along with eachother - 7 books and stories free download online pdf in Gujarati

એક મેકના સથવારે - ભાગ ૭

આગળનાં ભાગમા આપણે જોયું કે પ્રિયાને હોસ્પિટલ થી ઘરે લાવવામાં આવે છે અને થોડીવારમાં જ પ્રિયા એકડમથી જોરજોરથી રડવા લાગે છે અને બધાં પરીવારજનો તેની પાસે દોડી આવે છે એટલે તે સુઈ જાય છે પ્રિયાને મળવા આવેલા કંદર્પ અને કૃતિ આ બધું સાંભળીને જેવા પ્રિયાના ઘરથી બહાર નીકળે છે ત્યાં જ કૃતિ એક વ્યક્તિને પાછળ ના દરવાજેથી પ્રિયાની રૂમ માં જતાં જુએ છે અને તેને પકડવા માટે કંદર્પ તે વ્યક્તિનો પીછો કરે છે અને પ્રિયાની હકીકત જાણવા માટે કૃતિ ફરી પાછી પ્રિયા પાસે આવી જાઈને તેની સાથે રોકાઈ જવાનું નક્કી કરે છે ત્યાંથી આગળ....


કંદર્પ પેલા વ્યક્તિની પીછો કરતા કરતાં એક અવાવરું રસ્તે તેની પાછળ સંતાઈને પહોંચી જાય છે અને પેલા કાળા કપડાવાડી વ્યક્તિ ત્યાં એક બંધ ઘરમાં જાય છે અને ત્યાં એક ખૂણામાં સંતાઈને તે પેલી વ્યક્તિ ત્યાં શું કરે છે તે જોવા જાય છે અને તેને એક આઘાત લાગે છે.ત્યાં પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ એ કોઈને અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખેલ છે.અને આ જોઇને કંદર્પ ને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી થતો કે ખરેખર એ બાંધી રાખેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અમોલ હતો.કંદર્પ ને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે અને અમોલ ત્યાં કેવી રીતે પહોંચી ગયો હસે? અને આ રીતે અમોલ ને અહીં શાં માટે લાવીને બાંધી રાખેલ હસે? તે બારીમાંથી હજુ વધારે થોડું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવા જેવો સહેજ આગળ વધ્યો ત્યા તેનો પગ કોઈ મોટા પથ્થર સાથે અથડાયો અને તેણે માંડ માંડ પોતાની જાતને સંભાળી.હજુ સુધી તે પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો ચહેરો જોઈ શક્યો ન હતો.અને તેને પૂરી હકીકત જાણવા માટે તે બંધ ઘરમાં અંદર જવું જરૂરી લાગતું હતું પણ ઉતાવળમાં તે હવે એકલા અંદર જવાનું ટાળે છે અને થોડીવાર વિચાર કરે છે કે આ બધું કોને જણાવવુ? હીંમત કરીને તે ઘરમાં ચુપચાપ અંદર જવાની કોશિશ કરે છે અને ઘરના પાછળનાં ભાગમાં આવેલા એક રૂમમાં જઇને ત્યાં શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યો હતો અને આ બધું કોણ કરી રહ્યું છે તે જાણવાની કોશિશ કરી રહ્યો હતો.


એવામાં ત્યાં બીજા બે ત્રણ ગુંડા જેવા માણસો પણ ઘરમાં આવી પહોંચ્યા અને તેઓએ પોતાના મોં પર બાંધેલા રૂમાલ કાઢી નાખ્યાં એ જોઈને કંદર્પ ને ખબર પડી કે આ એ જ ગુંડાઓ હતા જે રોહનના ફાર્મ હાઉસમાં આવીને પેલા બોક્સ માટે રોહનને ઢોરમાર માર્યો હતો. એમાંથી એક ગુંડાએ કહ્યું કે ચાલો આપણે પેલા બોસને બધી વાત કરી દઇએ અને પછી પેલા બોક્સની શોધખોળ કરવા જઈએ.એટલે તે બધા પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ પાસે જઈને તેની સાથે વાત કરવા લાગ્યા.મોકો જોઈને કંદર્પ પણ અમોલ પાસે જવા માટે ધીમે ધીમે ઘરમાં આમતેમ નજર દોડાવવા લાગ્યો.એવામાં કોઈનો અવાજ સંભળાયો એટલે તે ફરી એકવાર સંતાઈ ગયો.ત્યાં જ તેણે ત્યાં ઘરની બહાર બે મોટી મોટી ગાડીઓ જોઈ જેમાંથી એક રોહનની ગાડી હતી.અને આ જોઈને તેણે મનમાં એમ વિચાર્યું કે નક્કી એ કાળા કપડાં પહેરી રાખેલ વ્યક્તિ રોહન જ હશે અને તેણે સતીષના અને પોતાના દુષ્કૃત્યો છુપાવવા માટે આ રીતે અમોલ ને અહી બાંધી રાખ્યો હશે.


આ બાજુ પ્રિયાની અસલિયત જાણવા માટે તેની પાસે રોકાઈ ગયેલ કૃતિ પણ પ્રિયાને સૂતેલી જોઈને તેની રૂમમાં આમતેમ શોધખોળ કરવા લાગી કે કદાચ કઈ કોઈ એવી ચીજ હાથ લાગી જાય કે જેથી આ કામમાં કઈક મદદ મળે.એવામાં તેને બાથરૂમમાં કોઈનો અવાજ સંભળાયો એટલે એ વિચાર કરવા લાગી કે પ્રિયા તો સુઈ ગઈ છે અને તેની રૂમમાં પોતાના સિવાય બીજું કોઈ જ
આવ્યું નથી તો આ બાથરૂમમાં કોણ છે?

કોણ હશે અમોલ ને આવી રીતે બાંધી રાખનાર વ્યક્તિ??!!શું રોહન જ કંદર્પ ને થયેલા શક મુજબ આ બધા માટે જવાબદાર હશે કે બીજું કોઈ??!!શું કંદર્પ અમોલ ને સહી સલામત આ ગુંડાઓથી બચાવવામાં સફળ થશે?! કોણ હશે પ્રિયાના બાથરૂમમાં?શું કૃતિ અને પ્રિયા હવે બંને કોઈ મુશ્કેલીમાં મુકાઇ જશે કે કૃતિ આ મુસીબતમાંથી પ્રિયા અને અમોલ ના પરિવારજનોને ઉગારી શકશે??!!આ બધું જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ......

અને આપના કિમતી પ્રતિભાવો જરૂરથી આપશો...