Collage na divaso - Prem ni ek zalak - 19 books and stories free download online pdf in Gujarati

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 19

કોલેજ ના દિવસો


પ્રેમની એક ઝલક ભાગ-19


નિશાંત પાર્કિંગમાંથી બાઈક પરથી તેની બેગ લઈને પાછો આવે છે. મનીષા નિશાંતની આગળ ઊભી રહી ગઈ અને કહે છે શું થયું નિશાંત ક્યાં જાય છે નિશાંત કહ્યું કઈ નહિ હું બેગ લેવા આવ્યો હતો. જેમાં ક્લાસની નોટ છે જે તું જ્યારે રજા પર હતી, તો તે કંઈપણ લખ્યું નહી હોય તેથી વિચાર્યું કે સાથે તને આપતો આવુ ઓકે તું કેમ અહી આવી મનીષા....


મનીષા સ્મિત સાથે કહ્યું બસ એમજ પછી બન્ને આગળ વધે છે. અને મનીષાના પિતા પાસે બધાં કોલેજના મિત્રો તેમની ખબર અંતર પૂછે છે. બધાં મિત્રોએ હોસ્પિટલથી પોતાનાં ઘર તરફ નીકળે છે.
થોડાં દિવસોમાં મનીષાના પિતાને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે લાવામાં આવે છે. બે દિવસ બાદ રાજ મનીષા પિતાને મળવા આવે છે, તેમની તબિયત સારી અને જલદી ઠીક થઈ ગઈ હતી. રાજ અને મનીષાની મમ્મી સાથે વાત કરી રહ્યો હતો. તે સમય દરમિયાન મનીષા તેના રૂમમાંથી કોલેજ જવા માટે બહાર આવે છે. મનીષા જોઈને કહે છે કે રાજ તું અહી..... રાજ બધું કહે છે. કે હું શહેરમાં જવા માટે નીકળ્યો હતો, પણ પહેલા તારું ગામ આવે છે, માટે સમય હતો તેથી હું અંકલની ખબર અંતર પુછતો જવ બસ તો ચાલ હું શહેર જતો હતો. જો તને આવું હોય તો તેને લેતો જવ બોલ.
મનીષા કહ્યું હા રાજ આજે હું લેટ છું. માટે આજે હું આવું છું બે મિનિટ હું બેગ અને લંચબોક્ષ લેતી આવું ઓકે. રાજ એની કારમાં બેસીને રાહ જોતા હોય છે. ત્યારબાદ મનીષા આવી અને બન્ને શહેર જવા માટે નીકળે છે. આ બાજુ નિશાંત મનીષાની રાહ બસ્ટેન્ડમાં જોઈ રહ્યો હતો. નિશાંત મનીષાને ફોન કરે છે અને કહ્યું કે ક્યાં છે મનીષા હવે કોલેજનો સમયમાં દશ મિનિટની વાર છે. તે સમયે મનીષા કહ્યું નિશાંત તું કોલેજ આવીજા હું હવે કોલેજમાં મળીએ ઓકે .પછી ફોન મૂકી દે છે.


રાજ મનીષાને મુકીને જતો રહ્યો. પણ આવું થોડાં દિવસથી બન્નેને સાથે જોઈને બધાં લોકો વિચારમાં પડી જાય છે. તેની વાતો કરતાં હોય છે. નિશાંત આવે છે, તે પણ આ લોકોની વાતો સાંભળે છે ત્યારે નિશાંત કોઈપણ કહેતો નથી પણ લોકો જે મનીષા વિશે ખોટી ધારણા બાંધી છે. એનાથી કંટાળીને ક્લાસમાં જાય છે, ત્યાં એક છોકરો મનીષા વિશે કોઈ ખરાબ કે અપશબ્દો બોલતો હતો. તે સમય તેની સાથે ઝગડો થઈ જાય છે. આ વાત કોલેજના પ્રિન્સીપાલ જોડે જાય છે. અને નિશાંત કોલેજમાં પ્રથમ નંબરનો વિધાર્થીઓ માંનો એક હતો. તેથી તેને નોટિસ આપીને છોડી દે છે. આ વાત મનીષાને ખબર પડી ત્યારે તે ક્લાસ છોડીને નિશાંતને શોધે છે.
તે ફોન કરે છે ત્યારે નિશાંત ફોન ઉપાડ્યો નહી કેમ કે નિશાંત વિચારી રહ્યો કે મનીષાને ઝગડા વિશે ખબર પડી ગઈ છે. પણ તેને ખબર પડશે કે ઝગડો નું કારણ છે તો............


મનીષા નિશાંતનો મિત્ર અમિતને ફોન કરે છે, નિશાંત તેની જોડે છે તેથી નિશાંત કહે છે કે અમિત તું મનીષાને કહે કે ઝગડો મારા કારણ થયો હતો. અને નિશાંત હાલ પરેશ સાથે મળીને નવા પુસ્તકો માટે સર સાથે ગયો છે. માટે આજે નિશાંત મોડું થસે માટે નિશાંત કાલે તને કોલેજમાં મળશે . નિશાંતના કહ્યા પ્રમાણે અમિત કહી દે છે અને ફોન મુકી દે છે .જ્યારે નિશાંતએ તેનાં મિત્રો સાથે હતો. ત્યારે તેનો મિત્ર ગુરૂ કહે છે કે શું કામ તું આમ કરે છે તું મનીષાને પ્રેમ કરે છે, તે મનીષાને કીધું તો નથી અને આમ તેના માટે ઝગડા કરીશ તો તારા ચરિત પર ખોટી અસર પડે છે. મનીષા અને તું તમારાં બન્નેની વાત સ્પષ્ટ કરીલો. અને હા હવે પાંચ દિવસ પછી પ્રકૃતિ ના ખોળામાં નામનો એક કેમ્પ યોજાશે. જે કુદરતી વાતાવરણમાં સાત દિવસ ત્યાંજ કેમ્પમાં રહેવાનું છે. જેમાં તારે અને મનીષાને આ કેમ્પમાં જવાનું છે.હું અને બીજા મિત્રો પણ આવવાના છીએ. આ કેમ્પ દરમિયાન તારે મનીષાને જે પણ વાત કહેવી હોય તે કહી દેવાની છે ઓકે. પછી બધાં મિત્રો જુદા પડે છે.


નિશાંત તેનાં ઘરે જમી ટેલિવિઝન જોઈ રહ્યો હતો. ત્યારે મનીષાનો ફોન આવે છે.
નિશાંત કહ્યું કે હાય મનીષા જમી લીધું અને હા મને અમિત વાત કરી સોરી હું આજે સર સાથે કામમાં વ્યસ્ત હતો.
મનીષા કહ્યું બસ નિશાંત કેટલું જૂઠ બોલીશ મને બધી વાતની ખબર પડી ગઈ હતી પણ છતાં તું........


નિશાંત કહ્યું મનીષા હું આ વિષય પર કોઈ પણ કહેવું નથી...


મનીષા ગુસ્સોથી કહ્યું હા ઓકે બસ નહી કરું વાત. પણ તું સૂઈજા આરામ કર આજે તો કામ કયુું છે તો થાક લાગ્યો હસે.


નિશાંત પણ હસતાં હસતાં કહ્યું ઓકે યાર બસ મનીષા સોરી.
બન્ને એકબીજાની વાતો કરતાં હોય છે.
નિરાલી આવીને કહ્યું કે ચાલ મનીષા હવે સુઈજા.
નિશાંત કહ્યું મનીષા કોલેજ માંથી કેમ્પ યોજવામાં આવ્યો છે. તેમાં તું આવાની છે.
મનીષા કહ્યું હું હજુ પિતાજીની રજા મળે તો આવીશ પછી ફોન મુકી દે છે.


ચાર દિવસ પછી કોલેજમાં નિશાંત તેનાં રૂમમાં ક્લાસમેન્ટ જોડે કેમ્પના નામનું લીસ્ટ જોવે છે ત્યારે તેમાં મનીષાનું જ નામ ન હતું ત્યારે તે ક્લાસમાં આવીને કહ્યું કે શું તું કેમ્પમાં નહી આવે........


મનીષા કહ્યું હું નહી આવુ પણ તું નહી જાય તો મને વધારે ખોટું લાગશે. નિશાંત મનીષાને બહુજ સમજાવે છે પણ પછી એ જતો રહ્યો હતો.
બીજા દિવસે સાંજે કોલેજમાંથી કેમ્પની બસો ઉપડે છે. નિશાંત બસમાં બેસીને મનીષાને મિસ કરતો હતો. અડધી રાતે તેઓ કેમ્પના સ્થળે પહોંચી જાય છે. અને બધાં પોત-પોતાનાં કેમ્પમાં જાય છે. અને સૂઈ જાય છે.
સવારે નિશાંત વહેલો ઊઠીને તેના કેમ્પમાંથી બહાર આવે છે, ત્યારે તે જોવે છે તો ત્યાં કેમ્પમાં બધાં સૂઈ રહ્યા હતા. માટે નિશાંત એકલો કુદરતી વાતાવરણમાં થોડું અંધારું હતું પણ થોડો પ્રકાશ પ્રથરવા લાગ્યો હતો,
નિશાંત ખુલ્લા પગે તે આગળ વધી રહ્યો છે. અને લીલાં ઘાસપર ચાલી રહ્યો હતો. ત્યારે જે ઘાસ પર ઠાર પડેલા બુંદને કારણે જેમ જેમ પ્રકાશ પ્રથરતો હતો. તેમ ઠારના બિંદુએ ચળકાટ મારતાં હતાં ને આ કુદરતી દ્રશ્ય જોઈને તે ખુશ થાય છે અને મનીષાને યાદ કરતો હોય છે. ત્યારબાદ નિશાંત કેમ્પ તરફ પાછો ફરે છે.


ત્યારે નિશાંત કેમ્પમાં જતાં જે જોવે છે તે જોતાં નિશાંત ચોંકી જાય છે કેમ કે તે...........


વધું આવતા અંકે*


*to be continued*


*✍🏻મનીષ ઠાકોર✍🏻*પ્રણય*



પ્રિય મિત્રો ટૂંક સમયમાં મને ખૂબ સારો તમારા પ્રતિભાવ આપ્યા છે અને આગળ પણ આપતાં રહેજો અને હા શેર જરૂર કરજો.


🙏આભાર સહ દિલથી 🙏