anamika books and stories free download online pdf in Gujarati

અનામિકા

ઉહ..ઉહ..ઉહ..ના ચિત્કાર સાથે એ બેડ પર સાવ ઢળી જ પડી.અસહ્ય પીડા માં હોવા છતાં પણ આજ એના ચહેરા ગજબ ની શાંતિ હતી.સંતોષ હતો.એના વાળ ખુલી ગયા હતા ને એક લટ એના કપાળ પર ઉભરી આવેલા પરસેવા સાથે ચોંટી ગઈ હતી. છાતી ધમણ ની જેમ હાંફી રહી હતી ને એના કારણે એના ડાબી બાજુ ના વક્ષ પર નો એક નાનકડો તલ દેખાય આવ્યો.જેમ પૂનમ ની રાત માં ચાંદ,રાત ના રૂપ માં નિખાર લાવે એમ એ તલ અના વક્ષ પર ઓર નિખાર લાવી રહ્યો હતો.એને હળવેક થી પોતાના એ ઉભાર ને ઢાંકયો ને લટ ને કાન પાછળ ધકેલી.એની આંખોમાં હજુ પણ શરારત હતી પણ રવિને એના પર ધ્યાન ન આપ્યું. એણે પોતાના કપડાં સરખા કર્યા એટલા માં રવીને કપડાં પહેરી લીધા અને ખિસ્સામાં હાથ નાખવા જતો તો ત્યાં જ એનો હાથ રોકી ને એ બોલી "કિતની બાર બોલી તેરે કો જાનેમન,તેરે લિયે તો મુફ્ટ મેં બીચ બઝાર મેં બીક જાઉં,યેહ તો ફિર ભી બંધ કમરે કી ચાર દિવારે હે"

રવીને એને ધક્કો મારી ને બેડ પર ધકેલી દીધી ને પૈસા ત્યાં બાજુ રાખ્યા,પણ એક દમ ઈજ્જત થી. પૈસા રાખી ને એ ચાલવા લાગ્યો...

તેરી ઇસ અદા પર હી તો મેં મરતી હું જાનેમન..
તું દુસરો કે જૈસા નય હૈ.. સાલે બાપ કા માલ સમજતે હૈ.. બેન....
લગભગ અને મોઢા માંથી ગાલ નીકળી જ ગઈ હતી,પણ રવિને ફરી ને જોયુ ને એના શબ્દો એના ગળા માં જ પાછા ચાલ્યા ગયા.

આજ નામ નહીં પૂછેગા કયા?..તેણી એ આગળ ચલાવ્યું.

પેલા તો તું આ તારી હિંદી ની બકવાસ બંદ કર. તને કેટલી વાર કહ્યું કે મને તારું આ હિંદી બોલવું પસંદ નથી.

અરે જાનેમન મુજસે બાત કરને કા ભી અલગ સે ચાર્જ લગતા હૈ, તુજે તો માલુમ હી હૈ.. પર ચિંતા ના કર.તેરે સે મેં નહિ લૂંગી..
બોલ આજે કેમ મારુ નામ ના પૂછયું? તેણે પાછો એ જ સવાલ પૂછ્યો.

રવીન હંમેશા અહીંયા આવતો.
એને અહીંયા આવવું ગમતું.એ એકલો જ રેહતો ને અઠવાડિયે પંદર દિવસે એ અહિયાં આવતો જતો.
અહીંયાની માલકણ જોડે હવે એનો સારો પરિચય થઈ ગયો હતો ને એ રવિન ને ઘણી બધી છોકરીઓ બતાવતી.
પણ એને પેહલી જ નજર માં આને પસંદ કરેલી.

હા આ એટલે કોણ??

એ કોણ એ કોઈ ને નોતી ખબર.

એ હર વખત એનું નામ પૂછતો..

પેલી જવાબ માં એને કાંઈ જ ના કહેતી.

એ જગ્યા પર પણ એનું નામ કોઈ જાણતું પણ
નહીં.
રવિને માલકણ ને પણ પૂછેલું તો એ બોલી કે એના નામ માં શુ રાખ્યું છે.. યાર.. મજા કર ને તું.

બે થી ત્રણ વાર આમ થયા પછી એને બીજા બધા ને એનું નામ પૂછવાનું બંધ કરી દીધેલું પણ હર વખત એ પેલી ને એનું નામ જરૂર પૂછતો..
ને હર વખત સામે જવાબ માંથી એ જ ઠંડીગાર મૌન ને ચૂપી જ મળતી.

સૌથી મોટી વાત તો એ હતી કે રવીન હંમેશા આવતો..પુરા પૈસા પણ આપતો પણ એને હજુ સુધી કોઈ દિવસ એને હાથ પણ અડાડયો નહોતો.
બસ એ એને જોઈ ને બેસી રેહતો..મૌન..શાંત..
કયારેક તો એમ જ સુઈ પણ જતો..ને સવારે ઉઠી ને પૈસા આપી ને નામ પૂછતો ને ચાલ્યો જતો.
સામે જવાબ માં એ જ અનંત ચૂપી.
ધીરે ધીરે બંને ને હવે એક બીજા ની આ ટેવ ની આદત પાડવા લાગી હોય એમ લાગવા માંડ્યું.
રવીન પણ હવે અઠવાડિયે એક વાર આવી જ જતો ને પેલી પણ એના આવવાની રાહ જોતી રહેતી..
ધીમે ધીમે બેવ વચ્ચે વાતો થવાની શરુઆત થઇ.
પણ હંમેશા વાત નામ પર આવી ને અટકી જાતી.
રવીન નામ પૂછ્યા વગર ગયો હોય એવું ભાગ્યે જ બનતું..એમ પણ કહી શકાય કે બનતું જ નહીં.

આજ પેહલી વાર રવિન કંઇક વધારે જ ડિસ્ટર્બ લાગ્યો. એ સીધો જ એના રૂમ માં આવી ગયો.
આજે એના માં કોઈ ઝનૂનીયત સવાર હતી.
તેણીએ એને એટલો વિચલિત કયારેય નહોતો જોયો.પ્રકૃતિ નો નિયમ જ છે કે ઝનૂનીયત ગમે એવી હોય પણ એ હૂંફ ને પ્રેમ સામે નાનકડા બાળક ની જેમ ઘૂંટણ ટેકવી દેતી હોઈ છે..

બસ એ જ થયું આજે રવિનનું ઝનૂન પેલી ના પ્રેમ સામે હારી ગયું.. એના બંધ નો પાર તૂટી ગયો..એને આજ પેહલી વાર તેણી ના હવાલે પોતાની જાત ને સોંપી દીધી..

કોઈ નાનકડું બાળક જેમ આંચળ માં છુપાવિ દે એમ જ એને તેણી ના આંચળ માં પોતનું માથું છુપાવી દીધું..તેણી ધીમે ધીમે રવિન નું માથું સેહલાવવા લાગી..ધીરે ધીરે એના હાથ રવિન ના વાળ માં ફરવા લાગ્યા..ને પછી હાથ માથા પર થી થઈ ને ગરદન થી થઈ ને રવિનની પોહળી છાતી પર ફરવા લાગ્યા.

રવિન ની અંદર નો પુરુષ હવે ધીમે ધીમે જાગવા લાગ્યો હતો.એના હાથ પણ હવે તેણી ના વક્ષસ્થળની આસપાસ ફરવા લાગ્યા હતા.એની શ્વાસોશ્વાસ ની ક્રીયા ઝડપથી થવા લાગી હતી. રવિન નું અંગ હવે એક દમ તંગ બની ગયું હતું.
ધીમે ધીમે સ્થિતી હવે એના ચરમ પર હતી.રવિનમાં આક્રમકતા આવવા લાગી હતી ને એ આગ માં ઘી હોમવાનું કામ તેણી ના હાથ તો કરી જ રહ્યા હતા પણ હવે જોડે જોડે એણે પોતાના હોઠ થી રવિને ચુમવાનું પણ શુરું કરી દીધું.
રવીન ના કાન થી લઈ ને ડોક થી ને છાતી થી લઈ ને શરીર ના તમામ અંગો પર એ ચુંબન નો વરસાદ વરસાવી રહી હતી.એના હાથ ના અકડીયા હવે ભીંડાય ગયા હતા..
એક બીજા ના શરીર પર ના આવરણ તો ક્યારના દૂર થઈ ગયા હતા.
આજ પેહલી વાર રવિને તેણી ને સ્પર્શ કર્યો હતો.
રવિને તેણી ના હોઠ પર એક નકડું બટકું ભરી લીધું.

તેણી પણ એકદમ ભીંજાઈ ચુકી હતી.

જેમ ભમરો તાજા ખીલેલા ફૂલ નો રસ ચૂસે એમ આજે રવીન તેણી ના અંગેઅંગ નું રસ પાન કરી રહ્યો હતો.તેણીના શરીર ના પ્રત્યેક ઉભાર થી લઈ ને પ્રત્યેક અંગ ને રવીન આજે જીવીત કરી રહ્યો હતો.તેણી ઉત્તેજના ની સીમા પર પહોંચી ગઈ હતી ને એનો પુરાવો એના મોંઢા માથી નીકળતા માદક ઉહ..અહાહા..જેવા સિસકારા પર થી પડી જ રહ્યો હતો.હવે તેણી ના બંને હાથ ના નખ રવિન ની પીઠ માં ખુપવા લાગ્યા હતા.

રવિન હવે પુરુષત્વ ની ચરમસીમા પર હતો..
એને જોર જોર થી તેણી જોડે સબંધ બનાવવું ચાલુ કરી દીધું..
એ એટલા આવેગ માં હતો કે તેણી ના દર્દ ની પણ એને કોઈ સમજ ના રહી.
કદાચ એના દર્દ કરતા પણ રવિન વધારે દુઃખી હતો.
એના દિલમાં ભરાયેલો ડૂમો આજે ઉભરાઈ ને બાર આવી રહ્યો હતો.એ જોર જોર ચીસ પાડી રહ્યો ને કહી રહ્યો હતો કે હું નામર્દ નથી.. હું નામર્દ નથી..

તું મારા કરતાં વધારે કમાઈ છે તો શું થયું..
હું પણ માણસ છું..
માણસ સહજ બધી જ લાગણીઓ છે મારા માં..
માત્ર તારા શરીરસુખ ને પૂરું પાળવનું હું રમકડું નથી.
મેં હમેશા પ્રયત્ન કર્યો છે કે તને હું ખુશ રાખી શકું.
પણ નહી તારા માટે તો આ જ વસ્તુ મહત્વ રાખે છે.

"જે વાત આપણા બંને વચ્ચે ની હોવી જોઉએ એ આજે આખી સોસાયટી થી લઈ ને મારી ને તારી ઑફિસ સુધી પોચી ગઈ છે..
બાળક મારે પણ જોઈએ છે..
બાપ મારે પણ બનવુ છે..
ને મેં પ્રયત્ન પણ કર્યો છે..
પણ ના તારી બધી વાત સાચી ને હું એક જ ખોટો..
પ્રોબ્લેમ તારા માં પણ હોઈ શકે ને??
હું તો ડોક્ટર પાસે જાવા પણ ત્યાર થઇ ગયો પણ નઈ તારે તો મને જ નામર્દ ઠેરવવો હતો ને."

રવિન એની પત્ની ની વાત કરી રહ્યો હતો જે હવે એના સાથે નહોતી.

એ વાત તેણી સમજી ગઈ પણ એને રવિનને બોલવા દીધું.

આજે હું આંખ ઉપાડી ને ચાલી પણ નથી શકતો..
શુ મળ્યું તને આ બધું કરી ને..
ને છવટે તું મને તલાક આપી ને ચાલી ગઈ..
તારે અલગ જ થવું તું તો પ્રેમ થી થઈ ગઈ હોત તો? મેં કયારેય તને ના નોતી પાડી..
પણ નઈ તારે તો મને..
ને રવિન ના મોઢામાથી ડૂસકું નીકળી ગયું..

હું નામર્દ નથી....હું નામર્દ નથી..હું નામર્દ..

એ તેણી પર ઢળી પડ્યો...
તેણી ને વળગી ને પડી રહ્યો...
તેણી પ્રેમ થી એના માથા માં હાથ ફેરવતી રહી..
કલાકો સુધી એમ જ ફેરવતી રહી.

હંમેશા ની જેમ રવિન જવા માટે ત્યાર થયો..

બોલ ને આજે નામ નહીં પુછે.. તેણી એ પાછું પૂછ્યો..

રવિન પાછો ફર્યો..

એની આંખો માં આંસુ હતા.

રવિને તેણી ને પ્રશ્ન કર્યો..

શુ હું નામર્દ છું?? બોલ ને શૂ હું છું?

ના રવીન,તું નથી.

તું તો એક સંપૂર્ણ પુરુષ છે..

રવિન તેણી ને ભેટી પડ્યો.

છેલ્લા કેટલાય દિવસો થી જે નામર્દ નો ટેગ એના પર એક સ્ત્રીએ લગાવ્યો હતો એ એક સ્ત્રીએ આજે કાયમ માટે હટાવી દીધો..

બોલ ને રવિન આજે મારુ નામ નહિ પૂછે.. તેણી એ ફરી થી એ જ વાત પૂછી..

પૂછીશ પણ એક શરતે..રવિને કહ્યું..

બોલ શુ છે શરત?

તું મારી જોડે લગ્ન કરીશ?

રવિન શુ બોલે છે તું? ભાન છે તને..

હું દેહ વેચી ને ભરણપોષણ કરવા વારી..

ને તું મારી જોડે લગ્ન કરશે?

અને તે વિચાર્યુ છે કયારેય..

સમાજ શુ વિચાર કરશે?

લોકો શુ વાતો કરશે?

એક દેહ વેચનાર ને ઘરમાં લાવ્યો..

એના આ પ્રશ્ન નો શુ જવાબ આપીશ તું?
તું એક સનકુચિત સમાજ માં રહેવા વારો માણસ છે રવીન.
જે પોતાના ખોટા માન પાન મર્યાદા ને મોભા ની આડ માં કેટ કેટલાય આડંબર ઓઢી ને ફરે છે.
તું મારી જોડે નહિ જીવી શકે.
તું એક એવા સમાજ માં રહે છે જ્યાં રોજે સંબધો ના આડ માં શુ શુ નથી થતું..
અમે ખુલ્લેઆમ દેહ નો વેપાર કરીએ છીએ તો અમે સ્વીકાર કરીએ છીએ.
પણ એ તમારો સમાજ તો અમારા થી પણ મોટો વેપારી છે...
હવે શું કેવું મારે તને..
તું ને હું જોડે ના રહી શકીએ.

શુ ફરક પડે યાર કે તું શું કરે છે ને શુ નથી કરતી.
આ એજ સમાજ છે જેને મને નામર્દ નો ટેગ આપી દીધો..તું જ કે શુ ફરક પડે..

જે શરીર સુખ માટે ભરણ પોષણ કરતી એના કરતાં તો તું સારી જ છે ને..

રવિન મારી સુકાઈ ગયેલી જિંદગી માં આશા નું પાણી રેળી ને એને લિલી કરવનો પ્રયત્ન ના કર..
હવે આ ઝાળ માં કયારેય મીઠાં ફળ ના લાગી શકે.
મારા મૂળિયાં કપાય ગયા છે..

મારી શરત મજુર છે તને!!? હા કે ના બોલ?

પણ તું આ બધું મારુ નામ જાણવા માટે જ કરે છે ને?
પણ તારી શરત માની ને પણ તું મારુ નામ તો નય જ જાણી શકે...

કેમ કે મને ખુદને જ મારું નામ ખબર નથી..

હું નામ જાણી ના શકું તો કાંઈ નહીં.
આપી તો શકું ને?

હું આપણા સંબધ ને એક નામ આપવા ઈચ્છું છું.
રવિને હળવેક થી તેણી ના કપાળ ને ચુંમતા કહ્યું.

તું પાગલ થઇ ગયો છે..

તું હા કે ના બોલ?

તો શું નામ આપીશ મને..તું?

તેણી એ કહ્યું..

"અનામિકા"...રવિને કહ્યું..ધીમે થી કહ્યું.

અને આ સબંધને..."અનામિ સબંધ"
અનામિકા એ ઉમર્યું.

રવિનને એને પોતાની બાહો માં પછી સમાવી લીધી.