padchhayo - 2 books and stories free download online pdf in Gujarati

પડછાયો - 2

કાવ્યા રાતના બે વાગ્યે ફરી પેલી માનવ આકૃતિ ને જોઈ જાય છે અને જોરથી ચીસ પાડી ઉઠે છે.

કાવ્યાની ચીસ સાંભળીને અમન તરત જ જાગીને કાવ્યા તરફ જોવા લાગ્યો તો કાવ્યા બેડની સામેની દીવાલ તરફ જોઈને ડરી રહી હતી. અમન કાવ્યાનો હાથ પકડીને બોલાવે છે તો કાવ્યા પોતાનો હાથ ઝાટકો મારીને છોડાવી અમનને પોતાની પાછળ રહેલા ઓશિકા વડે મારવા લાગી. અમન ચીસ જેવા અવાજે કાવ્યાને બોલાવે છે,"કાવ્યા, હું છું અમન જો, તું મને કેમ મારવા લાગી?"

કાવ્યાએ હવે જોયું કે પોતે જેને મારી રહી છે તે બીજું કોઈ નહીં પણ અમન છે અને પછી અમનને ગળે વળગીને રડવા લાગી અને કહેવા લાગી,"આઈ એમ સોરી અમન, આઈ એમ રિયલી વેરી સોરી." અમને કાવ્યાના કપાળ પર ચુંબન કર્યું અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો.

થોડી વાર રડ્યા પછી કાવ્યા જ્યારે શાંત થઈ એટલે અમને તેને પૂછ્યું કે શું થયું હતું તો કાવ્યાએ તેને જણાવ્યું કે,"અમન, મેં ફરી એ માનવ આકૃતિ જોઇ. તે અહીં બેડની સામે જ હતી ત્યાં દીવાલ પાસે. તે બસ એક પડછાયો હતો કોઈ યુવકનો પડછાયો." કાવ્યા આટલું જણાવતાં જ પાછી ડરવા લાગી.

કાવ્યાને ડરતી જોઈ અમન તેને ગળે વળગાડી બેડ પર સુવડાવી દીધી અને પોતે પણ તેની બાજુમાં સૂઈ ગયો. કાવ્યા તેને કસીને તેની છાતી પર માથું રાખી સૂઈ ગઇ. અમન તેને માથા પર હાથ ફેરવતો રહ્યો અને વિચારતો રહ્યો કે કાવ્યાને શું થઇ રહ્યું છે. આમ વિચારતા વિચારતા પોતે પણ સૂઈ ગયો.

************

સવારે કાવ્યાએ ઊઠીને વૉલકલોકમા જોયું તો નવ વાગી ગયા હતા. તે બેડ પરથી ઉતરીને સીધી બાથરૂમમાં જઈને નહાય ધોઈને બહાર કીચનમાં આવી તો ત્યાં ડાઇનિંગ ટેબલ પર અમન ગરમાગરમ ચા અને થેપલાં સાથે બેઠો હતો અને કાવ્યા સામે મુસ્કુરાઈ રહયો હતો. કાવ્યા તેની નજીક જઈ ભેટી પડી અને બોલી," તે નાસ્તો શા માટે બનાવ્યો? રોજ તો હું બનાવું છું ને. હું બનાવી આપેત." અમન કાવ્યાના હાથ પકડીને બોલ્યો,"હું જાણું છું કે દરરોજ તું જ રસોઈ કરે છે, ઘરના બધા કામ પણ તું જ કરે છે, મારું ધ્યાન રાખે છે અને ગઇ કાલે તારી હાલત ઠીક નહોતી અને હું જલ્દી ઊઠી ગયેલો એટલે મેં જ બનાવી લીધું.. અને હા મેડમ, હું તમારી રાહ જોઈને બેઠો રહ્યો હોત તો તમે તો મને આજે નાસ્તા વિનાનો જ રાખ્યો હોત." આ સાંભળી બંને હસવા લાગ્યાં. "ચલ હવે નાસ્તો કરવા દઇશ કે પછી તારી મજાક થી જ પેટ ભરવું પડશે!" કાવ્યા અમનનુ નાક ખેંચીને બોલી અને બંને નાસ્તો કરવા બેસી ગયા.

ભરપેટ નાસ્તો કર્યાં બાદ કાવ્યા બોલી, "અમન, તારે ઓફિસ જવા માટે લેટ થશે, તું તારે નીકળ." "મેડમ, તમારી યાદદાસ્ત જતી રહી છે કે શું? આજે રવિવાર છે. ગઇકાલે વીક એન્ડ મનાવવા માટે તો આપણે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા હતા." અમન કાવ્યા તરફ નવાઈથી જોતા બોલ્યો. કાવ્યાને યાદ આવતાં જ બોલી, "ઓહ માય ગોડ આઈ એમ સોરી અમન, મગજમાંથી સાવ નીકળી જ ગયું." "અરે એમાં સોરી શા માટે બોલે છે, તું તો મારો જીવ છે તું બસ તારું ધ્યાન રાખ હું હંમેશા તારી સાથે જ છું તારે કોઈ ચિંતા કરવાની જ નહીં." અમન કાવ્યા તરફ જોતાં બોલ્યો.

બપોરના બાર વાગતાં જ કાવ્યા રસોઈ બનાવવા કિચન તરફ જવા લાગી ત્યાં અમને તેનો હાથ પકડીને તેને રોકી લીધી, "તારે આજે રસોઈ બનાવવાની નથી, મેં ઓનલાઇન ઓર્ડર કરીને ઘરે જ મંગાવી લીધું છે તું મારી સાથે મારી પાસે જ બેસ. આજે હોલીડે ઊજવ મારી સાથે." કાવ્યા તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને અમનને ગળે વળગીને અમનના ગાલ પર ચુંબનો કરવા લાગી. અમન પણ તેના મીઠા પ્રેમ ને માણવા લાગ્યો.

થોડી વાર પછી જમવાનું આવી ગયું. અમન તે લઈ ડાઇનિંગ ટેબલ પર ગયો અને પ્લેટમાં પીરસીને કાવ્યાને આપ્યું. કાવ્યા તો ગઇકાલનું બધું ભૂલીને અમન દ્વારા પોતાની જે કાળજી લેવામાં આવી રહી હતી તે માણવા લાગી. અમને કાવ્યાને પોતાના હાથે જમાડી અને જમ્યા પછી ટેબલ પણ અમને જ સાફ કરી દીધું. કાવ્યા આ બધું જોઈ ખૂબ જ ખુશ થઈ રહી હતી.

જમીને બંને હૉલ માં ટીવી પર રોમેન્ટિક મૂવી જોઈ રહ્યાં હતા અને અચાનક બહારથી ભીની માટીની ખુશ્બુ આવવા લાગી અને વરસાદનો અવાજ સંભળાવા લાગ્યો. કાવ્યા તો સીધી બહાર આંગણામાં દોડી ગઇ અને મોસમનાં પહેલા વરસાદમાં પલળવા લાગી.

કાવ્યા ની મનપસંદ ઋતુ જ ચોમાસું હતું તો પહેલા વરસાદ ને કેમ કરીને છોડી શકે. કાવ્યા તો જાણે પાગલ જ થઈ ગઈ હતી. તે મનભરીને પલળી રહી હતી. નાચી કૂદી રહી હતી.

અમન તેને આમ પાગલની જેમ વરસાદમાં નહાતી જોઈ રહ્યો હતો. કાવ્યાની સફેદ રંગની કુર્તી પલળીને પારદર્શક થઈ ગઈ હતી અને એમાંથી તેનાં અંતર્વસ્ત્ર પણ દેખાવા લાગ્યા હતા. અમન તેને જોઈ ને જ પલળી ગયો હતો.

કાવ્યાની નજર અમન પર પડતાં જ તે અમનને બહાર પલળવા માટે ઈશારો કરી બોલાવવા લાગી. અમન તો કાવ્યા તરફના આકર્ષણથી ખેંચાઈને તેની તરફ આવવા લાગ્યો. જેવો તે કાવ્યાની નજીક પહોંચ્યો કાવ્યાએ તેનો હાથ પકડી નાચવા લાગી. અમન પણ તેની સાથે મનભરીને નાચવા લાગ્યો. બંને નાના બાળકોની જેમ વરસાદમાં નહાવા લાગ્યા.

અચાનક અમન કાવ્યાને ઊંચકીને અંદર લઇ આવ્યો અને હૉલમાં સોફા પર જ કાવ્યાને નાખી દીધી અને પોતે કાવ્યાની ઉપર ઝુકી ગયો અને કાવ્યાના ગાલ હોઠ ગરદન પર ચુંબન કરવા લાગ્યો. કાવ્યા પણ તેને સાથ આપવા લાગી અને ધીમે ધીમે બંને નિર્વસ્ત્ર થઈને એકમેકમાં ભળી ગયા. બહાર વરસાદ વરસતો રહ્યો અને અંદર બંને પર પ્રેમ વરસતો રહ્યો અને પછી બંને ત્યાં જ એકબીજાને વળગીને સૂઈ ગયા.

સાંજે બંને નિંદ્રામાંથી બહાર આવ્યા અને એકબીજાને વળગીને જ વાતો કરવા લાગ્યા. "તું ખુશ છે ને હવે ડિયર?" અમન કાવ્યાને પૂછવા લાગ્યો. "હા અમન, તારા જેવો પતિ હોય તો પત્ની ખુશ જ હોય ને અને સાચું કહું તો ગઈકાલે જે કંઈ પણ થયું હતું એ બધું જ વિસરાઈ ગયું છે. ખરેખર હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને જીવનસાથી તરીકે તું મળ્યો છે." કાવ્યા આટલું બોલતાં તો ગળગળી થઈ ગઈ. અમને તેના કપાળ પર ચૂમી તેને ગળે વળગાડી દીધી અને ગઈકાલે જે કંઈ કાવ્યા એ જોયું એના વિશે પૂછવા લાગ્યો ત્યારે કાવ્યા એ કહ્યું કે એ બધું પોતે યાદ કરવા નથી માંગતી આથી અમને પૂછવાનું ટાળી દીધું અને કાવ્યાને ગાલ પર પ્રેમથી ચીટીયા ભરવા લાગ્યો અને કાવ્યા તેને રોકવા લાગી.

આમ જ રાત પડી ગઈ અને કાવ્યા બંને માટે ડિનર બનાવવા ગઇ. પણ અમન હજુ કાવ્યાને જે પડછાયો દેખાય છે એના વિશે વિચારવા લાગ્યો. કાવ્યા તેને ડિનર માટે બોલાવવા આવી ત્યારે તે વિચાર માંથી બહાર આવ્યો અને બંને ડિનર લઇને સૂઈ ગયા.

રાતના બે વાગ્યા હશે. કાવ્યા અમનની વિરુદ્ધ પડખું ફરીને સૂતી હતી. તેણે અમન તરફ ફરીને જોયું તો ત્યાં અમનના બદલે પેલો પડછાયો હતો. તે કાવ્યા સામે જોઈ રહ્યો હતો અને તેણે પોતાનો હાથ કાવ્યા તરફ કર્યો અને કાવ્યા બેડ પર થી ઉતરીને પાછળ પગલે ચાલવા લાગી અને તે પાછળની દીવાલ સાથે ટકરાઈ ગઈ. ત્યાંથી વધુ પાછળ જઈ શકાય તેમ ન હતું. કાવ્યા મૂઢ બની ને બસ તે પડછાયા સામે જ જોઈ રહી. તે ચીસ પાડવા માંગતી હતી પણ ગળામાંથી તો અવાજ જ નીકળી નહોતો રહ્યો. તે આમતેમ નજર કરી અમનને શોધવા લાગી પણ અમન ક્યાંય નજરે ન આવ્યો. અચાનક પડછાયો ઊભો થયો અને બેડ પરથી નીચે ઊતરીને કાવ્યાની નજીક આવવા લાગ્યો. પડછાયો કાવ્યાથી બસ એક ડગલું દુર હતો ત્યાં કાવ્યા ચીસ પાડીને બેડ પર બેઠી થઇ ગઇ અને તેને ખ્યાલ આવ્યો કે તેણે સપનું જોયું હતું. તે અમનને જોવા માટે અમન તરફ ફરી અને ત્યાં જોયું તો અમન ત્યાં હતો જ નહીં.

****************

વધુ આવતા અંકે

અમન અચાનક ક્યાં ગાયબ થઈ ગયો, પેલો પડછાયો કોનો છે
આ રહસ્યો જાણવા માટે વાંચતા રહો આ દિલધડક હોરર નોવેલ..