ek hu ane ek tu books and stories free download online pdf in Gujarati

એક હું અને એક તું..

આજે સવાર માં આરતી નો ઘંટ વાગતા આંખ ખુલી એમ થયું કે થોડું વધારે સૂઈ જાઉં પછી એક પછી એક કામ યાદ આવતા ઉઠવું જ પડ્યું ઊઠી ને સીધું કિચન માં જઈ ગરમ પાણી મૂક્યું.અને ગ્લાસમા ભરી મારા નાના ગાર્ડન પાસે આવી. જોયું તો મોગરાના ફુલ મેહકી રહ્યા હતા. ગુલાબની નાની નાજુક કળી પણ મોટી લાગી. થોડું સારુ લાગ્યું. ત્યા ફરી યાદ આવ્યુ કે ટીફીન કરવાનું છે. ફ્ટાફ્ટ કીચન આવી શાક સમાર્યુ અને લોટ કર્યો. રાઘવને ઉઠાડ્યા. વચ્ચે યાદ આવ્યું કે દૂધવાળો નથી આવવાનો ઓહ લેવા જવુ પડ્યું.
આજ સવારની કહાની. કંંઈ નવી વાત ના લાગી ને પણ શુ કરીએ આજ રીતે બધાની સવાાર પડતી હોય છે.
ઓફિસ જતા પેહલા અને આવીને ઘરની જવાબદારી બધુ જ સીયા ના માથે છે. અને હા સાથે રાશીની પણ એના સ્કૂલ ની સાથે એના skating class ની પણ. પોતાના માટે હવે સમય કાઢવો અઘરો થઈ જાય છે. પણ હા તેના plants માટે તો સમય મળી જાય છે. રવિવાર એટલે રજા અને plants માટે આમ એક સારી લાઈફ જીવી રહ્યા હતા. આ પરિવાર માટે એ ત્રણ એટલે એમની સમગ્ર દુનિયા.
રાઘવ માટે ઓફિસની જવાબદારી વધવા લાગી અને કામમા એ વ્યસ્ત રહેવા લાગ્યો. તો પણ સીયા અને રાશી માટે એ પૂરો સમય આપવા નો પ્રયત્ન કરતો. રાઘવ અને સિયા એટ્લે perfect couple. સિયા એ સમજદાર અને એક સારી વ્યક્તિ તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે..તો સામે રાધવ પણ એટલો જ સારો છે. સીયા કામ માં પણ બહુ કુશળ છે. અને એક દિવસ એની ઓફિસમા નવા બોસ આવે છે. જે ખૂબ જ સારુ વ્યક્તિત્વ ધરાવે છે.અને એમની પેહલી મિટિંગમા સીયાથી Impress પણ થાય છે. એમને ખબર નથી કે સિયા married છે. આ બાજુ સિયા ના કામ ના લીધે એને અનહદ sir પાસે જવું પડે છે. સિયા નું કામ માટે નું dedication જોઈ ને અનહદ ખુશ છે. સિયા ની કામ કરવાની અને કામ લેવાની આવડત સારી છે. બંને ના કામ ના લીધે થોડા જ સમય માં સારા relation થઈ જાય છે. Lunch ટાઈમ માં આજે અનહદ સિયા પાસે આવે છે. અને બંને જોડે lunch કરે છે. અનહદ આજે સિયા ને એની fianceeની વાત કરે છે. અને એના માટે ગિફ્ટ લેવા સાથે આવવા request કરે છે. પણ સિયા ને રાશી ના skating ક્લાસ ના લીધે ના કહે છે. ઓફિસ ના લોકો નું સિયા અને અનહદ ને લઇ ને વાતો કરવાનું શરૂ થઇ જાય છે. આ બાજુ બંને ની નિર્દોષ દોસ્તી વધે છે.અનહદ સિયા ને મળવા sunday પણ ઘરે આવે છે. બને ની સારી દોસ્તી ના લીધે રાઘવ પણ થોડો disturb છે પણ તે સિયા ને કંઈ નથી કહેતો. રાશી માટે પણ અનહદ ગિફ્ટ લાવતો એટલે એને પણ ગમતું આમ અનહદ નું sunday સિયા ને ત્યાં આવવું normal થઇ ગયું હતું. આજે saturday night રાઘવ movie ની ટીકીટ લઇ ને આવે છે કે સિયા ને surprise આપીશ અને dinner પર લઇ જઈશ. પણ સિયા કામ થી જ late આવે છે અને એનો કોઇ mood નથી movie નો એટલે રાઘવ ને થોડું ફિલ થાય છે. એ સિયા જોડે વાત કરવા આજે એના laptop નું કામ પતાવી જલ્દી સિયા પાસે આવે છે કે ચલ આજે હું coffee બનાવું આપણે બેસીએ. સિયા એનું કામ પતાવી એના ઝુલા પર આવે છે અને એની novel વાંચે છે. રાઘવ મસ્ત કોફી બનાવી સિયા પાસે આવે છે એની જોડે બેસેછે બંને એકબીજા ની વાતો share કરે છે. રાઘવ નોટિસ કરે છે કે સિયા ની વાતો મા અનહદ જ છે. એટલે એ કોફી પૂરી કરી સૂવા જાય છે. બન્ને વચ્ચે ના સંબંધ માં થોડું અંતર આવી ગયું હોય એવું લાગે છે. આ બાજુ સિયા ને આ વાત નો અણસાર પણ નથી. રાશી ના school ની parents meeting માં જવાનું છે તો રાશી પૂછે છે કે કોણ આવશે બન્ને પોતાના કામ માં busy છે. પણ સિયા જવાનું નકકી કરે છે અને અનહદ ને ફોન કરી જાણ કરી દે છે. અનહદ ને આજે સિયા ની બઉ જ જરૂર હોય છે કામ માં પણ એ ચલાવી લે છે.જેમ તેમ અડધો દિવસ જાય છે સિયા નું પણ મન આજે ઓફિસ ના જઈ રાશી જોડે રેહવાનુ છે પણ અનહદ નો ફોન આવતા આ ઓફિસ જવા નીકળે છે.રાઘવ ના પ્રમોશન ના ન્યૂઝ એ સિયા ને કેહવા માટે કોલ કરે છે. પણ વાત નથી થતી. આમ પણ બન્ને ગમે તેટલા busy હોય lunch time માં તો વાત કરી જ લેતા પણ અનહદ જોડે lunch લેતા સિયા કોલ નથી કરી શકતી એટલે રાઘવ ને ગમતું નથી.પણ આજે એને સિયા ને પ્રમોશન ની વાત માટે કોલ કરે છે આ બાજુ સિયા meeting માં busy છે આ call નથી લેતી. અને રાઘવ ખૂબજ ગુસા માં ઘરે આવે છે અને બન્ને વચ્ચે બોલાચાલી વધી જાય છે. બન્ને જમતા પણ નથી અને બેડ પર બન્ને અલગ અલગ દિશા માં સુઈ જાય છે.સવાર થતાં સિયા બધું ભૂલી ને રાઘવ ને morning kiss થી જગાડે છે પણ રાઘવ કોઇ વાત કરવાના મૂડ મા જ નથી. આ બાજુ અનહદ ની fiancee ઈન્ડિયા આવે છે અને એમના marrige ની date નકકી થઈ જાય છે. આજે અનહદ પણ સિયા ને આયુષી ને મળાવે છે. અને કે છે કે અમે marrige માટે ઈન્ડિયા થી બહાર જઈએ છીએ ત્યાં જ રેહવાનુ નકકી છે. આ વિક પછી સિયા અનહદ ને નઈ મળી શકે પણ અનહદ માટે સિયા ખુશ છે આ વાત રાઘવ ને જણાવવા કોલ કરે છે રાઘવ કોઇ વાત કરવા તૈયાર નથી. અનહદ પણ રાઘવ ને call કરે છે અને meeting ની વાત કરે છે. અને sorry પણ કહે છે. રાઘવ ને પોતાની ભૂલ સમજાય છે. અને અનહદ ના જવા ની વાત થી એને પરિસ્થિતિ નો ખ્યાલ આવે છે સિયા નો workload પણ સમજાય છે.આજે સિયા માટે એક મોટા બુકે સાથે ઘરે રાહ જુવે છે. અને બન્ને ની લાઈફ ફરી નોર્મલ થાય છે.