along with eachother - 3 books and stories free download online pdf in Gujarati

એકમેકનાં સથવારે ભાગ ૩

ઘણા લાંબા સમય બાદ ભાગ ૩ પ્રકાશિત કરી શકી છું એ બદલ માફ કરશો વાચકમિત્રો! આપ સૌને વિનંતી કે વાંચીને આપના કિમતી પ્રતિભાવ જરૂરથી આપશો...

આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક જ અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં સૌ કોઈ હતપ્રભ બની જાય છે અને કંદર્પ - કૃતિ પણ આ રહસ્યનો ભેદ પામવા માટે વેરઝેર ભુલીને એકબીજાની મદદ કરવાનું નક્કી કરે છે ત્યાંથી આગળ.....


અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં પ્રિયા ઉપર જાણે આભ ફાટયું હોય એવી પરિસ્થિતિ સર્જાય છે.આજ સુધી જે અમોલના સદગુણો અને મિલનસાર સ્વભાવની પ્રિયા અને પરિવારજનોને કદર ન હતી હવે તેની મહત્તા સમજાય છે કારણ કે પ્રિયા તો કાયમ પોતાની મોજમાં મસ્ત બનીને જીવતી હતી અને ઘરના તમામ સભ્યોની નાનામાં નાની જરૂરિયાત ને અમોલ ખુબ સારી રીતે જાણતો અને બધાની ખુશી માટે બનતું કરી છૂટતો. પણ અમોલ ના ગયા બાદ હવે પ્રિયાને આ વાતનું અને પોતાની જવાબદારીઓનું ભાન થાય છે. ક્યારેય પોતાના સિવાય બીજા કોઈ નો કોઈ જ પ્રકારનો વિચાર સુધ્ધાં ન કરતી પ્રિયા પોતાના પરિવાર પર આવી પડેલ આ દુઃખમાંથી બેઠાં થવા માટે બનતું કરી છુટવા નું નક્કી કરે છે.



આ બાજુ કંદર્પ અને કૃતિ પણ અમોલના મૃત્યુનું રહસ્ય જાણવા ફરીથી બીજા દિવસે કોઈને કાઈ પણ કહ્યા વગર રોહનના ફાર્મ હાઉસ પર જાય છે.તે બંને ના આશ્ચર્ય વચ્ચે તેઓ રોહનને ત્યાં ફાર્મ હાઉસમાં જોવે છે અને રોહનની સાથે બીજા ત્રણ ચાર અજાણ્યા શખ્સોને રોહનને ધમકાવતા જોવે છે.તેઓ કોઈ ગુંડા મવાલી જેવાં જ લાગે છે અને તેમની વાતચીત પરથી એટલો તાગ મેળવે છે કે રોહન અને આ ગુંડાઓ વચ્ચે થયેલ ડીલ મુજબનું કામ રોહન કરી શક્યો નથી એટલે હવે રોહનને તેઓ બરબાદ કરી નાખશે.રોહન વારંવાર તેઓને હાથ જોડીને વિનંતી કરે છે કે તે પોતે આપેલ વાયદા મુજબ કામ કરી આપશે પણ પેલા ગુંડાઓ હવે રોહનની વાત સાંભળવા તૈયાર થતા નથી એટલે રોહન તેમને પોતાના ગળાની ચેન અને પોતાની બેશકિમતી રિસ્ટ વોચ આપીને માંડ માંડ મનાવે છે.અને તે ગુંડાઓના ગયા બાદ કંદર્પ અને કૃતિ પુરી વાત જાણવા માટે શું કરવું તે વિચારે છે કારણ કે રોહન સીધી રીતે પૂરી વાત તેમને જણાવશે નહિ તેની એ બંનેને ખાતરી હતી એટલે ચૂપચાપ રોહનની પાછળ જઈને વાતનો તાગ મેળવવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો.આથી તેઓ રોહનનો પીછો કરવા જાય છે.



અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર આખી કોલેજમાં વાયુવેગે પ્રસરી ગયા હતા એટલે બધાં જ તેનું કારણ જાણવા અધીરા બન્યા હતા. કારણ કે અમોલ ના મિલનસાર સ્વભાવ અને તેના ગુણોથી કોલેજમાં કોઈ પણ અજાણ ન હતું. પ્રોફેસરોએ પણ અમોલ ના પરિવારના લોકોને મળીને આ વાતનું કારણ જાણવા માટે પોતાનાથી શક્ય મદદ કરી આપવાનું વચન આપ્યું હતું." રોકર્સ " ગ્રુપના બધાં જ મિત્રો ખુબ દુઃખી અને નિરાશ થઈ ને માત્ર કહેવા ખાતર કોલેજ અટેન્ડ કરવા આવતા હતા.બધાના મનમાં માત્ર અમોલ અને તેની વાતો જ ગુંજતી રહેતી હતી.પણ હવે અમોલ ના મૃત્યુનું કારણ જાણવા માટે શું કરવું તેની કોઈને સમજ પડતી ન હતી.બધા દેખાવ ખાતર એકબીજા સાથે નોર્મલ બિહેવ કરવાની કોશિશ કરતા પણ સૌના મનમાં રાત દિવસ એ જ ગડમથલ ચાલતી હતી અને હવે તો બધા ગ્રુપમાં ને ગ્રુપમાં એકબીજા પર શક કરવા લાગ્યા હતા.



હજુ સુધી પ્રિયા કોલેજમાં આવતી ન હતી.એવામાં એક દિવસ પ્રિયા અને તેના પરિવારને મળવા રોહન તેમના ઘરે ગયો. અમોલના માતા પિતા સાથે થોડી વાતચીત કરી ને તેણે પ્રિયા વિશે પૂછયું ત્યારે તેને ખબર પડી કે પ્રિયાને તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે તરત જ પ્રિયાને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં પ્રિયાને જોઈને રોહન આભો બની ગયો કારણ કે પ્રિયા એ પ્રિયા રહી જ નોતી જેને તે ઓળખતો હતો.પ્રિયા સાવ અબુધ બાળકની જેમ અર્ધજાગૃત અવસ્થામાં હતી. કાયમ પોતાની આગવી ડ્રેસિંગ સેન્સ અને સ્માર્ટ નેસના કારણે અલગ તરી આવતી પ્રિયાને આજ પોતાના કપડાંનું પણ ભાન ન હતું.તે સાવ શૂન્યમનસ્ક બની રોહનને તાકીને જોઈ રહી હતી અને જાણે કોઈને પણ ઓળખતી પણ ન હતી.

શું કારણ હશે પ્રિયાની આવી હાલત થઈ ગઈ એ પાછળ? અમોલ નું રહસ્યમય મૃત્યુ કે બીજું કાઈ? શું કારણ હશે અમોલ ના રહસ્યમય મૃત્યુનું? કેમ પેલા ગુંડાઓ રોહનને ધમકાવતા હશે? કઈ એવી ડીલ હશે તે ગુંડાઓ અને રોહન વચ્ચે? આ બધું જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ...
અને આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં....