TANE KEVI RITE SAMJAVU books and stories free download online pdf in Gujarati

તને કેવી રીતે સમજાવું

બસ,થોડાક સમય પહેલા જ પ્રણય અને સાનિયાનો મેળાપ થયો હતો.જયારે બન્ને એકજ ગામમાં રહેતા હતા.એકબીજાના ઘરે આવું-જવું ચાલતું જ હતું.બન્ને એકબીજાના પરિવાર સાથે સારા સબંધો હતા,પ્રણય અને સાનિયા બન્ને પરણિત હતા,બન્ને એકબીજાની સાથે વાતો કરતા,પરિવારને સાથે લઈને ફરવા જતાં,પરંતુ ખબર નહિ કે,અચાનક શું બન્યું અને પ્રણયના મનમાં સાનિયા માટે એક ભાવના જાગી મનમાં કોઈ દિવસ સાનિયાએ વિચાર્યું પણ નહિ હોય એવી ઘટના એના જીવનમાં બની.

પ્રણય અવાર-નવાર સાનિયાના પતિને ફોન કરીને પોતાની સાથે આવવા માટે કહેતો હતો ત્યારે કેટલીકવાર સાનિયા ફોન રીસીવ કરતી અને બન્ને વચ્ચે વાત થતી.વાત-વાતમાં પ્રણય ને માનમાં સનીયા માટે પ્રેમના અંકુર ફૂટવામાંડ્યા અને તે મોકા ની રાહ જોઇને બેઠો હતો કે ક્યારે એને મોકો મળે ને એ સાનિયાના સમક્ષ પોતાના મનની વાત પ્રગટ કરી શકે.એક વાર સાનિયાનો પતિ ક્યાંક બહારગામ ગયો હશે અને પોતાનો સ્માર્ટફોન સાનિયાને આપીને ગયો હતો.સાનિયા ભણેલી-ગણેલી હતી એને સ્માર્ટફોન નો ઉપયોગ કરતા આવડતું હતું.

સ્માર્ટફોન માં અત્યારના સમયમાં નવી-નવી એપ્લીકેશન આવે છે જે સોસીયલ મીડિયા ની સાથે જોડાયેલ હોય છે.વ્હોટસેપ,ફેસબુક,ટીકટોક,જેવી ઘણી એપ્લીકેશન આવેલી છે.સાનિયાએ પણ ફેસ્બૂકમાં પોતાના નામે એકાઉન્ટ બનાવેલ હતું,પ્રણય એ દિવસે એના પર મેસેજ કર્યો,કેમ છે સાનિયા?આવેલા મેસેજ જોઇને સાનિયાએ પ્રણયના એકાઉન્ટ ચેક કર્યું અને પછી તેને જવાબ આપ્યો મજામાં છું,તું કેમ છે?એમ કરતા બન્નેની વાતો લાંબી ચાલી.એક દિવસ પાછો સાનિયાને એણે મેસેજ કર્યો,સાનિયા હું તને ક્યારનો કઈક કહેવા માંગું છું.સાનિયાએ એને કહ્યું હા બોલને,ત્યારે એને સાનિયાને કહ્યું કે મારે તને કૈક કહેવું છે પણ મારા મનમાં અચકાટ અનુભવાય છે,કે હું તને કેવી રીતે કહું,ત્યારે સાનિયાએ જવાબ આપતા કહ્યું કે તારા મનમાં જે કઈ પણ હોય એ કહીદે નહિ તો તારા મનની વાત મનમાં જ રહી જશે પછી તને પછતાવો થશે.

પ્રણય અચકાતા-અચકાતા બોલ્યો,ના જવાદે નથી કહેવું હું તને પછી વાત કરીશ અને ફોન કટ કરી નાખ્યો પછી;બે-ત્રણ દિવસ પછી પાછો ફોન આવ્યો અને બંનેની વચ્ચે વાતો આગળ વધી,સમાજના ઘણા લોકોના જુદા-જુદા પ્રશ્નોની વાતો કરવા લાગ્યા દરેકના ઘરની વાતો પ્રણય સાનિયાને કહેતો હતો અને જયારે સાનિયા કઈક પૂછતી ત્યારે એ એને જવાબ આપવાના બદલે પ્રણય શરમાઈ જતો હતો.પછી તો એને સાનિયાને કહીજ દીધું કે હું તને મારા મનની વાત કરવા માંગું છું પણ તને ખોટું નઈ લાગેને ત્યારે સાનિયાએ કહ્યું ના યાર હવે કહી દેને નઈ કઈ ખોટું લાગે,ત્યારે પ્રણયે પોતાના મનમાં રહેલા સ્નેહના પ્રણયની વાત સાનિયાને કરી,ત્યારે સાનિયા એકદમ આવા પ્રસ્તાવ ના કારણે વિચારમાં પડી ગઈ અને એ બસ વિચારોમાં જ ખોવાયેલી રહી ગઈ.એ દિવસે તો એને જાણે કે કોઈ અજાણ્યો પ્રસ્તાવ એના સામે મુકવામાં આવ્યો હોય એમ અહેસાસ થવા લાગ્યો.સાનિયાએ કોઈ દિવસ વિચાર્યું પણ ના હતું કે પ્રણય એને આવી કોઈ વાત કરશે.

સાનિયાને પોતાના પતિ પર ઘણો વિશ્વાસ હતો અને તેના પતિને પણ સાનિયા પર ઘણો વિશ્વાસ હતો અને એ પોતાના પતિનો એ વિશ્વાસ તોડવા નહતી માંગતી,સાનિયાનો સંસાર સુખ શાંતિ થી ચાલતો હતો ભલે ગરીબ હોવા છતાય બંને ને મન માં શાંતિ હતી અને બંને હળી-મળી ને રહેતા હતા.પોતાના પતિનો આવો અતુટ વિશ્વાસ સાનિયા તોડવા નહોતી માંગતી એને પોતાના પરિવાર અને પતિની ઈજ્જત અને લોકોએ કરેલો તેના પર ભરોસો એ ક્યારેય તોડવા દેવા માંગતી નહોતી તેથી તેને પ્રણયને પોતાના પતિ અને તેના પરિવારના અતુટ વિશ્વાસની સ્પષ્ટતા કરી અને પ્રણય દ્વારા આપવામાં આવેલો પ્રસ્તાવની તેને પ્રણય ને સ્પષ્ટ “ના “પડી દીધી.

સાનિયાએ પ્રણયને કહ્યું હું સમજી શકુ છું કે તને મારા જવાબથી ઘણું દુખ થયું હશે,પણ હું મારા પતિ અને મારા પરિવારના લોકો નો ભરોસો હું ક્યારેય નહિ તોડું કારણકે મારા પરિવાર ને અને મારા પતિને મારા થી ઘણી આશા બંધાયેલી છે અને એ હું ક્યારેય તુટવા નહિ દઉં. પ્રણય મેં તને મારો સાચો મિત્ર માન્યો હતો અને તું મારો મિત્ર હમેશા માટે રહીશ પણ,આઈ એમ સોરી હું તારા આ પ્રસ્તાવનો સ્વીકાર નહિ કરી શકુ?

“પ્રસ્તાવ પ્રણય નો જો કોઈ મુકે તારી સામે,

ઇનકાર કરજે તું જોઈ તારા પતિ અને પરિવારની સામે.”