Pappa books and stories free download online pdf in Gujarati

પપ્પા

પપ્પા એટલે પૃથ્વી પર ના ભગવાન એ હોય એટલે તમને એક સપોર્ટ હોય .

પિતા ગરીબ હોય પૈસા વાળો હોય કે મધ્યમ વર્ગ નો હોય પણ પોતા ના બાળક માટે એ બધું જ કરી શકે.
પોતે નવા કપડાં ના પેરે પણ પોતા ના દીકરા કે દીકરી ને નવા કપડાં પેરાવે.

સાહેબ દીકરી માટે તો બાપ ભગવાન થી પણ વધારે છે .બાપ દીકરી ના સબંધ તો પૃથ્વી કરતા પણ મોટા હોય છે.

સાહેબ દીકરી પણ સાસરી માં ભાઈ કે મા ની ગાળો સાંભળી લે કદાચ પણ બાપ ની ગાળ સાસરી માં કોઈ દે તો તેને સાસરિયા માં પણ નર્ક જેવું લાગે તેને સાસરી માં પાણી પણ ન ભાવે એવો સંબધ હોય બાપ દીકરી ના પ્રેમ નો છે .

કદાચ બાપ દીકરા ને મારે વાપરવા પૈસા ઓછા આપે પણ દીકરી ને કદી મારે પણ નઈ ને માંગે એના કરતાં વધારે રૂપિયા બાપ આપે.

ગમે તેવો બાપ હોય પણ દીકરી ની ઉમર થાય એમ એના બાપ માં પણ સુધારો થતો હોય છે.

બાપ ની છાયા ને મા નો પ્રેમ સ્વર્ગ થી પણ સુંદર હોય છે.

બાપ શબ્દ બોલતા પણ મોઢું ખુલી ને બંધ થાય એટલે પપ્પા પૃથ્વી ના ભગવાન માનીએ તોય ઓછું છે.

પિતા નો સપોર્ટ હોય ને તો હિમાલય ચડવા ની વાત જ નાની છે.

સાહેબ એક નાની સ્ટોરી ની વાત કરું તો.

ગામડું ગામ ગામ માં જાવો તો ગામ માં મોટા મોટા બંગલા લાઈન બંધ મકાન જાણે આખું ગામ શ્રીમંતોનું. જેટલા ઘર એટલી ગાડીઓ હતી.

ગામ અરવલ્લી ગિરિમાળા ઓ માં આવેલુ ગામ ના લોકો જોડે ધંધા સારા હતા ને મુખ્ય ધંધો ખેતી ને પશુપાલન નો હતો .



તો હવે હું મુળ વાત પર આવું તો આ મોટા મોટા મકાન વાળા ગામ માં એક નાનું ઝૂંપડું હતું ત્યાં એક બાપ ને દીકરી રેતા હતા ઘરે ખાવા નો દાણો નહી ને બાપ દારૂ માટે તરફળિયા મારે કે દીકરી મને દારૂ આપ દારૂ આપ.


ત્યારે એ નવ વર્ષ ની દીકરી તેના બાપ માટે દારૂ લેવા ગઈ ને એને એના પગ ની ચાંદી ની જાંજરી દારૂ લેવા માટે આપી દીધી ને દારૂ લીધો ત્યારે એ દારૂ વેચવા વાળા એ દીકરી ને કીધું કે બેટા આજે તે જાંજરી વેચી પણ જો તારો બાપ આમ ને આમ કરસે તો કાલે તારે તારી જાત ના વેચવી પડે બેટા .

ત્યારે દીકરી દારૂ લઇ ને ઘરે આવી ત્યારે દીકરી ને એના બાપે પૂછયું કે તું દારૂ ક્યાંથી લાવી મને પણ ખબર છે ને તને પણ ખબર છે. કે દીકરા કાલે રાતે પણ ભૂખ્યા સુવ્યા તા ને આજે પણ તો બેટા ઘર માં અનાજ લાવા ના તો પૈસા નઈ ને તું દારૂ લાવી ક્યાંથી,

ત્યારે એ દીકરી એ કીધું તમે દારૂ નતા પિતા ત્યારે આપણે સુખી હતા ત્યારે તમે મને ચાંદી ની જાંજરી લઇ આપી હતી તે જાંજરી આપી ને દારૂ લાવી પણ પપ્પા તમને એક વાત પૂછ્યું કે દારૂ આપવા વાળા એ મને કીધું કે બેટા આજે તું જાંજરી વેચે છે પણ કાલે તારે તારી આબરૂ ના વેચવી પડે તો
હે બાપ આ આબરૂ એટલે સુ ત્યારે એ બાપ એ દારૂ નાખી દીધું ને દારૂ છોડી દીધું સાહેબ.

એટલે કેવાય કે બાપ ગમે તેવો હોય પણ જેમ દીકરી મોટી થાય એમ બાપ સુધરી જાય.

માટે પિતા તેના ગમે તેવા શોખ હોય પણ પોતા ના બાળકો માટે તેના શોખ પણ છોડી દેવા તૈયાર હોય છે .

માટે ,મા ની મમતા ને પિતા નો પ્રેમ .