રહેવા જ દે.આ સાંભળીને રામના મનમાં ચિંતા થવા લાગી.તે ત્યાંથી ઉભો થઇને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.તેના મનમાં થોડીક વાર માટે આડાઅવળા વિચારો આવવા લાગ્યા.

તેને કિષ્ના ને ફોન કર્યુ.અને તેની સાથે વાતો કરવા લાગ્યા.વાતવાત ફરી લગ્રની વાત આવી.એટલે રામે કહયું કે હમણા મેં મારા પપ્પાને બધી વાત કરી.તેને ના પાડીહવે બીજો કોઇ વિકલ્પ અપનાવો પડશે ? શું તું તેના માટે તૈયાર થઇશ ? આમાં તારે અને મારે ધણું બધું ગુમવવું પણ પડશે.જો આની ઉપર લાંબું વિચાર કરજે.હવે નિર્ણય તારે કરવાનો છે, કે તારે શું જોઇએ છે ?

તું આ વાત પર નિરાંતે વિચાર કરજે , પછી જવાબ આપજે.તે બીજી વાતો કરવા લાગે છે.બંને આમ તો પ્રેમ માં પાગલ હતા.તે એક બીજા માં ખોવાયેલા રહેવા માંગતા હતા.ઘણી વાર થઇ ગઇ હતી એટલે બંને ફોન મુકી ને પોત પોતાના વિચારોમાં ખોવાઇ જાય છે.

કિષ્ના મનમાં ચિંતા પણ હતી કે હવે શું કરવું ? અને શું થશે ? તે એટલા બધા વિચારોમાં ખોવાઇ ગઇ હતી કે તેનું ધ્યાન માત્રને માત્ર વિચારોમાં હતું.જયારે તે વિચારો માંથી બહાર આવી ત્યારે તેને ધડિયાળ સામે જોયું , તો રાત્રને 2 વાગ્યા હતા.તે હવે સુઇ જાય છે.વહેલી સવારે ઉઠીને પોતાનું નાસ્તો બનાવવાના કામમાં લાગી જાય છે.




કિષ્ના નકકી કરી લીધું કે હવે જે પણ કરવું પડે તે કરવું તે કરશું.પણ લગ્ર તો રામ સાથે જ કરીશ.પછી જયારે તે પોતાના કામ પુરૂ કરીને રામને ફોન કરે છે.અને કહે છે કે લગ્ર તો કરવા છે.તેના માટે જે પણ કરવું પડશે તે કરવા માટે હું ત્યાર છું.

તારે હજી પણ તારા પપ્પાને મનાવવા હોય તો મનાવી લે.નકકર તું કાંઇક વિચાર હવે આપણે લગ્ર કરી લઇ.લવ મેરેજ કરવા છે કે કોર્ટ મેરેજ.આ માટે જરુરી સલાહ કોઈ જાણીતા પાસે લઇ લો .પછી આપણે કાંઇક કરીએ.

રામ કહે છે, હું મારા મિત્રોને વાત કરુ છું.અને તેમની પાસે સલાહ લઇ લવ છું.પછી તને વાત કરીશ.ચાલ પછી ફોન કરીશ.કિષ્ના પણ પોતાના કામમાં લાગી જાય છે.કિષ્ના ના મનમાં ધણા બધા વિચારો આવતા હતા.પણ અત્યારે તો કાંઇક થઇ શકે તેમ નહોતું.

રામ પોતાની ઓફિસમાંથી ઘેર જાય છે , ત્યારે તે રસ્તામાં રોકાઇ ને તે તેના પહેલા મિત્ર ને ફોન કરે છે.તેને રૂબરૂ મળવા માટે બોલાવે છે.તેને કહયું થોડીક વાર રાહ જો હું હમણા જ આવું છું.તે આવે છે અને તેને કહે છે કઈ રીતે લગ્ર કરવા જોઇ કે જેમાં ઓછા પ્રોબ્લમ પડે.

બંને નકકી કર્યુ કે કોર્ટ મેરેજ કરી જેથી કરીને આપણે કાયદાકીય સંરક્ષણ પણ મળશે.આમાં બંને સહમત થયા.પછી નકકી કર્યુ .રામે કહયું કે તારે તારા જરૂરી ડોકયુમેન્ટ પુરા પાડવા પડશે.તે ડોકયુમેન્ટ પહેલા મને આપી દેજે.હું વકીલ પાસે તપાસ કરાવવી લવ.જેથી કૌઇ પ્રોબ્લમ ના આવે.

કિષ્ના પોતાના ઘરમાંથી ડોકયુમેન્ટ ભેગા કરવાનું મિશન પ્રારંભ કર્યો.અલગ અલગ રૂમમાં હતા , જયારે કોઇ તેના ઘરમાં ના હોય ત્યારે તે ડોકયુમેન્ટ લઇ લેતી.આમ કરીને બધા ડોકયુમેન્ટ ભેગા કરી લીધા અને પછી તે રામ સુધી પહોંચાડી દીધા.

રામના ડોકયુમેન્ટ તો તેની પાસે જ હતા , તેને ડોકયુમેન્ટ વકીલને મોકલાવી દીધા.વકીલ બધી તપાસ કરી લીધી અને કહયું.બધા ડોકયુમેન્ટ બરાબર છે હવે જે તારીખે કરવાના હોય તે તારીખે આવી જાજો. બે સાક્ષીઓને પણ લેતા આવજો.

રામ અને કિષ્ના બંને નકકી કર્યુ કે આપણે આ મહિનાની 29 તારીખે જઇ તે દિવસ મારા ઘર થી પણ બહાર જવાના છે.હવે બંને ને 29 તારીખની રાહ હતી.અને દિવસ પસાર થતા ગયા તેમ તેમ તારીખ નજીક આવવા લાગી.જે દિવસની રાહ હતી.તે દિવસ આવી ગયો.29 તારીખે કિષ્ના તૈયાર થઇને આવે છે , રામ પણ તૈયાર થઇને આવે છે.રામ કિષ્ના ના ઘર આગળ થી તેને પોતાની ગાડીમાં બંને સાથે કોર્ટ જાય છે.તેના બે સાક્ષી મિત્રો સીધા જ કોર્ટ આવવાના હતા.કોર્ટ પહોંચે છે.

તેના મિત્રોની રાહ જોવે છે.તેના મિત્રો આવ્યા એટલે તેઓ સીધા જ તેમના વકીલ પાસે ગયા.વકીલ આગળની પ્રોસેસ કરાવે છે.ત્યાં બંનેના ફુલહાર કરવામાં આવે છે.ત્યાં કાગળોમાં સહી કરાવવામાં આવે છે.તે બંને વકીલની ફી ચુકવીને ત્યાંથી રવાના થાય છે.ત્યાં સીધા જ રામના ઘેર તેના મમ્મી - પપ્પાના આર્શિવાદ મેળવવા જાય છે.પણ તેના પપ્પા તેની પર ગુસ્સો કરે છે અને કહે છે કે તું મારા ઘરમાંથી ચાલ્યો જા.આ સાંભળી રામ અને કિષ્ના માફી માંગે છે અને તેમને મનાવવા માટેના પ્રયત્નો કરે છે.પણ માનતા નથી.

રામ અને કિષ્ના બંને હવે કિષ્ના ઘેર તેના મમ્મી - પપ્પાના આર્શિવાદ મેળવવા આવે છે.ત્યારે તેના મમ્મી અને પપ્પા આર્શિવાદ તો આપે છે , પણ તેની સાથેના સંબંધો તોડી નાખે છે.

રામ અને કિષ્ના ત્યાંથી ચાલ્યા જાય છે અને બીજી જગ્યાએ ભાડાનું મકાન રાખીને રહેવા લાગે છે.પછી તે બંનેના જીવનમાં જીવવા લાગે છે.બંનેમાં જીવનમાં ખાટા મીઠા ઝગડાઓ થતા રહે છે.બંને પોતાના જીવનમાં ખુબ ખુશ છે.

(મિત્રો તમને લાગતું હશે કે , આમાં તો લવ સ્ટોરી છે તો શીર્ષક ફેન્ડશીપ આપ્યું.મિત્રો ફેન્ડશીપ એટલા માટે આપ્યું છે કારણ કે તેઓ બંનેમાં ફેન્ડશીપ હોય છે.તેઓ લગ્ર પછી પણ મિત્રૌની જેમ રહે છે.)