Of cloud - 12 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૧૨


વીરાએ આર્યવર્ધન અને રિધ્ધીના ગયાની વાત કરી ત્યારે મેઘનાને જાણે કરંટ લાગ્યો હોય તેમ તે એક સ્થિતિ માં સ્થિર ગઈ. મેઘનાને એ વાત સમજાઈ નહીં કે વીરા આર્યવર્ધન અને રિધ્ધીના મૃત્યુ વિશે કઈ રીતે જાણે છે. કેમકે જયારે તેઓ આર્યવર્મન અને સંધ્યાને છેલ્લી વાર મળ્યા હતા ત્યારે તેમણે નકકી કર્યું હતું કે તેઓ ક્યારેય વીરા કે અનુજને આ અંગે વાત નહીં કરે. તો હવે સવાલ એ હતો કે વીરા ને આ વાત કોણ કહી ?

મેઘનાએ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતાં થોડું હસીને બોલી, “તું કેવી વાત કરે છે એ તને ખબર છે ? તને શું લાગે છે કે તારા ભાઈ એમ જ મરી જશે ?” મેઘના ના ચહેરાની બદલાયેલી રેખાઓ જોઈને વીરા હસી પડી પણ મેઘના કઈ બોલી નહીં. એટલે વીરા કાર દ્રાઈવ કરવા લાગી.

થોડી વાર પછી વીરાએ એક મોલ દેખાતાં કારનું સ્ટેયટિંગ તે તરફ ગુમાવ્યું. કારને પાર્કિંગમાં પાર્ક કર્યા પછી મેઘના ચુપચાપ કારમાંથી નીચે ઉતરીને ચાલવા લાગી. તેના ચહેરા પર ગુસ્સો હતો પણ મનમાં ચિંતા હતી કે જ્યારે વીરાને ખબર પડશે ત્યારે તેને કેટલું દુઃખ થશે.
વીરાને લાગ્યું કે મેઘના તેની વાતથી ગુસ્સે થઈ ગઈ છે એટલે તે પણ ઝડપથી ચાલીને મેઘનાની સાથે ચાલવા લાગી. પાર્કિગના મેઇનગેટ પાસે પહોંચીને વીરાએ કહ્યું, “ભાભી, પ્લીઝ મને માફ કરી દો. હું જસ્ટ મઝાક કરતી હતી. મને ખબર નહોતી કે તમને મારી વાત સાંભળીને ખોટું લાગશે. આઈ એમ રિયલી સોરી.” આટલું કહીને વીરા નીચે નમીને મેઘનાને પગે લાગી.

મેઘના એ તરત વીરાને ગળે મળી અને બોલી, “ફરી ક્યારેય આવી મઝાક કરીશ નહીં.” પછી તેઓ મોલમાં ગયા જ્યાં બે કલાક સુધી મેઘનાએ વીરાની પસંદગીના અલગ અલગ ડ્રેસની ખરીદી કરી. પછી તેઓ પાછા ઘરે જવા માટે નીકળ્યાં. મેઘનાનો ચહેરો તંગ હતો પણ તેને મનમાં એક વાતની રાહત હતી કે વીરાને હજી સુધી કોઈ વાતની જાણ થઈ નથી.

તેઓ પાછા મેઘનાના એપાર્ટમેન્ટમાં આવી ગયા લિફ્ટમાં દાખલ થયા ત્યારે અચાનક મેઘનાને ચક્કર આવવા લાગ્યા અને તે લિફ્ટમાં જ બેહોશ થઈ ગઈ. આ જોઈને વીરા થોડી વાર ગભરાઈ ગઈ. પણ તે એક ડોક્ટર હતી એટલે તેણે ધીરજથી કામ લીધું. તેણે અનુજને કોલ કરીને રાજવર્ધન સાથે લિફ્ટની પાસે આવવા માટે કહ્યું. પછી તેણે મેઘના ના પલ્સ ચેક કર્યા પણ તેના પલ્સ નોર્મલ હતાં. તેનાં લીધે વીરા ની ચિંતા ઓછી થઇ.

ત્યાં સુધીમાં લિફ્ટ 6 ફ્લોર પર પહોંચી ગઈ. લિફ્ટનો દરવાજો ખુલ્યો ત્યારે વીરા એ જોયું કે અનુજ અને રાજવર્ધન લિફ્ટ પાસે ઉભા હતા. રાજવર્ધને તરત મેઘનાને ઊંચકી લીધી અને અનુજે તેમનો સામાન પકડ્યો. રાજવર્ધને મેઘના ને બેડરૂમમાં લઈ જઈને બેડ પર સુવડાવી દીધી. તેના અને અનુજ ના ચહેરા પર ચિંતાની રેખાઓ ફેલાયેલી હતી.

વીરા તેની ડોક્ટર કીટ લઈને પાછી આવી અને મેઘનાનું પૂરું ચેકઅપ કર્યા પછી વીરા ના ચહેરા પર ખુશીની એક લહેર દેખાઈ. આ જોઈને રાજવર્ધને તેને મેઘનાના બેહોશ થવાનું કારણ પૂછ્યું ત્યારે વીરાએ પોતાનું સ્ટેથોસ્કોપ ઉતારી ને એક સ્માઈલ સાથે બોલી, “ભાઈ હવે તમે પપ્પા બનવાના છો અને હું ફોઈ તથા મામી બનીશ.”

આ સાંભળીને રાજવર્ધનને લાગ્યું કે ઘણા સમય પછી તેણે કોઈ સારા સમાચાર સાંભળયા છે. તેણે તરત વીરાને ગળે લગાવી દીધી. પછી મેઘના પાસે બેસીને મેઘના ના કપાળ પર એક કિસ કરી. અનુજ પણ વીરા ને ગળે મળ્યો. થોડી વાર પછી રાજવર્ધન બોલ્યો, “વીરા, તારો આભાર કઈ રીતે માનું તે સમજાતું નથી. પણ જો તો યોગ્ય સમજે તો થોડા સમય માટે તું અને અનુજ અહીં રહેવા માટે આવશો ?”

વીરા એ હસીને કહ્યું, “ભાઈ , તમારે પૂછવાનું ના હોય બસ કહી દેવાનું હોય. અમે અત્યારે જઈએ છીએ સાંજે અમારો થોડો સામાન લઈને આવી જઈશું ત્યાં સુધી તમે ભાભીનું ધ્યાન રાખજો.” આટલું કહીને વીરા અને અનુજ ત્યાંથી નીકળી ગયા. રાજવર્ધન પણ મેઘનાની પાસે ભગવદગીતાનું પુસ્તક લઈને વાંચવા માટે બેઠો.

વીરા અને અનુજ તેમની કારમાં બેઠા. અનુજ કારને દરિયાકિનારે લઈ ગયો પછી તે બોલ્યો, “વીરા, તે ખાતરી કરી લીધી છે ને ?” વીરાએ અનુજ ની સામે જોઇને કહ્યું, “હા, મેં જ્યારે ભાભીને આ વિશે પૂછયું ત્યારે તેઓ ટેનશન માં આવી ગયા હતા. એટલે હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભૂમિએ મારા મોટા ભાઈ અને ભાભીના મૃત્યુ વિશે જે કહ્યું હતું. તે સાચું છે.” આટલું કહેતાં વીરા ની આંખોમાં આંસુ આવી ગયા.
Share

NEW REALESED