manthi bhangelo manas books and stories free download online pdf in Gujarati

મનથી ભાંગેલો માણસ

આજે એક ચકલી ની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા જોઈને ખરેખર અચરજ પામી ગયો ખરેખર બન્યું હતું એવું કે મારા ઘેર છત નીચે જુલતા એક જુમખ માં બે-ત્રણ ચકલા એક એક ખડ નું તણખલું લઈને પોતાનો માળો બનાવવા જે નિરર્થક પ્રયત્ન કરતા હતા તે ખરેખર તેમાંથી માણસને શીખ લેવા જેવું ખરું કારણ કે તણખલું જુમખ પર થી સરકીને નીચે પડી જતુ હતુ છતાં પણ તે ચકલા પોતાની મહેનત ચાલુ રાખતા હતા જોકે ત્યાં માળો બનાવવો ઘણું જ મુશ્કેલ લાગતું હતું છતાં ચકલા પોતાની રીતે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા હતા આ બધું જોયા પછી મને એક વિચાર આવ્યો કે જો આ ચકલા આવો એક માળા માટે આટ આટલાપ્રયત્ન કરતા હોય તો માણસ કેમ એક જ નિષ્ફળતાથી થાકી જતો હોય છે ખરેખર તો આ ચકલા પાસેથી માણસે નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું શીખવા જેવું ખરું જો આ ચકલા એકધારી મહેનત કરીને પોતાનો માળો બનાવી એ જ છૂટકો કરતા હોય તો માણસે પણ સતત મહેનત કરતા રહેવું જોઈએ
ભગવાન શ્રીકૃષ્ણેેે પણ ગીતામાં કર્મનો મહિમા ખૂબ સરસ રીતે સમજાવ્યો છેેે જ્યારે અર્જુન પોતાના હથિયાર હેઠા મૂકી ને સંબંધોની માયાજાળમાં ફસાઈ જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને પોતાના કર્મનો મર્મ સમજાવતા શ્રીમદ્ ભગવત ગીતા કહી સંભળાવે છે ત્યારબાદ અર્જુન પોતાના ધનુષ બાણઉપાડે છે અને યુદ્ધમાં પોતે સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે
આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ આપણી આજુબાજુ ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે છાપા તથા ટીવીમાં ઘણા બધા સમાચારો આત્મહત્યાના આવતા હોય છે કારણ કે માણસ આજે દિવસે ને દિવસે મનથી નબળો પડી રહ્યો છે નાની-નાની નિષ્ફળતાથી માણસ આજે હતાશ બની જાય છે અને પ્રયત્ન કરવાનું છોડી દે છે અને આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે ખરેખર તો તેમને વિચાર કરવાની જરૂર છે કે જો આ ચકલા પોતાના અનેકવાર ના પ્રયત્નો છતાં નિષ્ફળ જાય છે છતાં તે પોતાના પ્રયત્નો ચાલુ જ રાખે છે તે હાર સ્વીકારતા નથી અને હતાશ પણ થતા નથી તો માણસે પણ અમુક નાની મોટી નિષ્ફળતાઓથી હતાશ કે નિરાશ થવાની જરૂર નથી અને ફરી ડબલ જોરથી મહેનત કરી અને પોતાના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. આત્મહત્યા એ કોઈ નિવારણ નથી આત્મહત્યા કરીને માણસ પોતાના સ્નેહી સંબંધીઓ ને દુઃખ શિવાય કશું જ આપતા નથી તેથી માણસે થાક્યા વગર સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
આપણે સૌ કોઈ બાળપણમાં સસલા અને કાચબાની વાર્તા સાંભળી જ હશે જેમાં બંને વચ્ચે એક લક્ષ્ય રાખી અને દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબાનો વિજય થાય છે કારણકે મિત્રો કાચબો ભલે ધીમું ચાલે પણ તે સતત ચાલ્યા જ કરે છે જ્યારે સસલુ ચાલે તો છે ઝડપથી પરંતુ લક્ષ્ય સુધી પહોંચતા પહેલા તે આરામ કરવાનું પસંદ કરે છે અને પોતાની હાર સ્થાપિત કરે છે.
જોકે આજનો સમય ખુબજ આધુનિક છે તેથી સખત વર્ક ન કરતા માણસે સ્માર્ટ વર્ક કરવો પડશે જેથી વર્ક વેત રૂ.ના સાબિત થાય. જેમકે આપણે ત્યાં કહેવત છે ને કે ગધા મહેનત ન કરાય એટલે નકરી સખત મહેનત નહીં પરંતુ સ્માર્ટ મહેનત કરતા રહેવું જોઈએ
મિત્રો આ મારી પ્રથમ વાર્તા છે તો જો કોઈ ભૂલ થઈ હોય તો જરૂરથી મારુ ધ્યાન દોરજો મિત્રો અને તમારા પ્રતિભાવો જરૂરથી આપજો મિત્રો જેથી મને પ્રેરણા મળે મારો whatsapp નંબર ૮૧ ૪ ૦ ૦ ૧૧ ૮ 0 5 છે જેના પર આપ મને સલાહ અને સૂચનો આપશો એવી આશા રાખું છું
,###આપનો મિત્ર હરેશ ####