DESTINY. - 3 books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-3)

(હા હું જાણું છું કે અમુક વાચકો વિચારે છે કે બાઇક લઇને પાછળ આંટા ફેરા મારવા એતો લોફર જેવા કામ છે તો એમની જાણ ખાતર કહી દઉં કે કૉલેજ જીવનમાં આવું જ ચાલે પછી જેવા જેનાં વિચાર એવું સમજે બધા હા... હા... હા...)


આંટા ફેરા માર્યા પછી પાછો ફરેલ જૈમિક એના મિત્રને કહે યાર સાંભળને કઇ સમજાતું નથી ખબર નઈ શું થઇ રહ્યું છે બસ એ છોકરીના જ વિચાર આવ્યા કરે છે. એવું થાય છે બસ એને જાણી લઉં,એને નથી ઓળખતો છતાં એવું લાગે છે જાણે જન્મો જન્મનો કાંઇક નાતો હોય એવો આભાસ થાય છે. કાંઇક અલગ જ એવો અનુભવ જે આજ દિન સુધી ક્યારેય થયો જ નથી બસ બેચેની જેવું લાગે છે જેમ કાંઇક વર્ષોનું ખૂટતું હતું એ અચાનક જ આંખ આગળ અવતરિત થઇ ગયું છે એવું લાગે છે.


બસ એટલું જ ફર્યાં કરે છે મનમાં કે એ બસ મારી આંખ સમક્ષ બેસી રહે અને હું એની આંખમાં આંખથી જ હજાર વાતો કરી લઉં જ્યાં શબ્દો ઓછા પડી જાય એટલું બધું એને કહી દઉં. એ સામે બેસે અને હું એને મન ભરીને નિહાળી લઉં બસ. આમ એક પછી એક એ એના મનનાં વિચાર મિત્ર આગળ વ્યક્ત કરતો જ જાય છે ત્યારે મિત્ર કહે ભાઈ પ્રેમમાં પડી ગયો લાગે છે. તો જૈમિક કહે ના ભાઈ એમ કઈ પ્રેમ થતો હોય. બસ આતો એને જોઈને એમ થાય છે જાણે હું એને વર્ષોથી ઓળખું જ છું બસ આ જન્મની મુલાકાતનો સમય આવી ગયો છે. તો મિત્ર કહે ભલે તો એ પાછી આવે ત્યારે મુલાકાત કરી લેજે હવે જઈએ ચા ની કીટલી એ. જૈમિક કહે હા ચા તો પીવા જાઉં જ પડે ને એમ કહી કૉલેજથી ચાની કીટલી તરફ પ્રયાણ કર્યું ત્યાં બેસીને ઘણી બધી કામની ને નકામી વાતો કરીને સમય કાઢ્યો અને ત્યાથી વિદાય લીધી.


એક-બે દિવસ સુધી જૈમિકને તો મનમાં વિચારોનું યુદ્ધ જ ચાલ્યા કરે હવે એ ક્યારે દેખાશે...??? ક્યારે એની સાથે વાત થશે...??? એમને એમ બે દિવસ વિત્યા અને જૈમિક રોજની જેમ ફરી કૉલેજમાં પહોંચ્યો. કૉલેજમાં જઇને એક જ કામ મિત્રો સાથે વગર કામની વાતો બસ બીજું કાંઈ કામ તો સુજે નઇ પાછું એને. કૉલેજમાં ગયા પછી મિત્રો ભેગા થાય ત્યારે એમને કેન્ટીન જવાનું તો બાંધેલું જ હોય તો આજે પાર્કિંગની વિદાય લઇ જૈમિક મિત્રો સાથે કેન્ટીન પહોંચ્યો.



કેન્ટીન પહોંચીને ટેબલ લઈને ટોળું થઈને બેઠા અને શરૂ કર્યું મિત્રોનું રોજનું કામ એક બીજાની મસ્તી મજાક કરવાની બધા મસ્તીમાં મસ્ત હતા પણ જૈમિકને તો મનમાં એક જ મસ્તી ચાલતી હતી. પાછી મન સાથેની ચર્ચા ચાલુ આજે એ કૉલેજ આવી હશે કે નઈ...??? એ કઈ ફીલ્ડમાં હશે...??? એનો ક્લાસરૂમ કયો હશે...??? એ કયા ટાઇમ પર આવતી હશે કૉલેજ...??? હજારો પ્રશ્ન અવારનવાર પોતાના જ મનને પૂછ્યા કરે અને મનમાં ને મનમાં મંદ મંદ હસ્યા કરે. એક મિત્રએ જોયું તો કહે ભાઈ જૈમિક કઈ દુનિયામાં છે...??? જ્યાં છે ત્યાથી પાછો આવી જા પૃથ્વી પર ખુબજ દૂર જતો રહ્યો લાગે છે એમ કરી મિત્ર એની મસ્તી કરે છે. છતાં એ કાંઈ કહેતો નથી બસ મનમાં જ હસ્યા કરે છે.



મનમાં હસતાં હસતાં જ મિત્રને પૂછે શું તે ક્યારેય કોઇને કારણ વિના યાદ કર્યાં છે જેનો પરિચય પણ ના હોય...??? મિત્ર કહે ના ભાઈ ના અમે એવા ગાંડપણ નથી કરતા એ બધા ગાંડપણ તને જ મુબારક હા ભાઈ. એમ કહી પાછા એની મસ્તી કરે છે પણ નવાઈની વાત એ હતી કે કોઈની પણ નાનામાં નાની મજાક સહન ના કરવાવાળો જૈમિક આજે કોઈને કાંઈજ બોલ્યો નહીં અને મનમાં જ હસવા લાગ્યો અને મનમાં જ વિચારે કે આજે તમારે જે બોલવું હોય બોલો મને કાંઈજ ફરક નથી પડવાનો અને પડે પણ કઈ રીતે એનું મન મિત્રોની વાત માં હોય તો ફરક પડે ને.


આમજ મસ્તી મજાક કરતાં બેઠા હતા ને અચાનક ટોળાની પાછળ બેસેલા બીજા ટોળાનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો કે બધાજ મિત્રો પાછળ ફરીને જોવે છે કે આમને શું થયું કોઈનું ફરી તો નથી ગયું ને. પાછળ જોતા જ એ ટોળામાં બે-ત્રણ છોકરી અને એક છોકરો બેઠો હતો. જૈમિકની નજર એ ટોળાં પર પડે છે ત્યાંજ એને એ ટોળામાં બેસેલી એક છોકરી દેખાય છે અને હા એ બીજી કોઇ નઈ એજ છોકરી જેનાં વિચારોનું વંટોળ જૈમિક ભાઇના મનમાં વારંવાર ફર્યાં કરતું હતું.



એને જોતા જ ખબર નઈ એને શું થયું કે એ બસ એને જોઇ જ રહે છે એજ રીતે જેમ નવજાત શિશુને એની મા જેટલી આતુરતાથી જોવે છે એમજ. નિખાલસ મનથી એને જોવામાં એ એટલો મંત્રમુગ્ધ થઇ ગયો કે એજ ટોળામાં બેસેલા એના જ મિત્ર પર પણ એનું ધ્યાન ના ગયું પણ મિત્રને તો ભાન હતું ને તો મિત્ર જૈમિકને કહે છે જૈમિકભાઈ કેમ છો...??? પણ જૈમિક ભાઈને સંભળાય તો ને એમને તો બસ એજ દેખાય જે એમનું મન ઈચ્છે છે બીજે ક્યાંય મન ભટકાય જ શું કામ જ્યારે સાક્ષાત અપ્સરા એની સમક્ષ રજૂ થયા હોય તો.



જૈમિકનો મિત્ર જૈમિકને ફરીથી બોલાવે છે ભાઈ! ઓ! ભાઈ! કઈ દુનિયામાં ખોવાઈ ગયા છો...??? તો બાજુમાં બેસેલા મિત્રએ જૈમિકને હાથથી પકડીને હલાવી દીધો કે ઓ ભાઈ પેલો તારો મિત્ર બોલાવે છે જરાક ભાનમાં રે ને તો મજા આવે. જૈમિક તરત જ ચમકી જાય છે જાણે સુતેલા માણસને ઊંઘમાંથી ઉઠાવ્યો હોય ને એમ. પછી સામે વાળા મિત્ર જોડે જાય છે ઊભો થઈને અને મિત્રને ગળે ભેટે છે અને કહે છે ભાઈ ક્યાય નથી ખોવાઈ ગયો અહીંયા જ છું બસ કાંઇક વિચારતો હતો જે વિચાર હકીકતમાં પરિવર્તિત થઇ ગયો છે એમ કહી એ મિત્ર સામે જોઈને હશે છે.


મિત્રને કઈ સમજાયું નહીં કે આ જૈમિક એને શું કહેવા માંગે છે અને સમજાય પણ ક્યાંથી હૃદયની વાત વ્યક્ત કરવા માટે શબ્દપ્રયોગની જરૂર જ ક્યાં હોય છે એતો બસ આંખોથી સમજાય જાય છે. પછી જૈમિક એની જગ્યા એ પાછો બેસી જાય છે અને બસ એજ સાક્ષાત અપ્સરાને મન ભરીને નિહાળે છે. પણ એની સામે જોતા એને એટલું સમજાયું કે એ છોકરી એની સામે પણ જોતી નથી. બિલકુલ અજાણ થઈને એ જૈમિકની અવગણના કરતી હોય એવું લાગી રહ્યું હતું અને એની પાછળનું કારણ પણ એ ખુબ જ સારી રીતે જાણતો હતો કે આ અવગણનાની ભેટ એને એની હોસ્ટેલવાળી ફ્રેન્ડ તરફથી જ મળી છે.( સી.આઈ.ડી જેવો હતો ને એતો પાછો સમજી જાય જલ્દી કુછ ના કુછ ગડબડ જરૂર હે દયા એવો જ કાંઇક)



થોડો સમય વીત્યો ત્યાં એ ટોળું ઊભું થયું અને નીકળવાની તૈયારી થઇ ત્યાં તો જૈમિકના મનમાં વિચારોનું ચકડોળ શરૂ થઇ ગયું કે ક્યાં જાય છે...??? કેમ જાય છે...??? અહીંયા કેમ નથી બેસતી...???


એવા સવાલો ચાલ્યા કરે છે ત્યાજ એ એના મિત્રને કહે છે કેમ ભાઈ ક્યાં ચાલ્યા બેસવું નથી...??? તો મિત્ર કહે ના ભાઈ હવે જઈએ ને ક્લાસરૂમમાં લેક્ચર પણ છે. જૈમિક કહે અરે બેસ ભાઈ લેક્ચર તો રોજ હોય જ છે ને એમ કરી મિત્રને એની પાસે બેસવાનું કહે છે. તો મિત્ર એની ફ્રેન્ડને કહે ભલે તમે જાઓ હું બેસુ છું તો મિત્રની ગર્લફ્રેંડ કહે તો હું પણ બેસુ છું મારે પણ નથી જાઉં લેક્ચરમાં એમ કહી એ પણ બેસે છે પણ જેને બેસાડવાનો પ્રયાસ હતો એ નિષ્ફળ ગયો. એ ના બેઠી જેને ખરેખર બેસવાનું હતું.



મિત્ર કઈ બોલે એ પહેલાં એની ગર્લફ્રેંડ એની ફ્રેન્ડ ને કહે તું પણ બેસને. તો એને કહ્યું ના હું લેક્ચર ના છોડું તમે બેસો હું જાઉં છું એમ કહી એ નીકળી ગઇ અને જૈમિકની બધીજ મહેનત પાણીમાં ગરકાવ થઇ ગઇ. પણ જૈમિક પાછો પડે એવો તો હતો નહીં એ જતી રહી પણ એને વિચાર્યું એના વિશે બધું પૂછી તો લઉં એની ફ્રેન્ડને તો એના વિશે કાંઇક જાણવા તો મળી જશે.


ધીમે ધીમે એના મિત્ર અને એની ગર્લફ્રેંડ સાથે કામ વગરની આમ તેમ વાત કરતાં કરતાં મિત્રની ગર્લફ્રેંડને કહે તમારા પરિવારમાં કેટલા માણસ છો તમે? એ કહે હું પપ્પા, મમ્મી અને નાની બહેન. તો જૈમિક પૂછે ભાઈ નથી.? તો એ કહે ના મારે ભાઈ નથી આ સાંભળતાં જ જૈમિક કહે એવું નઈ માનવાનું કે ભાઈ નથી હું છું ને તારો ભાઈ. આજથી તું મારી બહેન અને હું તારો ભાઈ. સામેથી એને કહ્યું હા આજથી તમે મારા ભાઈ અને હું તમારી બહેન. જૈમિક કહે મારો ફોન નંબર લઈ લે કઈ પણ કામ હોય પેલા ભાઈને કહેવાનું પછી બોયફ્રેન્ડને કહેવાનું એમ કહી એકબીજાને નંબર આપે છે.



જૈમિકના મનમાં હજારો સવાલ છે પેલી છોકરીને લઈને કે બધુંજ પૂછી લઉં એના વિશે પણ બહેન બનાવી હતી એટલે થોડી શરમ અડે ને તો એનાથી કઈ પૂછી શકાયું નહી. વાતો કરતા કરતા ઘણો સમય વીતી જાય છે માટે બધા કેન્ટીનથી રજા લઇ પોતપોતાના હોસ્ટેલ પર ગયા. હજારો સવાલ મનમાં જ લઈને જૈમિક પણ ત્યાથી નીકળી ગયો.