DESTINY (PART-8) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-8)


ફોન મૂક્યા પછી જૈમિક મનમાં ને મનમાં વિચારે છે કે આ તો કેવી વાત કહેવાય...??? આટલી નાની ઉંમરમાં આટલું મોટું દુ:ખ...??? ભગવાન ખરેખર જો તમે છો તો તમારી હાજરી સાબિત કરજો ક્યારેય નેત્રિને કોઈ દુ:ખના પડે એવી જવાબદારી મારી તો છે જ પણ એથી વધુ તમારી પણ છે જે જવાબદારી તમે નિભાવશો તો જ હું માનીશ કે તમારું અસ્તિત્વ છે આ પૃથ્વી પર નહીંતર હું માનીશ કે તમારું અસ્તિત્વ બસ પથ્થરની મૂરતનું જ છે બસ.

જૈમિક ક્યારેય આટલા મોટા દુઃખથી વાકેફ થયો ન હતો માટે એ આ વાતથી ખૂબજ હતાશ હતો કે કેમ આવું થયું...??? પછી એને વિચાર આવે છે કે નેત્રિને આટલું મોટું દુખ છે છતાં અહીંયા આવી છે તો હું મારાથી થશે એટલી એને ખુશ રાખવાનો પ્રયાસ કરીશ. મારી માટે બસ એની ખુશી જ સર્વસ્વ બીજું કાંઈજ નઈ, એને કાંઈપણ જરૂર હશે તો હું મારું કામ મુકી દઈશ પણ એને કઈ કમી નઈ થવા દઉં. એમ વિચારતાં વિચારતાં જૈમિક સુઈ જાય છે.

બીજા દિવસની સોનેરી સવારમાં જૈમિક ઉઠે એ પહેલાં નેત્રિનો ફોન આવી જાય છે. ઊંઘમાં જ જૈમિક ફોન ઉઠાવે છે હેલ્લો.......! ગુડ મોર્નિંગ.....! મૅડમ......! સામેથી જવાબ આવ્યો વેરી વેરી મોર્નિંગ સર...! તમે હજુ પથારીમાં જ છો....??? ઉઠવાનું નથી....??? જૈમિક કહે કેમ નઈ ઉઠવાનું હોય ઉઠવાનું જ ને પણ સવાર સવારમાં આટલો મીઠો અવાજ સાંભળીને ઉઠવા મળતું હોય તો પછી કયો માણસ એવો ગાંડો હોય કે જાતે ઊઠવાનો પ્રયાસ કરશે....???

નેત્રિ કહે ચાલુ કર્યું પાછું તમારું બોલવાનું એમને...??? ચાલો હવે વાતોના વડા કર્યા વિના ઉઠી જાઓ અને ફ્રેશ થઈ જાઓ. જૈમિક કહે હા હવે તો ઉઠવું જ પડશેને મૅડમનો ફોન આવ્યો છે તો....! બોલ તું શું કરે છે....??? નેત્રિ કહે આજે ટ્યુશનનો સમય સવારે સાત વાગ્યે હતો તો બેરીબેરી ચાલીને હોસ્ટેલ આવી છું.

જૈમિક આમ તો હોશિયાર પણ આજે એની હોંશિયારી કામ ના આવી કેમકે એને નેત્રિના મોઢે નવો શબ્દ સાંભળ્યો હતો જે ક્યારેય સાંભળ્યો નહોતો માટે નેત્રિને કહે બધું જ બરાબર છે પણ આ બેરીબેરી એટલે શું....??? નેત્રિ હસવા લાગે છે કે તમને બેરીબેરી એટલે નથી ખબર કેવા માણસ છો તમે પણ...??? જૈમિક કહે માણસ તો હું સારો જ છું પણ એને આ શબ્દ સાથે કાંઇ લેવા દેવા નથી તો મહેરબાની કરીને આ શબ્દનો અર્થ જણાવશો.

નેત્રિ કહે અરે આપણે નથી કહેતા થાકી જઈએ તો કાંઇક કામ કરતા કરતા કે ચાલતા આવતા થાકી જઈએ તો એ યાર. જૈમિક કહે અચ્છા માંડ માંડ...??? નેત્રિ કહે હા એજ....! જૈમિક કહે જેમ તને બેરીબેરી ખબર છે માંડ માંડ નઈ એમ મને માંડમાંડ ખબર છે બેરીબેરી નઈ તો જેમ હું કેવો માણસ છું એવું કહ્યું તે તો એ તને પણ લાગુ પડી શકે ને...??? નેત્રિ કહે હા લાગુ તો પડી જ શકે ને તમે પાડવા ઇચ્છો તો હા.... હા..... હા.....! પણ આ બેરીબેરી શબ્દના લીધે બંને પેટ પકડીને હશે છે........!

પછી નેત્રિ કહે ઠીક છે ચાલો તમે તૈયાર થઈને તમારું કામ કરો ને હું જાઉં લેક્ચરમાં રાત્રે વાત કરીએ. જૈમિક જવાબ આપે છે કે ઠીક છે ફોનની રાહ જોઈશ આવજો.....! પછી તૈયાર થઈને ચાની કીટલીએ જાય છે અને ત્યાં મિત્રોને મળે છે ત્યાં બધાં મિત્રો એને કહે છે શું વાત છે ભાઈ આજકાલ તો કૉલેજમાં ચક્કર વધી ગયાં છે ને કાંઈક...??? તો તેમનો જવાબ આપતા કહે છે કે હા વધી ગયા છે અને તમને સી.આઈ.ડી વાળાએ ઇન્વેસ્ટીગેશન કેસ આપ્યો લાગે છે મારો...??? એમ કહીને મિત્રો સાથે મજાક મસ્તી કરે છે અને ત્યાથી વિદાય લે છે.

જૈમિક વિચારે છેક રાત્રે ફોન આવશે લાવને કૉલેજમાં એને મળતો આવું લેક્ચર પૂરું થાય એટલે બહાર તો આવશે જ ને તો જૈમિક કોલેજ જાય છે પણ એને થયું નેત્રિ માટે કાંઇક ખાવાનું લઈ જાઉં એને ગમશે. તો એની માટે ચોકલેટ લેવાની જગ્યાએ આમજામ(ખાવાની જ વસ્તુ આવે હા નામથી ગભરાઈ ના જતાં) લઈને જાય છે અને એના કેમ્પસની બહાર ઊભો રહે છે થોડા સમયમાં લેક્ચર પૂરું થયું ને નેત્રિ બહાર આવે છે તે જૈમિકને ત્યાં ઊભો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે અને એજ છોકરી જે એક સમય એનાથી ડરતી હતી એજ છોકરી કૉલેજ કેમ્પસમાં પણ કોઈની બીક વિના એની સાથે ઉભી રહી જાય છે અને કહે છે જૈમિક શું કરો છો અહીંયા....???

જૈમિક કહે એજ જે કરવું જોઈએ...! સામેથી જવાબ આવ્યો શું કરવું જોઈએ એજ...??? તે કહે બસ તને જોવા આવ્યો હતો તને જોઈને ખુશી થાય છે તો એ ખુશી મેળવવા આવ્યો હતો અને આવતો રહીશ જ્યારે મારું મન કરે ત્યારે. આ સાંભળીને નેત્રિ કહે ખુશી તો મને પણ થાય છે જેટલી તમને થાય છે એનાથી વધુ થતી હશે.

હું કૉલેજમાં આવું તો બસ મારી નજર તમને શોધતી હોય કે ક્યાંક મને જૈમિક દેખાઈ જશે. જૈમિક કહે તું પણ શીખી ગઈ એમને વાતો કરવાનું...! ને હા હું તારી માટે કાંઇક લાવ્યો છું એમ કહી એના હાથમાં આમજામ મૂકી દે છે અને જૈમિકને હતું કે આવું લઈ જાઉં છું તો એને ગમશે કે નઈ...??? પણ થયું કાંઇક અલગ જ હાથમાં આમજામ જોઈને નેત્રિ એટલી ખુશ થઈ ગઈ અને કહે તમને કઈ રીતે ખબર કે મને આ ખૂબજ ભાવે છે...???

જૈમિક કહે મને નહોતી ખબર કે તને આ આમજામ આટલી બધી ભાવે છે કે તું જોઈને ઉછળવા લાગીશ નહિતો આખી દુકાન લઈને આવતો. તે સાંભળીને નેત્રિ કહે તમે દુકાન લઈને આવો તો પણ હું ખાઈ જાઉં એટલી ભાવે મને તો. એ દિવસે ખરેખર જૈમિક એ સમજી નહોતો શકતો કે ચોકલેટ લેવાની જગ્યાએ આમજામ લેવાનું કેમ સુજી ગયું પછી એને થયું હા ભગવાન છે જે મને રસ્તો બતાવે છે એની ખુશીનો કેમકે ભગવાન પણ એની ખુશી ઇચ્છે છે ને......!

પછી જૈમિક કહે ઠીક છે તો તું જા તારા ક્લાસમાં અને હું જાઉં રૂમ પર. તો નેત્રિ કહે રૂમ પર જાઓ છો નવાઈ લાગી.....! અહીંયા મિત્રો સાથે ફરવાનું નથી....??? તે કહે ના ખૂબ ફરી લીધું હવે તારી સાથે ફરીશ એમ કહી હસવા લાગે છે. બંને એકબીજાની આંખમાં એવી રીતે જોવે છે જાણે હજારો વાત દબાયેલી પડી છે બંનેના મનમાં પણ હોઠ સુધી આવી નથી રહી અને પછી નેત્રિ કહે ઠીક છે હું જાઉં છું ચાલો તમે પણ જાઓ પછી મળીયે ફોન પર એમ કહી વિદાય લે છે.



( હાં એવું થઈ શકે છે કે વાચકને વારંવાર નામ સાંભળીને કંટાળો આવી શકે છે પણ બે વ્યક્તિનો જ સંવાદ રજૂ કરવા માટે નામનો પ્રયોગ વારંવાર કરવો જરૂરી છે નહિતો વાત સમજવામાં ગૂંચવાઈ જવાશે)