Ek Adadhi Raat No Samay part - 5 books and stories free download online pdf in Gujarati

એક અડધી રાતનો સમય - 5

રાગિણી અને ચાર્લી તો આમ એકલો મુંકિ ને છુટી ગયા, શું કહેતી હતી રાગિણી કે મને તારી બોવ ચિંતા થાય છે,તો મારી ભેગું આવવુ હતું ને,અને પેલો ચાર્લી સાલો એક નંબર નો દોસ્તી ના નામે અહેશાન ફરમોશ નિક્ળયો,શું કહેતો હતો એ કે તારે જ્યાંરે જરુર પડે ત્યારે હું સાથે છુ, શું કંકોડો સાથે છે,આવી અંધારી રાત માં એકલો ફસાય ગયો છું,એની માને હનુમાન ચાલીસા પણ ભુલાઇ ગય, અરે રે,,,,મમ્મી કહેતી હતી પણ હું માન્યો નહિં કે ભાઇબંધ અને ગર્લફ્રેન્ડ કોઇ ના સગા હોતા નથી,આજે ખબર પડિ મમ્મી તું શું કામ કેતી હતી,પણ હું એક નંબર નો ડોબો કે તારુ માન્યો નય મમ્મી અને અંતે અંઇઆ એકલો ફસાઇ ગયો છું,પીઇઇઇઇઇઇઇઇઇઇપપપપપ એ મમ્મી.........
એની માને ઓચીંતા નો હોર્ન પર હાથ મુકાઇ ગયો....
હવે કોઇને ફોન પણ નો કરાઇ નહિતર મર્દાનગી પર હજારો સવાલ ઉઠે ભાઇ,
હે મારા નાથ,હે દેવાધી દેવ મહાદેવ,હે અકાલ ના સ્વામી મહાકાલ તમારા લાલ ને બચાવો ભગવાન,હજી સમય હતો રાત થવાનો એટલે હું કોફી પિવા માટે ગયો,અને મને એક વિચાર આવ્યો કે હું કેમ રાત પડવાની રાહ જોવું છુ,જ્યાંરે હું અંતર થી બોલાવું છું તો કાજલ ની આત્મા આવે જ છે ને,
ગાડિ એક એવી સુનસાન જગ્યાએ પાર્ક કરી જ્યાં કોઇ મને જોવે નહીં,નયતર ભાઇ આપણને એકલા એકલા ગપા મારતા જોઇને બીજો કહી જાય કે આ ગાંડો કોની હારે વાત કરતો હશે,એને પાછી ઇ તો ખબર નો હોય કે આયા ડોહિ હું આત્માઓ સાથે વાતો કરુ છુ,અને આ વાત ની હું એને કહું તો એ મને વડતો જવાબ દેવા ઉભો રે ખરો,
ખેર મે અંતર ના ભાવ થી કાજલ ને બોલાવી,કોઈ આવ્યું નહિં,બીજી વાર Request ના ભાવે બોલાવી કોઇ આવ્યું નહિં,મે કિધું છેલ્લા દાણા નાખી જોઇ,કા એકિ ને કા બેકિ,
આ વખતે Request ની જોડે Please ઉમેર્યું,અને ભાઇ આવી હો,આવી એટલે જેવી નયતર તેવી આવી,લો તમે જ સાંભળો...

શું કામ બોલાવી મને,મે ના પાડિ તી ને કે તારે કોઇ જરુર નથી,મારી નીજી જીંદગી માં દખલ દેવાની,એક વાર માં તને ખબર નથી પડતી હે....
(એની માને ગુસ્સા માં લાલચોળ અને હવે ખરેખરે મારી ફાટે એવાં જાડા પુરુષ જેવાં અવાજ માં વાત કરતી હતી,)

જો કાજલ ગુસ્સે નય થા,હું શું ખોટું કરુ છું હે....તી તું મને આમ રોકે છે,તારુ જે થવાનું હતું એ થય ગયું પણ તારા માં બાપ નો તો વિચાર કર,એ લોકો ને તો એ પણ નથી ખબર કે તું જીવે છે કે મરી ગય છો,

(એની માને આને રડવાનું ચાલું કરી દીધું એ પણ ચાર્લી કહે છે એવા જ ડરામણા અવાજ માં,સારુ થયુને આને વેલી બોલાવી લીધી,જો મોડિ રાતે બોલાવી હોત તો અંઇથી ચકલુય નથી ફરકતું,અને મને ઘરે કે હોસ્પિટલ કોણ લય જાત,ખેર અત્યારે તો હું સહિ સલામત છું ફિલ્હાલ,આગળ ની ખબર નહિં ભાઇ)
ઇઇઇઇઇઇઇહહહહહહહહહીઈઈઈઈઈઈઈ તો હું કરું તુ જ કે દિપક,
આમ જુઓ શાંત થાવ ભઇસાબ આમ મને ડરાવો નહિં,હું તમે કહેશો એ રસ્તે ચાલીસ બસ,એની માને તમે કેસો એટલું જ પાણી પીશ બસ....પ્રોમીસ,પણ એક પ્રોમીસ તમે પણ કરી જ નાખો જો મુડ માં હોય તો,આ રોવા નું અને,ભયંકર વેડા બંધ કરો,જો આવું કરશો ને તો તમને જ નહિં કોઇ ભુત ની મદદ નો કરી શકે વ્હાલી...
(હાસસસસ હવે કાઇ શાંત વાતાવરણ થયું હોય એવું લાગે તો છે પણ જેમ કે મે કિધું એમ,ભુત નો કોઇ ભરોશો નો હોય અને ઇ કોઇ નો સગો નો હોય)
તો તને મારા થી હવે ડર લાગે છે એમ...!!!તો પેલા તારો ડર ક્યાં તેલ પીવા ગ્યો તો જ્યારે પેલી વાર તારી કાર માં બેઠી હતી હે........
(એની માને આનો કકળાટ પાછો ચાલું થય ગ્યો,હવે બુધ્ધિ વાપરવી જ પડશે,આને Emotionally blackmail કરવીશ પડશે ભાઇ,નહિતર આ મારુ હૈયું બેહાડિ દે હે)
આમ જોવો,તમે તમારા માં બાપ પાસે ગયા છો,એમની હાલત જોઇ છે,એ લોકો ની આંખો માં આંસુ સુકાઇ ગયા તમારા વિયોગ માં એ ખબર છે તમને,તમારા કેસ નું જે ઇન્વેસ્ટીગેશન કરતા હતા એ ઇન્સપેક્ટરે તમારા બાપુજી વિશે કિધું હતુ કે તેઓ ચાલી નોતા શક્તા,થીક થી વાત પણ નોતા કરી શક્તા,તો પણ એક પણ દિવસ એવો નથી ગયો કે એ તમારી પુછપરછ કરવા નો ગ્યા હોય એવો,માટે કહું છું હજુ સમય છે આપણી પાસે આ ફાઇલ ઓપન છે ત્યાં સુધી આ કેસ માં કામ કરવાનો,જો સાત વર્ષ પુરા થય જશે ને તો તમને મરી ગયેલા સમજી ને ફાઇલ ક્લોસ કરી નાખશે યાર,તમને હાથ જોડું,તમારુ નય તો કાંઇ નહિ પણ તમારા મા બાપ નો તો વિચાર કરો યાર,,,,,
(એની માને શું જબરજસ્ત સ્પીચ આપી છે ને કાઇ,ભલ ભલાઇ રોઇ જાઇ એવી અને એમાય આતો આત્મા છે, પરમાત્મા હોય તો એ પણ હા પાડિ દે વ્હાલા)
દિપક તારે મારુ અસલી રુપ જોવું છે હું કેવી લાગું છું એ,?
(જો કરી નાખી ને,શું ખામી રઇ ગય તી મારા ભાષણ માં તી આનું પથ્થર જેવું દિલ હું ના પિગાળી શક્યો,હવે મારી કહેવત સાચી પડે છે,"સવા મણ માખણ ચોપડો કારમીટ પાણા માં તો એમાં ઉણપ નો આવે")
ના એટલે તમે કેવા શું માંગો છો...
આ જે શરીર જેવું દેખાઇ છે એ હું મર્યા પેલા આવી લાગતી હતી,પણ મરી ગયા પછી હું કેવી લાગું છું એ જોવું છે તારે.....?
ઓ ના બાપા ના હો,આમ જેમ છો એમ બરાબર છો,મારે નથી જોવુ,પેલા કેવા હતા ને મરી ગ્યા પછી કેવા લાગો છો એ,
એક વાર જોઇ લો મને,એટલે તમે પોતે જ મારી મદદ કરવાનું બંધ કરી દેશો,,,
(અને ભાઇ એનું અસલી રુપ દેખાડ્યુ હો...યાર નાના કટકા હતા શરીર ના,એક દમ નાના નાના,આંયખુ ઓ અલગ અલગ એમ બે ભાગ માં વહેચાલી હતી,મોઢા ભાગો પણ અલગ અલગ હતા,સાહેબ એ દ્રશ્ય ખુબ જ ડરામણુ અને ભયંકર હતું,મે તો મારી આંખો બંધ કરી નાખી અને બોલ્યો.)
પ્લીઝ તમે તમારા રુપ માં આવી જાઉ પ્લીઝ,
કેમ નથી જોઇ શક્તો ને,તો તું જ વિચાર કર આવા નાના નાના કટકા ઓ મારા ભા બાપ જોઇ શકશે...???
શું આ લાસ નું પોસ્ટમોર્ટમ થય શકશે,તું કેમ સાબીત કરી કે મારી હત્યા થય છે એમ,તું કેમ સાબીત કરીશ કે ચાર ચાર હેવાનો એ મારી પર બલાત્કાર ગુજાર્યા બાદ મને જીવતે જીવતા ટુકડાઓ કરી નાખ્યાં હતા,
જ્યારે એ મારું એક એક અંગ કાપતા હતા ત્યારે હું ચીસો પાડવા માંગતી,દર્દ ને બાર કાઢવાં માંગતી હતી,પણ એ હેવાનો એ મારું મોઢું દબાવીને મારા અંગો કાપતા હતા અને હું પીડાતા શરીરે મોત ને ભેટી હતી,હવે બોલ તું કરીશ મારી મદદ,બોલ ને કેમ બોલતો નથી બોલ....
(હું ખુબ રડતો હતો,એ છોકરીએ એક જ ઝાટકા માથી મારા હનુમાનજી જેવા શરીર માથી મર્દાનગી કાઢી લીધી હોય ને એવું લાગતું હતુ,હું બોલવા માંગતો હતો પણ હું કાઇ બોલી શકતો ન હતો,શું બોલું એ જ નહોતુ સમજાતું)
કાજલ જો હજી પણ હું હા પાડું તો....
તો શું,આમેય હું જીવતી તો છું નહિ કે બદનામ થાવ,આમેય મને કાંઇ ફેર થોડો પડવાનો છે,
ફેર પડે છે કાજલ ફેર પડે છે,તને નથી પડતો પણ તારા માં બાપ ને ફેર પડે છે,એને એની દિકરીના સમચાર જોઇએ છે,એ જીવતી હોય તો એને કાજલ ને જોવી છે અને જો એ મોતને ભેટી પડિ હોય તો એને ન્યાય જોઇએ છે,
કાજલ હજી પણ સમય છે,જો તું બધું વિસ્તાર થી સમજાવીશ તો હું આમા કંઇક તો કરી જ શકિશ,મારી પાસે છે હિમ્મત,હોંશલો છે,બસ તમારા સાથ ની જરુર છે,
સાથ હું શુ આપું તારો સાથ,કેવી રીતે આપું તારો સાથ,હુ આત્મા છું,
તારી જે બન્યું એ મને વિસ્તાર થી સમજાવ,તારી બધી જ ભુતકાળ ની વાતો મને કે,મારી પાસે સમય છે,
હા તો સાંભળ જેમ કે તને બધી ખબર છે,હું ક્યા જોબ કરતી,મારા બાપુજીને હું કયા હોસ્પિટલ લય જાતી,એ બધી જ તને ખબર છે,પણ એ વાત ની તને નથી ખબર કે મારા ઘર અને ઓફિસ ની વચ્ચે એક મુંગા બેરા ની સ્કુલ આવે છે,એ સ્કુલમાં છોકરાઓ પણ છે અને છોકરીઓ પણ છે,એ નાની ઉંમર થી માંડિ ને જવાન છે,
એક દિવસ રોજ ના ટાઇમે હું જોબ પુરી કરીને ઘરે જવા નીકળી હતી,રાત ના લગભગ 8 કે 9 ની વચ્ચે નો ટાઇમ થયો હશે,શિયાળો ચાલતો હતો એટલે 8 કે 9 વાગ્યા ના ટાઇમે બોવ અંધારુ થય જતું હતું,એવાં માં ચાર છોકરાઓ,હેવાનો એક મુંગી અને બેરી છોકરી હારે એક કાર લય જતા હતા,મે સ્કુટી થી એમનો પીછો કર્યો,અને એક વિરાન જગ્યા પર જ્યાં ફ્લેટ હતો તો એ છોકરી પર કુકર્મ આચરે એની પેલા જ એ લોકો હારે હું બાજી પડિ,અને મે મારા મોબાઇલ માં એ વિડિયો શુટ ચાલું કરીને એ લોકો ને ખબર નો પડે એમ મે રાખી દિધો અને એ રોકો નું કુકર્મ સાફ નજરે દેખાઇ,લાઇટો રુમ ની ચાલું હતી એટલા મારા નશીબ સારા હતા,પેલી મુંગી છોકરીને ગમે તેમ કરીને છોડાવી દિધી,અને એ ત્યાંથી ભાગી ગઇ અને એ લોક ના હાથ માં હું આવી ગઇ,જ્યાં સુધી હું એમની સાથે લડિ શકતી હતી ત્યાં સુધી લડિ અને અંતે એ લોકો એ મને બેડ પર સુવડાવીને મારા હાથ પગ બાધી દિધા અને....
બસ બસ....પ્લીઝ આગળ કાઇ નો બોલો...મારા આટલી શક્તિ નથી કે હું સાંભળી શકું,હવે મને એ કો કે એ જગ્યા ક્યાં છે,અને પેલો મોબાઇલ ક્યાં છે અને એ લોકો એ તમારા પાર્થીવ શરીર નું શું કર્યું,
એ મોબાઈલ હજું ત્યાં જ હું ક્યાય કોઇ પણ કાળે એ ફ્લેટ પણ કોઇને રહેવા કે ગળવા દેતી નથી,અને મારુ બોડિ એ ફ્લેટ થી દુર જંગલ જેવું છે,ત્યાં અત્યારે આંબા નું ઝાડ છે,એની બાજુની જગ્યાએ હેવાનો એ મારા શરીર ના ટુકડા કરીને ડાટી દિધી છે,
એ મુંગી છોકરી નું થયું એ પેલી સ્કુલ પર છે કે નહીં,,??
હા તે સ્કુલે છે પરંતું એ હજી શોક માં છે,પેલી ઘટનાં થી બહાર આવી શકિ નથી,એ બધું જોઇ શકે છે પરંતુ બોલી સક્તી નથી,
વાંચી કે લખી શકે છે....???
હા એ વાંચી અને લખી શકે....
ઓકે કાજલ મારી પર ભરોશો છે ને...
હા ભરોશો છે એટલે તો તને બધું કિધું...
સારું હવે હું હરહાલ માં ન્યાય અપવાવીને જ રહીશ...
થેન્ક યુ દિપક,,,,જ્યારે મારી જરુર પડે ત્યારે મને બોલાવ જે હું આવીશ...
ઓકે કાજલ....

કેવા કેવા રાક્ષસ જેવા લોકો છે દુનીયા માં હે,આવું કોન કરી શકે,માનવતા ના પેટ નો તો હોય જ નહિં પણ માણસ દ્વારા જન્મેલો સૈતાન છે સૈતાન,આપણે અનગીનત કેસ જોયા હશે બલાત્કાર ના,એ હેવાનો કેવું કરતા હોય છે,
અરે સ્ત્રીઓને છોકરીઓને અમારા જેવા સારા પુરુષો ઉપર થી ભરોશો ઉડિ જાય એવુ કુત્ય કરતા હોય છે આવા હેવાનો...
પણ કાનુન અને ભગવાન ની નજર થી ક્યાં સુધી બચી શકશે આવા હેવાનો,આવી આત્માઓ ચીખી ચીખી ને એની પર ગુજારેલું કુત્ય કહેવા માંગે છે,પણ મારા જેવા ખરેખર સાંભળનારા કેટલા હશે....આતો મારી કાલ્પનિકતા ની દુનિયા છે,પરંતું હકીકતમાં આવું થાય તો એને ન્યાય કોણ અપાવે....મારી કલ્પનાની કાજલ જેવી હજારો લાખો ની સંખ્યામાં આત્માઓ ભટકતી હશે પણ કાલ્પનિકતા જેવો દિપક એને ક્યારે મડશે,,,,એ તો નહિં મડે પણ આપણે આપણી બેન દિકરી ની એટલી તો કેર કરી શકિએ ને એને એકલી મૂકતા પેલા 200 વાર વિચાર કરવો જોઇએ ને,હરપળ એની સાવચેતી તો રાખવી પડે ને, તો આવાં હેવનો નાશ થાશે,નહિંતર નહિ થાય,બસ આમ કાજલ જેવી કેટલીય છોકરીઓ પર આવું થતું રહેશે,
માટે સતર્કતા અપનાવો,જાગૃત અને જવાબદાર નાગરિક બનો અને દેશની બેન દિકરી ઓની રક્ષા કરો,

(મારુ તો હયું દુઃખી થય ગયુ હતું અને હું અંદર થી ખુબ જ તુટી ગયો હતો,આ વાત કોને કહું,કેવી રીતે બીજાં ને આ વાત મુંકિ શકું,કાજલ ની વાત સાચી હતી,આ બધું જોઇને જાણીને,મારી બધી જ સક્તિ ખુંટી ગય હતી,બધી જ,હે ભગવાન તે આવી સરસ દુનિયા બનાવી પણ આવા હેવાનખોરો ને શું કરવા ધરતી પર મોકલ્યા,મારો મીજાજ ખુબ તુંટી ગયો હતો,હસવાનું તો સાવ ભુલી જ ગયો,રોવાનું આવે છે પણ રોઇ શક્તો નથી,સવાર પડશે એટલે ચાર્લી મને ફોન કરશે,હું એને શું કહિશ,રાગિણી મને પુછશે તો હું શું જવાબ આપીશ,,,,આવા વિચારો સાથે કાર ચલાવતો હતો ત્યાં મારી કાર રોડ પરથી..........)