Pratibimb - 28 books and stories free download online pdf in Gujarati

પ્રતિબિંબ - 28

પ્રતિબિંબ

પ્રકરણ - ૨૮

આરાધ્યા અને લીપી એ લોકોને નિયતિને પકડીને લાવતાં જોઈને બધાં એકદમ ઉભાં થઈ ગયાં. અક્ષી દોડતી સામે આવીને બોલી, " નાની શું થયું તમને ?? તમારી તબિયત અચાનક કેમ ખરાબ થઈ ગઈ."

નિયતિ કંઈ જ બોલી ન શકી. એણે ઈશારામાં ઈતિ પાસે એને લઈ જવાનું કહ્યું.

નિયતિ ઈતિ પાસે જઈને બેસી. ધીમેથી ગળામાં દોરી વડે લગાડેલા ચશ્મા પહેર્યા અને હાથમાં રહેલું પડીકું ખોલ્યું. બધાંની નજર ત્યાં જ છે કે પડીકામાં શું છે અને એ શું કરી રહ્યાં છે ??

એ પડીકામાં તો લાલ રંગનું કંકુ જેવું દેખાયું...એણે એ હાથમાં લઈને ઈતિ ના ચહેરા પર લગાડી દીધું. જેમ જેમ લગાડ્યું એમ એ થોડી થોડી સામાન્ય થવાં લાગી. પછી એણે ઇતિનાં હાથ પર પણ લગાડ્યું...પછી એણે ધીમેથી લીપી સામે જોઈને કહ્યું, જેન્ટ્સ બધાં થોડી વાર બહાર કે અંદરનાં રૂમમાં જશે ??

લીપીએ કહેતાં બધાં જ ઉભાં થઈ ગયાં. આરવ પણ બધાંની સાથે ઉભો થયો ઇતિએ હજું પણ આરવનો હાથ પકડેલો જ છે...

આરવ : " ઈતિ અહીં બધાં જ છે. તને કંઈ જ નહીં થાય. હું હમણાં જ આવું છું...કહીને ધીમેથી એ હાથ છોડાવીને એ પણ બધાંની સાથે અંદર રૂમમાં ગયો.

ઈતિને બધી જગ્યાએ આ લગાડતાં જ એની બધી તકલીફ ધીમેધીમે ઓછી થઈ ગઈ અને લગભગ વીસેક મિનિટમાં એ સામાન્ય બની ગઈ.

ઉંઘમાંથી ઉઠી હોય એમ બોલી, " મોમ... હું અહીંયા કેવી રીતે આવી ગઈ અને એ પોતાનાં શરીરને જોવાં લાગી અને બોલી, " આ બધું મારું શરીર લાલ કલરનું કેમ દેખાય છે ??"

નિયતિ : " કંઈ નહીં બેટા એ તો એક દવા છે તને તાવ આવ્યો હતો તો લગાવી છે... તું આરામ કર.."

થોડી જ વારમાં ઈતિ સૂઈ ગઈ. પછી બધાં પાછાં જેન્ટ્સ પણ બહાર આવી ગયાં. બધાંનાં મનમાં એ જાણવાની ઉત્સુકતા છે કે અંદર શું થયું હતું ??

આરાધ્યા : " આ શું પડીકામાં ?? મને તો એ એક ફોટામાંથી જે નીકળી રહ્યું હતું એ કંકુ જેવું એ લાગી રહ્યું છે. "

નિયતિ : " બેટા હું સાચું જ કહું છું એ ફોટો સૌમ્યકુમારનો હતો. હું જ્યારે કંઈ પણ મુશ્કેલીમાં હોઉં છું ત્યારે આ વસ્તુથી હું મારી મુશ્કેલી દૂર થાય છે. આવું કેવી રીતે થાય છે એ તો મને પણ નથી ખબર પણ એકવાર સ્વપ્ન આવ્યું હતું અને મને આનો સંકેત મળ્યો હતો. આજ સુધી એ મુજબ મને દરેક વસ્તુમાં મદદ મળે છે..‌.. હું કદાચ આ શક્તિથી આ આટલી મોટી હવેલીમાં એકલી આટલાં વર્ષોથી રહી શકું છું."

અપૂર્વ : " તો તમે આરાધ્યાને એ ફોટાં તરફ જતાં રોકી હતી એ કોણ હતું ?? "

નિયતિ : " એ કૌશલનો ફોટો હતો..."

આરવ : " કોણ કૌશલ અને કોણ સૌમ્યકુમાર ?? નાની મને તો કંઈ જ સમજાઈ રહ્યું નથી...આ બધાંને ખબર છે પણ મને કંઈ જ ખબર નથી.."

અક્ષી : " હા નાની...એ રૂમ મને ખબર છે અમે વેકેશનમાં આવતાં ત્યારે પણ તમે એ રૂમ ક્યારેય અમને ખોલી નહોતાં આપતાં.."

નિયતિ : " બેટા હવે હું તમારાથી કંઈ જ નહીં છુપાવું કારણ કે હવે તમે લોકો સમજણા અને મોટા થઈ ગયાં છો..."

ઈતિએ કહ્યું, " હું તને અક્ષીને બધું જ કહું છું. પહેલાં અત્યારે આન્ટી કહે એ સાંભળી લો.."

આરાધ્યા : " તમે પડી કેવી રીતે ગયાં હતાં ત્યાં ?? "

નિયતિ : " મેં જ્યારે આ પડીકામાં આ વસ્તુને એકઠી કરી કે એ સાથે જ રૂમમાં અંધકાર છવાઈ ગયો...એ સાથે જ કૌશલનાં એ ધૂળબાઝેલા ફોટામાંથી કંઈક હાથ જેવું બહાર આવ્યું અને મને ધક્કો માર્યો આથી હું જમીન પર ફસડાઈને પડી ગઈ. "

લીપી : " આવું પહેલીવાર થયું ?? "

નિયતિ : " નહીં આવું પહેલાં પણ ઘણીવાર બન્યું છે પણ

એ તાકાતથી હું પડી તો જાઉં પણ ઉભી થઈ જાઉં પણ આ વખતે ખબર નહીં મારું થોડું બેલેન્સ ડગમગતા હું સહેજ દીવાલ સાથે અથડાઈ જતાં મને ચક્કર આવી ગયાં..."

અન્વય : " એ ફોટો આ હવેલીમાં કેમ રાખ્યો છે હવે ?? "

નિયતિ : " મારાંથી એક ભૂલ થઈ ગઈ હતી કે જ્યારે આ હવેલીમાં રહેવા આવી ત્યારે મને અહીંથી કૌશલનો એ ફોટો મળ્યો હતો. મને થયું કે ગમે તેમ પણ એ મારી દીકરીનો પિતા છે આ વિચારીને મેં ફોટો રાખી લીધો..પણ એ મૃત્યુ બાદ પણ કોઈને કોઈ રીતે વિધ્નરૂપ બનતો રહ્યો છે."

આરવ : " મતલબ કૌશલ કહો છે એ મારાં નાના છે એમ ?? "

નિયતિ : " હા બેટા..."

આરાધ્યા : " તો આન્ટી આ ફોટાને જ હવેલીમાંથી દૂર કરીએ તો ?? "

નિયતિ : " મેં બધાં જ ફોટાઓની એક પૂજા દ્ધારા અહીં સ્થાપના કરાવી હતી.આથી એ પછી મેં એક બે વાર એ ફોટો કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે હું કંઈક રીતે હેરાન થવા લાગતીને હું આ વિચાર પડતો મુકી દેતી..."

અન્વય : " કંઈ નહીં...હવે જે થશે તે જોઈએ...પણ હવે એ વાત ખાસ જાણવાની રહી કે પ્રયાગ કોઈ પણ જગ્યાએ હોય તો પણ એની અસર વિશાલ પર થાય છે કે અમુક અંતરમાં હોય તો જ..."

લીપી :" કોણ છે પ્રયાગ ?? અને મહારાજે શું કહ્યું ?? "

અન્વયે બધી વાત કરી... બધાંને આડકતરી રીતે સંવેગનું ઈતિનું ગમવું આ વસ્તુ કંઈ અસામાન્ય ન લાગ્યું કારણ મનોમન બધાંની ગણતરી સંવેગ અને ઇતિને એક સુંદર લગ્નનાં બંધનમાં બાંધવાની તો છે પણ જો ઇતિની ઈચ્છા હોય તો...!!

લીપી : " તો હવે આગળ શું કરશું હવે ?? છોટુ એ કહ્યાં મુજબ મહારાજ આપણને કંઈ મદદ નહીં કરી શકે...સંવેગમાં રહેલી આત્મા ને મુક્તિ કેવી રીતે અપાવીશું..."

આરવે કહ્યું કે મને બધી જ વસ્તુ પહેલેથી જણાવો. પછી હું કંઈ વિચારું....ઈતિ બધું જ ઘટનાઓ પહેલેથી કહેવા લાગી. વચ્ચે જરૂર હોય ત્યાં લીપી બોલી લે છે...જેમજેમ આગળ આગળ વધતાં ગયાં આરવ અને અક્ષીને તો નવાઈ જ લાગી.

આરવ : " મતલબ નાની તમે રાજકુમારી હતાં, એમ ને ?? "

નિયતિ : " હા...બેટા..!!"

અક્ષી : " તો મમ્મીએ તો કદી અમને કંઈ કહ્યું જ નહીં એને પણ બધી ખબર જ હશે ને ?? "

નિયતિ : " હા...એ અને રાશિ તો સગી બહેનો કરતાં પણ વધારે હતાં એકબીજાં માટે....પણ મારે એને આ બધી જ મુસીબતોથી અળગી રાખવી હતી હું એ શોધમાં જ હતી કે કોઈ સારૂં પાત્ર મળે. એટલામાં જ એક દિવસ વિશ્વાસકુમાર સાથે મુલાકાત થઈ ને બંને એટલી જલ્દી મેં એના લગ્ન કરાવી દીધાં.

મારી એકની એક દીકરી મારી નજીક રહે એવું હું ઈચ્છતી પણ એનાં સાર ભવિષ્યનું વિચારી એને મુંબઈ સુધી મોકલવા તૈયાર થઈ ગઈ...!!

ઈતિ : " તો આન્ટી તમે એમનાં ઘરે નથી જતાં ?? "

નિયતિ : " આટલી મોટી હવેલીને એમ જ મુકીને જવું યોગ્ય ન રહે. શિવાની ઘણીવાર અહીં મળવાં આવતી રહે છે."

હમમમ...હવે એવો તબક્કો આવી ગયો છે કે બધાંને જ બધી સત્ય હકીકત ખબર પડી ગઈ છે.

આરવ : " તમે આટલા હિંમતવાળા છો એટલે જ કદાચ મમ્મા પણ બહું ગજબની હિંમત ધરાવે છે. પપ્પાની એક સુક્ષ્મ તાકાત છે જે હંમેશા એની સાથે નથી રહેતી છતાં એનો પડછાયો બનીને એમને તાકાત આપતી રહી છે.

નિયતિ : " એ પણ આ જ રીતે મોટી થઈ છે. એક બાજું હું એને કૌશલનો ઓછાયો ન પડે એમ રાખવા હંમેશાં મથ્યા કરતી બાકી હું એને મારાથી આટલી દૂર થોડી મોકલું..."

એકાએક વાતો ચાલું છે ત્યાં એક જોરથી કંઈ પડવાનો અવાજ આવ્યો... બધાં અવાજની દિશામાં ભાગ્યાં તો એક રૂમ ખુલ્લો દેખાયો જેમાં બધાં જુનાં શસ્ત્રો અને વસ્તુઓ પડેલી છે. આ રૂમ પણ મોટે ભાગે કામ સિવાય ખોલવામાં આવ્યો નથી તો આજે જાતે કેવી રીતે ખુલી ગયો એની ખબર ન પડી.

નિયતિ : " અહીં કોણ આવ્યું હશે ?? બધાં માણસો તો અત્યારે રસોડામાં જ હશે અને એ રૂમમાં તો કોઈને પ્રવેશવાની મંજુરી નથી..."

નિયતિ સાથે બધાં જ પહોંચ્યાં તો રૂમ ખુલ્લો ને ત્યાં બહારથી જ અંદરનું દ્રશ્ય જોઈને જોતાં બધાં સ્તબ્ધ થઈને ઊભાં રહી ગયાં...!! સંવેગ અંદર દિવાલ પર ઊંઘો ચીપકીને લટકેલો છે.... એનાં માથામાં જીવડાં ફરતાં દેખાય છે... કાનમાંથી પરંતુ જેવું નીકળી રહ્યું છે... દાંત બધાં આગળ દેખાય છે પીળાં અને બદામી રંગનાં...!! સાથે જ હાથમાં મોટી છે એ સમયની સૌથી સારી કહેવાતી એ તલવાર.... આજુબાજુ આખાં રૂમમાં શસ્ત્રો સિવાય કંઈ જ દેખાતું નથી.

ઈતિ તો ગભરાઈને ત્યાંથી દૂર જવાં લાગી ત્યાં જ ભયંકર અટહાસ્ય કરતી સંવેગમાં રહેલી આત્મા બોલી, " ક્યાં જાય છે ઈતિ ?? તું તો મારી છે...જો મારી નહીં તો કોઈની નહીં... અહીં આવી જા મારી પાસે‌..."

અન્વય બોલ્યો, " શું કામ એને હેરાન કરે છે ?? તું શું ઈચ્છે છે ?? મારી દીકરીની જિંદગી ખરાબ ન કર..."

સંવેગ ફરીથી એ તલવારનો જમીન પર ઘા કરતાં બોલ્યો, " ખબરદાર જો કોઈ અમારી વચ્ચે આવ્યો તો એ ફક્ત મારી છે મારી...જે પણ વચ્ચે પડશે આ તલવાર જેવી હાલત થશે !! તું અહીં આવી જા...બસ... એકવાર મારી પાસે..."

ઈતિ : " ના હું નહીં આવું" કહીને બહાર હોલમાં જવાં ગઈ ત્યાં જ અચાનક એનાં પગ જાણે જમીન સાથે ચોંટી ગયાં...

એ સાથે જ સંવેગમાં રહેલી આત્મા જોરજોરથી હસીને જોરથી છલાંગ લગાવીને ઉંચે જતા પર ગઈ અને ફરી જમીન પર આવીને દીવાલ પર જઈને ચીપકી ગઈ..

ફરી એ આત્મા બોલી, " ઈતિ તું આવે છે કે નહીં ?? "

એ સાથે આરવ ગુસ્સે થઈને બોલ્યો, " એ નહીં આવે"...કહીને એ પોતે રૂમમાં પહોંચ્યો.

બધાં બહારથી બૂમો પાડવા લાગ્યાં, " આરવ તું ના જા... પ્લીઝ...આ તો આત્મા છે એ કોઈની સગી ન થાય... આરવ બહાર આવી જા..."

પણ આરવ કંઈ જ સાંભળ્યા વિના મક્કમ પગલે આગળ ગયો..!!

આરવ : " બોલ..‌તારે જે કરવું હોય મને કર...ઈતિનો તું વાળ પણ વાંકો નહીં કરી શકે..."

થોડીવાર સુધી એ આત્મા કંઈ પણ કર્યાં વિના ચૂપ એમ જ દીવાલ પર લટકી રહી...પછી અચાનક થોડી જ મિનિટોમાં એક પ્રચંડ શક્તિ સાથે આરવ પર હુમલો કર્યો અને આરવના ખભા પર ઊંધો જ બેસી ગયો..

બધાંનાં શ્વાસોશ્વાસ અધ્ધર થઈ ગયાં.. શું કરવું કોઈને કંઈ સમજાતું નથી.... ત્યાં જ ઇતિએ એક ચીસ પાડી.." આરવ..આરવ..." કહીને ઈતિ પણ આરવની પાછળ એ રૂમમાં પ્રવેશી ગઈ...એ સાથે જ બધાંનાં જીવ અધ્ધરતાલ થઈ ગયાં...નિયતિ કંઈ પણ બોલ્યાં વિના ત્યાંથી નીકળીને બહાર જતી રહી...!!

આરવ આત્માનો સામનો કરી શકશે ?? ઈતિ સાથે આત્મા શું કરશે ?? નિયતિ અચાનક ત્યાંથી બહાર ક્યાં ગઈ હશે ?? અન્વય કે તેનો પરિવાર ઈતિ અને આરવને આત્માની ચુંગાલમાંથી બચાવી શકશે ?? અવનવા રહસ્યો જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....