jayvijay in Gujarati Children Stories by Kina Parmar books and stories PDF | જયવિજય

Featured Books
  • Death Game

    शीर्षक: DEATH GAMEजॉनर: थ्रिलर / हॉरर / सर्वाइवलSCENE 1 – सु...

  • रंगीन तस्वीरें

    रंगीन तस्वीरेंलेखक: विजय शर्मा एरीशहर की उस तंग-सी गली में ए...

  • तेरा लाल इश्क - 29

    Next ep,,,,, मुरीद दात पिस्ते हुए "अपनी जुबां पे अटल रहना क्...

  • चार हाथ, दो आँखें

    चार हाथ, दो आँखेंलेखक राज फुलवरे (एक आत्मा, एक शहर और एक छिप...

  • अदृश्य पीया - 2

    दिल्ली की बड़ी सड़कों और भीड़-भाड़ के बीच, छोटे-छोटे सपनों क...

Categories
Share

જયવિજય

જય વિજય
એક સુંદર મજાનું ગામ હતું એ ગામ માં એક રાજા રાજ કરતો હતો એ રાજા ને 1 રાણી હતી અને 2 દીકરા હતા આ. 2એવ દીકરાના નામ જય અને વિજય હતું .આ ખૂબ જ તેજસ્વી અને ગુણવાન હતા એક 5 વર્ષ નો ને એક 7 વર્ષ નો આમ ઉમર પ્રમાણે 2એવ બવ જ સંસ્કારી ,ગુણયલ અને તેજસ્વી હતા
હવે રાણી બવ જ બીમાર પડી જાય છે પણ પથારીમાં માં સુતા સુતા વિચરતી હોય છે અને આ વિચાર એને મારવા નથી દેતો 1દિવસ રાજા પૂછે છે કે રાણી તમે સુ વિચારો છો ? અને કેમ આમ ચિંતા માં લાગો છો ...તો રાણી એમને વાત કરે છે કે અપડા મહેલ ના સામે 1 ચકલી નો માળો હતો એમાં આ ચકલી ,ચકો અને એના નાના 2 બચ્ચા રહેતા હતા હવે 1 દિવસ ચકલી બીમાર પડે છે ને મરી જય છે અને ચકો બીજી ચકલી જોડે લગન કરી લે છે અને આ ચકલી એના 2એવ બચ્ચા ને મારી નાખે છે .. એટલે મને ચિંતા થાય છે કે જો હું મરી જ ને જય વિજય ની પણ આવી હાલત થાય તો ?...એટલું જ કેહતા રાજા અને રાણી બેવ રડી પડે છે અને રાજા વચન આપે છે કે હું કોઈ દિવસ બીજા લગ્ન નહીં કરું અને એટલું જ સાંભળતા રાણી મરી જય છે . હવે રાજા નેબધાં સમજાવે છે કે લગ્ન કરી લો દિકરાવો નાના 6એ અને રાજા ના પાડે છે તોય બધા બવ સમજાવે છે અને રાજા માની જાય છે ,રાજા ને થાય છે કે કુંવર ને 1 માં મળશે અને રાજ્ય ને 1 રાણી મળશે.એટલા માટે રાજા માની જાય છે અને ઘડ્યા લગ્ન લેવાય છે ...આમ ને આમ દિવસો વીતતા જાય છે અને રાજા ના ઘરે 1 દીકરા નો જન્મ થાય છે. અને એનો જન્મ થતા જ રાણી ને જય વિજય પ્રત્યે અણગમો થવા લાગે છે અને એ કોઈ ને કોઈ રીતે કુંવારો ને હેરાન કરવા લાગે છે . આમ રાણી ને થાય છે કે જો જો જય મોટો છે અને આ નાનો છે તો રાજા પછી ગાદી એતો જય ને જ બેસવા મળશે એટલા માટે એને બેવ ને મારી નાખવાનું વિચરે છે પણ જો રાજ મેહલ માં કાઈ કરે તો રાજા ને ખબર પડી જાય
એટલે એ પ્રધાન ને બોલાવે છે અને કે છે આ બેવ કુંવારો ને જંગલ માં લઇ જઇ ને મારી નખો અને એની સાબિતી માટે એમની આંખ લઇ ને આવજો .જેથી મને સંપૂર્ણ રીતે પુષ્ટિ થઈ જાય કે એ મરી જ ગયા છે .
1 દિવસ રાજા બહાર ગયા હોય છે એ તક નો લાભ લઇ ને જંગલ માં બને કુંવર ને લાઇ ને જંગલ માં જાય છે અને તે 2 હરણ પકડી ને તેની આંખ કાઢી લે છે અને જયવિજય ને બધી વાત કરી ને આ રાજ્ય ની બવ દૂર જતા રહેવાનું કેછે
આમ જયવિજય ત્યાં થી ચાલ્યા જાય છે અને પ્રધાન પાછો ફરે છે ને રાણી ને પેલી આંખ બતાવે છે તેથી રાણી ને પુષ્ટિ થઈ જાય છે કે કુંવારો મારી ગયા છે
રાજા પૂછે છે કે માંરા 2એવું કુંવારો ક્યાં ગયા ત્યારે રાણી કે છે અમને મેં ના પાડી તોય એ શિકાર કરવા જંગલ માં જતા રહ્યા અને રાજા આખું જંગલ ફરી વળે છે પણ ક્યાંય રાજકુંવર દેખાતા નથી ને આ બાજુ કુંવર ઓ ચાલી ચાલી ને ગુરુકુલ પોહચી જાય છે અને ગુરુ ને બધી વાત કરે છે અને ગુરુ અમને ત્યાં વિદ્યાઅભ્યાસ માટે રહી જાય છે આમ ને આમ સમય વિતતો જાય છે ને કુંવારો ગુરુ ની આગન્યા નું પાલન કરતા કરતા મોટા થઈ જાય છે
અને આ બાજુ ઓલો રાણી નો બીજો દીકરો પણ કુંવરો ની જેમ મોટો થાય છે પણ ઘણો ઘાતકી અને કુર બને છે
અને રાજા રાણી ને બવ જ વિતાંડે છે રાજા નું રાજ પાટ છીનવી લે છે અને રાજા રાણી ને કાઢી મૂકે છે
આ બાજુ 1 ગામ ના રાજા ની બે કુંવરી નો સ્વયંમવર કરવા માં આવે છે અને એમાં રાજા ના 2એવ કુંવારો ભાગ લે છે ને કુંવારો પર રાજ કુંવારી ઓ મોહી જાય છે અને કુંવારો પણ બધીજ કસોટી મા પાસ થઈ જાય છે અને એ રાજા એમનું અડધું રાજ એ બેવ કુંવરો માં વેહચી આપે છે ને આમ કુંવરો રાજા બની જાય છે
કુંવરો તો ખૂબ જ ન્યાયી અને વીર પ્રતાપી રાજા બની જાય છે અને એમનો ન્યાય તો દેશ દેસાવાર માં ગવાય છે
આમ આ બાજુ આ વાત રાજા રાણી જોડે પોહચે છે અને કે આ દેશ માં 2 વીરપરતાપી રાજા રાજ કરે છે એમને થાય છે કે એ રાજા જ અમને ન્યાય અપાવી શકશે એટલે આ ફરિયાદ કરવા માટે રાજા પાસે જાય છે ને રાજા માંડી ને વાત કરે છે ને કુંવરો રાજા ને ઓળખે છે ને રાજા તો આ એમના જ કુંવરો છે એમ જાણી ને રાજી રાજી થઇ જાય છે ને રાણી તો શરમ સાર થાઇ જાય છે ને રાજા ના કુંવરો ની માફી માંગે છે
ને આમ કુંવરો એમની માં ને માફ કરે છે અને રાજ કુંવરી ઓ એમના સાસુ સસરા ની સેવા કરે છે અને જોડે રહી ને કિલોલ કરે છે ને ઓલા પ્રધાન નો ધન્યવાદ પણ કરે છે
અને ખાઈ પી ને રાજ કરે છે
આબે આવે મોર ને
વાત કૈશ પોર..........,🙏