DESTINY (PART-6) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-6)

નામ જાણીને ખુશ થયેલ જૈમિક આજે પોતાને એક પ્રશ્ન પૂછે છે કે જે માણસ દૂર રહેવાનું કહેતું હતું એને મારી સાથે વાત કરી તો શું હું એમ માની શકું કે એ મને સારા માણસમાં ગણે છે અને જો એવું છે તો હું એની એ માન્યતા હકીકતમાં બદલવા બંધાયેલો છું.



હવે ધીમે ધીમે ફોન વધવા લાગ્યા રાત્રીના નક્કી સમયમાં તો ફોન હોય જ પણ ઇચ્છા થાય ત્યારે ભાઈ બહેનને ગમે ત્યારે ફોન કરે અને એની બહેનપણી એની સાથે જ ક્લાસરૂમમાં હતી તો આખો દિવસ એ એની બહેન સાથે જ હોતી તો ક્યારેક એની સાથે પણ વાત થઈ જતી.



આમ જોતા જોતા સમય વિતતો જાય છે ને એક વાર રાત્રે ફોન પર જૈમિકની નેત્રિ સાથે વાત થાય છે. ત્યારે જૈમિક નેત્રિને કહે છે કે તું કેમ પહેલા મારી અવગણના કરતી હતી....??? તો નેત્રિ કહે અવગણના ના કહી શકાય એને, કેમકે મને જેટલું તમારા વિશે એ દીદીએ કહ્યું એટલું બીજા કોઈને કહ્યું હોત તો એ પણ તમારાથી દૂર રહેવું વધુ પસંદ કરે અને સાચું કહું તો હું એજ કરતી હતી. પણ ખરેખર જેમ દીદીએ કહ્યું કે તમે કૉલેજમાં ભણવા નથી આવતા બસ હરવા ફરવા અને મજા કરવા જ આવો છો અને ચારિત્ર્યના પણ એટલા સારા નથી. રોજ કૉલેજમાં થતા નાનામોટા ઝઘડામાં પણ મોટા ભાગે તમારું જ નામ હોય છે એક રીતની ખરાબ છાપ છે તમારી કૉલેજમાં આટલું બધું સાંભળીને હું તમારાથી ખૂબજ ડરતી હતી માટે જ તમારાથી દૂર રહેતી હતી બસ માટે તમે એને અવગણના જરાય ના કહી શકો.



આમ વાત કરતા કરતા નેત્રિ કહે છે કે હા હું એમ માનું પણ છું કે પેલા દીદીના કહેવાથી મે તમારાથી દૂર રહેવાનું નક્કી કર્યું એ મારી મોટામાં મોટી ભૂલ છે કેમકે કોઇને જાણ્યા વિના બીજાના મોઢે એમના વિશે સાંભળીને એ વ્યક્તિ વિશે પૂર્વધારણાં બાંધી લેવી કે એ ખરાબ જ છે એ તદ્દન ખોટી વાત છે.



ખરેખર એ પૂર્વધારણાં ખોટી સાબિત થઈ શકે છે અને થઈ પણ કેમકે કોઈ માણસ કોઈ માટે ખરાબ હોય તો બીજા ઘણાં માટે સારું પણ હોય શકે છે બસ એની માટે એમને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. મે દીદીનું સાંભળીને તમને ખરાબ માની લીધા પણ તમારા વિશેની એ પૂર્વધારણાં તમે ખોટી સાબિત કરી આપી છે કેમકે મે જે સાંભળ્યું અને જે મે મહેસૂસ કર્યું છે એ બંનેમાં જમીન આકાશનો તફાવત છે.



તમને જેણે ખાલી જોયા છે એ તમને ખરાબ કહી શકે છે પણ જેમણે તમને સમજ્યા છે એ તમને ક્યારેય ખરાબ કહી શકે નહીં. કેમકે હું પોતે પણ એ અનુભવ કરી ચૂકી છું કે જેમ લોકો કહે છે એ સાચું કે ખોટું એ હું નથી જાણતી પણ હા એટલું ચોક્કસ કહી શકું કે મે જે રીતે તમને જાણ્યા છે એમાંથી એટલી ખબર પડે છે કે તમે ખરાબ તો નથી જ.



હા અમુક સમય સંજોગ એવા આવી જતાં હશે કે તમે કઈ ના કરવા ઇચ્છતા હોવ તો પણ કાંઈક ખોટું કરી દેતા હશો બાકી તમે એવા છો જ નઈ જેવા તમને બીજા કહે છે. એમણે ક્યારેય તમને સમજવાનો પ્રયાસ કર્યો નથી માટે એ તમારા વિશે ગમે તે કહી શકે છે એમને છૂટ છે પણ જે તમને સારી રીતે જાણી અને સમજી શકે છે એ ક્યારેય તમારા સારા ચારિત્ર્યની અવગણના ના કરી શકે એ હું ભલી ભાતી જાણું છું.



તમે ક્યારેય કોઈનું ખોટું ના કરી શકો એ તમારા સ્વભાવ પરથી જ જણાય છે પણ લોકો તમારા વિશે કેમ આમ કહે છે એ જાણીને અચંબો થાય છે અને જો લોકો તમને ખરાબ કહે છે તો એ ખરાબ છાપને સારી કરવાની જવાબદારી પણ તમારી જ બને છે અને હું સારી રીતે જાણું છું કે તમે એ જવાબદારી ખૂબજ સારી રીતે નિભાવશો.



આટલું સાંભળીને જૈમિક કહે કે જે લોકો સાથે છે એ ક્યારેય સમજી ન શકયા મને તારે આવવામાં ઘણી વાર થઈ ગઈ હોય એવું લાગે છે. હા હું માનું છું અને સ્વીકારું પણ છું કે લોકો જે કાંઈપણ કહે છે એ કાંઈજ ખોટું નથી કહેતા જેવો હું બહારથી છું એવો જ લોકો મને કહે છે પણ અંદરથી હું જે છું એ સમજવાનો ક્યારેય કોઈએ પ્રયાસ જ નથી કર્યો પણ કહેવત છે ને દેર આયે દુરસ્ત આયે તારે આવવામાં વાર થઈ પણ તું આવી ખરી.



તું પહેલી એવી વ્યક્તિ છે જેને મને આટલો સમજવાનો પ્રયાસ કર્યો છે બાકી બધાએ તો બસ મને ઓળખ્યો જ છે અને હા જેમ તું કહે છે ને કે જો આપડી છાપ ખરાબ છે તો એને સુધારવાની જવાબદારી પણ આપડી જ છે અને હું એ જવાબદારી સ્વીકારું છું અને પૂરી કરવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરીશ.



મને પણ નથી ગમતું કે લોકો મારા વિશે કાંઈ ખરાબ કહે પણ કોઈએ મને ક્યારેય આટલા પ્રેમથી સમજાવ્યું નઈ કે બધું જ સારું થઈ શકે છે કાશ તું પહેલાં આવી હોત તો આ ખરાબ માણસનો શબ્દ મારા જીવનથી દૂર દૂર હોત પણ અફસોસ કરવાની જગ્યા એ હું એ શબ્દ પરિવર્તન માટેનો પ્રયાસ કરીશ.



નેત્રિ કહે હાં હું જાણું છું તમે ખરાબ નથી બસ રસ્તો ભટકી ગયા છો અને હું જાણું છું કે તમે તમારો સાચો રસ્તો પણ પકડી જ લેશો જે ખરેખર તમારી માટેનો છે એમ કહી એના અંદરના સારા માણસને એ જાગૃત કરે છે. પછી જૈમિક કહે હું પકડી જ લઈશ સારો રસ્તો પણ શું અત્યારે તારા ફોન નંબરનો રસ્તો પકડી શકું...???




આ સાંભળીને નેત્રિ કહે નંબર ની કઈ ખાસ જરૂર ખરી...??? તમારી બહેનના ફોનમાં વાત તો થાય જ છે ને...!!! જૈમિક કહે હા વાત તો થાય જ છે પણ તારો નંબર હોય તો હું ગમે ત્યારે વાત કરી શકું ને મારી જ્યારે ઇચ્છા થાય ત્યારે. તો એ કહે ભલે આપું છું નંબર એમ કહી જૈમિક ને એનો નંબર પૂછે છે ફોન પર જ તો જૈમિક નંબર લખાવી દે છે તો નેત્રિ તેને રીંગ મારે છે એના નંબરથી અને કહે છે ચાલુ ફોનમાં જે ફોન આવે છે ને એ મારો નંબર છે સેવ કરી લેજો અને હવે હું ફોન રાખું છું.



નેત્રિના ફોન રાખ્યા પછી જૈમિક એનો નંબર સેવ કરવા માટેના ઓપ્શનમાં જાય છે અને એ નામ જાણે છે કે નેત્રિ નામ છે એનું તો પણ ખબર નઈ એને શું વિચાર આવ્યો એવો તો મનમાં કે એને એના ફોનમાં નેત્રિ નામના બદલે "DESTINY" નામ લખી દીધું.



( નામ જાણ્યા પછી પણ નામ "DESTINY" છે ને ગજબની વાત, ધારાવાહિક ગમે છે કે નહીં feedback આપતા રહેજો)