love game - 6 books and stories free download online pdf in Gujarati

લવ ગેમ (પાર્ટ 6)

તમે ગતાંક માં જોયું કે...

રોકીને રચના અતિશય હેરાન કરે છે એથી એના દોસ્તો રોકી ને બચાવવા તાંત્રિક ને બોલાવે છે..

તાંત્રિક રચનાની સંપૂર્ણ માહિતી માંગે છે.. પણ રોકી બધું કહે છે ખાલી એના રેપ અને આમનુષી અત્યાચાર સિવાય..એટલે રચના વિફરે છે..

તાંત્રિક મંત્રોચ્ચાર કરતા હોય છે એ.સમયે રચના બધું તહસ-નહસ કરે છે. એ જોઈને તાંત્રિકને એ આત્મા શક્તિશાળી હોવાનું અનુમાન થાયછે.. એ બદલો લેવા આવી છે એમ સમજાવે છે.. અને રોકીને કાઈ અજુગતું કરેલ હોય એવું પૂછે છે..
જવાબ માં રોકી ના દોસ્તો ના પાડે છે, અને તાંત્રીક એ સમય પૂરતો ત્યાંથી વિદાય લે છે..

હવે રચના બગડે છે અને ગ્લાસ છુટ્ટો રોકીને મારે છે..અને રોકીને લોહી નીકળે છે.. ત્યાં ડોકટર આવી જાય છે અને પટ્ટી કરેછે અને રેસ્ટ કરવા કહે છે..

રોકીના દોસ્તો ને હવે રચનાનો ડર લાગે છે એટલે એ લોકો પણ ઘેર જવાને બદલે રોકી સાથે જ રોકાય છે..

હવે જોઈએ આગળ...

તો રોકી અને એના દોસ્તો હોસ્પિટલ ના રમ માં રોકાય છે.. જમવાનું લેવા શિશિરને મોકલે છે જે રોકીના બે ફ્રેન્ડ માંથી એક હોય છે.

રોકી એના ફ્રેન્ડ સાથે બેડ પર જમવાનું આવે એની રાહ જોવે છે..

આ બાજુ શિશિર હોસ્પિટલની કેન્ટીનમાં જાય છે.
3 થાળી તૈયાર કરીને રોલિંગ ટેબલ પર ગોઠવીને લાઇ જાય છે..

ત્યાં જ એને લોબીમાં એક રૂમમાં એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી દેખાય છે.. જે એને જોઈને સ્માઈલ કરતી હોયછે.. શિશિરને એ જોઈ આંખ ચકળ-વકળ થાય છે. અને ટેબલ એક ખુણા માં ગોઠવીને એ રૂમ માં જાય છે.. અને પેલી સ્ત્રી એ દરવાજો અંદરથી બંધ કરી દે છે..

શિશિર તો પાણી પાણી થયી જાયછે.. હવે એ સ્ત્રી શિશિર ની પાસે આવીને એને દ્રાક્ષ મોમાં મૂકીને એના ગાલ ને સ્પર્શે છે.. શિશિર ને ઘડીભરતો સમજાતુ નથી કે આ કોણ છે અને પોતાને કેમ આમ કરે છે પણ એ સમયે એને રોમાંચ થતો હોઈ એ બધી પળોજણ માં પડ્યા વગર એ સ્ત્રીને પામવાની કોશિશ માં લાગે છે.. એને કમરથી પકડીને નજીક ખેંચે ત્યાં જ એ સ્ત્રી નો સાડીનો પાલવ સરકે છે.. અને શિશિર એ જોઈને મંત્રમુગ્ધ થયી જાયછે..

એને કસીને બાહોમાં લે છે અને કિસ કરવા લાગે છે.. અચાનક એને કોઈ ગરદન માં ખૂંચતુ હોય એવો અહેસાસ થાય છે.. એટલે એ પોતાની જાતને છોડાવવા મથે છે પણ એ સ્ત્રી ની પકડ બહુ મજબૂત હોયછે..

શિશિરે એની સામું જોયું તો એ અજાણી સ્ત્રીમાંથી રચના બની જાયછે.. અને ર
શિશિર નું પેન્ટ પલળી જાયછે.. એ બચાવો બચાવો ની બમ પાડે છે.. પણ આસપાસ કોઈ નથી હોતું..

આ બાજુ રોકી એના ફ્રેન્ડ ને લેટ થતું હોવાથી ફોન કરેછે.. કે જમવાનું લેવામાં આટલી વાર શેની..

રિંગ વાગે છે.. અને સામે ફોન માં કર્કશ અને પ્રચંડ અવાજ સાથે અટહાસ્ય આવે છે...

હ..હા... હા... હા ..હા.. રોકી.. તારો ફ્રેન્ડ મારી સાથે જમવા બેસ્યો છે.. બોલ તારે આવવું.છે. ..ચાલ આવીજા.
મજા આવશે..

એ સાંભળીને રોકીના હાથમાંથી ફોન પડી જાયછે.. અને એ પોતાને લાગેલી ગ્લુકોઝ ની બોટલ ની ટ્યુબ સિરિનજ ને કાડીને દોડવા લાગે છે.

બીજો ફ્રેન્ડ પણ એની શુ થયું રોકી...કૈક તો બોલ..કેમ દોડે છે...ક્યાં જાય છે..
પણ રોકી હાંફળો-ફાંફળો દોડતો જાય છે અને એનો દોસ્ત એની પાછળ દોડે છે..

એ અવાજની દિશા માં કેન્ટીનમાં જાય છે ત્યાં કંઈજ મળતું નથી પણ જેવો એ કેન્ટીનમાંથી બહાર નીકળે છે.. સામેની રૂમમાંથી વિચિત્ર અવાજો આવે છે અને એ ત્યાં દોડીને જાયછે.. અને દરવાજો આપમેળે ખુલે છે.. અને રોકી ચીસ પાડી ઉઠે છે.. શિશિર નો દેહ પંખાની સાથે લટકતો હોયછે.. અને લોહી ની ટાશરો ફૂટતી હોય છે.. હજુ રચના ત્યાંજ છે.. અને એકપછી એક કાચના ટુકડાના છુટા ઘા કરતી હોય છે.

એની આંખોમાં અકલ્પનીય ક્રોધ અને દર્દ જોઈને રોકી અને એનો દોસ્ત અવાક થયી જાયછે..

એ કઈ બોલે એ પહેલાં તો શિશિર ની લાશ રોકી પર આવીને પડે છે.. અને રોકી તરડાયેલા અવાજે બુમ પાડે છે.

અને ત્યાંજ ડોકટર અને અન્ય સ્ટાફ પણ આવી જાય છે.. અને આ બધું જોઈને એ લોકો હબક ખાઈ જાયછે..

હવે રોકીને ડર લાગે છે.. કે એ લોકો હવે એની જાણ પોલીસ ને કરશે એટલે એ અને એનો દોસ્ત ત્યાંથી ભાગી જાય છે..

ડોકટર પોલીસને જાણ કરેછે.. અને પ્યુન ને રોકી પાછળ મોકલે છે..

રોકી અને એનો દોસ્ત એક બાઇક વાળને ધક્કો મારી એની બાઇક લઈને ભાગી જાય છે..

એ ભાગીતો જાયછે પણ આગળ એના માટે સમય ઓર કપરો થવાનો છે.. રોકીની હવે ખરેખર ફાટે છે..

એ તાંત્રીકને ફોન કરેછે..

જોઈએ હવે.. આવતા અંકમાં રચના શુ પ્રકોપ કરશે..

ત્યાં સુધી મારી અન્ય સ્ટોરી પણ વાંચતા રહેજો કમેન્ટ કરતા રહેજો..

આવજો..
જય હિન્દ

.