love game - 2 books and stories free download online pdf in Gujarati

લવ ગેમ (પાર્ટ 2)

તમે અગાઉના અંકમાં જોયું કે..

રચના ને ડૉ.રોકી એકબીજા ના ગળાડૂબ પ્રેમમાં હતા બન્ને પતિપત્ની જેમ હનીમૂન પણ મનાવી ચુક્યા હતા રચના દિલથી રોકીને પ્રેમ કરતી હતી પણ ડૉ. રોકી માટે એ વાસના સંતોષવાની જરૂરિયાત થી વિશેષ કંઈજ નહોતી..

એક દિવસ રચનાએ લગ્ન નું દબાણ કરતા ડૉ. રોકી એ પોત પ્રકાશયું ને રચનાના પ્રસ્તાવ ને વખોડીને એને અપશબ્દ કહીને કાઢી મૂકી

બીજા દિવસે એને પ્લાન બનાવીને રચનાની માફી માંગી એને ફરી દોસ્તો સાથે ફાર્મ હાઉસમાં બોલાવી ..

ભોળી રચના એને પ્રેમ સમજીને ગયી. ને ત્યાં ભૂખ્યા વરુઓ એની રાહ જોઈ રહ્યા હતા.. રોકીએ અને તેના ફ્રેન્ડ્સ એ રચના પર રીતસરનો જાનવર જેમ દુર્વ્યવહાર કર્યો બધાજ એકસાથે એની જોડે બળાત્કાર કર્યો ..

રચના લોહીલુહાણ થયી ગયી હતી.. અને છેલ્લે બાકી હોય એમ રોકીએ પણ એનું ગ્રુપ બળાત્કારથી કમજોર થયેલું શરીર ચૂંથયું ને રચના એ સહન ન કરી શકી ને એનું પ્રાણ પંખેરુ ઉડી ગયું..

એટલું ઓછું હોય એમ એના મિત્રો એ એના શરીર પર દારૂ રેડયો અને રોકી સાથે અગાશીમાં જઈને દારૂની પાર્ટી કરી..

હવે જોઈએ આગળ...

રોકી ને ફ્રેન્ડ્સ બધા અગાશીમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે..એવામાં લગભગ 12 વાગયે જાણે એક ચીસ સાંભળીને બધા નીચે દોડીને ગયા..

જોયું તો નીચે રચનાની લાશ હતી નહીં ..અને ત્યાં સાપ ને ઉંદર ને જંગલી પ્રાણીઓ દોડી રહ્યા હતા..

એમાં એક બિલાડી મ્યાઉ.. કરીને રોકી પર તૂટી પડી.. ને પંજો મારી રોકી નો ચહેરો બિહામણો કરી દીધો.. રોકી હેબતાઈ ગયો ને બિલ્લી ને ધકકો માર્યો ..બિલ્લી હવામાં ફંગોળાઈ ને અદ્રશ્ય થયી ગયી..

રોકીને એના દોસ્તો ને સમજ ન આવ્યું ..પ્રાણીઓ એમની તરફ ધસી આવતા જોઈને એ લોકો બહાર ભાગ્યા. અને ચોકીદાર ને બમ પાડી..ને બહાર નીકળ્યા..

ચોકીદાર આ જંગલી જાનવર અહીં ક્યાંથી આવ્યા..?

ચોકીદાર ઊંઘમાંથી સફળો જાગીને આસપાસ જોયું એને કોઈ જાનવર ન દેખાયું..
સાલો કો જ્યાદા ચડ ગયી હે ...એ મનમાં બબડયો

અરે સાહેબ કોઈ નહીં હે બહાર કે અંદર આપકો જુરૂર કોઈ વહેમ હુઆ હોગા..

અને રોકી એન્ડ ટિમ આસપાસ ચેક કરેછે સાચે જ કોઈ નથી. એ મનમાં વિચારે હેંગ ઓવર થયું લગે છે . અને એમને નશાની હાલત માં ઘેર જવું મુનાસીમ ન લાગતા એ ત્યાંજ રાત રોકાય છે..

બધા જ ફ્રેન્ટ્સ હોલમાં જાય છે અને રચનાની લાશ શોધે છે પણ એમને ક્યાંય લાશ મળતી નથી.. બધા વિચારમાં પડે છે ત્યાં જ એ લોકોને સ્ટોરરૂમ માં કૈક ચાલવાનો ને દર્દથી ક્ળસતા હોય એવો અવાજ આવે છે એ બધા એ દિશા માં જાયછે. ત્યાં જ રોકીનો એક ફ્રેન્ડ જે સૌથી પાછળ હતો એ ગુમ થયી જાયછે એને શોધવાનું શરૂ થાયછે.. પણ કોઈ મેળ નથી પડતો..

આસપાસ ઘનઘોર ભયાનક જંગલ જેથી કોઈ જંગલી જાનવર નો ડર પણ ખરો એટલે એ લોકો ને ફાર્મહાઉસમાં જ સેફટી લગે છે અંદર જ શોધવા પ્રયત્ન ચાલુ રહેછે..પણ ના તો રચનાની લાશ મળે છે કે ના તો દોસ્ત ..

બચાવો..બચાવો..
રોકી બચાવો.. અગાશીમાં થી અવાજ આવે છે બધાજ તુએ દોડીને જુએ છે તો અવાક થયી જાય છે એમનો દોસ્ત અગાશી ની પાળી પર ચડી ગયો છે ને જાણે એને કોઈ આત્મહત્યા માટે દોરીસંચાર કરતું હોય એમ એની અનિચ્છા એ એને કૂદકો મારવો પડેછે.. અને ખેલ ખતમ..

વિવાન. ( રોકી થી ચીસ પડી જાયછે.. )
બધાજ ડરી ગયા છે ત્યાંજ આકાશવાણી થાય છે..

રોકી.. તને તારા ગુના ની સજા આપવા હું આવી ગયી છું.. બસ તું હવે જો તારી હાલત તડપાવી તડપાવીને મારીશ.. તારી સજા હું નક્કી કરીશ .

મેતો તને સાચો પ્રેમ કરેલો પણ તે હેવાનીયત ની હદ પાર કરી તારા નીચક્રમો ની સજા હું જ આપીશ

કોઈને નહીં છોડું.. એને અટ્ટહાસ્ય સાથે રચનાનો વિશાળ ચહેરો રોકી અને દોસ્તો ની આસપાસ ગોળગોળ ફરેછે. બધા જ ફફડી ગયા છે..

રોકી ને જોરદાર તમાચો મારેછે ને બેભાન થઇ જાયછે..

જોઈએ મિત્રો રચના એની સાથે થયેલ ગુના નો બદલો કેવી રીતે લે છે...

આવતા અંકમાં જોઈશું..

ત્યાં સુધી આવજો..