Palak - aek rahasymay chokri - 5 books and stories free download online pdf in Gujarati

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 5)

અવાજ સાંભળતા જ જેની અને પલકે એ છોકરા સામે જોયું. પલક તેના ઊંડા વિચારોમાં જ જાણે ખોવાઈ ગઈ.

એ ત્યાં જ ઉભો હતો અને એ છોકરો પવન હતો. થોડી વાર માટે પલક બસ તેને જ જોતી રહી. પલકના ધબકારની ઝડપ વધવા લાગી હતી, થોડી વાર માટે બધું જાણે થોભી ગયું હોઈ તેમ લાગતું હતું. પવન તેની પ્રેમભરી આંખોએ માત્ર પલકને જ જોતો હતો. થોડી વાર થઈ અને પવન પલક પાસે આવીને ઉભો રહી ગયો, ઘણા દિવસ પછી પલકે પવનને જોયો હતો, પલક પવનની સામે નહોતી જોતી, તે માત્ર મોં નીચું કરીને ઉભી રહી ગઈ. ત્યાં જ પલકને કોઈ ઊંઘમાંથી ઉઠાડતું હોય તેમ કહેવા લાગ્યું." ઓઈ પલક, તારો ભાઈ તને મળવા આવ્યો છે અને તું મોં નીચું કરીને ઉભી છે."

પલક વિચારોમાંથી બહાર નીકળી અને જોયું તો તે કોઈ પવન નહોતો પરંતુ પલકના મોટા ભાઈ નિખિલ હતા. પવનની વાતોમાં ખોવાયેલ પલકને માત્ર પવન જ દેખાતો હતો. પલક તેમને ભેટી પડી અને જેની બાજુમાં ઉભી ઉભી પલકને જોઈને હસી રહી હતી.

" આટલા દિવસે બેન યાદ આવી તમને, સારું થયું તમે આવ્યા, અને હ ભાભી કેમ છે.? તેમને ના લાવ્યા.?" પલક બોલી.

" ના હું આ બાજુ નીકળ્યો એટલે થયું તને મળીને જાવ, હોસ્ટેલ ગયો હતો પણ ત્યાં નહોતી, બાજુમાં પૂછ્યું તો તેમણે અહીંનું સરનામું આપ્યું એટલે અહીં પહોંચ્યો, પણ અહીં તને સરપ્રાઈઝ આપવી હતી એટલે તારી પાછળ જ છુપાઈને બેઠો હતો ત્યાં જ બધી વાતો સાંભળીને ત્યાં જ બેસી રહ્યો, પલક તે તારા ભાઈથી આ વાત છુપાવી.? નિખિલભાઈ બોલ્યા.

" સોરી ભાઈ, પણ હું મારા પરિવારને ઉદાસ કરવા નહોતી માંગતી, પણ તમે સાચે પવનને ઓળખો છો.?" પલક નિખિલભાઈ સામે જોઈને બોલી.

" હા, અમે બિઝનેસમાં સાથે જ છીએ, ખૂબ ભળે છે મારે અને પવનને. પહેલા એ બહાર ભણવા ગયો હતો પણ અધૂરું મૂકીને હવે અહીં જ છે. મને તો આજે જાણ થઈ, એ હંમેશા આપણા ઘરનું પૂછ્યા કરતો અને ખાસ કરીને તારું પણ પૂછતો, મને થતું આ આમ જ પૂછતો હશે પણ હવે જાણ થઈ મને." નિખિલભાઈ હસતા હસતા બોલ્યા.

પલકને તેના ભાઈ ખૂબ જ સમજતા. કંઈ પણ હોઈ તે પલકને બસ ખુશ જોવા જ માંગતા. તેઓ જાણે પલકના એક સારા દોસ્ત અને ભાઈ બંને હતા.

પલક ઉદાસ થઈ મોં નીચું કરીને ઉભી હતી. ત્યાં જ ફરી નિખિલભાઈ બોલ્યા, " શું થયું ? પવન ગમે છે ને તને , હું આપણા ઘરે વાત કરી લઈશ બસ."

" ના ભાઈ, હવે કંઈ જ શક્ય નથી, પવનની સગાઈ પેલેથી જ ફિક્સ છે." ફરી ઉદાસ થઈ પવન બોલી.

" કોણે કહ્યું તને, તેની સગાઈ થવાની હતી ત્યાં તો તેણે ના કહી દીધી છે. મારે આખો દિવસ પવન સાથે જ ઉઠવા બેસવાનું હોઈ, મને બધી જ વાતો કરતો હોઈ એ." નિખિલભાઈ પલક સામે જોઈને બોલ્યા.

" સાચું.?" પલક ચોંકીને બોલી.

નિખિલભાઈએ માથું હલાવતા હા માં જવાબ આપ્યો.

પલક ખુશ થઈ ઉઠી, પલક પેલા જેટલી ખુશ રહેતી ફરી એ જ ખુશી આજે પલકના મોં પર જોવા મળી, તે બાજુમાં ઉભેલી જેનીને ભેટી પડી, જેની પણ ખૂબ જ ખુશ હતી. ત્યાં ન નિખિલભાઈએ પવનને ફોન કર્યો અને પલકની વાત કરી.

પલકને કોલેજના હજુ બે વર્ષ કરવાના હતા. પવન આજે પણ તેની પલકને જ પ્રેમ કરતો હતો. નિખિલભાઈએ પવનને અહીં બોલાવ્યો અને પલકની હોસ્ટેલનું સરનામું પણ આપ્યું હતું. થોડો સમય પલક નિખિલભાઈ સાથે જ બેઠી પરંતુ તેમને જવાનું હતું તેથી તેઓ પલકને મળીને જતા રહ્યા.

પલક ખૂબ ખુશ હતી તે ફરી જેનીને ભેટી પડી.

" અરે અરે મેડમ, હું જેની છું, તમારો પ્રેમ... પવન નથી." જેની હસતા હસતા બોલવા લાગી.

પલક પણ હસવા લાગી, બંને થોડી વાર ત્યાં રહી હોસ્ટેલ રૂમ પર પહોંચી. પલક ફરી નાની બની ગઈ હતી, તેના તોફાન ફરી શરૂ થવા લાગ્યા હતા, તેની ખુશી ફરી પાછી આવવા લાગી હતી. તેને ખબર હતી પવન તેને અહીં જ મળવા આવવાનો છે માટે હવે બસ તેની જ રાહ જોતી હતી. કોઈક દરવાજો ખખડાવે એટલે પલક દોડીને પહોંચી જતી. આમ જ એક દિવસ વીતી ગયો, પવન હજુ નહોતો આવ્યો.

પલકને બસ પવનની જ રાહ હતી. તે પવનને જ વિચાર્યા કરતી હતી. બીજા દિવસે બપોરનો સમય હતો , પલક જેની સાથે બેઠી હતી ત્યાં જ કોઈકે દરવાજો ખખડાવ્યો હોઈ તેમ લાગતા પલક દરવાજા પાસે ગઈ, ત્યાં જઈને જ પલક ચોંકી ઉઠી.

શું એ પવન હશે? પલકને આખરે પવન મળશે ?

ખૂબ જ રસપ્રદ કહાની જુઓ આગળના ભાગમાં...