Pratibimb - 26 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 26

પ્રતિબિંબ

પ્રકરણ - ૨૬

પાયલને બહું દુઃખ થયું... પોતાનું જાણે એક અંગ ઓછું થઈ ગયું હોય એવું પાયલને અનુભવાયું. ગમે તેવું બાળક હોય પણ એ પોતે એક મા છે... તેની આંખોમાંથી રીતસરનાં આંસુ વહેવા લાગ્યાં.

એણે એ જગ્યાએ જ વિશાલને દાટી દીધો. ને પછી એ ઘરે આવી ગઈ. એ આ બધી ઘટનાઓને કારણે બધાંને આ વસ્તુ જણાવવા નહોતી ઈચ્છતી. એ પછી પોતાનાં ઘરે આવી ગઈ. એને નયન સાથે લગ્ન કરવાં બદલ બહું પસ્તાવો થવાં લાગ્યો. એને હજું નયનનું મૃત્યુ કઈ રીતે થયું એની હકીકતની કોઈ જાણ જ નથી.

સમય વીતતાં લાગ્યો‌. હવે ધીમેધીમે પાયલને ઘણું બધું સમજાવા લાગ્યું કે પ્રશમની તાકાત હવે ત્રણ ગણી વધી ગઈ છે. એ ભણવામાં બહું જ હોશિયાર, કોઈ પણ શક્તિ એનામાં અનેકગણી હોય. એ ખરાબ હોય કે પછી સારું...!!

થોડાં સમય પછી હોટેલ તૈયાર થઈ ગઈ. ને હાઈવે પરનાં રસ્તા નજીક હોવાથી થોડાં જ સમયમાં આ અદ્યતન સવલતો વાળી હોટેલ અને બેન્કવેટ ધમધમવા લાગી...પાયલ અવારનવાર પ્રશમને લઈને અમેરિકા જતી આવતી. અમુક વિશ્વાસુ લોકોને એટલો સમય બધું સંભાળવા માટે કહીને જતી.

ત્યાં રહેતાં લોકોનાં અનુસાર એક બે વાર હોટેલમાંથી ફોન કરીને પણ કહેવામાં આવ્યું કે હોટેલમાં પ્રશમ આવ્યો છે એમ કહીને એને ફોન આવે જ્યારે પ્રશમ તો એની બાજુમાં જ હોય...થોડો સમય એને કંઈ જ સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે.

એક દિવસ તો એ પ્રશમને સાથે લઈને જ એ ફોન આવ્યો કે તરત જ પહોંચી. એ પહોંચી ત્યાં જ એને રસ્તામાં પ્રશમ જેવો લાગતો બીજો છોકરો મળ્યો ને પાયલ સામે જોઈને એક સ્મિત આપ્યું. પાયલ તો આ કોણ છે એ સમજવાં મથી રહ્યો છે ત્યાં જ એ છોકરો ગાયબ !!...પાયલને તો નવાઈ લાગે. એકદમ પ્રશમની કોપી જ. કદાચ પાયલ સિવાય કોઈ એ બંનેને અલગ પણ ન તારવી શકે.

કહી શકાય કે દેખાવે અદલ પ્રશમ જેવો જ. એને હોટેલમાં પૂછપરછ કરાવી તો એમણે કહ્યું કે એની સાથે કોઈ જ નહોતું. એ બધાંને આ મારી જ હોટેલ છે એવું જ કહે છે. બધાંને એવું જ લાગ્યું કે પ્રશમ કોઈ પણ રીતે અહીં પહોંચી ગયો છે.

થોડાં દિવસો આવું ચાલ્યું પણ પાયલે કોઈને કંઈ પણ જણાવ્યું નહીં. પણ એ પછી કોઈ પણ ઘટનાં કે અનહોની એવું કંઈ પણ થયું નહીં.

હવે એવું બનવાં લાગ્યું કે એ જ હોટેલમાં જેટલો પ્રશમ દેખાય એટલો જ છોકરો પણ એની બાજુમાં ઉભો પણ હોય. પાયલને કંઈ સમજાયું નહીં. પાયલ ત્યાં બજરંગ મંદિરે દર્શન માટે અવારનવાર જતી. એક દિવસ એ મારી પાસે આવી પહોંચી.

એણે મહારાજની પાસે જઈને ઉભી રહી. મહારાજે તેને જણાવતાં સામેથી કહ્યું કે એને હોટેલમાં જે બીજો છોકરો દેખાય છે એ વિશાલ જ છે મતલબ એની આત્મા.‌‌..જેમ સમય મુજબ પ્રશમ મોટો થાય છે એમ જ વિશાલની આત્મા પણ...!!

પાયલ પછી ત્યાંથી નીકળી ગઈ. અવારનવાર એની શંકાનું સમાધાન કરવા માટે અહીં આવે છે. એની ઈચ્છા હતી કે પ્રશમ પણ કોઈ મેડિકલ લાઈનમાં જાય. પણ પ્રશમને એ જરાં પણ ગમે નહી.‌‌આથી એણે કોમર્સ લીધું...અને બારમું ધોરણ પાસ કર્યા પછી એ ફિલાડેલ્ફિયા બિઝનેસ સ્ટડી માટે જતો રહ્યો.

આ દરમિયાન પાયલ પણ ત્યાં જ રહેવા ગઈ પણ પ્રશમની હોસ્ટેલમાં રહેવાની જીદને કારણે એ ફરી ઈન્ડિયા આવવાનું વિચારવા લાગી. એક દિવસ એ ફરી વર્ષો બાદ જેરીને મળવાં પહોંચી. એમની ઉંમર ઘણી થઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. છતાં એમનાં ચહેરાં પરનું તેજ હજું અકબંધ છે.

જેરીએ વર્ષો બાદ પણ પાયલને ઓળખી દીધી... એમણે સામેથી કહ્યું, "તારો દીકરો છે અનંત શક્તિઓનો સ્વામી છે ને ?? "

પાયલ : " હા.."

જેરી : " અનંત શક્તિઓનો સ્વામી છે આ તારો પુત્ર..."

પાયલ : " મને તો કંઈ એવું દેખાયું નહીં... ફક્ત દરેક વસ્તુ એ અનેકગણી સામર્થ્ય સાથે કરી લે છે એ પોઝીટીવ હોય કે નેગેટિવ..."

જેરી : " એની બાવીસ વર્ષની ઉંમર જ્યારે પૂર્ણ થશે ત્યારે એનામાં બધું સક્રિય બનશે."

પાયલ: " પણ શું ?? એ કોઈ મહાન માનવી બંને તો મને કંઈ જ તફલીફ નથી પણ એ પણ એનાં પિતાની જેમ એક દૈત્ય સમાન બને એ હું જરાં પણ નથી ઈચ્છતી..."

જેરી : " ડોટર...હવે બધું નિર્ધારિત થઈ ચૂક્યું છે. એ તો તું ક્યારેય નહીં જાણી શકે કે એ ખરેખર કેવો બનશે...બસ આવનારો સમય જ બનાવશે."

જેરીનાં કહેવા મુજબ આજે એને ખબર પડી કે નયનને એઈડ્સ થયો હતો. એને પોતાનું મૃત્યુ નજીક છે એવી ખબર પડતાં જ એણે આ વસ્તુ કરી હતી. અને એની યોજના એક નહીં પણ એની અનેક પેઢીઓ સુધી જીવંત રહેશે મતલબ કે વર્ષો સુધી એની પેઢીમાં કોઈને કોઈ વ્યક્તિ એનું પ્રતિબિંબ બનીને જીવંત રહેશે‌...લોકો જાણતાં અજાણતાં એની હવસનો શિકાર બનતાં રહેશે...

જેરીને તો પાયલે આડકતરી રીતે સમજ આપી પણ પાયલ તો નયનને સારી રીતે જાણી ગઈ હતી આથી એ ભવિષ્યની કલ્પના કરી ચૂકી હતી. આથી જ એણે એને પ્રશમનાં યુવાનીનાં કહી શકાય એવાં કોલેજનાં સમયમાં જ યુએસએ ભણવા મોકલી દીધો.

પાયલ પછી ત્યાંથી નીકળી ગઈ.‌‌..પાયલ અમેરિકાનાં પોતાનાં ઘરમાં થોડાં દિવસ રહી ત્યારે એને પ્રશમની વર્તણૂક હવે બદલાતી લાગવા લાગી‌. એક મહિના પછી એ બવીસ વર્ષ પૂર્ણ કરવાનો છે એ વિચારીને પાયલ ગભરાઈ ગઈ.

એક માતા થઈને પણ એને એકવાર તો વિચાર આવી જ ગયો કે ભયંકર ચિત્કાર વર્ષો સુધી શરું રહે એનાં કરતાં હું એને ઉઠતાં પહેલા જ એનું શમન કરી દઉં તો ?? ભલે હું દુઃખી થઈશ મારું કદાચ આ દુનિયામાં પોતીકું કહી શકાય એવું કોઈ જ નહીં રહે.... પરંતુ કેટલાય નિર્દોષ લોકો પોતાની જિંદગીને એમ જ હોમી તો નહીં દે ને.

વિચાર તો કર્યો પણ એ એકવાર વિશાલને જ્યારે નાનપણમાં ગુમાવ્યો ત્યારે એની બહું ખરાબ સ્થિતિ થઈ હતી. હવે પોતાનાં જ લોહીને પોતાનાથી દૂર કરવાની એની હિંમત ન ચાલી.

એ મનોમન બધું સમજવા લાગી. એકવાર બહું અનર્થ થવાનો હતો આ દીકરી સાથે ત્યારે એ જ દિવસે એ પ્રશમ બાવીસ વર્ષનો હતો પણ એ સમયે એક દેવદૂત બનીને આવ્યો હતો આ દીકરો...!!

અન્વયથી હવે ચૂપ ન રહેવાયું એ વચ્ચે જ બોલ્યો, " આપ કોની વાત કરી રહ્યાં છો ?? મારી દીકરીની ?? "

મહારાજ : " મારી વાતમાં કોઈ વચ્ચે કંઈ પણ પૂછે તો વાત બંધ થઈ જશે...પણ તારી આ પહેલી ભૂલ છે હું માફ કરીને તારી વાતનો જવાબ આપીને હું વાત આગળ વધારીશ..."

આ વસ્તુ તારી દીકરી છે એનાં જ એક મિત્ર એટલે કે પ્રશમ દ્વારા કરવામાં આવી હતી પણ એ ત્યાં પોતાની પ્રશમ નહીં પણ પ્રયાગ તરીકે ઓળખ ધરાવે છે...એ વખતે એની ઈજ્જત બચાવનાર બીજું કોઈ નહીં પણ એની લગોલગ બેઠેલો આ છોકરો જ છે."

અન્વય તો એ વિચારથી ધ્રુજી ઉઠ્યો કે નયન જો એવો હતો તો એનો દીકરો કેવો હશે ?? આ આરવ ના હોત તો ખબર નહીં ઈતિનું શું થાત ?? એણે ઇતિની શું હાલત કરી હોત કારણ કે જે ઘટનાં રાશિ અને બીજી કેટલીય નિર્દોષ છોકરીઓ સાથે બળજબરીથી જે કર્યું હતું એ વિચારીને અન્વયને કમકમિયા આવી ગયાં.

આરાધ્યાને મનમાં થયું છે જે વ્યક્તિએ ઇતિની ઈજ્જત બચાવી હોય, ઈતિ એની કેટલી નજીક હશે ?? ઇતિને હવે સંવેગની નજીક લાવવી અઘરી છે...

પણ આ આત્મા સંવેગમાં જ કેમ પ્રવેશી હશે સમજાયું નહીં ?? શું એ પ્રશ્ને ઈતિ ગમતી હશે કે જેમ નયન કોઈ પણ છોકરીમાં મોહી જઈને એને પોતાની મેલી મુરાદોનો શિકાર બનાવતો. અને એક સ્ત્રીની કુમળી કાયાને સંકોરી નાખતો...એ જ રીતે કદાચ હવે એનો દીકરો પણ...!! પણ એનામાં એ આત્મા કોની હશે ?? "

ફરીથી મહારાજે પોતાની વાત શરું કરી...!!

" હવે પ્રશમ બહું બધી સારી અને અસુરી શક્તિઓનો રાજા બની ચૂક્યો છે...એને જે જોઈએ એ મેળવીને જ જંપશે... આટલી વસ્તુ હું મારાં જ્ઞાનથી જાણી શક્યો છું. હવે તમને કોઈ સવાલ હોય તો પૂછી શકો છો."

બધાં પાસે સવાલોની હારમાળા છે..પણ કદાચ બધાંની હાજરીમાં સવાલો કદાચ બધાં પૂછી નથી શકતાં.

અપૂર્વ : " સંવેગમાં રહેલી આત્મા કોની છે ?? અને આટલાં બધાં હોવા છતાં એ શા માટે એનામાં જ પ્રવેશી ?? "

મહારાજ થોડીવાર સુધી ચૂપ રહ્યાં. કંઈ પણ બોલ્યાં નહીં...

આરાધ્યા : " શું થયું ?! કંઈ તફલીક કે કંઈ ચિંતા જેવું છે ?? "

મહારાજ : " એ આત્મા વિશાલની છે...."

અપૂર્વ : " તો પછી અમને જે આલીશાન હોટેલમાં મળ્યો હતો વ્યક્તિ જે નયન જેવો જ તદન દેખાતો હતો એ કોણ હતો ?? વિશાલની તો આત્મા જ ફરી રહી છે ત્યાં ??"

મહારાજ : " એ વ્યક્તિ હોટેલનો માલિક છે એવું એ લોકો કહી રહ્યાં હતાં મતલબ એ લોકોને કોઈને જાણ જ નથી કે એ જેને કહી રહ્યાં છે એ હોટેલનાં માલિકનો દીકરો છે એ લોકો એને પ્રશમ સમજે છે પણ એ ખરેખર વિશાલની આત્મા છે. એ અદૃલ પ્રશમ જેવો લાગી રહ્યો છે...કોઈને આ હકીકતની જાણ નથી. "

અન્વય : " પણ એ તો સામાન્ય કોઈ વ્યક્તિ જેવો જ લાગતો હતો અને એ જ રીતે અમારી સામે આવ્યો હતો‌. અરે એ તો ઠીક પણ એ મને અથડાઈને પણ પસાર થયો હતો પણ એ મને સામાન્ય માણસ જેવો જ લાગ્યો હતો એમાં કંઈ અમને અજુગતું નહોતું લાગ્યું હા એનું બીજાં વ્યક્તિ સાથેનું વર્તન અમને ચોક્કસ અજુગતું લાગ્યું હતું."

મહારાજ : " એ એક સામાન્ય વ્યક્તિની જેમ જ એ આત્મા આખી હોટેલમાં ફરે છે. એ બધાંને હેરાન પણ નથી કરતી પણ જે વસ્તુ કે વ્યક્તિ પ્રશમ ઈચ્છતો હોય પણ એ એનાંથી શક્ય ન બને એ કામ એ વિશાલની આત્મા દ્વારા એ કામ થાય છે. "

અપૂર્વ : " હમમમ...પણ સંવેગમાં પ્રવેશવાનું કારણ ?? "

મહારાજ : " જે પણ સત્ય હશે એ જ હું કહું છું...સંવેગ એ આ દીકરીને પ્રેમ કરે છે એ વાત કદાચ અહીં એકાદ બે વ્યક્તિ સિવાય કદાચ કોઈ જાણતું નથી...બસ આજ કારણ ઈતિ દીકરીની નજીક કોઈ આવે એને પ્રશમ જરાં પણ સાંખી શકે નહીં. જે પ્રશમ અનુભવે એનો અમલ વિશાલ દ્વારા તત્કાળ થાય જ..."

આરાધ્યા : " પણ શું એને ઈતિ ગમે છે એ એનો ગુનો ?? એણે થોડો ઈતિ સાથે જબરદસ્તી કરી છે. બંને નાનપણથી દોસ્તી છે‌‌...એને નાનપણથી ઈતિ પ્રત્યે લગાવ છે...તો એમાં એ એને હેરાન પરેશાન કરી મુકે આ કેવું ?? "

ઇતિને ખબર પડી કે એને સંવેગ પ્રેમ કરે છે. પહેલાં દિવસથી એને થોડો અંદાજ આવી ગયો જ હતો પણ એણે આ વાત નજર અંદાજ કરી હતી...એ ચિંતામાં આવી ગઈ કે શું પ્રયાગ હવે આરવને પણ એનાં જીવનમાં નહીં આવવાં દે કે શું ?? "

ઈતિ અને આરવ એક થશે ખરાં ?? સંવેગમાથી વિશાલની આત્મા નીકળશે ખરી ?? પ્રયાગ ઇતિને આરવની થવાં દેશે ?? એ માટે એ શું શું કરશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે