Bhvya Milap (part 14) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 14)

ભવ્યા મિલાપ (ભાગ 14)

(બર્થડે વિશ)

તમે ગતાંક માં જોયું કે ...

ભવ્યા અને મિલાપ નો પ્રેમનો ઉત્સવ એક અલગ જ રીતે ઉજવેછે મળ્યા વગર જ..

પણ તેમ છતાં બન્નેના પ્રેમલાપ માં લાગણી અવિરત વહે છે..બન્નેઉ એકબીજા સાથે ખૂબ ખુશ હોયછે..આમ બન્ને ના પ્રેમને કોઈની નઝર ના લાગે એ પ્રાર્થના કરતા આપડે આગળ સ્ટોરી વધારીયે

ધીમે ધીમે સમય પણ એનું કામ કરેછે..
ભવ્યા અને મિલાપ ના પ્રેમના 2 વર્ષ આમજ હસીખુશી વીતે છે..

મિલાપ ની કેર લેસ આદત છતાં ભવ્યાની અતિગૂઢ લાગણીઓ આગળ એ ભૂલો મિલાપની વગર માફી માગે પણ માફ થયી જાયછે. આમ જેમજેમ સમય વીતે જાયછે એમ એમનો સંબંધ પરિપક્વતાની સીડીઓ એક પછી એક ચડતો જાયછે..

આજે ભવ્યા ખૂબ ખુશ હોયછે, એનો આવતીકાલે બર્થડે🎂 (જન્મદિન) હોયછે.. એટલા વર્ષો તો એકલા જ ફેમિલી અને ફ્રેડસ જોડે જ ઉજવેલો હતો પણ આજે ખાસ તહેવાર જેવી ફીલિંગ્સ થાયછે કારણકે આ વખતે મિલાપ એની જિંદગીમાં આવ્યા પછીનો પ્રથમ બર્થડે છે.

આની પહેલા એને આવું ક્યારેલું મહેસુસ નહોતું થતું જેવું અત્યારે થયી રહ્યું છે..મિલાપ ને મારો બર્થડે યાદ હશે..?એ કેવું રીએક્ટ કરશે..? મને કયી રીતે વિશ કરશે..?

શુ એ આજે 12 વાગે વિશ કરશે કે પછી સવાર સવારમાં પ્રેમાળ મેસેજ નો વરસાદ કરશે..? અને એ કંજૂસ ગિફ્ટ આપશે કે ઓલા દિવસની જેમ જ બહાનું કરશે..?
એ અતી ઉત્સુક હતી..એ જાણવા કે મિલાપ શુ કરશે.

લગભગ જોબ પરથી ઘેર આવીને રૂટિન કાર્ય પતાવીને સોફામાં બેસીને મિલાપ ના વિચારોજ કર્યા કરેછે.
ત્યાં જ મેસેજ આવેછે..

"એડવાન્સ બર્થડે ભવ્યા..."💐🎂 ફ્રેન્ડ નો મેસેજ હોયછે
એનો આભાર વ્યક્ત કરીને પછી ફરી મિલાપના મેસેજની રાહ જુએછે.. 10 વાગે, 11 વાગે, 12 પણ વાગી જાય છે પણ મિલાપની કોઈ ખબર નથી. કે ના એ ઓનલાઇન છે.

ભવ્યા મૂડલેસ થયી જાયછે અને મનને મનાવેછે કાલે કરશે કદાચ કામમાં હશે એ..

આખરે એના માથે એટલી મોટી જવાબદારી છે
oke મેનેજર કાલ મળીયે અને સુઈ જાયછે


***


સવાર પડતાજ ભવ્યા મેસેજ ચેક કરેછે..
ફેસબુક , વોટ્સઅપ, ઇમેઇલ બધું ચેક કરેછે..
અઢળક શુભેચ્છાઓ વચ્ચે એ મિલાપનું નામ શોધવા લાગેછે..પણ એને ક્યાય નથી દેખાતું.

કદાચ એ સુઈ ગયો હશે..એમ માનીને રેડી થયીને જોબ જાયછે..લગભગ બધાના બર્થડે વિશ આવી ગયા હોયછે ફક્ત મિલાપ ને જ યાદ નહોતું.

ભવ્યા જાતેજ મિલપની વકીલાત કરેછે..હશે કામમાં..જરૂરી નથી કે બર્થડે એને યાદ હોય મેં કયાં એને કહ્યું છે મારા જન્મદિન નું..

મિત્રો ને તો ફેસબુક દ્વારા ખબર પડી એટલે મિલાપને તો મેં જ ગુસ્સામાં એમાંથી અનફ્રેન્ડ કરેલો. હુંજ પાગલ છું એક ટેગ કરવાની વાતમાં ઝગડો કરીને અનફ્રેન્ડ કરીને બેઠી.. હવે એને સિગ્નલ તો આપવું જ પડશે..

જોબ માં કામ પતાવીને જમવા જાયછે..સ્ટાફ ના મિત્રો પાર્ટી માગે છે એટલે એ નજદીકની રેસ્ટોરન્ટ માં લઈ જાયછે મિત્રો પણ એક નાની કેક મગાવી ને ફોટા પાડીને ઉજવેછે..એ ખુશ થાયછે ફોટા સ્ટેટ્સ માં ચડાવે છે. અને ઘેર જવા નીકળે છે..

બસમાં ફરી મોબાઈલ ચેક કરેછે મિલાપ હજુ ઓનલાઇન નથી , કે ના તો એને સ્ટેટ્સ જોયા .

શુ..થયું છે એનું લાસ્ટ સીન પણ આગલી સાંજનું 6.30 નું બતાવેછે.. શુ થયું હશે એને એની તબિયત તો ઠીક હશેને.?

એ મેસેજ કરેછે પણ મેસેજ ની એક ટિક હોયછે હજુ ડિલિવરી નથી થયી હોતી.. એ કલાક પછી ફરી ચેક કરેછે ..હજુ પણ એજ લાસ્ટસીન એને સમજ નથી પડતી કે મિલાપને શુ થયું હશે..આમેય એ રહસ્યમય છોકરો ક્યારે ક્યાં ગાયબ થાય ! અને પ્રગટ થાય ..એ સમજાતું નથી..

ઘેર પહોંચીને ફરી ચેક કરે પણ એજ લાસ્ટ સીન ને મેસેજ ની એક જ ટિક એ અતિવ્યાકુળ થયી જાયછે.
એને રડવું આવી જાયછે..

આખી દુનિયાએ એને જન્મદિન ની શુભેચ્છાઓ પાઠવી અને એને જેનો બેસબરીથી ઇન્તજાર છે એજ અજાણ છે.. એનેતો કદાચ ખબર જ નથી એનો બર્થડે છે.. એ રાત પણ વીતી જાયછે ને સવારે ફરી મોબાઈલ ચેક કરતા એજ સાંજનું 6.30 નું લાસ્ટ સીન..

ઓહહહહ....મિલાપ..
શુ થયું છે તને એકતો મેસેજ કર
એટલીસ્ટ ગુડમોર્નિંગ નો ..

એ કોલ કરેછે પણ "નોટ રિચેબલ "બતાવેછે

એક નિસાસા સાથે ભવ્યા મનમાં ગણ-ગણે છે ..ભવ્યાને દુઃખ થાયછે પણ જોબ પર યંત્રવત જવું પડેછે..

ભવ્યા બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, લગભગ એક મહિનો થવા આવેછે એ મેસેજ ચેક કરેછે.. એજ લાસ્ટ સીન..

ભવ્યા ભાંગી પડેછે. મિલાપે મને બ્લોક કરી હશે..?શુ કારણ હશે..? કેમ એણે આવું કર્યું હજુતો 2 વર્ષ થયાં હતાં આટલી જલ્દી મારાથી કંટાળીને આમ અચાનક ચાલી જવાનું મિલાપ?

મિલાપ જિંદગીમાંથી જવું જ હતું તો એક વાર સ્પષ્ટતા કરીને જવું હતું. હું તને ના રોકત ..! બસ તારી ખુશીમાં જ મારી ખુશી હોત.

પણ.... ખેર..

તું સાવ આમ અજ્ઞાત રીતે જઈશ એ કલ્પના નહોતી..

સડસડાટ ચાલતી ગાડીમાં જાણે સ્પીડબ્રેકર આવતા જ એકાએક ગાડી જેમ થંભી જાય. એમજ આજે ભવ્યા અને મિલાપની પ્રેમની ગાડી થંભી ગયી હતી.


***

(મિત્રો આટલે આજના ભાગની મારી ગાડી પણ થંભાવું છું.. કેવો લાગ્યો આજનો ભવ્યાનો સેડ બર્થડે એપિસોડ..? લગભગ તમારી જ અનુભવની ડાયરીમાં એક ખૂણામાં આજ રીતે બનેલો બનાવ સમાન હશે સાચુને..? મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમારા બર્થડે પાર થયેલી ઘટના.. કોઈ યાદગાર પ્રસંગ)


ઘેર રહો સેફ રહો..અને મારી વાર્તાને કવિતાઓ વાંચતા રહો..આવજો..😊💐